Shrapit Prem - 1 in Gujarati Love Stories by anita bashal books and stories PDF | શ્રાપિત પ્રેમ - 1

Featured Books
Categories
Share

શ્રાપિત પ્રેમ - 1

નમસ્તે મિત્રો,,

શ્રાપિત પ્રેમ, વાર્તા એક સત્ય ઘટના પર આધારિત કાલ્પનિક કહાની છે. આપણી પ્રેમને પવિત્ર માનતા હોઈએ છીએ પણ ક્યારેક આ પવિત્ર પ્રેમ ક્યારે શ્રાપિત બની જાય એ કહેવું મુશ્કેલ હોય છે. રાધા નામની ફક્ત ૧૯ વર્ષની યુવતી ની સાથે એવું થયું જેનાથી તેને પણ તેનો પવિત્ર પ્રેમ શ્રાપિત લાગવા લાગ્યો.
રાધાનો તે પવિત્ર પ્રેમ સાબિત કેવી રીતે બની ગયો? તેની આ કહાની છે. આશા રાખું છું કે તમને આ કહાની પસંદ આવશે કારણ કે સામાજિક વાર્તાઓ લખવી મારા માટે થોડી મુશ્કેલ છે હું હંમેશા હોરર ટેગરીમાં જ પોતાની વાર્તા લખું છું. કંઈ ભૂલ ચૂક થઈ હોય તો તેને માફ કરીને મારી વાર્તાને વાંચજો.
તો આપણે વાર્તા શરૂ કરીએ,,,
એક કર્કસ અવાજની સાથે જેલની અંદર જવાનો લોખંડ નો મોટો દરવાજો ખુલ્યો. દરવાજો ખુલતા ની સાથે જ એક ૧૯ વર્ષની યુવતી અંદર આવી જેની સાથે બે મહિલા પોલીસ અને બે મહિલા કોન્સ્ટેબલ હતા. તે લોકો તે યુવતીને જેલરની ઓફિસમાં લઈ ગયા.
ત્યાંની જેલર દેખાવમાં જ ખૂબ કડક લાગી રહી હતી. તેના વાર મુશ્કેલથી ગયા સુધીના હતા અને તેની આંખો ગુસ્સાથી ભરેલી હતી. તેની આઇબ્રો ઉપર નો કાળો મસો તેને વધારે ભયાનક બનાવતો હતો.
" શું નામ છે આનું?"
" રાધા મયંક ત્રિવેદી."
નામ સાંભળીને તે જેલરે તે યુવતીના તરફ જોયું અને એક તિરસ્કાર ભરેલા અવાજથી કહ્યું.
" નામ જુઓ તો રાધા અને કામ જુઓ તો રાક્ષસી નું. મને આટલા માટે જ આના જેવી ક્રિમિનલ છોકરીઓ પસંદ નથી. શું કર્યું છે આણે?"
એક મહિલા પોલીસ ઓફિસરે કહ્યું.
" બહુ લાંબી વાર્તા છે આ છોકરીની સાંભળવી છે? સૌથી પહેલા તો તેને પોતાના જીજાજી ને ફસાવીને તેની સાથે લગ્ન કર્યા અને પછી તેની જ બહેનના નાનકડા દીકરાને મારી નાખ્યો. તમને ખબર છે તેની ઉંમર ફક્ત ચાર વર્ષની હતી."
એમ કહીને તે ઓફિસરે પણ રાધાના તરફ તિરસ્કારથી જોયું. રાધા દુઃખી તો લાગી રહી હતી પણ તેના ચહેરામાં પસ્તાવો નો કોઈ ભાવ ન હતો. તે જેલર એ ત્યાંની એક ઓફિસરને રાધા ની ચેકિંગ કરવાનું કહ્યું.
એક મહિલા પોલીસ ઓફિસર એ રાધાની ચેકિંગ કરી અને પછી તેને મેડિકલ રૂમમાં લઈ જવામાં આવી. ત્યાં જઈને તેનો બ્લડ રિપોર્ટ, તેની ફિંગર પ્રિન્ટ અને બાકી ચીજોની તપાસ કરવામાં આવી. થોડીવાર બાદ તેના હાથમાં સફેદ રંગના કપડાં પકડાવી દેવામાં આવ્યા અને પછી તેને અંદર જઈને ચેન્જ કરવાનું કહ્યું.
રાધા એક બાથરૂમ ના અંદર ગઈ. ત્યાં જઈને તેને પોતાના બ્લાઉઝના અંદરથી એક પડીકું કાઢ્યું જેમાં એક સફેદ પાવડર હતો. તેને જોતી વખતે રાધા ની આંખોમાંથી એક આસમો ટીપુ નીચે જમીનમાં પડ્યું. તેના કાનમાં શબ્દો સંભળાવવા લાગ્યા.
" રાધા તું ચારો તરફથી ફસાઈ ગઈ છે. અહીંયા થી બહાર નીકળવું તારા માટે અશક્ય છે. કા તો તું પોતાની પૂરી જિંદગી એક જેલના કેદી ના તરીકે વિતાવ કે પછી આને ખાઈને મોતને વહાલુ કર. હું તને તારા પતિની સાથે ક્યારેય નહીં મળવા દઉં અને હવે તું એક નાના બાળકના ખૂનના આરોપમાં પૂરી જિંદગી વિતાવ. તારો તે પ્રેમ જેને તું પવિત્ર પ્રેમ બોલે છે ને એને શ્રાપિત પ્રેમ ન બનાવી દીધો તો મારું પણ નામ તુલસી નહીં."
આ બધા શબ્દ યાદ આવતા જ પ્રાર્થના આંખોમાં જ્યાં એક આંસુ હતા હવે તે જોધાર આંસુએ રડવા લાગી હતી. તેની આંખોમાં તેના જીવનના દ્રશ્યો એક ફિલ્મની જેમ એક પછી એક આગળ વધવા લાગ્યા.
આજથી લગભગ પાંચ વર્ષ પહેલા બધું બરાબર હતું. રાધા એ સમયે દસમા ધોરણમાં ભણતી હતી અને તેની મોટી બહેન તુલસી કોલેજના પહેલા વર્ષમાં. ગુજરાતમાં આવેલું રાજકોટ જિલ્લા નું એક તાલુકો ગોંડલ અને તેનાથી 24 કિલોમીટર દૂર આવેલું કમર કોટડા ગામ. ગામમાં દસમા ધોરણ સુધીનું ભણતર હતું પરંતુ આગળ ભણવા માટે ગોંડલ જવું ફરજિયાત હતું.
રાધા એ સમયે દસમા ધોરણમાં હતું અને આવતા વર્ષથી તેને પણ ગોંડલ ભણવા જવું હતું. રાધા ની મોટી બેન તુલસી અત્યારે કોલેજના પહેલા વર્ષમાં હતી. બંને બહેનો સાથે જ ઘરની બહાર નીકળતી. રાધા ને સ્કૂલમાં પહોંચાડીને તુલસી સ્કૂલની બાજુમાં જ બસ ડેપોમાંથી બસ પકડીને ગોંડલ રવાના થઈ જતી હતી.
વાત કરવામાં આવે રાધા ની, તો તેની ઉંમર ત્યારે ફક્ત 15 વર્ષની હતી અને 15 વર્ષ થયા એને પણ હજી મુશ્કેલથી એક મહિનો થયો હતો. દસમા ધોરણમાં તે થોડી જાડી હતી અને તેના વાળ કમરથી પણ લાંબા હતા જેને તેની માં સફેદ રંગના રીબીન થી ચોટલી બનાવી દેતી હતી. તેને ખાવાનું બહુ શોખ હતો એટલે હંમેશાં તે અંકને કંઈક ખાતી જ રહેતી હતી.
વાત કરીએ તુલસીની, તો તુલસી એ સમયે 20 વર્ષની હતી અને તેનું શરીર એકદમ શેપમાં હતું. તે પોતાના લાંબા વાળને ખુલ્લા રાખતી હતી અને હંમેશા એક્ટ્રેક્ટિવ કલર વાળા જ સલવાર અને કમિજ પહેરતી હતી. તે જ્યારે પોતાના ઘરની બહાર નીકળતી ત્યારે બે ત્રણ છોકરાઓ તો હંમેશા તેની રાહ જોઈને જ ઊભા રહેતા હતા.
એવું ન હતું કે તુલસીને તે વાતની જાણકારી ન હતી, તેને આ વાત ઇગ્નોર કરવી ખૂબ જ પસંદ હતી. તે જાણી જોઈને છણકો કરીને બધાના તરફ જતી હતી. એક હાથમાં કોલેજ બેગ લઈ અને બીજા હાથમાં ટિફિન લઈને તે બસના અંદર જતી તો આજુબાજુના બેસેલા લોકો તેને જગ્યા આપી દેતા હતા.
જો એમ કહેવામાં આવે કે તુલસી કમર કોટડા ગામની સૌથી સુંદર યુવતી હતી, તો તે ખોટી ન કહી શકાય. રાધા તેના સ્કૂલની સૌથી હોશિયાર છોકરી હતી અને તે આગળ જઈને કંઈક બનશે એવું તેમના સર મહેતા સરનું કહેવાનું હતું.
તે દિવસે શુક્રવાર હતો જ્યારે રાધા ને પોતાના માટે થોડા પુસ્તકો ખરીદવા હતા. એટલા માટે રાધા ના પિતા છગનલાલ અને તેમની માતા મનહર એ તુલસીને રાધા ને પોતાની સાથે શહેરમાં લઈ જવાનું કહ્યું હતું જેનાથી તે પોતાની પુસ્તકો ખરીદી શકે.
પહેલા તો તુલસીએ રાધા ને પોતાની સાથે લઈ જવાના માટે ઘણી વખત ના કહી દીધું પરંતુ મા બાપના જીદ ના લીધે તે રાધા ને પોતાની સાથે લઈ જવા માટે તૈયાર થઈ હતી. પરંતુ તુલસીએ રાધા ને કડક શબ્દમાં કહી દીધું હતું કે તે તુલસી થી થોડી દુરી ઉપર ચાલશે અને કોલેજમાં કોઈને પણ નહીં કહે કે તુલસી તેની બહેન છે.
પહેલા તો રાધાને આ બધું અટપટું લાગી રહ્યું હતું પરંતુ તેને આ વાતના માટે હા કહી દીધી હતી. તે જ્યારે તુલસીની સાથે ગોંડલ જવા માટે નીકળી તો તેને જોયું કે બસના અંદર તુલસી બધાની સાથે હસીને વાતો કરી રહી હતી અને તેમાં યુવકોની સંખ્યા વધારે હતી.
રાધા ને તુલસીની હસી મજાક કરવાની આદત ખબર હતી પરંતુ અત્યારે તો તે મસ્તી મજાક કરતા કરતા એકબીજાને હાથ પણ લગાડી રહ્યા હતા. ગામડાની ભોળી રાધા ને આ બધું આપણું લાગી રહ્યું હતું પણ તે કંજ કહી શકી ન હતી. જ્યારે તે લોકો બસમાંથી નીચે ઉતરીયા તો તે કોલેજ માટે તરત જ નીકળી ગયા.
" જો રાધા મારી વાત ધ્યાનથી સાંભળ. ગામના બસ થી બસવા થી પાછા ગામના અંદર ગયા સુધીમાં જે કંઈ પણ થાય તેમાંથી તારે મા બાપુજીને કંઈ જ કહેવાની જરૂરત નથી."
" પણ બેન એમાં ન કહેવા જેવું શું છે?"
તુલસીએ રાધા ના માથા પર હાથ ફેરવીને કહ્યું.
" રાધા હજી તું નાનકડી છે જ્યારે કોલેજમાં આવીશ ને ત્યારે ખબર પડશે. તારે પણ તો આજ કોલેજમાં આવવાનું છે ને એટલે મારી વાત ધ્યાનથી સાંભળ તારે મા બાપુજીને કંઈ જ કહેવાની જરૂરત નથી. તું મારા સમ ખાવાને બોલ કે તું કંઈ જ નહીં બોલીશ."
એમ કહીને તુલસી રાધા નો હાથ પોતાના માથા ઉપર રાખી દીધો. રાધા ને લાગતું હતું કે માથા ઉપર હાથ રાખીને જો આપણે સમ ખાઈએ અને પછી એને તોડી દઈએ તો જેના માથા ઉપર હાથ રાખ્યું હોય તેનું માથું ફૂટી જાય. તેને ડરીને કહી દીધું કે તે તેના મા બાપુજીને કંઈ જ નહીં કહે.
તુલસી એવી તે કઈ વાત છુપાવવા માટે રાધા ને ખોટા સમ ખવડાવી રહી હતી? રાધા તે ઝેરનું પડીકું ખાઈ લેવાની છે?