Fare te Farfare - 84 in Gujarati Fiction Stories by Chandrakant Sanghavi books and stories PDF | ફરે તે ફરફરે - 84

Featured Books
  • बड़े दिल वाला - भाग - 5

    अभी तक आपने पढ़ा कि अनन्या वीर के पत्र को पढ़कर भावुक हो गई औ...

  • Age Doesn't Matter in Love - 24

    आन्या कमरे में थी ।   आन्या ने रेड कलर का लहंगा पहना हुआ था...

  • मझधार

      प्रेमी युगल अपने-अपने घरों में करवटें बदल रहे थे, नींद किस...

  • The Book of the Secrets of Enoch.... - 5

    अध्याय 22, XXII1 दसवें स्वर्ग पर, {जिसे अरावोथ (Aravoth) कहा...

  • रामेसर की दादी

    रामेसर अब गाँव का भोला-सा लड़का नहीं रहा। समय ने उसे माँजा,...

Categories
Share

ફરે તે ફરફરે - 84

૮૪

ઢસડાતા પગે અમે રસ્તા ,મેઇન સ્ટ્રીટ ક્રોસ કરતા હતા ત્યારે વેલ 

ડીસીપ્લીન્ડ હતા પણ શિસ્તબદ્ધ ચાલતા રહ્યા કારણકે અમે હ્યુસ્ટનમાં કડક કાયદા શાશનમાથી આવતા હતા ...અચાનક મેઇનરોડનુ બંધ સિગ્નલ તોડીને એક ટેક્સી રેડ સિગ્નલમા પસાર થઇ "હેં?” સાલું ન્યુયોર્કમાં આવુ ? હવે એને બેબીમાંના છોડશે નહી હમણા સાઇરન વગાડતા ચારેબાજુથી એને ઘેરી લેશે , નીચે ગનપોંઇન્ટ ઉપર ઉતારશે પછી ઉંધા ઉભા રહી હાથ પાછળ રાખીને કે બોબી કહેશે તો ઉપર હાથ જોડીને ઉભો રહેશે પછી એની ગાડીનો રેકોર્ડ ઓનલાઇન ચેક કરશે પછી નજીક જશે ત્યાં સુધીમાં બીજા બે ત્રણ બોબીડા આવી જશે પછી ડોક્યુમેન્ટ ગાડીમાં શું છે પછી દસ હજાર રુપીયાનો પહેલી વાર ગુન્હો હશે તો ચરકાવશે .. નક્કી મરવાનો થયો .. આવા આવા વિચારો વધી ગ્યા ત્યાં બીજો મોટેથી હોર્ન મારી નિકળી ગયો .. આ શું ચાલે છે કાયદાની ઐસી કી તૈસી ? હું ચુસ્તપણે કાયદો પાળનાર , મારાં નથી સહન ના થયું…

થઇ ગયુ નક્કી બોબીમામા પકડશે ?પણ ત્યાર પછી હેંકીંગ હોર્ન

સીગ્નલ જંપીગઉપરાછાપરી બે ત્રણ કારના જોયા એટલે અમારા તારણહાર સુપુત્ર સામે જોયુ… “યે ક્યા હો રહા હૈ ?“

એણે અમેરિકન સ્ટાઇલમા ખભા ઉલાળ્યા..પછી બબડ્યો "નક્કી મસ્ટ બી ઇંડીયન"

અમે અમારી જાતને શાબાશી આપી "વાહ ધનધન્ય છે ચંદ્રકાંત તમેતો

દેશનુ નામ ઉજાળ્યુ...

“ડેડી હવે જુઓ સામે શું છે ?”

મેં નીચે થી ઉપર સુધી ગગનચુંબી ઇમારતોને જોતા સાંકડી શેરી કહો કે રસ્તા ની ચારેબાજુ જોયું..પણ સમજાયુ નહી .મારુ અચાનક ધ્યાન પડ્યુ

“હમ...અચ્છા..."આખી દુનિયાની પથારી ફેરવનાર વોલ સ્ટ્રીટના નાકે આપણે 

ઉભા છીએ.. શેરબજારનો ડોવજોન્સ રોજ સવારે ખુલે અટલે આખી દુનિયા ફડફડે.....

“ડેડી ત્યાં નહી અહીયા જુઓ ...!"

“અરે,હૈદરાબાદી બિરીયાની ની લારી ?ન્યુયોર્કમા ? છોલે ભટુરે ..."

ગગનગુજી નાદ કરી અમે ક્યાં બેસવુની નજર દોડાવી તો સામે જ ગાર્ડન

માં સીમેન્ટના સરસ બાંકડાઓનાં ટેબલો હતા...જગ્યા બુક કરવા અમારુ ધાડુ

ધસી ગયુ..."રુમાલ પાથરો નહિતર કોઇ કહેશે એક્સક્યુઝમી તો?"

જેવી મળી તેવી ગરમ ગરમ બિરીયાની છોલે ભટુરે દબાવ્યા ત્યારે 

સાંજના છ વાગી ગયાં હતા... સામે ઘસાઇ ગયેલા સુટમા શેરના કાગળીયા

લઇને બબડતો વૃધ્ધ જોયો તો એવી જ લઘરવઘર બાઇ પણ હાથના 

ચાળા કરતી બેઠી હતી...આ જ આખી દુનિયાના શેર બજારીયાઓની

હાલત હોયછે અબજો રૂપિયાના ખેલ કરનારા રોકાણકારોને રોજ ઉપર નીચે કરે . બાકી ખોટું કરનારા સ્કેન્ડલ કરનારા અબજો ઉસેટી લે .. આપણે ત્યાંના કેટલાક કિસ્સા યાદ આવ્યા .. લોકલ ટ્રેનના ડબ્બા બનાવનારી ચિતરંજન લોકોમોટિવ ના શેરો લઇ નાથદ્વારામા એક મારવાડી શેઠ પધારે છે અને ખાનગીમાં બાવાશ્રીને કરોડો રુપીયાના શેર પકડાવી રુપીયા લઇ લે છે .. બાવાશ્રીને જરુર હતી નહીં એટલે એ શેરો લાકડાની પેટીમાં પડ્યા રહ્યા .. વરસો પછી બાવાશ્રીને યાદ આવ્યું કે ઓલા શેર ચેક કરીયે એટલે પેટી ખોલી મુદડાજી જેમણે એ શેર પધરાવેલા તેમને થોડા શેર આપી રોકડની માગણી કરી..પછીની કથા તો જગજાહેર છે મુદડાજી અલોપ થઇ ગ્યા હવે રોકડેથી લીધેલા શેરની ફરીયાદ પણ કેમ થાય ? આવો યુનિટ ટ્રસ્ટને રીલાયન્સ ના લાખો ડુપ્લીકેટ શેર પધરાવી અને શેરબજારમાં ઉથલપાથલ કરનારા ધીરુભાઈ ની કથાપછી ખારના નિવાસ સ્થાને એ કામમાં જે મેન સીંધી સાહેબ હતા તે કૈભાંડ ખુલ્યુ એટલે ગળાફાંસો ખાઇ ગ્યા પછી હર્ષદ મહેતાએ કલાકારી કરી આવા અનક કિસ્સા બન્યા છે શેઠીયા હેમખેમ રહ્યા ને પ્યાદા કાં જેલમાં કે ઉપર પહોંચી ગયા.શેરબજાર ક્યારેક ઉપર તો ક્યારેક કડડભુસસસ.સીત્તેર એંસીમાળની નિર્જીવ પથ્થરની વિશાળ ઇમારતોમાં આવી કેટલી કહાનાઓ દબાઇ પડી 

હશે?

હવે વલ્ડ વન ટાવરનેઆજે કવર કરવાનો છે કમ ઓન...આખુ ધાડુ

ખાઇ પી અને ફ્રેશ થઇ ગયુ હતુ ચાર પાચ આડી ઉભી સ્ટ્રીટ ક્રોસ કરીને

વિશાળ ગાર્ડનમા પહોચ્યા ત્યારે બહાર ફુટપાથ ઉપર આપણે ત્યાં જેમ

મદારી ખેલ કરે એમ કાળીયા ગરીબ છોકરાઓ અદભુત અંગકસરતના

ખેલ કરતા હતા સાથે જોવા ઉભેલાની મજાક પણ કરે હેટ ફેલાવી પૈસા માગે

બાજુમા સોફ્ટી આઇસક્રીમ પફની લારીઓ ઉભી હતી ત્યારે મનેએટલી

ઠંડક થઇ કેઆ સૌથી મોટુ પચરંગી શહેર એકતો માણસોથી ભરેલુ હતુ

ચપટાપીળા લાલ કાળા ધોળાને "અહીંયા કોણ કોને પુછે છે ?"

પાછળથી મારા દિકરાની આલબેલ આવી "ચલો જલ્દી હરીઅપ..."

.....

એક બાજુ જુના વલ્ડ ટ્રેડ સેંટરની "લાશ"ને એવી રીતે શણગા રેલી હતી

કે દરેક અમેરિકન નુ લોહી ઉકળી જાય....