Aakarshan banyu Jivansathi - 4 in Gujarati Love Stories by ચિરાગ રાણપરીયા books and stories PDF | આકર્ષણ બન્યુ જીવનસાથી - 4

Featured Books
  • अधुरी चिट्ठी

    अधूरी चिट्ठीगांव के किनारे बसे एक छोटे से घर में राधा मैया र...

  • दक्षिण का गौरव - 1

    प्रस्तावना: रक्त से शांति का महाकुंभइतिहास केवल तारीखों और य...

  • यह जिंदगी - 3

    लड़की केविन से बाहर निकलती है। तभी वह देखती है कि एक लड़का ...

  • तेरी मेरी कहानी - 2

    और फिर एक दिन……सिया घर के कामों में व्यस्त थी तभी उसके फोन प...

  • नए साल की शुरुआत

    कहानीनए साल की शुरुआत 31 दिसंबर 2025 की रात थी। शहर की सड़को...

Categories
Share

આકર્ષણ બન્યુ જીવનસાથી - 4

મનિષને કામ હતું તે પુરુ થયું.... પાયલ, કાજલ અને મનિષ ત્રણેય જમવા માટે કેન્ટીન તરફ જાય છે.

કાજલ મનિષ માટે ઉંધીયુ અને પુરી લાવી હોય છે......અને પાયલ પુલાવ.  બધા સાથે બેસી પોત પોતાનુ લંચ બોક્ષ ખોલે છે..... 


કાજલે પાયલ ને ઉંધીયું અને પુરી ખાવા માટે આગ્રહ કર્યો. સામે પાયલે પુલાવ માટે મનિષ અને કાજલ ને આગ્રહ કર્યો ..


જમતા જમતા મનીષે કાજલ અને પાયલને કહ્યું.

મનિષ : આવતી કાલે તમે બન્ને લંચ લાવતા નહિ. આપણે બધા પિઝ્ઝા ખાવા જઈશુ.

પાયલ : કેમ કાઈ શુભ સમાચાર છે ??? તો પાર્ટિ આપો છો   

મનિષ : ના, પાયલ.. આતો રોજ હું કાજલનુ ટિફિન જમુ છું... તો ઍક દિવસ બહાર જઈએ એમ..


પાયલ : ઓહ, એટલી બધી ફિકર...... કાજલ ની 😅😅


મનિષ : અરે..... તમે જે વિચારો ઍવું નથી.... કોઇ નુ ઍમ નમ થૉડું ખવાય માટે કીધું કે કાલ જઈએ આપણે એમ.


પાયલ : આપણે કાલે નહિ શનિવારે સાંજે જઈશુ. આમ પણ મારે અને આશિષ ને જવું જ હતું.


મનિષ : હા, તો એમ કરિયે આપણે બધા સાથે જઈશુ.


કાજલ : શનિવાર નુ રાખીયે...  રાત્રે લેટ થાય તો પણ વાંધો ન આવે... રવિવારે તો રજા જ હોઇ...


પાયલ : તને લેટ નાઇટની પરમિશન મળે તો આપણે મૂવી જોવા જાશુ.


કાજલ : હું ઘરે પુછીને કહીશ.

મનિષ : ટ્રાય કરજે, જો આવવા દેશે તો આપણે સાથે જઈશુ.

ત્રણેય જમીને પાછા ઑફિસ પર જાય છે... અને પોતાના કામ પર લાગી જાય છે.

થોડા સમય પછી કાજલે મનિષ ને મેસેજ કર્યો...

કાજલ : આપણે મૂવી જોવા જઈએ પણ કાઈ પ્રોબ્લમ નહિ આવૅ ને ??

મનિષ : જો.. તણે સાથે આવવુ યોગ્ય ન લાગે તો ન આવિશ...   હું , પાયલ અને આશિષ ઘણી વાર જતા હોઇએ છીયે....


કાજલ : એમ તો મને ઘરેથી આવવાની ના ન પાડે.... પણ ફસ્ટ ટાઇમ કોઇ છોકરા સાથે જાવ છું... તો પુછ્યું..


મનિષ : ઍમા કાઈ પ્રોબ્લમ નહિ આવૅ.... એમ પણ આપણે ક્યા ચોરીછુપી થી જવાનુ છે.... ઘરે જે સાચું હોઇ તે કહી ને જવાનું છે.... જો પરમિશન આપૅ તો આવજે... 

કાજલ : હા, સારું.


સાંજે ઑફિસ કામ પુર્ણ કર્યા પછી બધા ઑફિસથી નિકળે છે.. 


બોસે મનિષ ને થોડો સમય ઓફિસ પર રહેવા કહ્યું  અને  મનિષ ઑફિસે રોકાયો...કાજલ ને મેસેજ કરી દીધો કે મારે થોડું લેટ થશે.  જવું હોઇ તો તુ નિકળી જજે અને મેસેજ કરી દેજે. 

કાજલ : વાંધો નહિ.. હું તમારી રાહ અમુલ પાર્લર પાસે જોઇશ. તમે ત્યાથી નીકળો એટલૅ ફોન કરજો.

મનિષ : હા, સારું. મેડમ.

આપેલા પ્રોજેક્ટ વિશે બોસે મનિષ ને પુછ્યું, 

બોસ : મનિષ, આપેલા પ્રોજેક્ટ નુ શુ થયું... કાજલ ની મદદ મળે છે કે નહિ.

મનિષ : હા, સર કાજલ ની  હેલ્પ આપણા  આ પ્રોજેક્ટ માટે ખુબ જ સરસ રીતે મળી છે... કદાચ આ પ્રોજેકટ એક અઠવાડિયા સુધી મા પુરો થઈ જશે.. તમે દુબઈની મીટ્ટીગ નિરાતે પુર્ણ કરી આવો... અમે અહિ બધું સંભાળી લેશું.

બોસ : મનિષ તારા જેવા હોશિયાર અને મહેનતુ સ્ટાફથી મારુ કામ સરળ અને ઝડપી પુર્ણ થાય છે... મને ઑફિસની કાઈ પણ  ઉપાદી હોતી નથી. પણ  આ નવો પ્રોજેકટ તને અને કાજલ ને સાથે સોંપ્યો છે..મને કાજલના કામ નૉ કોઇ અનુભવ નથી માટે  તને પૂછયું. તારે હવે જવુ હોઇ તો જાજે...મોડું થતુ હોઇ તો 


મનિષ : હા, સર હું.. નીકળું.. તમને બધી અપડેટ આપતો રહીશ.

આટલુ કહી ને મનિષ નિકળે છે.

ઑફિસ ની બહાર નિકળી ને કાજલને ફોન કર્યો... હું નીકળું છું અહીથી.


કાજલ : ok, હું અમુલ પાર્લર પાસે છું. તમારી રાહ જોવ છું