Hu Vaidehi Bhatt - 1 in Gujarati Classic Stories by krupa pandya books and stories PDF | હું, વૈદેહી ભટ્ટ - ભાગ 1

Featured Books
  • Wheshat he Wheshat - 2

         وحشت ہی وحشت قسط نمبر (2)   تایا ابو جو کبھی اس کے لیے...

  • Wheshat he Wheshat - 1

    Wheshat he Wheshat - Ek Inteqami Safar
    ترکی کی ٹھٹھورتی ہوئی...

  • مرد بننے کا تاوان

    ناول: بے گناہ مجرمباب اول: ایک ادھورا وجودفیصل ایک ایسے گھر...

  • مرد بننے کا تاوان

    ناول: بے گناہ مجرمباب اول: ایک ادھورا وجودرضوان ایک ایسے گھر...

  • صبح سویرے

    رجحان ہم ہمت کے ساتھ زندگی کا سفر طے کر رہے ہیں۔ کندھے سے کن...

Categories
Share

હું, વૈદેહી ભટ્ટ - ભાગ 1

આખો હૉલ તાળીઓથી ગુંજી ઉઠીઓ. બધાની નજર સ્ટેજ પર જ હતી. આજે તેની આત્મકથા લોકોનો હાથમાં હતી. તે આત્મકથા જેને તે અત્યાર સુધી દુનિયાથી છુપાવી રાખી હતી. કોઈને કહી નહોતી. તે આત્મકથા તેને એક પેપર પર ખોલી દીધી અને તે પેપર પુસ્તક બની બધાની હાથમાં હતું. બધાને તેની આત્મકથા વાંચવાની..તેના વિશે જાણવાની ઘણી મહેચ્છા હતી. કેમ કે તેનું આખુ જીવન એક રહસ્યમય અને ગૂંચવણ ભરેલું હતું. તેના જીવન વિશે જાણવાની લોકોની એટલી જ તાલાવેલી હતી જેટલી તાલાવેલી મહિનાની પહેલી તારીખે પગાર આવવાની હોય છે. એટલે જ્યારે તેને પોતાની આત્મકથા લખવાની ઈચ્છા પ્રગટ કરી ત્યારે કેટલાય પબ્લિશર તેને દરવાજે ટકોરો મારી રહ્યા હતા. પણ, તેને મોટા મોટા પબ્લિકેશન હાઉસ કરતા નાના પબ્લિકેશન હાઉસમાં વધારે રસ હતો. કેમકે તે પોતે એક નાના અને ગરીબ પરિવારથી આવી હતી અને અત્યારે સમાજમાં તેને એક મોટો મુકામ હાંસિલ કર્યો હતો. એટલે તે હંમેશાથી તે મોટા મોટા હોટલમાં જવાને બદલે નાના અને સામાન્ય હોટલમાં જાય, મોટા મોટા શૉ રૂમમાથી ખરીદી કરવાને બદલે તે નાના વેપારીઓને ત્યાથી ખરીદી કરતી. આનાથી તેને સંતોષ મળતો કે તે આ રીતે કોઈની પ્રગતિમાં સાથે આપી રહી છે. અને આટલી મોટી હસ્તી પોતાના એક સામાન્ય દુકાનમાથી ખરીદી કરે, સામાન્ય હોટલમાં ખાય તેને કારણે જે-તે દુકાનદારો અને હોટલોને પણ થોડી પબ્સિસીટી મળી જતી. તેથી આટલા વર્ષે લોકો સામે ખુલ્લુ થવા માટે તેને એક નાના પબ્લિકેશન હાઉસને મોકો આપ્યો.
આ પબ્લિકેશ હાઉસ છેલ્લા ઘણા સમયથી મુંબઈમાં પોતાની જગ્યા બનાવાની કોશિશ કરી રહ્યુ હતું. બુક લિફ નામના આ પબ્લિકેશન હાઉસએ અત્યાર સુધી માત્ર નાના સામાયિકો, ભગવાનની નાની પુસ્તકો, નાના ટેમપ્લેટ જ છાપયા હતા. પણ, આટલી મોટી હસ્તીની આત્મકથા છાપવાનો મોકો તેમને તેમના પબ્લિકેશન કરિયરમાં પહેલીવાર મળવાનો હતો, અને આનાથી આ નાનું પબ્લિકેશન હાઉસ ભારતમાં જ નહીં પણ વિશ્વમાં પ્રસિદ્ધ થવાનું હતું... આત્મકથાની હસ્તપ્રત હાથમાં આવી ત્યારથી લઈને આ આત્મકથાને પબ્લિશ કરતા 6 મહિનાનો સમય નીકળી ગયો હતો.. આત્મકથા સંપુર્ણ પણે લોન્ચ થતા પહેલા આત્મકથાના અમુક અંશો દરરોજ પેપરમાં એક નાના ફકરા રુપે એડવાટાઈઝિંગ માટે પબ્લિશ કરવામાં આવતા હતા. એટલે લોકોની ઉત્સુકતામા હજી વધારો થયો હતો. એડવટાઈઝિંગ સાથે બુકિંગ માટે નંબર પણ આપ્યો હતો. તેથી પબ્લિકેશન હાઉસના ફોન એકવાર પણ શાંત બેસ્યો નહતો. આત્મકથા લોન્ચ થતા થતા તો તેની 30 હજાર નકલો ની બુકિંગ થઈ ગઈ હતી. અને આજે તે છ મહિનાનું ભગીરથ કાર્યનું પરિણામ હતુ કે ઘાટકોપરનો ચીમનલાલ હૉલ ખચોખચ ભરેલો હતો. જેને આત્મકથા બુક કરી તેને પણ આમંત્રણ આપવામાં આવ્યુ હતું. હવે બધા આતુરતાથી આ આત્મકથાની હિરોઈની રાહ જોઈ રહ્યા હતા. અને તે ઘડી આવી ગઈ, સ્ટેજ પર તેને આવતા જોઈને આખો હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠયો. બધાના હાથમાં વૈદેહીની આત્મકથાની લેટેસ્ટ સીલપૅક કૉપી “હું, વૈદેહી ભટ્ટ” હતી. પણ તેઓને આજે બુક કરતા સાક્ષાત વૈદેહીને જોવામાં વધારે રસ હતો. બધાનુ ધ્યાન સ્ટેજ પર હતુ અને તેને બોલવાનું શરુ કર્યું.
“હું, વૈદેહી ભટ્ટ.”
આટલું જ બોલતા જ હોલમાં બધા તાળીઓ પાડવા લાગ્યા. કેમકે અત્યાર સુધી માત્ર પોસ્ટર અને ન્યુઝ પેપર અને ટીવીમાં જોયલો ચહેરો આજે તેમની સાક્ષાત હતો. તેનો અવાજ સાંભળવા માટે લોકો તરસી રહ્યા હતા. પ્રેક્ષકોને શાંત રાખવ માટે હોસ્ટે ઘણી મહેનત કરી પણ કોઈ ચુપના બેસ્યા, ત્યા વૈદેહીએ એક હાથ ઉપર કર્યો અને બધા એકદમ શાંત બેસી ગયા, સોય પડે તો એ અવાજ આવે એટલી શાંતિ છવાઈ ગઈ અને વૈદેહી એ બોલવાનું શરુ કર્યું.
“હું વૈદેહી ભટ્ટ, મને વધારે બોલવું લાંબા લાંબા ભાષણો આપવું ગમતું નથી એટલે હું ટુ ધ પોઈન્ટ વાત કરીશ. મને ખબર છે કે તમે બધા મને પહેલા જેવાજ ઘણા ચાહો છો, મારી જીવનમાં શું ઉથલપાથલ આવી અને એક નાના ગરીબ પરિવારથી લઈને આટલા મોટા મુકામ પર હું કઈ રીતે પહોંચી તે જાણવાની બધાને ઘણી ઉત્સુક્તા છે, અત્યાર સુધી મારા વિશે પેપર્સ અને મેગઝિનમાં ઘણું છપાયું છે, જેના પર વિશ્વાસ કરવો ના કરવો તે મે તમારા પર છોડ્યો છે, એટલે હું માત્ર એટલું જ કહીશ કે તમે જ્યારે આ મારી જીવન કથણી વાંચો તો પોતાના મનને કોરી પાટી કરીને વાંચજો અને પછી તેના પર તમને જે નિર્ણય લેવો હોય તે લઈ શકો છો.”

આટલું બોલી વૈદેહી એ વિરામ લીધો. આખો હોલ તાળીઓથી ગૂંજી ઉઠ્યો..

અને આ શું બન્યું એકાએક ! એક ગોળી છૂટી અને સીધી વૈદેહીની છાતીમાં સમાઈ ગઈ.