Chandravanshi - 1 - ank 1.3 in Gujarati Mythological Stories by yuvrajsinh Jadav books and stories PDF | ચંદ્રવંશી - પ્રકરણ 1 - અંક ૧.૩

Featured Books
  • Money Vs Me - Part 3

    मैं दिन भर कैफ़े में काम करता और शाम को सज संवर कर निकल जाता...

  • भय से मुक्ति

    ऋगुवेद सूक्ति--(२५) की व्याख्या मंत्र (ऋग्वेद १/१४७/३)“दिप्स...

  • मंजिले - भाग 49

    परिक्रमा की ही साथ चलती पटरी की तरा है, एक से गाड़ी उतरी दूसर...

  • सीप का मोती - 5

    भाग ५ "सुनेत्रा" ट्युशन से आते समय पीछे से एक लडके का आवाज आ...

  • Zindagi

    Marriage is not just a union between two people. In our soci...

Categories
Share

ચંદ્રવંશી - પ્રકરણ 1 - અંક ૧.૩

“અરે તેને ક્યાં ગુજરાતી આવડે છે. ટેનસન નોટ યાર.” હસ્તા-હસ્તા રોમ બોલ્યો.

“પણ તું સમજને ગમે ત્યાં ગમે તે કહી દે છે.” વિનય બોલ્યો.

રોમની નઝર એર હૉસ્ટેસની સામે જ હતી અને જાણે તેને બળતરા થતી હોય તેમ ઉંચેથી બોલ્યો. “ઓહ અચ્છા એટલે તું આ એરહોસ્ટેસ્સને લાઈન મારે છે. હૂઁ પણ વિચારતો કે તને ગુજરાતની યાદ કેમ આવે છે અને તું હંમેશા પ્લેનમાં જ કેમ આવે છે. છેલ્લીવાર હું અને તું સાથે આવ્યા હતા, ત્યારે પણ આજ એર… હોસ્ટસ હતી નય! તારા મમ્મીને મલવાનું તો એક બાનુ જ છે."

રોમની વાત સાંભળીને જીદ હસવા લાગી. તેના બંને હાથ તેના મોઢાને ઢાંકવા નિષ્ફળ નીવડ્યા હતા. તેના ગાલના ખાડા જોઈ રહેલો તે અજાણ્યો છોકરો બસ એકટક થઈને તેને જ જોઈ રહ્યો હતો.

“ઓ તેરી…” રોમ બોલી ઉઠ્યો.

“જો રોમ હું તને એટલે જ કેહતો હતો કે તું મને એકદિવસ મરવી નાખીશ.” કાળા શર્ટવાળો છોકરો તેનું ધ્યાન ફેરવીને મુંજાઈને રોમને કહે છે.

ત્યારે જીદ હસ્તા-હસ્તા : “ઇટ્સ ઓકે યુ આર વેરી ફની.” કહીને ત્યાંથી ચાલતી થઈ. થોડે આગળ જઈ પાછળ જોઈને થોડું હસીને ફરી ચાલવા લાગી. 

રોમ તે કાળા શર્ટવાળાને હવે નામથી બોલાવીને : “હમ્મ… વિનય તું અત્યારે સુધી રોંગ છોકરીને લાઈન મારતો હતો. ગુજરાતની સિહણ તો આ જ છે.”

વિનયે કતરાઈને તેની સામે જોયું. “અરે… ટોપા તું ચપૂ થઈજા અને ચાલ મારી સાથે.” રોમનો હાથ પકડીને વિનય તેની સાથે લઈ જાય છે. રોમ પેલી એરહૉસ્ટેસને લાઇન મારવા માટે પાછળ જોવા જાય છે કે, તે એકદમ તેમની નજીક જ આવી ગઈ હતી. 

તે એરહોસ્ટેસના સફેદ હાથમાં લાલ નખ જોઈને જાણે રોમ બીજી દુનિયામાં જવા લાગ્યો અને જતા-જતાં એરહોસ્ટેટ્સ કમળની પાંખડી જેવા લાલ હોઠ ખૂલ્તા જોયા. “સર... આપકા પાસપોર્ટ.” 
રોમ તે પેહલાજ સપનામાં ચાલ્યો ગયો હતો. પરતું, જેવો તેનો અવાજ સંભળાયો કે રોમ વિનયના હાથમાંથી પોતાનો હાથને છોડાવીને તેની સામે ઊભો રહી ગયો. રોમને આ અંદાજમાં જોઈ એરહોસ્ટેસ પણ અટકી ગઈ. રોમના મોઢામાંથી કોઈ શબ્દ નીકળે તે પેલા પેલીના મોઢામાંથી છીંક નીકળી ગઈ. “હાક છી...” પ્લેનમાં હોવાથી જાણે તેને પોતાની છીંક રોકી લીધી હોય તેમ લાગી રહ્યું હતું. રોમતો એરહોસ્ટેટ્સનીએ અડધી રોકેલી છીંકથી જ ડરી ગયો અને સીધો તેની તરફ ફરીને ઊંભેલા વિનાયકને ગળે લાગી ગયો. 

“વિનુ... આઈ હેટ ઝુકામ મેરે યાર. મારી દરેક લવ સ્ટોરીમાં આ છીંક જ પાણી ફેરવી નાખે છે. હવે, આ પણ મારા હાથથી ગઈ.” રોમ વિનયની કેડે ચડીને વાંદરાના બચ્ચાંની જેમ ચોંટીને બોલ્યો.

વિનયે તેને પેહલા નીચે ઉતાર્યો અને એરહોસ્ટેસની પાસેથી પોતાનો પાસપોર્ટ લઈને. “થેન્ક યુ.” કહ્યું. પછી રોમન ફરી તેની સીટ તરફ ખેચવા લાગ્યો. જાણે કે, તે રોમના ગાંડપણથી ટેવાય ગયો હોય એમ લઈ જઈ રહ્યો હતો. રોમ મુર્તિની જેમ ખસેડાઇ રહ્યો હતો અને મોઢું ચડાવીને વિનયનો સાથ આપતો હોય તેમ પ્લેનમાં ખસેડાઇ રહ્યો હતો. પરંતુ રોમ તે બધુ છોડી તિચ્છી નજર કરી પ્લેનમાં બેસેલી ગુજરાતની અને બહારની કે કોઈ પણ મસ્ત લાગતી છોકરીઓને નિહાળતો-નિહાળતો વિનયને એક પ્રશ્ન કરે છે. “હે અલા વિનું! શું સાચે જ એ તને ગમી ગઈ?”

વિનય પણ રોમને ઢસડતો-ઢસડતો (ખસેડતો) હસીને બોલ્યો. “કોણ પેલી વાદળી સાડીવાળી એરહોસ્ટ્ટેસ?”

“ના...ના. એ તો તારી ભાભી છે, હુ તો પેલી હસવાવાળીની વાત કરું લ્યા.”

રોમની વાત સાંભળી વધુ હસવા લાગ્યો અને જીદ વિશે વિચારતો હોય તેમ. વિનયે હસીને ના પાડી દીધી. એ જ સમયે બન્નેની સીટ આવી જાય છે. ત્યાં જ રોમ તેની સીટ ઉપર લખેલું એનું નામ જુવે છે. તે લાઈનમાં બે સીટ હતી, જેમાં બહારની બાજુએ સીટ પર બેસનારનું નામ જુવે છે. રોમના મગજમાં એક લાઈટ થઈ અને પાછું પોતાનું સટ્ટર ખોલ્યું. “વિનય શું તું એનું નામ જાણે છે ?”

“હું કેવી રીતે જાણતો હોય? જાણે તે કલત્તાની જ હોયને અમે સાથે મોટા થયા હોય તેવા બેકાર સવાલો કરે છે તું રોમ. ચપૂ ચાપ બકવાસ કર્યા વગરનો સઈૂ જા.”

“તારે એનું નામ જાણવું છે !”

વિનયના મનમાં પણ થોડી લાલચ જાગી હોય તેમ હળવું મલકાયો. એટલે રોમે સમજીને ખોંખારો ખાઈને કહ્યું. “હા ચાલ સઈૂ જવ આમ પણ મને પ્લેનમાં ઊંઘ બવ આવે અને તને ક્યાં એ ગમે છે. આ...હ..અ.” આળસ મરડીને જેમ કોઈ મોટા એક્સિડેંટ બાદ બેભાન થઈ જાય. તેમ રોમ પણ આળસ મરડતા-મરડતા ઊભો થઈને સીટ સાથે ભટકાયો અને સૂઈ ગયો. 

નાટક બાજ રોમનું આ નાટક વિનય તો જાણતો જ હતો. પરંતુ, અત્યારે તેને પણ લાલચ હતી. સાથે-સાથે મનમાં એક સવાલ પણ હતો. (કોણ છે એ છોકરી જેની તરફ હું ખેચાઈ રહયો છુ?)

એટ્લે વિનય રોમને જગાડીને : “તું મારી ઊંઘ ઉડાડીને સઈૂ જાય છે. કેવો દોસ્ત છે તું! તારી કરતાતો દુશ્મન સારો.”

રોમ પરાણે આંખ ઉઘાડતો હોય તેમ આંખો અડધી ખોલીને. “તારી ઊંઘ! આ સાલું ઘુવડને ઊંઘ ક્યારથી આવવા લાગી?”

“તું વાતને બદલીશ નઇ” વિનય બોલ્યો.

“તે મારી સાથે વાત કરી હતી ક્યારે? હૂઁ તો સૂતો હતો. તને ખબર નથી!” રોમે જવાબ આપતા કહ્યું.

વિનય ગુસ્સે થયો હોય તેમ રોમના શર્ટની કોલર પકડીને. “લાગે છે પ્લેન ક્રેશ થવાનું છે.”

રોમ બચવા માટે બંને હાથ આડા રાખીને બોલ્યો. “થાંભા! થાંભા! મારી એક માટે આ બધાને નો મારીશ.”

“તારો મતલબ છે કે, આ બધાને જે થવું હોય તે થાય મને એકને છોડી દે.” વિનય રોમને સારી રીતે ઓળખતો હતો.

રોમ ખોટું હસીને બોલ્યો. “હું પણ સમજી ગયો તારો મતલબ. તું એનો પોપટને એ તારી મેના, ઓહો... ઓહો...” રોમ ગાતો અટકાઈ જાય છે. “ઓ તારી આ સફેદ કાગડી ક્યાંથી આવી.” 

“સર પ્લીઝ સાઇલેન્ટ. ડું નોટ ડિસ્ટર્બ મેની કસ્ટમર્સ.” એરહોસ્ટેસ રોમની સામે જોઈને બોલી.

“સોરી...સોરી… ઉસ્કે લીયે મેં સોરી કેહતા હૂઁ.” વિનય બોલ્યો.

“કેટલાંય વર્ષે એક છોકરી લાઈન આપતી હતી એ પણ તને નો ગમ્યું. કબાબ મેં હડી.” રોમ વિનયની તરફ તીચ્છી નજરે જોઈને.

“ગ... ગ… ગમ્યું કેમ નય.” વિનય તોતડાતા.

“હા તો વચ્ચે કેમ બોલ્યો.”

“એ... એ ….એતો તુ મને પેલીનું નામ કેવાનો હતો બસ એ યાદ આવી ગયું.”

“મેનાની વાત આ પોપટને કઈને મેં તો મારા જ પગમાં કુહાડી મારી દીધી.” રોમ તેનો જમણો હાથ કપાળ પર મૂકીને બોલ્યો.

“હા તો હવે જણાવને.”

ત્યારે રોમ તેનો ઢાસુ આઇડિયા વિનયને કાનમાં કહે છે . તેનો આઇડિયા સાંભળીને વિનય પણ થોડો મલકાયો અને તરત જ સીરીયસ થઈને બોલ્યો. “પ્લેનમાં પ્લેન બનાવ્યો છે. જો બગડ્યો તો યાદ છે ને આપણાં છેલ્લા મિશનમાં તારું મોઢું શ્રુતિ મેડમે પણ કાળું કર્યું હતું અને આખા પોલીસ સ્ટેશનમાં હું એક જ બાકી હતો. જો કોઈ પ્રોબ્લેમ ઊભો કર્યો તો સમજજે કે હું પ્લેન વછે તારું મોઢું કાળું કરીશ.”

“હા... હા... બવ જોયા ડાચું કાળું કરવાવાળા તું અત્યારે તારું ડાચું પ્લેનમાં આમ તેમ ફેરવવા લાગ પછી મને નય કેહતો!” 

તે બંને પ્લેનમાં તે છોકરીને શોધવા લાગ્યા. રોમ તેને શોધતા-શોધતા એક સીટ પર ચડી જાય છે . તેની સામે જોઇને તે સીટ પર પહેલાથી બેઠેલો છોકરો બોલ્યો. “અંકલ ક્યાં આપ કુછ ખોજ રહે હૈ.”

તે સાંભળીને રોમ ચિડાઈને બોલ્યો. “હા મારા પેન્ટમાંથી પોપટ ઉડી ગયો છે. સાલો ક્યાં ગયો એ જ ગોતું છું. અકંલ આપ કુછ ખોજ રહે, વાળીનો થાતો.”

એ જ સમયે તે છોકરાની મમ્મીના પગમાં પાણીની બોટલ પડી એટલે તે બુમ પાડવા લાગી.

“અંકલ લગતા હૈ આપ જો ઢૂંઢ રહે હે વો મેરી મમ્માકો મિલ ગયા…” છોકરો રોમના પેન્ટને ખેચીને કહ્યું.

રોમ તે છોકરાની તરફ જુવે છે. તેની જીભ બહાર કાઢીને દાત બતાવતો એકદમથી નીચે ઉતરી જાય છે. સિક્યુરિટીગાર્ડ પણ ત્યાં આવી જાય છે અને રોમને તેની સીટ પાસે બેસાડી દે છે.

બીજી તરફ વિનયને જીદ દેખાય છે અને તે તેની સીટ નોટ કરીલે છે. જેથી, તેને તે શોધી શકે. બે કલાક પછી પ્લેન લેન્ડિંગનો ટાઈમ થયો. બધા જ ઉતરી જાય છે પણ વિનય અને રોમ તે જગ્યા પાસે જાય છે. 

    જ્યાં જીદ બેઠી હતી અને ત્યાં જઈને તેની સીટ પર તેનું નામ હતું. તે સીટ પર તેનું નામ ‘જીદ’ હતું. વિનય તેનું નામ લઈ આંખો બધં કરીને એકવાર ફરી એ જ દ્રશ્ય જુવે છે. જેમાં તે અને જીદ ટકરાય હતા.

***