Aekant - 93 in Gujarati Motivational Stories by Mayuri Dadal books and stories PDF | એકાંત - 93

Featured Books
  • अधुरी चिट्ठी

    अधूरी चिट्ठीगांव के किनारे बसे एक छोटे से घर में राधा मैया र...

  • दक्षिण का गौरव - 1

    प्रस्तावना: रक्त से शांति का महाकुंभइतिहास केवल तारीखों और य...

  • यह जिंदगी - 3

    लड़की केविन से बाहर निकलती है। तभी वह देखती है कि एक लड़का ...

  • तेरी मेरी कहानी - 2

    और फिर एक दिन……सिया घर के कामों में व्यस्त थी तभी उसके फोन प...

  • नए साल की शुरुआत

    कहानीनए साल की शुरुआत 31 दिसंबर 2025 की रात थी। शहर की सड़को...

Categories
Share

એકાંત - 93

સવારના સમયની ચાય અને નાસ્તો બનાવીને હિમજા તેણીના રૂમમાં નિસર્ગને જગાડવા જતી રહી. નિસર્ગે ટ્રેક પેન્ટ પહેરીને સૂતો હતો. એના શ્વેત રંગની પીઠ સવારની ઉજાસમાં ચમકી રહી હતી. એના ખુલ્લાં આકર્ષિત અને ભરાવદાર દેહને જોઈને સંસારની કોઈ પણ સ્ત્રી એનાં પર મોહિત થઈ જાય.

"તમને ક્યારની જગાડી રહી છું, પણ તમે જાગી રહ્યાં નથી." હિમજાએ કાંઈક વિચારી કરીને આગળ બોલી, "એમ તમે નહિ માનો. હમણાં જોઉં છું કે તમે કેમ જાગતાં નથી ?"

હિમજા બેડ પર ગોઠણ્યે બેસી ગઈ. બેડની એક સાઈડ પર સ્ટુલ હતું. સ્ટુલ પર પાણીનો અડધો જગ ભરેલો હતો. હિમજાએ જગ હાથમાં લીધો. જગમાં રહેલું બધું પાણી તેણીએ નિસર્ગના ચહેરા પર ઢોળી નાખ્યું. અચાનક ચહેરા પર પાણી પડતાં નિસર્ગની ઊંઘ ઊડી ગઈ. તેં સફાળો બેઠો થઈ ગયો. 

"કોઈને જગાડવાની આવી કાંઈ રીત હોતી હશે ? મારો ચહેરો સાવ ભીનો થઈ ગયો." નિસર્ગ નારાજ થતાં બોલ્યો.

"મારી રીતે તમને જગાડવાનાં ઘણાં પ્રયાસો કરી ચૂકી હતી. લાસ્ટ મને એક આ આઈડિયા સારો લાગ્યો તો મને થયું એકવાર અજમાવી જોઉં. કદાચ ! કામ લાગી જાય અને તમે જાગી જાવ." હિમજા આટલું કહીને મોં પર હાથ રાખીને હસવાં લાગી.

"તું ઊભી રે... હો. હમણાં તને હસવું બહું આવે છે."

નિસર્ગ બોલતો હતો ત્યાં હિમજા બેડ પરથી ઊભી થઈ. નિસર્ગ એને પકડવાં માટે તેણીની પાછળ દોડ્યો. હિમજા વધુ દોડી શકી નહિ અને નિસર્ગે તેણીનો હાથ પકડીને મરોડી નાખ્યો. હિમજાના મોઢામાંથી એક જોરથી ચીસ નીકળી ગઈ. 

"નિસર્ગ, મારો હાથ છોડો. મને પેઈન થાય છે."

"કોઈ સૂતા હોય તેના પર પાણી નખાતું હશે ?"

"હા ! નખાય ને" હિમજા સાવ ધીમે રહીને બોલી, "કોઈ પ્રેમથી જગાડતું હોય અને તેં ના જાગે, એના પર આવા પ્રયોગો કરવા જોઈએ."

"શું બોલી ?"

"એ આવી... મમ્મીજી."

હિમજાના આમ બોલતાં નિસર્ગે તેણીનો હાથ છોડી દીધો. 

હિમજાનો હાથ છુટો થઈ ગયો. તેણીએ નિસર્ગને જોરથી ધક્કો મારીને ઝડપથી દરવાજા પાસે પહોચી ગઈ. પાછળથી તેણીએ અંગૂઠો બતાવીને જીભડો કાઢ્યો અને દરવાજો ખોલીને બહાર નીકળી ગઈ. નિસર્ગ તેણીને જતાં જોઈને હસતાં - હસતાં બાથરુમમાં ફ્રેશ થવાં જતો રહ્યો.

નીલ અને રેખાબેન ડાયનીંગ ટેબલ પર નાસ્તો કરવાં બેસી ગયાં. હિમજા તેઓ બન્નેને નાસ્તો આપવાં લાગી. હિમજાએ રેખાબેનને જોઈને નોટીસ કર્યું કે રેખાબેનના ચહેરા પર એક અલગ ચમક હતી. આવી ચમક તેણીએ લગ્ન કરીને ઘરમાં આવી એ પછી પહેલી વાર રેખાબેનના ચહેરા પર જોઈ.

નાસ્તો પીરસીને હિમજા પણ એમની સાથે નાસ્તો કરવાં બેસી ગઈ, " મમ્મી તમારી તબિયત તો સારી છે ?"

"હા" એકાક્ષરીમાં જવાબ આપીને રેખાબેને નાસ્તામાં મન પરોવ્યું.

"મમ્મી ગઈ કાલે પપ્પા આવવાનાં હતાં અને અમે મુવી જોવાં જતાં રહ્યાં, તો એ આવ્યા હતા કે નહિ." ગઈરાત્રે હિમજાએ કોફીનો ખાલી મગ પડેલો જોઈને સમજી ગઈ હતી કે, સંજયભાઇ ઘરે આવેલાં હતાં.

"હા ! એ આવેલા તો હતા. તેં અને નિસર્ગે બોલાવ્યાં હતાં તો આવે જ ને.." હિમજા સામે જોયાં વિના રેખાબેને જવાબ આપ્યો.

"તો તમે ઘરે એકલાં હશો. અમને કોઈને જોયાં નહિ હોય તો એ દરવાજેથી જતાં રહ્યાં હશે ?"

"અરે ! એવું કાંઈ ન હતું. દરવાજે ઊભા હોય એ અતિથિ કહેવાય. એમને મેં આવકાર આપ્યો તો અંદર આવીને હોલમાં બેઠાં હતાં. એમને પછી જાણ થઈ કે ઘરે મારાં સિવાય કોઈ નથી."

"સોરી.. મમ્મી અમે ન હતાં તો એ તમારાં પર ગુસ્સે થયાં હશે. નિસર્ગે અને નીલે અચાનક મુવી જોવાની જીદ્દ પકડી લીધી હતી. નિસર્ગને કોઈપણ રીતે સમજાવી શકવાની હતી, પણ નીલની જીદ્દ તમને ખબર છે. મુવીમા કાંઈ ભલી ભાત હતી નહિ. સાવ બેકાર હતી." નાસ્તો અડધો પૂરો કરીને હિમજાએ કહ્યું.

નીલનો નાસ્તો જલ્દી પૂરો થઈ ગયો હતો. એણે એની મમ્મીની વાત સાંભળીને એના રૂમમાં જવા માટે ઊભો થતા બોલ્યો, "પ્લીઝ ! મમ્મી સાવ બેકાર હતી, એમ ના કહો. મને અને પપ્પાને પહેલી વિલન બહું પસંદ આવી ગઈ હતી. તેણીને જોઈને જાણે મુવીની ટીકીટનાં પૈસા વસુલ થઈ ગયાં હતાં." વાત કરીને તેં હસવા લાગ્યો.

"તેં નાસ્તો કરી લીધો હોય તો જા રુમની અંદર જઈને હોમવર્ક કરી લે. હવે ખબરદાર આવી મુવી જોવાં માટે જીદ્દ કરી છે." ગુસ્સા સાથે તેણી બોલી, "બન્ને પિતા અને પુત્ર એક સરખાં છે."

નીલ એની મમ્મીની વાત સાંભળીને કશું બોલ્યાં વિના રૂમમાં જતો રહ્યો. નીલ અને હિમજાની વાતો સાંભળીને રેખાબેન આછું મલકવાં લાગ્યાં. એમને મલકતાં જોઉં હિમજાને ખૂબ ગમ્યું. 

"મમ્મી ! તમે હસો છો તો ખૂબ સુંદર લાગો છો. આમ, જ હસતાં રહેજો."

હિમજાની વાતનો રેખાબેને કોઈ પ્રત્યુતર આપ્યો નહિ. ગઈરાત્રે તેઓ બન્નેને વાત કરવાં માટે એકાંતમાં મોકળાશ મળી ગઈ હતી. એમણે એમનાં મનની મુંઝવણ સંજયભાઈ સામે પ્રગટ કરી હશે કે સંજયભાઈએ એમનાં અંતરમનની ભડાશ રેખાબેન સામે કાઢી હશે ? એ હિમજાને જાણવાની ઈચ્છા થઈ ગઈ.

"મમ્મી, ગઈકાલે તમને પપ્પા સાથે મનની વાત કરવાં માટે સારું એકાંત મળી ગયું હશે ? તમે મને તમારી વહુ કે દીકરી નહિ પણ એક સહેલી માનીને તમે કહેશો કે તમારાં બન્ને વચ્ચે શું વાતો થઈ હતી ? મેં ગઈરાત્રે બેસીનમાં કોફીનો ખાલી મગ પડેલો જોયો હતો. તમે એમનાં માટે કોફી બનાવી હતી અને એમણે પીધી હતી !"

હિમજાની વાત સાંભળીને રેખાબેનને એમનાં મનની લાગણી હિમજા સામે વ્યક્ત કરવાની ઈચ્છા થઈ ગઈ. એમણે આગલી રાત્રે જે સંજયભાઈ સાથે વાતો કરી. અંધારાં ભૂતકાળમાં ડોક્યું કરીને ભવિષ્યમાં સાથે રહી શકીએ એવી રોશની જોવાં મળી. તેણીને વર્ષો પછી સંજયભાઈની એઠી કોફી પીને જે મિઠાસ મળી, એવી લાગણીને હવે તેઓ વારંવાર મેળવવાં માંગતાં હતાં. એ દરેક વાત રેખાબેન હિમજાને કહેવાં ઈચ્છતાં હતાં.

રેખાબેન હિમજાને કહેવાં માટે બંધ હોઠને ખોલ્યાં. જેવાં તેમનાં હરખનાં શબ્દો અંતરમનથી બહાર નીકળવાની તૈયારીમાં હતાં, ત્યાં નિસર્ગ નાહીધોઈને ડાયનીંગ ટેબલ પર નાસ્તો કરવાં આવી ગયો. નિસર્ગને જોઈને રેખાબેનનાં હોઠ ફરી પાછાં બિડાઈ ગયાં.

"અહીં કોઈ અગત્યની ચર્ચા ચાલું હતી ? મને જોઈને મમ્મી તમે કેમ ચૂપ થઈ ગયાં ?" નિસર્ગે રેખાબેન સામે જોઈને ખુરશી પર બેસતાં કહ્યું. 

(ક્રમશઃ...)

✍️મયુરી દાદલ "મીરા"