The Madness Towards Greatness - 7 in Gujarati Thriller by Sahil Patel books and stories PDF | The Madness Towards Greatness - 7

Featured Books
Categories
Share

The Madness Towards Greatness - 7

Part 7 :

" ન્યુક્લિયર બોમ્બને ડિફ્યુઝ ન કરી શકાય , એ અશક્ય છે , એકવાર ન્યુક્લિયર બોમ્બ છૂટી ગયો તો તે વિનાશ કરીને જ આવે છે , SK શું મૂર્ખ થઈ ગયો હતો કે આવી ડીલ કરીને બેઠો છે ! " - ધનશ એ પેલા હેડ ને જવાબ આપ્યો.

" અશક્ય તો વિશ્વ ની સૌથી મોટી કંપની ને ટેક ઓવર કરવી પણ હતી , અશક્ય તો બધું ખોઈ નાખ્યા બાદ ફરી ઊભું થઈને વિશ્વનું સુધી ધનાઢય વ્યક્તિ બનવું પણ હતું , અશક્ય તો બ્રેન ટ્યૂમર હોવા છતાં દુશ્મનો નો સામનો કરીને તેમને હરાવવાનું પણ હતું ... હતું ને ? " ડિફેન્સ ના હેડ દ્વારા ખૂબ જ વાસ્તવિક વાત રજૂ કરવામાં આવી.

" SK માટે કશું અશક્ય નથી , તેણે અવશ્ય કંઈક વિચાર્યું હશે અને તેના લીધે જ તેણે આ ડીલ કરેલી હોય , હવે તું મને એ જણાવ કે આ ડીલ જે કરી હતી એનું કાર્ય શરૂ થયું કે નહીં ? " RK એ પ્રશ્ન રજૂ કર્યો.

" મને એટલી જ ખબર છે કે આ પ્રોજેક્ટ અહીં ભારત માં નથી થતો, આ પ્રોજેક્ટ રશિયા માં થઈ રહ્યો છે અને એ વિશે મને બીજી કઈ માહિતી નથી , બસ એટલું જણાવી શકું કે ન્યુક્લિયર ની આ ડીલ માં માત્ર અમેરિકા જ નહીં , પરંતુ ભારત રશિયા અને યુરોપ ના ઘણા દેશો પણ શામેલ છે , બધાની નજર આ પ્રોજેક્ટ પર જ છે અને ખાસ કરીને ભારત સરકાર આ પ્રોજેક્ટ માં રસ ધરાવે છે " ડિફેન્સ ના હેડ એ વિસ્તાર પૂર્વક જણાવ્યું.


" જો પ્રોજેક્ટ માં ભારત સરકાર છે , તો આ રશિયા માં કેમ થઈ રહ્યો છે ? " Queen એ પ્રશ્ન રજૂ કર્યો .
ફરી તે બોલી - 
" આ ડીલ માં અવશ્ય કંઈક રહસ્ય છુપાયેલું છે , આ ડીલ ની તમામ માહિતી એકત્ર કરો , સરકાર પર નજર રાખવાનું શરૂ કરો , આ એક કઠપૂતળી વાળી સરકાર છે , મને આ ભારત સરકાર પર ભરોસો નથી , કંઈક તો છે જે આપણને નુકસાનકારક થવાનું છે , બધા લોકો પર સચોટ નજર રાખો , ઇન્ટેલિજન્સ એજન્સી ને આ ડીલ વિશે જણાવો અને તમામ નાની વાતો મારા સુધી પહોંચવી જોઈએ "

ત્યાં અચાનક એક માણસ નો ફોન જે માણસ ફોરેઇન ઓપરેશન નો હેડ હતો તેને આવ્યો , ફોન કાપ્યા બાદ તેનો તરત જ વિચિત્ર અને ડરેલા  અવાજ સાથે Queen ને કહ્યું - " ફ્રાન્સ માં બલવંત એ મેલી વિદ્યાની મદદ થી હેપીન ને જીવંત કર્યો છે , એની આત્મા ખૂબ જ શક્તિશાળી છે અને ફ્રાન્સ માં લગભગ ગઈ કાલ ની એક રાત્રિ ની અંદર ચર્ચ ના ઘણાં લોકો ના મોત નીપજ્યા છે "

" RK , ધનશ તમે બંને તો નજર રાખીને બેઠા હતા ને તો આ સમાચાર શું છે ? આ ફ્રાન્સ ની આત્મા ની વાત શું છે ? તમે બંનેએ એ વાત કેમ છુપાવી ? " Queen એ ગુસ્સા માં બંને ને કહ્યું.

" બલવંત ની આ વાત મને ખોટી લાગે છે , એ દર વખતે ની જેમ કંઈક ચાલ ચાલી રહ્યો હશે અને ભૂત પ્રેત ની વાતો કરીને આપણને ફસાવવા માગે છે તેથી આપણે તેની જાળમાં ફસાઈ જઈએ અને આપણે જે મુખ્ય વાત અમેરિકા ના પ્રમુખ ની છે તેમાંથી ભ્રમિત થઈ જઈએ અને બસ એનો ફાયદો ઉઠાવીને બલવંત એનું સામ્રાજ્ય પાછું હડપી લે "
ધનશ એ જણાવ્યું.

" ના , તારી આ વાત ખોટી છે , આ વખતે બલવંત ની કોઈ ચાલ આમાં નથી , ખરેખર તો એણે પોતે જ મોટી ભુલ કરી છે , હું ફ્રાન્સ માં જ હતો ને ગઈકાલ ની ઘટના બાદ હું અહીં આવ્યો છું , મારી વાત માનો ,  આ આત્મા ને માત્ર SK જ હરાવી શકે છે "
એક માણસ કે જેણે કાળા રંગ ના કપડાથી પોતાનું આખું શરીર ઢાંકેલું હતું , માત્ર તેનું મોં અને આંખો  જ દેખાઈ રહી હતી.

તેને જોઈને ધનશ તરત બોલ્યો - " અરે તું ? , તને તો SK એ મારી નાખ્યો હતો ને ? તું હજુ જીવિત છે !  ગાર્ડસ આ માણસ ને ઘેરી લ્યો અને તેને સિક્રેટ ટનલ માં લઈ જાઓ "

ત્યારે પેલો અજાણ્યો માણસ કહે છે - " મારી વાત સાંભળો , મારા પર વિશ્વાસ કરો , આ વાત જે હું કહી રહ્યો છું એ ખોટું નથી , મને SK એ કંઈક કારણોસર જીવીત રાખ્યો છે , પરંતુ અત્યારે હું કોઈ દગાખોરી કરવા નથી આવ્યો ,  હું અહીં તમને સાચા સમાચાર આપવા માટે આવ્યો છું , હેપીન ની આત્મા બહુ જ ખતરનાક છે , તે એક પાદરી દ્વારા જીવિત થઈ છે એટલે કોઈ પણ પાદરી તેનો વિનાશ નહીં કરી શકે , હેપીન હિન્દુ હતો એટલે કોઈ પણ સંત પણ તેનો વિનાશ નહીં કરી શકે , જે ક્રિયા હેપીન સાથે કરવામાં આવી તે મેલી વિદ્યા મુસ્લિમ માંથી ખ્રિસ્તી બનેલા પાદરી એ કરી હતી , બલવંત પોતે શીખ છે એટલે કોઈ પણ ધર્મ ના સંત કે તાંત્રિકો આ આત્મા ને નહીં હરાવી શકે , આખા જગત માં માત્ર એક SK જ છે જે તેને હરાવવાની સક્ષમતા ધરાવે છે

" પણ તે તો જીવિત નથી..... "