Sarkari Prem - 14 in Gujarati Classic Stories by Maulik Vasavada books and stories PDF | સરકારી પ્રેમ - ભાગ 14

Featured Books
Categories
Share

સરકારી પ્રેમ - ભાગ 14



"અરે વાહ યાર.." નવનીત બહાર ની લાઈટો જોઈ કહે છે.

"શું જોરદાર ક્લાસ બનાવી છે? અંહી ભણવાની મજા જ છે. કેટલા બધા વિદ્યાર્થીઓ છે?" નવનીત અંદર પ્રવેશ કરતા કહે છે.

" નવનીત અંદર આવ. મેન્ટર સર ને મળી આવ. અમે‌ ક્લાસમાં જઈએ. "ઐયર અને રિતેશ દરવાજો બતાવી નીકળી જાય છે.

નવનીત તો‌ પહેલા થી જ કોચિંગ ક્લાસ થી અંજાઈ ગયો ‌હતો. એ જેમ અંદર પ્રવેશ કરે છે તો જાણે કોઈ કોર્પોરેટ કંપની નો મેનેજર હોય એમ એક સર કોટ સુટ અને કાંઈ પહેરીને બેઠા હતા.

" કમ ઇન ઓફીસર .." એ વ્યક્તિ કહે છે.

" સર..થેન્કયુ." નવનીત તો જાણે કોઈએ હવા ભરી હોય એમ ખુશ થઈ જાય છે.

"તો તમારો પરિચય આપી શકો છો?" મેન્ટર પુછે છે.

"સર મારું નામ નવનીત છે. હું ગુજરાત ના નડિયાદ શહેરનો‌ રહેવાસી છું. હું મિકેનિકલ ઈજનેર છું. હું મારા પપ્પા ના સપનું સાકાર કરવા અંહી આવ્યો છું." નવનીત કહે છે.

"અરે અરે અરે તમે ઈજનેર છો. અંહી આવવાની કોઈ જરૂર જ નથી. તમને તો ગમે તે નોકરી મળી જાય. પણ જો તમે આઈ.એ.એસ બનવા આવી જ ગયા છો તો તમે સાવ સાચી કોચિંગ ક્લાસમાં આવી ગયા છો." મેન્ટર કહે છે.

"એ કેવી રીતે?" નવનીત પુછે છે.

" એક તો‌ તમે ઈજનેર છો એટલે પ્રિલિમનરી પરિક્ષા તો તમે રમતા રમતા પાસ કરી દેશો. હવે જ્યાં મુખ્ય પરિક્ષા હશે ત્યારે તમારા ઓપ્શન વિષય મીકેનિકલ ઇજનેરીમાં તમે ખુબ જ સારા ગુણો લાવી શકો છો.

વળી અમારી વિશેષ કોચિંગ ક્લાસ અને તજજ્ઞ અધ્યાપકો તમને પ્રથમ પ્રયત્ન થી જ આઈ.એ.એસ‌ બનાવી શકે છે. " મેન્ટર કહે છે.

"સર ફીસ ?" નવનીત પુછે છે.

" જો દરેક આખી ટર્મ ની ફીસ ત્રીસ હજાર રૂપિયા છે. પણ તમે પાસ થયા એની કોઈ ગેરંટી નથી. પણ તમે તો જાણો જ છો કે તમે પાસ જ છો. આ બધા આર્ટસ વાળા અને કોમર્સ વાળા તમારી આગળ ક્યાં આવે?" મેન્ટર હસે છે.

"એ વાત તો સાચી છે. હું આ બધા કરતાં ક્યાંય ચઢિયાતો છું. પણ મહેનત કરીશ. આજ થી જ હું ક્લાસ ચાલું કરું છું." નવનીત હવામાં ઊડે છે.

"આવતા વર્ષે મને ભુલી ન જતા કલેકટર સર." મેન્ટર ચણા ના ઝાડ પર ચડાવી દે છે.

નવનીત ખુશ થઈ જાય છે. પછી હાથ મિલાવી બહાર નીકળી જાય છે. નવનીત ફટાફટ ફોર્મ ભરી પછી અડધી ફીસ એડમિશન વખતે ભરી દે છે. બે મહિના પછી જ પ્રિલિમનરી પરિક્ષા હતી. નવનીત પાસે ખુબ ઓછો સમય હતો.

"સર એક ભટકેલો ઈજનેર આવ્યો હતો. એને પણ ઢાંકણીમાં ઉતારી દીધો. ખુબ ખુશ થઈ ગયો છે. પણ એ જો‌ મહેનત ન કરે તો થોડો પાસ થશે?" મેન્ટર પોતાના બોસ સાથે વાતચીત કરી હસે છે.

"તારો ટાર્ગેટ પુરો થયો." બોસ કહે છે.

"ના હજી બે ત્રણ બાકી છે." મેન્ટર ફોન મુકી દે છે.

આ તરફ ક્લાસમાં રિતેશ, ઐયર અને હવે નવનીત પણ સામેલ થઈ જાય છે. નવા આવનારા વિધાર્થીઓ માટે આઈ.એ.એસ ની પ્રિલિમનરી પરિક્ષા વિષે માહિતી આપવામાં આવે છે.

આ પ્રિલિમનરી પરિક્ષા બે અલગ અલગ પેપર ધરાવે છે. પહેલું પેપર જનરલ સ્ટડી અર્થોત્ સામાન્ય જ્ઞાન પણ કહી શકાય છે.એ બે કલાક નું હેતુલક્ષી પ્રશ્નો ધરાવતું હોય છે. એના કુલ બસો ગુણ હોય છે. કુલ સો‌ પ્રશ્ન હોય છે.

તેમાં મુખ્યત્વે હાલ ના સમયમાં ચાલી રહેલા દેશ અને દુનિયાના પ્રશ્નો સિવાય ભારત નો ઇતિહાસ અને ભૂગોળ , આર્થિક અને સામાજિક વિષયો વિષે પ્રશ્નો પુછવામાં આવે છે.

બીજા પેપર ને સીસેટ અથવા સિવિલ સર્વિસ એપ્ટીટયુડ ટેસ્ટ પણ કહેવામાં આવે છે.એ પણ હેતુલક્ષી જ હોય છે. બે કલાક નો‌ સમય હોય છે. સો‌ પ્રશ્ન હોય છે. કુલ બસો માર્ક હોય છે.

આ પ્રકારના પેપરમાં ‌તમારી માનસિક ક્ષમતા અને નિર્ણય લેવાની શક્તિ તેમજ પૃથક્કરણ કરવાની ક્ષમતા ની ચકાસણી થાય છે. આ બન્ને પેપરમાં નેગેટિવ માર્ક પણ હોય છે.એટલે જવાબ આપતી વખતે તે ધ્યાનમાં લેવું ખુબ જરૂરી છે. પાસ થવા માટે બન્ને પેપર ની અંદર ૬૬ ગુણ લાવવા જરૂરી છે.

આ પ્રિલિમનરી પરિક્ષાની અંદર જે ગુણો આવે છે એ પ્રમાણે જ મુખ્ય પરિક્ષા ની લિસ્ટ બનાવવામાં આવે છે તો પ્રિલિમનરી પરિક્ષા આઈ.એ.એસ પરિક્ષા નું સૌથી પ્રથમ અને સૌથી મહત્વપૂર્ણ પગથિયું છે.

લેક્ચર પુરો થયો. પછી નવનીત તો કંઈ વાંચવાને બદલે ચા ની કિટલી પર જવા માટે પોતાના બન્ને મિત્રો ને જણાવે છે. પણ એ બન્ને સામાન્ય જ્ઞાન નું કંઈક વાંચન કરવા વિષે જણાવે છે. નવનીત તો એકલો જ નીકળી જાય છે.

આ તરફ દિનકર દાસગુપ્તા પ્રથમ દિવસે જ મહેચ્છા ને બોલાવી બધા સાથે પરિચય કરાવી પછી કહે છે:
"આ યુવતી ને જોવો. હજી તો ત્રણ વર્ષ પછી પોતાનો પ્રથમ પ્રયત્ન કરવાનો છે પણ‌ તો ય આટલું બધું મહત્વ આઈ.એ.એસ પરિક્ષા ની તૈયારી ને આપે છે.

હું તો ફક્ત એટલું જ કહું છું કે રોજ દસ થી પંદર મિનિટ માટે વર્તમાનપત્ર વાંચો. પછી પોતાના કાન ખુલ્લા રાખીને ન્યૂઝ સાંભળો. દેશના દરેક આર્થિક કે સામાજિક સમસ્યા પર તજજ્ઞો નું પૃથક્કરણ સાંભળો. સૌથી મહત્વપૂર્ણ વાત છે કે આઈ.એ.એસ બનવા કરતા એક સારા સામાજિક દેશસેવા કરનાર વ્યક્તિ બનો. પરિક્ષા જાતે જ પાસ કરી શકો છો." 

બધા તાળીઓ પાડીને દિનકર સર ને વધાવી લે છે.મહેચ્છા પોતાની ડાયરીમાં પહેલા દિવસની લેખનીમાં એ જ વાત નોંધી લે છે.

આ તરફ સાંજે પચાસ માર્ક ની ટેસ્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું. પણ નવનીત તો આજે લેક્ચર ભરીને ધરાઈ ગયો હતો. ઐયર અને રિતેશ તો વિષય ની તૈયારી કરવા માટે પોતાના રૂમ પર પાછા આવી જાય છે પણ નવનીત તો ચા ની કીટલી પર જ બેસીને ગપ્પા મારી રહ્યો હતો.

સાંજે ટેસ્ટ ના સમયે બધા પહોંચી જાય છે. નવનીત તો પોતાની જાતને બધા કરતાં જ ચઢિયાતો માની રહ્યો હતો અને લેક્ચર માં જે સાંભળ્યું હતું એ તેને થોડુંઘણું યાદ હોવાથી એ પરિક્ષા પાસ કરી ગયો પણ ઐયર ટોપ પર આવ્યો.

રાત્રે રૂમ પર પાછા ફરતા ઐયર નવનીત ની ટીખળ કરે છે.
" અરે ઈજનેર સાહેબ શું થયું? તમે તો દસ નંબર પર એ ન આવ્યા." 

"એ તો હું પરિક્ષા વખતે જ મહેનત કરીશ. ઈજનેરી કોલેજોમાં એમ જ હોય. પરિક્ષા ની આગલી રાત્રે જ તૈયારી કરવાની. હું તો એમ જ કરતો તો પણ‌ ૭૦ ટકા આવ્યા." નવનીત કહે છે.

"ઠીક છે. " રિતેશ કહે છે.

"આ તો આખો દિવસ ભણે છે તો ય મારા કરતાં ઓછાં માર્ક લાવ્યો." નવનીત રિતેશ તરફ જોઈ કહે છે.

" એ ક્યાંક બીજે ધ્યાન લગાવે છે." ઐયર કહે છે.

"એટલે?"નવનીત સમજ્યો નહીં.

" રિતેશ ની ગર્લફ્રેન્ડ છે મારિયા. એ આઈ.એ.એસ ની તૈયારી કરે છે." ઐયર કહે છે.

"પેલી લાંબી હિરોઈન.." નવનીત કહે છે તો ત્રણેય હસી પડ્યા.

મૌલિક વસાવડા