Takshshila - 25 in Gujarati Classic Stories by અનિકેત ટાંક books and stories PDF | તક્ષશિલા - સિટી ઓફ નૉલેજ - 25

Featured Books
  • യാത്രിക - 2

    ഒരു നേരിയ പുഞ്ചിരിയോടെ കൈയ്യിലുണ്ടായിരുന്ന ലഗേജു ബാഗുകൾ ഒതുക...

  • വൈരധി

    പള്ളിയിലെ മാർബിൽ പടികളിലൂടെ ഓടിക്കയറുമ്പോൾഇമ്പമാർന്ന സ്വരം അ...

  • യാത്രിക - 1

    ഇന്നും പതിവു പോലെ തന്നെ, ഞാൻ ഓടി എത്തിയപ്പോഴേക്കും ആശാൻ സ്റ്...

  • അമീറ - 10

    ""എന്താടാ നീ എന്നെ ഇങ്ങനെ നോക്ക്ണേ..""റൂമിലേക്ക് കയറി വരുന്ന...

  • MUHABBAT..... - 11

                      MUHABBAT......ഭാഗം - 11കോളേജ് വിടുന്ന കൃത്...

Categories
Share

તક્ષશિલા - સિટી ઓફ નૉલેજ - 25

હિમાલયની ગોદમાં વસેલું પર્વતક રાજાનું 'ગિરિનગર' આજે ધુમ્મસની ચાદરમાં લપેટાયેલું હતું. પર્વતક રાજાના દરબારમાં મગધના દૂતની હાજરીને કારણે વાતાવરણમાં એક પ્રકારનો ભાર હતો. મગધના દૂતે કિંમતી વસ્ત્રો અને સુવર્ણમુદ્રાઓ ભરેલા થાળ રાજા સામે ધર્યા હતા.

"રાજા પર્વતક," મગધના દૂતે ગંભીર અવાજે કહ્યું, "સમ્રાટ ધનનંદ ઈચ્છે છે કે ઉત્તરના આ પહાડી માર્ગો પર માત્ર મગધના મિત્રોનો જ અધિકાર રહે. જો તમે તક્ષશિલાનો વ્યાપારિક માર્ગ રોકી દો, તો બદલામાં મગધ તમારી સીમાઓ પર ક્યારેય આક્રમણ નહીં કરે. આ સુરક્ષાનો સોદો છે, સંધિ નહીં."
પર્વતક રાજા ગડમથલમાં હતો.

તે જાણતો હતો કે આ 'સુરક્ષા' હકીકતમાં મગધની ગુલામીનું પ્રથમ સોપાન હતું.

બરાબર એ જ સમયે, દરબારના પ્રવેશદ્વાર પર એક દાસી આવી અને રાજાના કાનમાં કંઈક કહી ગઈ.

રાજાએ મગધના દૂતને સંબોધીને કહ્યું, "દૂતરાજ, તમે વિશ્રામ કરો. આપણે આ વિશે સાંજે ચર્ચા કરીશું. અત્યારે મારા ગુરુદેવના આશ્રમથી એક ભિક્ષુણી આવ્યા છે, જેમનું સ્વાગત કરવું મારો ધર્મ છે."

મગધનો દૂત શંકા સાથે બહાર નીકળ્યો. તેના ગયા પછી, પછાડના ગુપ્ત કક્ષમાં પર્વતક રાજા અને સુવર્ણાની મુલાકાત થઈ. સુવર્ણાએ કોઈ ઠાઠમાઠ નહીં, પણ એક સાધારણ પહાડી સ્ત્રીનો વેશ ધારણ કર્યો હતો જેથી કોઈને શંકા ન જાય.

"પ્રણામ રાજન," સુવર્ણાએ મસ્તક નમાવ્યું. "હું કાશ્યપ ઋષિના આશ્રમનો સંદેશો લઈને આવી છું, પણ શબ્દો મારા નથી, એ તક્ષશિલાના પંડિત ચાણક્યના છે."

પર્વતક રાજા બેઠો થયો. "ચાણક્ય? જેણે હમણાં જ મગધની અજેય સેનાને તક્ષશિલાના ઉંબરેથી પાછી કાઢી? બોલ, શું સંદેશો છે?"

સુવર્ણાએ અત્યંત ચતુરાઈથી વાત શરૂ કરી, "રાજન, મગધના દૂતે હમણાં જે સોનાની મહોરો ધરી, તેની પાછળ લોખંડની બેડીઓ છુપાયેલી છે. ચાણક્ય જાણે છે કે ધનનંદે પર્વતક રાજાના કિલ્લાના નકશા તૈયાર કરવા માટે ગુપ્તચરો મોકલ્યા છે. મગધ તમને મિત્ર નહીં, પણ તક્ષશિલા સામેની લડાઈમાં 'બલિનો બકરો' બનાવવા માંગે છે."

"પુરાવો શું છે?" રાજાએ પૂછ્યું.

સુવર્ણાએ પર્વતકના જ રાજ્યના એક વરિષ્ઠ સેનાપતિનો મગધ સાથેનો ગુપ્ત પત્ર વ્યવહાર ટેબલ પર મૂક્યો. "આ જુઓ રાજન. તમારા જ સેનાપતિને મગધે લાંચ આપીને તમારી સુરંગોના રસ્તા માંગી લીધા છે. મગધ એક હાથે તમને મિત્રતાનો હાથ લાંબો કરે છે અને બીજા હાથે તમારી પીઠમાં ખંજર ભોંકવાની તૈયારી કરે છે."

પર્વતક રાજાના કપાળ પર નસો ફૂલી ગઈ. વિશ્વાસઘાતની વાત તેને કંપાવી ગઈ.

સુવર્ણાએ વાત સાચવી લીધી, "તક્ષશિલા આપણી પાસે જમીન નથી માંગતું, રાજન. અમે એક એવી 'સંઘ-શક્તિ' બનાવવા માંગીએ છીએ જેમાં ઉત્તરના પહાડો અને તક્ષશિલાની બુદ્ધિ એક થઈ જાય. જો તમે તક્ષશિલાને માર્ગ આપશો, તો બદલામાં અમારું અશ્વદળ તમારા સીમાડા સાચવશે. અને સૌથી મોટી વાત, યુવરાજ ચંદ્રપ્રકાશ પોતે તમારી પાસે કોઈ પણ હથિયાર વગર, એક મિત્ર તરીકે આવવા તૈયાર છે."

પર્વતક રાજા પ્રભાવિત થયો. "શસ્ત્ર વગર? આટલા ખતરનાક રસ્તાઓ પર?"

"હા રાજન. કારણ કે જેની પાસે ચાણક્યની નીતિ હોય, તેને લોખંડના કવચની જરૂર નથી હોતી. તે કાલે રાત્રે ગિરિનગરના પવિત્ર શિવ મંદિર પાસે તમારી રાહ જોશે. આ મુલાકાત મગધના દૂતથી ગુપ્ત રહેવી જોઈએ."

રાત્રિના અંધકારમાં સુવર્ણા ત્યાંથી નીકળી ગઈ. તેના મનમાં એક જ વિચાર હતો - પર્વતક રાજાના મનમાં મગધ પ્રત્યે શંકા જન્મી ચૂકી છે, અને એ જ આપણી સૌથી મોટી જીત છે.
બીજી તરફ, મગધનો દૂત મહેલની અટારી પરથી સુવર્ણાને જતી જોઈ રહ્યો હતો.

તેને અહેસાસ થઈ ગયો હતો કે પર્વતક રાજા કંઈક છુપાવી રહ્યો છે. તેણે પોતાના અંગરક્ષકને ઈશારો કર્યો, "આ સ્ત્રીનો પીછો કરો. તે જેની પાસે જાય, તેની ગરદન કાપીને મારી પાસે લાવજો." અને મગધના દૂતને હવે પર્વતક રાજા પર શંકા જન્મી ચૂકી હતી.

------------------------------------------------------------

આપનો અમૂલ્ય પ્રતિભાવ આપવા માટે વિનંતી . ધન્યવાદ