Kayamat - 4 in Gujarati Science-Fiction by Anghad books and stories PDF | કાયામત: અંતિમ આશ્રય - 4

The Author
Featured Books
Categories
Share

કાયામત: અંતિમ આશ્રય - 4


પ્રકરણ ૪: ન્યાયનો દિવસ અને ગુપ્ત મહોર

સમય: ઉલ્કા ટકરાવાના ૧૦ મહિના પહેલા.
સ્થળ: વિક્ટર સ્ટીલનું રહસ્યમય કંટ્રોલ સેન્ટર – પૃથ્વીના પેટાળમાં.

હોલના અંધકારમાં માત્ર કમ્પ્યુટર સ્ક્રીન્સનો વાદળી અને લાલ પ્રકાશ રેલાઈ રહ્યો હતો. ત્યાં ફેલાયેલો સન્નાટો, અને સામેની વિશાળ વોલ-સ્ક્રીન પર આઠ અબજ લોકોની વસ્તી ધરાવતી પૃથ્વીનો નકશો હતો. ત્યાં બેઠેલા શક્તિશાળી લોકોના હાથમાં આજે એવો નિર્ણય હતો જે નિર્ણય લેવાની હિંમત ઈશ્વરે પણ ન કરી હોય: માનવજાત માંથી કોને બચાવવા કોને રાખી દેવા " કોણ બંકરમાં હશે કોણ નહીં હોય " કોણ જીવશે અને કોણ મરશે?" 
આર્યન રૂમમાં દાખલ થયો ત્યારે તેના ચહેરા પર ગુસ્સો અને થાક હતો.  તેણે ટેબલ પર ફાઇલ પછાડી. "વિક્ટર, આ નૈતિક રીતે ગુનો છે! તમે માણસોના જીવની સરખામણી તેમના બેંક બેલેન્સ અને IQ સાથે કરી રહ્યા છો?"  તેણે ગુસ્સાની અંદર કહ્યું " આ માપદંડ ઠીક નથી "
વિક્ટર સ્ટીલે તેના મોંઘા સિગારનો ધુમાડો હવામાં છોડ્યો અને શાંતિથી ખુરશી ફેરવી. તેની આંખોમાં બરફ જેવી ઠંડક હતી. "આર્યન, તું વૈજ્ઞાનિક છે, ભાવુક કવિ નથી. આપણી પાસે હવે માત્ર ૧૦ મહિના છે. જો આપણે દરેકને બચાવવા જઈશું, તો સંસાધનો ખૂટી જશે અને અંદર પણ બધા ભૂખથી મરી જશે. આપણે માત્ર 'શ્રેષ્ઠ' (The Best) ને બચાવવાના છે."
તેણે હવામાં હાથ લહેરાવ્યો અને AI 'ઈવા' (EVA) સક્રિય થઈ.
"ઈવા, અપડેટ આપ," વિક્ટરે આદેશ આપ્યો.
ઈવા નો અવાજ ગુંજ્યો, જે મધુર હોવા છતાં કંપારી લાવી દે તેવો હતો: "પ્રોજેક્ટ સેફ ગાર્ડ - સિલેક્શન એલ્ગોરિધમ ચાલુ છે. ઉલ્કા ટકરાવામાં હવે માત્ર ૩૦૦ દિવસ બાકી છે. અત્યાર સુધીમાં ૫૦ લાખ 'આલ્ફા' ઉમેદવારોની પસંદગી થઈ ચૂકી છે. તેમાંથી ૩૦% ધનાઢ્ય રોકાણકારો છે, ૪૦% ટોચના વૈજ્ઞાનિકો અને એન્જિનિયરો છે. બાકીના ૯૦ કરોડ લોકોને 'બીટા' (સબ-બંકર) માટે લિસ્ટ કરવામાં આવ્યા છે."
"અને બાકીના સાત અબજ લોકો? તેનું શું તેનો શું વાંક ગુનો છે? " આર્યને દાંત ભીંસીને પૂછ્યું.
"બાકીની વસ્તી માટે કોઈ આશ્રય ઉપલબ્ધ નથી," ઈવાએ ઠંડા કલેજે જવાબ આપ્યો.
"આ જાણી જોઈ કરવામાં આવતી હત્યા છે!" આર્યન બૂમ પાડી ઉઠ્યો.
"ના, આ માનવજાતનું ફિલ્ટરિંગ છે," વિક્ટરે ઊભા થતા કહ્યું. "આજે રાત્રે દુનિયાભરના પસંદ કરાયેલા લોકોના ડિજિટલ હેલ્થ કાર્ડમાં એક અદ્રશ્ય 'બ્લુ કોડ' એક્ટિવેટ થશે. જેમના કાર્ડમાં કોડ નથી... તેઓ માત્ર ગણતરીના દિવસોના મહેમાન છે."

બહારની દુનિયામાં દ્રશ્ય:

દુનિયાના તમામ મોટા શહેરોમાં રસ્તા માણસો માનવજાત એને આવનારા કાલની ખબર ન હતી. એ જ રાત્રે, ન્યૂયોર્ક, લંડન અને મુંબઈ જેવા શહેરોમાં લોકો નિરાંતે સૂતા હતા. તેમને ખબર નહોતી કે પૃથ્વીના પેટાળમાં બેઠેલા એક નિર્જીવ મશીને તેમનું ભાવિ નક્કી કરી દીધું છે. માયા, જે આર્યનની સૌથી વિશ્વાસુ હતી, તેણે છૂપી રીતે આ લિસ્ટમાં જોયું. તેના હાથમાંથી ટેબ્લેટ પડી ગયું. "સર... આમાં આપણા નામો તો છે, પણ મારા વૃદ્ધ માતા-પિતાનું નામ કોઈ લિસ્ટમાં નથી!"
આર્યને માયાનો હાથ પકડ્યો. તેને સમજાઈ ગયું હતું કે આ લડાઈ હવે માત્ર ઉલ્કા સામે નથી, પણ આ 'સિસ્ટમ' સામે પણ છે.
અચાનક, આખી ઓફિસમાં લાલ લાઈટો ઝબકવા માંડી. ઈવાએ નવું એલર્ટ આપ્યું: "ડેથ-વોકર ઉલ્કાની ગતિમાં અચાનક ૨% નો વધારો થયો છે. ટકરાવનો સમય હવે વધુ નજીક આવી રહ્યો છે. ૧૦ મહિનાની ગણતરી ઘટીને હવે ૯ મહિના પર આવી ગઈ છે!"
રૂમમાં સન્નાટો છવાઈ ગયો. સમય રેતીની જેમ હાથમાંથી સરી રહ્યો હતો અને 'કાયામત' તેની પાંખો ફેલાવી પૃથ્વી તરફ ઝડપથી ધસી રહી હતી.
આગળ શું થશે?
સમય ઓછો હોવાથી શું બંકરો પૂરા થશે? આર્યન માયાના પરિવારને બચાવવા માટે કયો જોખમી રસ્તો અપનાવશે?