Lagnino dor - 12 in Gujarati Love Stories by ચિરાગ રાણપરીયા books and stories PDF | લાગણીનો દોર - 12

Featured Books
  • મોબાઇલ કે પુસ્તક?

    રવિને મોબાઇલ બહુ ગમતો.એવો ગમતો કે સ્કૂલથી ઘરે આવતાં જ બેગ એક...

  • Start up Requirement by IMTB

    ભારતમાં સ્ટાર્ટઅપ શરૂ કરવાની STEP-BY-STEP સંપૂર્ણ માર્ગદર્શિ...

  • એકાંત - 107

    રાતનાં સમયે રવિ હેતલ અને વત્સલ સાથે હોટલમાં જમીને ઘરે પરત આવ...

  • લાગણીનો દોર - 12

    રમણલાલ ને હોટલ માં જમવા જવું ન હતું માટે ભાવનાબેન પણ ન ગયા.સ...

  • પ્રેમ

        .આજે "વેલેન્ટાઈ ડે" .પ્રેમ નો દિવસ કહેવાય છે.પણ આપણે ત્ય...

Categories
Share

લાગણીનો દોર - 12

રમણલાલ ને હોટલ માં જમવા જવું ન હતું માટે ભાવનાબેન પણ ન ગયા.

સંજયે, સંધ્યા અને રૂપાલને સાંજે હોટેલ માં જમવા જવાનું કહ્યું.

રૂપલ : ના, ભાઈ હું હજી આજે જ આવી છું આપણે પછી ક્યારેક જઈશું. હું ક્યાં જતી રેવાની છું. અહીં તો રોકાવાની.

સંજય : આપણે પછી પાછા જઈશું. ઘણા સમય થી સંધ્યા બહાર ગઈ નથી તો આપણે જઈએ જેથી સંધ્યા ને પણ ગમે.

સંધ્યા : તમારે કઈ ખાવું હોય તો કહો હું બનાવી આપું.

સંજય : ના, આજે જાવું જ છે. બોલ બેન તારે શું જમવું છે ?

રૂપલ : તેમને જે ભાવે એ.

નક્કી થયું કે સાંજે 7 વાગ્યે જવાનું છે. તૈયાર થઈ ને ત્રણેય હોટેલ માં જમવા ગયા.

સંધ્યાને પંજાબી ખાવું હતું એ સંજય ને ખબર હતી તેથી સંજય પંજાબી હોટલ માં જ ગયો.

બધા મજાક મસ્તી કરતા કરતા જમતા હતા.

સંજયે રૂપલ ને કહ્યું " દીદી તમે અને સંધ્યા બંને અંબાજી દર્શન કર્યાવો. પછી અમારે exam આવશે અને તમારે કોમ્પ્યુટર ક્લાસ ચાલુ થઈ જશે તો સમય નહીં રહે.

રૂપલ : ભાઈ, તું પણ સાથે આવીશ ને ?

સંજય : ના, તમે અને સંધ્યા બંને જાવ ને

રૂપલ : તું પણ આવ ને સાથે. મજા આવશે. 

સંજય : નક્કી કરી ને કહીશ.. સમય હશે તો આવીશ.

જમી લીધું એટલે વેઇટર બિલ લઈ ને આવ્યો. સંધ્યા કહે લાવો બિલ અહીં હું આપી દવ છું.

સંજય : ના, હું આપી દઈશ.

પછી જમવાનું બિલ સંજયે આપ્યું.  બિલ આપ્યા પછી ત્રણેય ત્યાંથી નીકળ્યા.

સંધ્યા એ સંજય ને કહ્યું. આઇસ્ક્રીમ ની દુકાને ગાડી ઊભી રાખજો ને આપણે ઘરે આઇસ્ક્રીમ લેતા જઈએ... અંકલ અને આંટી આવ્યા નથી અને દીદી છે તો આપણે બધા સાથે બેસી ને ઘરે જ આઇસ્ક્રીમ ખાઇ લેશું.

આઇસ્ક્રીમ ની દુકાનેથી સંધ્યાએ ભાવનાબેન ને ફોન કર્યો " આંટી તમારે કયું આઇસ્ક્રીમ ખાવું છે" અમે લેતા આવીયે.

ભાવનાબેન : તમને સારૂ લાગે તે લેતા આવજો.. મને બધા ચાલશે.

પછી સંધ્યાએ પોતાના પૈસે આઇસ્ક્રીમ લઈ લીધું.

ઘરે ગયા અને સંધ્યાએ બધા માટે બાઉલ માં  આઇસ્ક્રીમ કાઢ્યું અને બધા સાથે બેસી ને વાતુ કરતા કરતા આઇસ્ક્રીમ ખાધું.

રમણલાલ, ભાવનાબેન અને રૂપલ ને ગામડા વિશે અને ઘર બાબતે વાતુ કરતા હતા.

સંજય અને સંધ્યા બંને કોલેજ ની વાતુ કરતા હતા. સંધ્યા એ સંજય ને કહ્યું " તમને મેં imp મોકલ્યું છે તે વાંચજો અને સમજી લેજો હિમાંશુ સર કેતા હતા કે મેં જે imp આપ્યા છે એમાંથી 80% આવશે.

સંજય : હા, હું કાલ સવાર થી જ તે આપેલ imp નું રીડિંગ કરીશ.

આ વાત રમણલાલ સાંભળી ગયા અને સંજય ને કહ્યું

રમણલાલ : તું આ વર્ષે કોલેજ માં 1st આવીશ તો તને નવી બાઈક અપાવીશ અને સંધ્યા 1st આવશે તો તેને એક્ટિવા લઈ આપીશ.

સંજય : તો પપ્પા હું જ 1st આવીશ તમે જોજો.

સંધ્યા કઈ ન બોલિ શકી અને રડવા જેવી થઈ ગઈ.

ભાવનાબેન સંધ્યાની બાજુ માં બેસવા આવ્યા અને માથે હાથ મૂકીને બોલ્યા 

ભાવનાબેન : કેમ બેટા તું નારાજ થઈ ગઈ... કાઈ થયું છે ? તમે જમવા ગયા ત્યાં સંજય કાઈ બોલ્યો ?

સંધ્યા : ના, આંટી મને કોઈએ કાઈ નથી કીધું. પણ મને અંકલ ની વાત પર થી મારા પપ્પા યાદ આવી ગયા. કે પપ્પા હોય તો સંતાન ના કેવા સપના પૂરા કરે અને મારુ આ દુનિયા માં કોઈ નહીં.... 

રમણલાલ : બેટા, તું આ ઘર ની જ સભ્ય છો..  તારે કાંઈ પણ જોઈતું હોય તે મને કેજે કોઈ પણ સંકોચ રાખ્યા વગર.

સંજયે વાત બદલવા માટે એમના પપ્પા રમણલાલ ને પૂછ્યું... પપ્પા આ શનિ - રવિ બે દિવસ માટે હું, સંધ્યા અને રૂપલબેન ત્રણેય અંબાજી દર્શન કરવા જઈએ ?

રમણલાલ : હા જાજો ને પણ એક કામ કરો અંબાજી થી રિટર્ન આવતા ઊંઝા ઉમિયાધામ પણ જતા આવજો. કાલે સવારે મને કેજે હું રહેવા, જમવાનું અને આવવા જવા નું બધું બુકિંગ કરી આપીશ.

ભાવનાબેન : હા, ત્રણેય ફરયાવો બે દિવસ અને માતાજીના દર્શન કરતા આવો.. હું તમારા માટે આવતીકાલે નાસ્તો બનાવી આપીશ.

ચાલો હવે સુઈ જઈએ સવારે મોડું થશે નહીંતર.

બધા પોત પોતાની રૂમમાં સુવા માટે જાય છે.