Cancer - 20 in Gujarati Classic Stories by Mansi Desai Shastri books and stories PDF | કેન્સર - 20

Featured Books
  • نیم بسمل

    حرف آغاز بِسْمِ اللَّهِ الرَّحْمَنِ الرَّحِيمِجب درخت سے آخر...

  • शायद उसी दिन मैं मर गया

    शायद उसी दिन मैं मर गयालगता है जैसे मेरा सपना मुकम्मल हो गया...

  • Safar e Raigah - 19

    منظر ۔آیت نے دھیرے سے اپنے کمرے کا دروازہ کھولا اور اندر داخ...

  • والدین کے فرائض

    والدین کے فرائضتحریر۔شاہد شکیلوالدین اور اولاد کا رشتہ محض خ...

  • زندگی کی صلیب

    حالات خدا کی حوصلہ افزائی سے، میں نے اپنے حالات بدل لیے ہیں۔...

Categories
Share

કેન્સર - 20

#કેન્સર
​ભાગ 20 એકલતાનું કેન્સર અને અધૂરી હૂંફ

​૪૨ લાખનું દેવું ઉતરી ગયું હતું. ઘર બચી ગયું હતું. દીપકની નવી ફેક્ટરીનું કામ મુક્તિ અને ઉર્જાના સહયોગથી પૂરજોશમાં શરૂ થઈ ગયું હતું. આશાના જૂના પ્રેમીએ આપેલી જમીન હવે પરિવાર માટે એક સુરક્ષિત કવચ બની ગઈ હતી. સામાજિક રીતે જીત પટેલ હવે એક 'વિજેતા' હતો, પણ અંગત રીતે? અંગત રીતે જીત એક એવા અંધકારમાં ધકેલાઈ રહ્યો હતો જ્યાં પ્રકાશનું એક પણ કિરણ નહોતું.
​"કેન્સર કરતાં પણ એકલતા વધુ ખતરનાક હોય છે" આ વાક્ય હવે જીતના જીવનનો પર્યાય બની ગયું હતું.
​બધું જ હોવા છતાં કંઈ જ નથી
​રાત્રે ૧૧ વાગ્યે જ્યારે આખું ઘર ઊંઘી જતું, ત્યારે જીત પોતાના બેડરૂમમાં પલંગના એક ખૂણે બેસી રહેતો. જે પલંગ પર ક્યારેક જીવિકાના હાસ્યની ગુંજ સંભળાતી, ત્યાં આજે ભયાનક સન્નાટો હતો. જીતની નજર વારંવાર જીવિકાના ડ્રેસિંગ ટેબલ પર જતી, જ્યાં તેની બંગડીઓ અને પર્ફ્યુમની બોટલ આજે પણ એમ જ પડી હતી.
​પરિવારના દરેક સદસ્યો ધીરે ધીરે પોતાના જીવનમાં આગળ વધી રહ્યા હતા. પિતાજી ફરીથી બગીચામાં બેસતા થયા હતા, દીપક અને આશા પોતાના નવા વ્યવસાયમાં વ્યસ્ત હતા, વીણા રાઘવ દ્વારા મોકલાવેલી મોંઘી સાયકલ ચલાવતી હતી. મમ્મી ઘર પતિ વીણા ને સાચવવા માં વ્યસ્ત હતા બધાજ આગળ વધી ગયા હતા પણ જીત? જીત એ જ ક્ષણે 'હોલ્ડ' થઈ ગયો હતો જ્યાં જીવિકાએ છેલ્લા શ્વાસ લીધા હતા.

​શરીરની જરૂરિયાત અને મનનો સંઘર્ષ
​જીતની ઉંમર હજી એવી હતી જ્યાં તેને માત્ર માનસિક જ નહીં, પણ શારીરિક હૂંફની પણ જરૂર હતી. રાત્રિના એ ગંભીર સન્નાટામાં તેનું શરીર જીવિકાના સ્પર્શ માટે તરસતું. જરૂરિયાત કરતાં પણ વધુ તેને એક એવી વ્યક્તિની જરૂર હતી જેને તે વળગીને રડી શકે, જે તેના માથા પર હાથ ફેરવીને કહે કે "બધું બરાબર થઈ જશે."
​ઘણીવાર તે રાત્રે જીવિકાના કપડાં કાઢીને તેને સુંઘતો, તેનો સ્પર્શ અનુભવવાની કોશિશ કરતો. તેને અહેસાસ થતો કે કેન્સરના કોષો તો દવાઓથી મરી ગયા, પણ તેની અંદર ઉભી થયેલી આ શારીરિક અને માનસિક એકલતા તેને અંદરથી ખાઈ રહી હતી. તેને પોતાની આ ઈચ્છાઓ પર ક્યારેક શરમ આવતી, તો ક્યારેક ગુસ્સો. તે વિચારતો, "શું હું આટલો સ્વાર્થી છું? મારી પત્ની ગઈ અને મને હૂંફ જોઈએ છે?"

​સમાજનો દેખાડો અને આંતરિક ડાર્કનેસ
​બહારની દુનિયા માટે જીત એક 'આદર્શ પતિ' હતો જેણે પત્ની માટે સર્વસ્વ હોમી દીધું. પણ ઘરની ચાર દીવાલો વચ્ચે તે એક અતૃપ્ત આત્મા હતો. તે ઓફિસે જતો પણ તેનું મન ક્યાંય લાગતું નહીં. તે ભીડમાં પણ એકલો હતો. મુક્તિ અને ઉર્જા ઘણીવાર તેને મળવા આવતા, તેની સાથે વાત કરવાની કોશિશ કરતા, પણ જીતની નજરમાં એક એવો ખાલીપો હતો જે કોઈ ભરી શકતું નહોતું.
​એક રાત્રે, જ્યારે તે બારી પાસે ઊભો હતો, ત્યારે તેને વિચાર આવ્યો"જો આ બધી મદદ ૧૫ મિનિટ પહેલા મળી હોત, તો શું જીવિકા આજે મારી બાજુમાં ના હોત?" આ પસ્તાવો તેની કામવાસના અને એકલતા સાથે ભળીને એક વિચિત્ર માનસિક બીમારીમાં ફેરવાઈ રહ્યો હતો. તે હસવાનું ભૂલી ગયો હતો, તેણે જમવાનું ઓછું કરી દીધું હતું. તેનું શરીર સાથ આપતું હતું, પણ તેની ચેતના મરી પરવારી હતી.

​વીણાનું માસૂમ નિરીક્ષણ
​નાની વીણા ઘણીવાર રાત્રે જાગી જતી અને જોતી કે તેના પપ્પા અંધારામાં બેસીને શૂન્યમાં તાકી રહ્યા છે. તે ધીમેથી પાસે જઈને જીતનો હાથ પકડતી.
"પપ્પા, તમે કેમ ઊંઘતા નથી? શું મમ્મી સપનામાં નથી આવતી?"
જીત પાસે કોઈ જવાબ નહોતો. તે વીણાને વળગીને ડૂસકું ભરી લેતો, પણ એ ડૂસકામાં જીવિકાની ખોટ અને પોતાની એકલતાનો ચરકાટ સાફ દેખાતો હતો.
​જીત હવે એક એવા મોડ પર હતો જ્યાં તેને લાગતું હતું કે તે જીવતો લાશ છે. ૪૨ લાખ તો પાછા આવી ગયા, પણ એ 'હૂંફ' ક્યાંથી લાવવી જે જીવિકા સાથે બળીને રાખ થઈ ગઈ હતી?
​શું જીત આ 'ડાર્ક' એકલતામાંથી બહાર નીકળી શકશે? કે પછી આ હૂંફની શોધ તેને કોઈ ખોટા રસ્તે દોરી જશે?

જીત માટે હવે દિવસો કાપવા સહેલા હતા, પણ રાતો કાપવી અશક્ય હતી. દેવું ઉતરી ગયા પછી ઘરના સભ્યો તેને 'નસીબદાર' ગણતા હતા. પિતાજી કહેતા, "બેટા, ઈશ્વરે તારું સાંભળ્યું, હવે જીવિકાના નામે કોઈ મોટું પુણ્યદાન કર અને તારું મન પરોવી દે." આશા અને દીપક તેને સમજાવતા કે "મોટાભાઈ, હવે તમે મહાન બની ગયા છો, લોકો માટે ઉદાહરણ છો."
​પણ જીત અંદરથી એક 'નફ્ફટ' લાગણી અનુભવતો હતો. તેને મહાન નહોતું બનવું, તેને બસ જીવિકાનો એ સ્પર્શ જોઈતો હતો. રાત્રે જ્યારે તેની ઈચ્છા અને હૂંફની જરૂરિયાત જાગતી, ત્યારે તેને પોતાનું અસ્તિત્વ પાપ જેવું લાગતું. સમાજ અને સંસ્કારોએ તેને એવો અહેસાસ કરાવ્યો હતો કે પત્નીના ગયા પછી બીજી જરૂરિયાત અનુભવવી એ 'અપરાધ' છે.

​ઉર્જાનો પ્રહાર: મનના અંધકાર પર ટોર્ચ
​એક સાંજ એવી આવી જ્યારે જીત અંધારામાં બેસીને શૂન્યમાં તાકી રહ્યો હતો. ઉર્જા અચાનક આવી અને કોઈ પણ પ્રકારની ભૂમિકા વગર સીધી જ તેની સામે બેસી ગઈ. તેણે જોયું કે જીતની આંખો નીચે કુંડાળા હતા અને તેનો હાથ ધ્રૂજતો હતો.
​"જીત, ક્યાં સુધી આ મહાનતાનો મુખવટો પહેરી રાખીશ?" ઉર્જાનો અવાજ ધારદાર હતો.
​જીત ચમકી ગયો. "શું કહે છે ઉર્જા? હું તો બસ..."
​"તું બસ અંદરથી મરી રહ્યો છે," ઉર્જાએ તેને અધવચ્ચે અટકાવ્યો. "તારો પરિવાર તને મહાન માને છે, પણ હું તારા શરીરમાં આવતા ફેરફાર જોઉં છું. તારા વ્યવહારમાં આવતા ચીડિયાપણું અને તારા મનનો એ ખાલીપો હું સમજી શકું છું. જીત, તને અત્યારે માત્ર જીવિકાની યાદ નથી સતાવી રહી, તારું શરીર એક હૂંફ માટે તરસ્યું છે. સાચું ને?"
​જીત સ્તબ્ધ થઈ ગયો. તેને લાગ્યું કે ઉર્જાએ તેના આત્માને નિર્વસ્ત્ર કરી દીધો છે. "ઉર્જા... આ પાપ છે. હજી જીવિકાને ગયાને કેટલો સમય થયો? લોકો શું કહેશે? પિતાજી શું વિચારશે?"

​સમાજની નફ્ફટાઈ સામે ઉર્જાનો પડકાર
​ઉર્જા ખુરશી નજીક લાવી અને જીતનો હાથ પકડ્યો. "જીત, સમાજ નફ્ફટ છે, તું નહીં. આ એ જ સમાજ છે જે તારા ખિસ્સા ખાલી હતા ત્યારે મૌન હતો. આ એ જ પરિવાર છે જેણે તારી જરૂરિયાતો પર આંખો બંધ કરી લીધી છે કારણ કે તેમને તારું 'મહાન' દેખાવું ગમે છે. પણ હું તને એક માણસ તરીકે જોઉં છું. તારું શરીર અને મન અત્યારે જે જંગ લડી રહ્યું છે, એમાં શરમાવા જેવું કંઈ નથી."
​જીતની આંખમાંથી આંસુ ટપક્યા. "મને ડર લાગે છે ઉર્જા. મને એવું લાગે છે કે હું જીવિકાને દગો દઈ રહ્યો છું."
​"નહીં જીત," ઉર્જાએ મક્કમતાથી કહ્યું. "જીવિકા તારા હૃદયમાં છે, પણ તારું શરીર હજી જીવંત છે. તને કોઈની હૂંફ જોઈએ છે, તને એ સ્પર્શ જોઈએ છે જે તને ફરીથી 'પુરુષ' હોવાનો અહેસાસ કરાવે. તું એકલો આ લડાઈ નહીં લડી શકે. મને કહે, શું હું તારા આ અંધકારમાં સાથી બની શકું? હું તને સહકાર આપવા તૈયાર છું, પણ તારે પહેલા આ 'પાપ' અને 'પુણ્ય' ના જાળામાંથી બહાર આવવું પડશે."

​એક અજીબ મનોદશા
​જીત માટે આ પ્રસ્તાવ કોઈ વરદાન જેવો હતો કે શ્રાપ, એ તેને સમજાતું નહોતું. ઉર્જાની આંખોમાં સહાનુભૂતિ હતી, પણ સાથે એક એવી સચ્ચાઈ હતી જે જીતના દબાયેલા અરમાનોને જગાડી રહી હતી. તેને પહેલીવાર એવું લાગ્યું કે કોઈએ તેને 'પથ્થર' માંથી પાછો 'માણસ' બનાવ્યો છે.
​પરંતુ, બાજુના રૂમમાંથી વીણાનો અવાજ આવ્યો અને જીત ફરી પાછો સંકોચાઈ ગયો. સમાજ, સંસ્કાર અને પોતાની અંદરનો અપરાધભાવ ફરીથી જીત પર હાવી થવા લાગ્યા.

​શું જીત ઉર્જાનો સહકાર સ્વીકારશે? કે પછી આ હૂંફની ભૂખ તેને કોઈ માનસિક વિકૃતિ તરફ લઈ જશે?

#MansiDesaiShastriNiVartao

#માનસીદેસાઈશાસ્ત્રીનીવાર્તાઓ

#Aneri

#SuspensethrillerStory

#Booklover

#Storylover

#Viralstory