"તું પહેલા પોતાની જાત વિષે વિચાર કર. તારી આગળ આખી કારર્કિદી પડી છે. એ વિચિત્ર યુવાન નો છેલ્લો પ્રયત્ન છે. એ પાસ થાય કે નહીં પણ આપણે તો આખી જિંદગી જે મેહનત કરી એ ચપટીમાં થોડું મુઠ્ઠી માં મેળવી શકાય.
જો જરૂર લાગે તો હું દિનકર દાસગુપ્તા સાથે પણ વાતચીત કરવા માટે તૈયાર છું. " મધુકર મોહન સમજાવે છે.
" ઠીક છે પપ્પા. " મહેચ્છા આટલું જ કહીને નીકળી જાય છે.
આ તરફ રાત્રે ઐયર હવે નવનીત ને ફોન કરે છે.
" કેમ છે?" ઐયર પુછે છે.
"બસ બોલો શું ચાલે છે?" નવનીત જવાબ આપે છે.
"જો ને બહુ લાંબા સમય થી વાતચીત થઈ ન હતી એટલે લાગ્યું કે વાતચીત કરવી પડશે. " ઐયર જણાવે છે.
" હા પણ ખોટી વ્યક્તિ સાથે કરી રહ્યો છે." નવનીત સમજાવે છે.
" એટલે તને રિતેશ બધું જ જણાવી ચૂક્યો છે. " ઐયર કહે છે.
" હા અને જો એ વાત સાચી હોય તો તને શરમ આવી જોઈએ. " નવનીત કહે છે.
" પણ યાર હું રિતેશને કેમ સમજાવું? પ્રશિક્ષણ દરમિયાન હું અને મારિયા એકબીજાને વધુ અને વધુ નજીક આવતા ગયા. બસ મિત્રતા ક્યારે પ્રેમમાં પરિણમી એ અમને ખબર જ ન પડી. " ઐયર સમજાવે છે.
" જો તારો પ્રેમ સાચો છે તો તું લગ્ન પણ એની સાથે જ કરીશ. પછી આખી દુનિયા ને સમજાવે છે શું કામ?" નવનીત કહે છે.
" બસ આ રિતેશ મને ખોટો ન સમજે." ઐયરે સ્પષ્ટતા કરી.
"જો મિત્ર તું અને મારિયા તમારા જીવનમાં ખુશ રહો.એ તો બિચારો હજી ઈન્ટરવ્યુ ની જ તૈયારી કરી રહ્યો છે. જો પાસ થશે તો જ આવશે." નવનીત કહે છે.
" પણ તારે હવે એની શું જરૂર?" નવનીત હસીને વ્યંગાત્મક રીતે કહે છે.
"ઠીક છે. તું પણ રિતેશને સમજાવી દેજે." ઐયર કહે છે.
નવનીત ફોન મુકી દે છે. પછી નવનીત રિતેશ ની પરિસ્થિતિ વિષે વિચાર કરી રહ્યો હતો કે ત્યારે જ મહેચ્છા તેને ફોન કરે છે.નવનીત ને તો ફોન ઉપાડવાની ઈચ્છા સુધ્ધાં ન હતી.
પણ સતત વાગતી ઘંટડી તેને શાંતિ થી સુવા દેતી નહીં. એટલે જ નવનીત ફોન ઉપાડે છે. નવનીત કહે છે:
"આટલી મોડી રાત્રે શું તકલીફ છે?"
"જી. મારે એક વાત જાણવી હતી કે તમે ગણિત અને વિજ્ઞાનના આવા અઘરા સવાલ આટલી સહેલાઈથી કેવી રીતે કરી શકો છો? જો હું અત્યારે બેઠી છું પણ મને થોડો વધારે સમય લાગે છે." મહેચ્છા કહે છે.
"આ મોડી રાત્રે તને ગણિત ના દાખલા દેખાય છે? કાલે ક્લાસમાં સમજાવીશ." નવનીત કહે છે.
" પણ એક ખુબ જ અઘરો પ્રશ્ન છે. જો હું સમજી નહીં શકું તો મને આખી રાત ઊંઘ નહીં આવે." મહેચ્છા કહે છે.
" એવો કયો પ્રશ્ન છે?" નવનીત કહે છે.
" તમે આટલા બધા હોશિયાર હોવા છતાં અને એક વખત પ્રિલિમનરી પરિક્ષામાં સારા ગુણો લાવવા છતાં કેમ મુખ્ય પરિક્ષામાં ચુકી ગયા અને તમે આત્મહત્યાનો પણ પ્રયત્ન કર્યો?" મહેચ્છા સમજાવે છે.
"એ વાત આજે રાત્રે જ કરવી છે." નવનીત કહે છે.
"જો મારા પપ્પા મને કહી રહ્યા હતા કે આવા દિશાહીન યુવાન સાથે તું શું કામ અભ્યાસ કરી રહી છે. તારે જરૂર પડે તો પોતાની રીતે અભ્યાસ કર. પણ મને હવે તો તમારી સાથે જ અભ્યાસ કરવો છે." મહેચ્છા કહે છે.
" અરે પણ મારી દાદી મને તારી સાથે અભ્યાસ કરવામાં જરાય રસ નથી. ફોન મુકી દે. " નવનીત ગુસ્સે થઈ જાય છે.
" અરે ફોન મુકી દીધો. " મહેચ્છા કહે છે.
મહેચ્છા એ રાત્રે નવનીત તરફ ગુસ્સે ન થઈ પણ એ સમજી જાય છે કે નવનીત ની માનસિક પરિસ્થિતિ કેટલી બધી ખરાબ છે. એ પોતાની સાથેના બધા મિત્રોને નોકરી કરતા અને લગ્ન કરતા પણ જોઈ અકળાતો હશે. પણ આ તો તેનો છેલ્લો પ્રયત્ન હતો.
ગમે તે ભોગે પણ મહેચ્છા નવનીત ની સાથે જ અભ્યાસ કરી તેને આઈ.એ.એસ પરિક્ષા પાસ કરાવવા માટે પોતાની જાતને વચન આપે છે. મહેચ્છા પાસે તો હજી ઘણી તક હતી.
બીજા દિવસે સવારે જ નવનીત મોડો ઊઠ્યો અને પોતાની પાસે મુકી રાખેલા ન્યુઝ પેપર વાંચવા જ જતો હતો કે તેનું ધ્યાન મોબાઈલ મેસેજ પર પડે છે. મહેચ્છાએ નવનીત ને સવાર ના ન્યુઝ પેપર ની મુખ્ય ખબરો સારાંશ બનાવી મોકલી હતી.
"અરે યાર.. આજે ક્લાસમાં તો વારો છે." નવનીત અકળાય છે.
આ તરફ મહેચ્છા કોલેજમાં આખો દિવસ નવનીત ના સકારાત્મક કે નકારાત્મક જવાબ ની રાહ જોવે છે.પણ નવનીત હવે સાંજ માટે બધી તૈયારી રાખે છે. આ તરફ આજે દિનકર દાસગુપ્તા મહેચ્છા અને નવનીત ને પોતાના જુના એક મિત્ર સાથે મેળવવા માટે પ્રયત્ન કરે છે.
સાંજ પડે આજે મહેચ્છા ક્લાસમાં જવા માટે ખુબ જ ઉત્સાહિત હતી. એ નવનીત ના આગમન પહેલાં જ ક્લાસમાં પહોંચી જાય છે. આ તરફ દિનકર દાસગુપ્તા પોતાના જુના મિત્ર કે જે આઈ.પી.એસ ઓફીસર તરીકે સેવાનિવૃત્ત થયા હતા તેમને નવનીત અને મહેચ્છા સાથે મળવા માટે બોલાવે છે.
નવનીત પણ પુરી તૈયારી સાથે આજે મહેચ્છા પર હુમલો કરવાનો હતો. હજી તો મહેચ્છા ને જોતા જ એ પોતાના મોબાઈલ પરનો મહેચ્છા નો મોકલેલો મેસેજ દિનકર દાસગુપ્તા ને બતાવે છે.
"સર આ મેસેજ જોવો છો? "
" હા આ તો મહેચ્છા એ મોકલેલો છે." દિનકર દાસગુપ્તા કહે છે.
"હા પણ મને આ વાત યોગ્ય ન લાગી." નવનીત કહે છે.
" શું થયું?" મહેચ્છા પણ પોતાનો મેસેજ જોઈ પુછે છે.
"એ જ કે માની લીધું આ મારી આઈ.એ.એસ માટે ની છેલ્લી તક છે. પણ મને કોઈ યુવતી ની સહાનુભૂતિ ની જરા પણ જરૂર નથી. હું મારી રીતે જ તૈયારી કરી લઈશ. " નવનીત ચોખ્ખા શબ્દોમાં કહે છે.
"પણ મહેચ્છા તો સમાચાર નો સારાંશ મોકલી પોતાની જેમ જ તને તૈયારી કરવા માટે મદદ કરવા માંગે છે." દિનકર દાસગુપ્તા કહે છે.
" પ્રિલિમનરી પરિક્ષા પાસ કરી છે. મુખ્ય પરિક્ષા માટે થોડા ગુણોથી જ રહી ગયો. એ તો પ્રથમ વખત જ પરિક્ષા આપવાની છે." નવનીત કહે છે.
"પણ એની તૈયારી તો જો? એટલે જ તમને સાથે રાખ્યા છે." દિનકર દાસગુપ્તા કહે છે.
"બસ બહુ થયું. પપ્પા સાચું જ કહેતા હતા કે આવા યુવાનો ને છોડી દેવા જોઈએ. હું જ તમને ઓળખવામાં ભુલ કરી બેઠી. " મહેચ્છા કહે છે.
"આ શું કહે છે?" દિનકર દાસગુપ્તા સમજાવે છે.
"હું કાલથી બીજા સમયે ક્લાસમાં આવીશ. આટલા બધા હોશિયાર વિદ્યાર્થીઓ સાથે હું તૈયારી નહીં કરી શકું." મહેચ્છા કહીને નીકળી જાય છે.
"પણ મહેચ્છા.." દિનકર દાસગુપ્તા કહે છે.
" એ યુવતી ને જવા દો. હું પણ ફક્ત તમારી મર્યાદા રાખીને જ બહુ કંઈ બોલ્યો નહીં. " નવનીત કહે છે.
"આ તે બહુ ખોટું કર્યું યુવાન.." એક વૃધ્ધ વ્યક્તિ કલાસ ની બહાર થી પ્રવેશ કરે છે.