Sarkari Prem - 26 in Gujarati Classic Stories by Maulik Vasavada books and stories PDF | સરકારી પ્રેમ - ભાગ 26

Featured Books
Categories
Share

સરકારી પ્રેમ - ભાગ 26

"આ મહેચ્છા શું કરવા માંગે છે?" નવનીત ઘડિયાળ સામે જોવે છે તો સાડા અગિયાર વાગી ચુક્યા હતા. એ ઊંઘ આવતા સુઈ જાય છે.

સવારે ઊઠીને જોવે છે તો નવનીત પોતાની જાત પર ગુસ્સો કરે છે. મહેચ્છા એ જવાબ આપ્યો ન હતો. નવનીત વિચાર કરે છે કે મહેચ્છા પર ગુસ્સો કરે? પણ કેમ કરીને?

"આજે સાંજે મહેચ્છા ને દિનકર દાસગુપ્તાની સામે જ પુછી લઈશ? બસ વાતચીત કરવાથી જ વધુ કંઈ ન રાખવું હોય તો એમ જ બરાબર. " નવનીત મનોમન બબડે છે.

મહેચ્છા તો પોતાના નિયત સમયે જ કોલેજમાં પહોંચી જાય છે. પછી સમય મળતાં પુસ્તકાલય ની મુલાકાત લે છે. અંહી થી ગઈકાલે રાત્રે નવનીત જે મુદ્દાઓ મોકલી ચુક્યો હતો તેના સંદર્ભમાં રહેલું પુસ્તક શોધી પછી બધી તૈયારી કરીને પોતાની નોટમાં મુદ્દા લખી લે છે.

આ તરફ નવનીત નો તો આખો દિવસ મહેચ્છા ના જવાબ ની રાહમાં જ નીકળી જાય છે. નવનીત હવે બરાબર ગુસ્સે થઈ જાય છે. પણ સાંજ પડે હજી તો દિનકર દાસગુપ્તાને ત્યાં પહોંચવાનો સમય હતો ત્યારે જ એકસાથે મોબાઈલ ફોન પર ધડાધડ મેસેજો નો મારો ચાલ્યો.

નવનીત હજી જોવે એ પહેલાં જ દસ મેસેજ આવી ચુક્યા હતા. આ બધા જ મેસેજ મહેચ્છાએ મોકલ્યા હતા. આ મેસેજ નવનીત ના મુદ્દાઓ ના જવાબ તરીકે મહેચ્છા મોકલી રહી હતી.

નવનીત તો મહેચ્છા ના જવાબો નો ઊંડાણ પૂર્વક અભ્યાસ કરી ખરેખર હતપ્રભ બની જાય છે. થોડીવાર પછી જ નવનીત મહેચ્છા ની સામે હતો.હજી દિનકર દાસગુપ્તા આવ્યા ન હતા.

"અરે વાહ!! આપ તો બહુ જ ઊંડાણમાં ઉતરીને ઝીણવટભરી વિગતો થી જવાબ મોકલો છો. " નવનીત મહેચ્છા ને કહે છે.

" હા પણ એક વાત કહું. ખોટું ન લગાડતા." મહેચ્છા કહે છે.

" હા ..હા .. જરૂર." નવનીત કહે છે.

" ગઈકાલે તમે ફક્ત મારી સાથે વાતચીત કરવા માટે જ આ મુદ્દાઓ મોકલ્યા હતા ને? " મહેચ્છા પુછે છે.

" હા..ના.." નવનીત જરા શરમાઈ ગયો.

" પણ તમને કેમ ખબર?" નવનીત આગળ પુછે છે.

" તમે જે વેબસાઇટ કે ન્યુઝ ચેનલ થી કોપી કર્યો એ નીચે થી કાઢતા ભુલી ગયા હતા. હું તો જોઈને જ સમજી ગઈ. પણ મને આ મુદ્દાઓ ગમતા તેનો ઊંડાણમાં અભ્યાસ કરી મેં તમને જવાબ આપ્યો. " મહેચ્છા કહે છે.

"સાવ જ સાચી વાત." દિનકર દાસગુપ્તા પ્રવેશ કરે છે.

"નવનીત બધે કટ..કોપી.. પેસ્ટ આમ જ ન ચાલે. તમારો ઝઘડો થયો અને તે વાતચીત ચાલું કરવા માટે આ પ્રથમ પગથિયું સાવ જ સાચું ભર્યું. પણ હવે થી સમજી વિચારીને અભ્યાસ કરી મુદ્દાઓ પર ચર્ચા કરજો." દિનકર દાસગુપ્તા સમજાવે છે.

"જી સર. હું તો ખરેખર મહેચ્છા ની મહેનત જોઈને જ હતપ્રભ બની જાઉં છું. આટલો સમય કેવી રીતે આપી શકે?" નવનીત મહેચ્છા ની પ્રશંસા કરે છે.

"આપણી પાસે સમય નથી. ચાલો હવે તમે મને ગણિત અને તર્ક વિજ્ઞાન સમજાવો. " મહેચ્છા નવનીત ની સામે જોઈ કહે છે.

"અરે એ તો આવડે જ ને?" નવનીત કહે છે.

" એ તમારી માટે સરળ છે. મારી જેવી આર્ટસ ની વિધાર્થી માટે એ ખુબ મુશ્કેલ છે. મને મારી કમજોરીઓ અને તાકાત નો પુરતો પરિચય છે. એટલે જ આપણે એકબીજાની મદદ કરી કમજોરી દૂર કરી પરિક્ષા પાસ કરવાની છે. આપણે એકબીજા ના પુરક બનવાનું છે." મહેચ્છા કહે છે.

" ખુબ જ સાચી વાત કહી." દિનકર દાસગુપ્તા સમજાવે છે. 

પછી પ્રિલિમનરી પરિક્ષા ના પેપર સેટ માં થી ગણિત અને તર્કશાસ્ત્ર ના સવાલો નવનીત મહેચ્છા ને શિખવે છે. મહેચ્છા ખુબ જ ગંભીર સ્વભાવ ની હતી. જ્યારે નવનીત એટલો જ ટીખળ ખોર. લગભગ કલાક સુધી ભણી લીધા પછી મહેચ્છા નવનીત ને હાથ મિલાવી આભાર કહે છે.

નવનીત તો ખુબ ખુશ થાય છે. પછી મહેચ્છા ને સાથે બહાર નીકળી પાણી પુરી ખાવાનું રટણ કરે છે. પણ મહેચ્છા બહાર નું ખુબ જ ઓછું ખાતી હોવાથી પહેલા તો ના જ પાડે છે.પણ મહેચ્છા ની આનાકાની થી નવનીત પણ ખાતો નથી. 

" અરે મહેચ્છા કોઈ વાર પાણીપુરી તો ખાઈને જો..એટલી મજા આવશે કે.. કદાચ તું પહેલી છોકરી છે જેને પાણીપુરી નથી ભાવતી." નવનીત કહે છે.

"એમ નથી. મને પાણીપુરી ખુબ જ ભાવે છે. પણ અમે ઘરે ખાઈએ છીએ. " મહેચ્છા જવાબ આપે છે.


" એક ખાઈ લે જો પછી કદાચ તને આજે નવું કંઈક જાણવા મળે.." નવનીત કહે છે.

નવનીત ની વાત માનીને મહેચ્છા પોતાની પ્લેટમાં એક પાણીપુરી ખાય છે. પછી તો મહેચ્છા ને જે મજા આવે છે એ રોકાતી જ નથી. મહેચ્છા એકીસાથે લગભગ ત્રીસ જેટલી પાણીપુરી ખાઈ જાય છે.

પુરી વાળો પુછે છે:
" હજી જોઈએ?" 

ત્યારે જ મહેચ્છા ભારે મોટો ઓડકાર ખાય છે. નવનીત અને મહેચ્છા એકીસાથે જોરથી હસી પડે છે. મહેચ્છા ઈશારો કરી ના પાડી દે છે.નવનીત પૈસા આપી દે છે.કલાસ ની બારી પરથી દિનકર દાસગુપ્તા આ દૃશ્ય જોઈને પોતાના ભુતકાળમાં સરી પડે છે. પછી મહેચ્છા અને નવનીત ને જોઈ મનોમન ખુબ ખુશ થાય છે.

" આજે તો તે હદ કરી નાખી. કલેકટર બનીને પાણીપુરી ખાઈશ ?" નવનીત કહે છે.

" પણ ખરેખર મેં જીંદગીમાં ક્યારેય પણ બહાર ની પાણીપુરી ખાધી નથી. પણ કદાચ પહેલી પુરી જ એટલી સરસ હતી કે હું પોતાની જાતને રોકી જ ન શકી. " મહેચ્છા કહે છે.

" એટલે જ મેં કહ્યું હતું ને? ચલો મારો રસ્તો આવી ગયો. " નવનીત કહે છે.

" આજે હું મુદ્દા મોકલીશ. કાલે વિચાર કરી જવાબ આપજો. કોઈ જગ્યાએ થી કોપી પેસ્ટ જ ન કરતા. " મહેચ્છા કહે છે.

"હા જરૂર. " નવનીત કહે છે.

પછી બન્ને પોતાના રસ્તે નીકળી જાય છે. રાત્રે મહેચ્છા પોતાના સમય પ્રમાણે જ બધા મુદ્દાઓ ની તૈયારી કરે છે. પછી નવનીત ને મેસેજ કરે છે. ત્યારે જ મહેચ્છા ને પેટમાં દુઃખાવો થવા લાગે છે.

નવનીત થોડીવાર પછી જ અમુક મુદ્દાઓ વિષે વાંચન કરી મહેચ્છા ને મેસેજ કરે છે પણ મહેચ્છા જવાબ નથી આપતી. નવનીત ને એમ થાય છે કે સુઈ ગઈ હશે પણ મહેચ્છા પેટ દુખાવાનું મેસેજ કરી પાણીપુરી બતાવે છે. બન્ને જણ હસી પડ્યા.

બીજા દિવસે સવારે જ નવનીત છાપામાં થી મુખ્ય ખબરો ની બધી માહિતી મહેચ્છા ને મેસેજ કરે છે. રોજ સાંજે જુદા જુદા વિષયો પર મહેચ્છા અને નવનીત ચર્ચા વિચારણા કરે છે. 

પ્રિલિમનરી પરિક્ષા ની તૈયારી હવે પુરજોશમાં હતી. લગભગ એક અઠવાડિયા પછી જ પ્રિલિમનરી પરિક્ષા હતી. મધુકર કોઈ જાતની બાંધછોડ કરવા તૈયાર ન હતો. એ મહેચ્છા ને હવે દિનકર દાસગુપ્તાને ત્યાં ફક્ત શંકા ‌સમાધાન માટે જ જવાનું કહે છે.

આ તરફ નવનીત ને તો હવે મહેચ્છા ની આદત પડી જાય છે. નવનીત મહેચ્છા ને ગમે તે ભોગે એક કલાક માટે દિનકર દાસગુપ્તા ને ત્યાં આવવા માટે સમજાવે છે. મહેચ્છા અવઢવમાં હતી?