Sarkari Prem - 30 in Gujarati Classic Stories by Maulik Vasavada books and stories PDF | સરકારી પ્રેમ - ભાગ 30

Featured Books
Categories
Share

સરકારી પ્રેમ - ભાગ 30

આખી રાત નવનીત ઊંઘી જ ન શક્યો. એ પોતાની જાતને છેલ્લી તક સાથે ફરીથી મુખ્ય પરિક્ષા આપવા માટે સજ્જ થયો છે પણ‌ સરપ્રાઈઝ ટેસ્ટ માં તેની જે હાલત થઈ એ ખરેખર નવનીત માટે કસોટી સમાન હતું.

બીજા દિવસે જુના સમયે જ મહેચ્છા અને નવનીત દિનકર દાસગુપ્તાની પાસે પહોંચી જાય છે.દિનકર દાસગુપ્તા‌ ભગવાન શ્રી ગણેશ નું નામ લઈને પછી અભ્યાસ શરૂ કરે છે.

પહેલા તો ઈતિહાસ વિષયના મુખ્ય પરિક્ષા માટેનો અભ્યાસક્રમ સમજાવે છે.પછી ભારતીય ઈતિહાસમાં આર્ય સંસ્કૃતિ થી શરૂ કરે છે. મહેચ્છા જાણે દિનકર દાસગુપ્તા ની વાત સમજી રહી હતી એમ તેમની સાથે જ પુરક મુદ્દાઓ સમજાવે છે.

પણ નવનીત તો ચુપચાપ બધા મુદ્દાઓ સાંભળી રહ્યો હતો. એ મુદ્દાઓ લખી લખી યાદ કરે છે. પણ તેને જરા પણ રસ ન હતો.

"ચંદ્રગુપ્ત મૌર્યે કોને પોતાનો ગુરુ ગણી રહ્યા હતા?" અચાનક જ દિનકર દાસગુપ્તા પુછે છે.

" સર હું.."મહેચ્છા કહે છે.

" ના. તું જવાબ ન આપ." દિનકર દાસગુપ્તા કહે છે.

"સર અશોક.." નવનીત જવાબ આપે છે.

"તું શું કરે છે? તને ઊંઘ આવે છે. રાત્રે સુતો નથી એમ લાગે છે." દિનકર દાસગુપ્તા ગુસ્સે થઈ જાય છે.

"ચલો ક્લાસ પુરી. " મહેચ્છા તરત કહે છે.

નવનીત બસ‌ મોઢું બંધ કરી બેગ પેક કરી નીકળી જાય છે. મહેચ્છા તેની પાછળ જ જાય છે. આગળ કોઈ રિસાયેલા બાળક ની જેમ જતા નવનીત ને મહેચ્છા બુમ પાડી કહે છે.

"એ નવનીત ક્યાં જાય છે?" 

"બસ‌ એજ રૂમ પર. સુઈ જાવું છે. મને કંટાળો આવે છે." નવનીત કહે છે.

"તને તો ચંદ્રગુપ્ત ના ગુરૂ વિષે પણ માહિતી નથી. પછી ઈતિહાસ નો વિષય રાખવો છે?" મહેચ્છા કહે છે.

"હા હવે કાલે વાંચી ને આવીશ. બધા તમારા જેવા હોશિયાર તો ન હોય." નવનીત મ્હેણું મારે છે.

"આપણે ઈતિહાસ વિષે ચર્ચા ચાલું કરવું છે." મહેચ્છા કહે છે.

"ના. જો ઈતિહાસ ના મેસેજ કરવા હોય તો રહેવા દેજે." નવનીત કહે છે.

"એક પ્રશ્ન છે?" મહેચ્છા પુછે છે.

"હા બોલ." નવનીત પુછે છે.

"આ ગિયર બોક્સ ની ડિઝાઈન કેવી રીતે હોય ?" મહેચ્છા પુછે છે.

"તારે શું કરવું?" નવનીત પુછે છે.

"બસ‌ એમ જ મારે જાણવું છે. પણ‌ તને ખબર છે? " મહેચ્છા પુછે છે.

"અરે ચાર વર્ષ કંઈ ઘાસ નથી ઉખાડી. જો તમે એક જ સ્પીડ માં ચાલ્યા કરો તો એન્જિન સરખી માઈલેજ ન આપે. એટલે જ સ્પીડ ને જુદા જુદા રેશિયો કે ભાગોમાં આપવા માટે જ ગિયર આપવામાં આવે છે. જેનાથી સ્પીડ પણ મળે અને એન્જીન પર લોડ ઘટી જાય.

એટલે જ કાર પહેલા ગિયર , પછી બીજા અને ત્રીજા એમ ચલાવવી પડે છે." નવનીત સમજાવે છે.

"આજે વાંચીને આવ્યો છે." મહેચ્છા કહે છે.

"ના. તું કહે તો અડધી રાત્રે પણ‌ સમજાવી શકું." નવનીત કહે છે.

"તને કારમાં રસ હોય ને તો હું તને.." નવનીત સતત પંદર મિનિટ બોલતો જ રહે છે. મહેચ્છા ને તેનો જવાબ મળી ગયો હતો.

"ચલો હવે જઈએ." મહેચ્છા કહે છે.

નવનીત ને તો બહુ કંઈ ખબર નથી પડતી. પણ એ દિવસે નવનીત ખુબ ખુશ હતો. કોઈએ પહેલીવાર જ નવનીત ના વિષય પર પ્રશ્નાર્થ સર્જયો અને તેણે ખુબ સરસ જવાબ આપ્યા.

નવનીત થાકી ચુક્યો હતો. એ સરસ મજાની ઊંઘ લે છે. બીજા દિવસે પણ નવનીત ઈતિહાસ ને ખુબ જ સારી રીતે તૈયારી કરી વાંચે છે. આજે ફરીથી જેમ જ મહેચ્છા અને નવનીત ક્લાસમાં પહોંચી જાય છે તો દિનકર દાસગુપ્તા ફરીથી પ્રશ્નપત્ર આપે છે.

નવનીત તો પ્રશ્નો જોઈ હતપ્રભ રહી જાય છે. મિકેનિકલ ઈજનેરી ના પ્રશ્નો જોઈ નવનીત ખુબ ખુશ થાય છે અને ધડાધડ જવાબ લખવામાં લાગી જાય છે. મહેચ્છા ને પણ‌ એ જ પ્રશ્નોના જવાબ લખવા માટે આપવામાં આવે છે.મહેચ્છા તો પાંચ જ મિનિટમાં ઊભી થઈ જાય છે.

દિનકર દાસગુપ્તા એક કલાક પછી નવનીત પાસે થી પ્રશ્નપત્ર લઈને પછી રાબેતા મુજબ જ બન્ને ને રાહ જોવા માટે સમજાવે છે.નવનીત માટે તો આ એક સુખદ આશ્ચર્ય થયું હતું.

"જો આ ઈજનેરી ના મુખ્ય વિષય ના પેપરમાં મહેચ્છા તો નપાસ થઈ છે. હવે નવનીત ની વાત કરીએ તો એણે વગર કોઈ તૈયારી જ જે જવાબ આપ્યા છે એ તો કહેવાય જ નહીં.

જો હું પ્રામાણિકતા થી કહું તો નવનીત ને ૭૫ માર્ક મળશે. પણ જો હજી થોડી વધારે મહેનત કરી એ તૈયારી કરશે તો જરૂર મુખ્ય પરિક્ષામાં સારા માર્ક્સ લાવી શકે છે." દિનકર દાસગુપ્તા કહે છે.

"પણ‌‌ તમે શું કહેવા માંગો‌ છો?" નવનીત પુછે છે.

"એ જ કે મિસ્ટર ઈજનેર ઈતિહાસ તમારો વિષય નથી જેમ કે ઈજનેરી મારો વિષય નથી. " મહેચ્છા કહે છે.

"પણ આ વિષયમાં બહુ સ્કોર નથી થતો. એ રિતેશ પણ‌ મને કહી રહ્યો હતો. " નવનીત કહે છે.

"રિતેશની વાત માની પછી એટલે જ ઈતિહાસ લીધો. પછી રિતેશ પસંદગી પામી ગયો અને તું રહી ગયો." દિનકર દાસગુપ્તા કહે છે.

"હા પણ મહેનત તો સરખી જ હતી. " નવનીત કહે છે.

"પણ રિતેશ ને ઈતિહાસમાં રસ હતો. તારે ઇજનેરીમાં રસ છે. કોઈ પણ વિષયમાં જો રસ હોય તો જ આગળ વધવું અને પરિણામ પણ આપશે." મહેચ્છા કહે છે.

"પણ સર મારી છેલ્લી તક છે. " નવનીત કહે છે.

" જો મહેચ્છા કરતા વધુ સારી રીતે તને કોઈ પણ ઓળખી ન શકે. એ કહેતી હતી કે ઈતિહાસના અભ્યાસ દરમિયાન તને ઊંઘ આવે છે. તું મુદ્દા પર જવાબ બસ‌ લખવા માટે જ લખે છે. " દિનકર દાસગુપ્તા સમજાવે છે.

"પણ ઈજનેરી નો અભ્યાસક્રમ?" નવનીત પુછે છે.

"બધું જ તૈયાર છે. "મહેચ્છા બતાવે છે.

"હું તમને બન્નેને અલગ અલગ અડધી કલાક રોજ તૈયારી કરાવીશ. બાકી બીજા વિષયો માટે સાથે તૈયારી કરજો. " દિનકર દાસગુપ્તા સમજાવે છે.

"પણ ખરેખર?" નવનીત હજી પણ‌ શંકાસ્પદ હતો.

"આ રહી એ પ્રતિભાવાન ઈજનેરો ની યાદી જેમણે મુખ્ય પરિક્ષા ઈજનેરી વિષય સાથે પાસ કરી છે. ઈતિહાસ તો બધા જ રાખે. પણ તને આ ગમે તો જ રખાય ને?" મહેચ્છા પણ સમજાવે છે.

છેવટે નવનીત ઈજનેરી ને ઈતિહાસ ની બદલે મુખ્ય વિષય તરીકે રાખવા માટે તૈયાર થઈ જાય છે. નવનીત સાથે દિનકર દાસગુપ્તા અને મહેચ્છા પણ ખુબ ખુશ થાય છે.

"નવનીત તને કદાચ તારાથી પણ‌ વધુ મહેચ્છા ઓળખે છે. એ તારી ગુડ લક છે." દિનકર દાસગુપ્તા કહે છે.

"ચલો ગુડ લક હવે પાણીપુરી ખાઈશ." નવનીત પુછે છે.
"જી સ્યોર. પણ પૈસા તમે આપજો." મહેચ્છા હસી પડી.

નવનીત અને મહેચ્છા એ દિવસે ફરીથી પાણી પુરી ની મજા લે છે. મહેચ્છા આજે ખરેખર ખુબ ખુશ હતી. નવનીત ને આજે મનમાં વારંવાર દિનકર દાસગુપ્તા ના શબ્દો સંભળાય છે:

"મહેચ્છા એ જ આ સરપ્રાઈઝ પેપર નું આયોજન કરવા માટે કહ્યું હતું. એ તને તારી કરતા પણ‌ સારી રીતે ઓળખે છે. "