Sarkari Prem in Gujarati Classic Stories by Maulik Vasavada books and stories PDF | સરકારી પ્રેમ - ભાગ 38

Featured Books
Categories
Share

સરકારી પ્રેમ - ભાગ 38

અચાનક જ મધુકર સરિતા ને ફોન કરે છે. સરિતા પણ અંદર જઈને મધુકર સાથે વાતચીત કરે છે. મધુકર હવે સરિતા ને નવનીત અને મહેચ્છા ના સંબંધ વિષે વાતચીત કરે છે તો સરિતા ભડકી ઊઠી.એ ફોન મુકી સીધી જ મહેચ્છા પાસે પહોંચી એક તમાચો મારી દે છે.

"મમ્મી શું થયું?" મહેચ્છા હતપ્રભ બની જાય છે.

"તું આઈ.એ.એસ જરૂર બની છે પણ આજેય હું તારી મમ્મી છું. જો ભુલ કરીશ તો તમાચો જ પડશે. નવનીત સાથે લગ્ન કરવા છે?" સરિતા ભડકી ઊઠી.

"મમ્મી એ પણ આઈ.એ.એસ જ છે. હું તેને પ્રેમ કરું છું. લગ્ન પણ એની સાથે જ કરીશ." મહેચ્છા કહે છે.

"આ જ દિવસ‌ જોવા માટે હું જીવતી હતી. એક નીચી જાતિના યુવાન સાથે લગ્ન કરી આપણા આખા કુટુંબને લજાવીશ. " સરિતા કહે છે.

"હું વયસ્ક છું. મારી મરજી પ્રમાણે જ નિર્ણય કરી શકું છું." મહેચ્છા કહે છે.

"વાહ દીકરી વાહ.આજે આઈ.એ.એસ બનતા જ તું વયસ્ક બની ગઈ. તારી પાછળ અમારા સંઘર્ષ ને ભુલી ગઈ." સરિતા કહે છે.

"હવે તો મને પાક્કી ખાતરી છે કે તમે જ નવનીત ને ધમકી આપી હશે. પહેલા તો મને સંદેહ હતો પણ હવે પાક્કી ખાતરી છે. પણ મમ્મી આ પ્રેમ કોઈ ફિલ્મી પ્રેમ નથી પણ અમે આ સંબંધ ને સમય આપી આગળ વધાર્યો છે. " મહેચ્છા કહે છે.

"હું ય જોવું છું કે તું શું કરે છે." સરિતા તરત જ ગામમાં કોઈ જ્યોતિષી ને ફોન લગાવે છે. મહેચ્છા ફરીથી ‌મધુકર ને ફોન કરે છે તો એ ઉપાડે છે.

" પપ્પા હું.." મહેચ્છા કહે છે.

"આઈ.એ.એસ સાહિબા ખુબ અભિનંદન. પણ આ તે ખોટું કર્યું. મને એકવાર તો જાણ કરી હોત. "મધુકર કહે છે.

"પપ્પા હું યોગ્ય સમય ની રાહ જોતી હતી. તમારું સપનું મારી કે નવનીત ની જીંદગી કરતા વધુ મહત્વપૂર્ણ હતું.નવનીત ની કોઈ ભુલ નથી. તમે મને જે સજા આપવા માંગો છો એ મને કબુલ છે. " મહેચ્છા કહે છે.

"તું એક વયસ્ક છે. પછી આઈ.એ.એસ ઓફીસર. હું શું કહું? બસ અમારી મરજી થી લગ્ન કરતી તો વધુ ખુશી મળતી. બાકી પછી તારી અને નવનીત ની મરજી. " મધુકર કહે છે.

"પપ્પા એ નીચી જાતિનો‌‌ છે એટલે મમ્મી એને નફરત કરે છે. પણ મમ્મી ને આવી જ તકલીફ હતી ને?" મહેચ્છા કહે છે.

"તમારી સાથે લગ્ન કરી મમ્મી ની જાતિ પણ બદલાઈ ગઈ. એમ જ નવનીત સાથે પણ થશે. તો શું લગ્ન પછી મમ્મી ના ગુણધર્મો બદલાયા?" મહેચ્છા પુછે છે.

"એ તો બહુ જુની વાત છે. પપ્પા તમે તો સમજી શકો છો. નવનીત હવે આઈ.એ.એસ છે.મારી માટે બીજો કોઈ યુવાન હવે ચાલે નહીં. " મહેચ્છા સમજાવે છે.

"ઠીક છે. ઘરમાં આવી નક્કી કરીએ." મધુકર કહે છે.

"પપ્પા હું એક અઠવાડિયા પછી તો નવનીત સાથે જ મસુરી જવાની છું. " મહેચ્છા કહે છે.

"એ તો મને ખબર છે. પણ તારી મમ્મી વિષે તને કેમ ખબર?" મધુકર પુછે છે.

"હું ક્યારેય મમ્મી ને એના ઈતિહાસ વિષે પુછીશ નહીં. પણ તમે નવનીત ને પણ હવે ક્યારેય કંઈ નહીં કહો." મહેચ્છા કહે છે.

"ખરેખર તું બહુ શીખી ગઈ દીકરી. પોતાના પપ્પા સાથે જ જીવનની શતરંજની બાજી મારી જીતી લીધી. " મધુકર ફોન મુકી દે છે.

મહેચ્છા ને ગમતું નથી. પણ એ હવે નવનીત ને જ પોતાના જીવનસાથી તરીકે જોઈ રહી હતી. આ તરફ મધુકર પણ સરિતા ને સમજાવે છે.

સાંજ પડે તો આખા શહેરમાં થી નવનીત અને મહેચ્છા ને અભિનંદન ના મેસેજ મળવા લાગ્યા. દિનકર દાસગુપ્તા માટે તો આ જીવનની સૌથી મોટી જીત હતી. તેમની પારખું નજર અને મહેચ્છા તેમજ નવનીત ની ટીમ તેમના સપના ને પણ પુરી કરી શકી હતી.

આખી સોશિયલ મીડિયામાં મહેચ્છા ના આઈ.એ.એસ સાક્ષાત્કાર નો વીડિયો જોઈ ઘણી યુવતીઓ તેને પ્રેરણારૂપ માની રહ્યા હતા. આ તરફ નવનીત પણ ઈજનેરી વિદ્યાશાખા થી આઈ.એ.એસ બની જનાર વ્યક્તિ તરીકે ખુબ સમ્માન પામી રહ્યો હતો.જીવન પુરેપુરી રીતે બદલાઈ ગયું હતું. પણ મધુકર અને સરિતા મહેચ્છા થી ખુશ ન હતા.

એક અઠવાડિયા પછી 

નવનીત અને મહેચ્છા હવે લાલ બહાદુર શાસ્ત્રી રાષ્ટ્રીય એડમિનીસ્ટ્રેશન એકેડમી કે જે આઈ.એ.એસ બનવા માટે ની ટ્રેનીંગ સેન્ટર છે ત્યાં જવા માટે નીકળી જાય છે. બે વર્ષ સુધી અંહી જ પ્રશિક્ષણ આપ્યા પછી નવનીત અને મહેચ્છા ને પોસ્ટ આપવામાં આવશે.

મહેચ્છા કદાચ પહેલીવાર જ ઘરથી આટલી દૂર આવી રહી હતી. જ્યારે નવનીત માટે તો આ સ્વપ્ન સમાન હતું. અહીં જ રિતેશ બીજા વર્ષમાં ભણી રહ્યો હતો.

દિલ્હી થી દેહરાદુન સુધી બસ ના સફરમાં બન્ને એકબીજાની સાથે જ બેઠા હતા. નવનીત આજકાલ અલગ જ મહેચ્છા ને જોઈ રહ્યો હતો. એ મહેચ્છા કે જે નખરા કરતી, જેને પોતાની પ્રશંસા ગમતી અને સ્ત્રીઓ ની બધી જ ટેવો ધરાવતી.

પર્વતમાળા આગળ પસાર થતી વખતે મહેચ્છા નવનીત સામે જોઈ જ રહી તો નવનીત શરમાય છે. મહેચ્છા હળવેકથી નવનીત ને સ્પર્શ કરે છે તો નવનીતને ખુબ જ આનંદ છે. આ કદાચ તેમના જીવનમાં સૌથી સારો સમય બની આવ્યો હતો.

થોડીવાર પછી જ બન્ને મસુરી માં લાલ બહાદુર શાસ્ત્રી એકેડમી ખાતે પહોંચી ગયા હતા. નવનીત નો જુનો મિત્ર રિતેશ તેની રાહ જોઈ મુખ્ય દરવાજા પર જ ઊભો હતો. મહેચ્છા પણ રિતેશને પહેલીવાર જ મળે છે.

"કેમ છો મીડિયા સેન્સેશન.. પ્રથમ પ્રયત્ન થી જ આટલી જોરદાર સફળતા. તમે તો છવાઈ ગયા. " રિતેશ કહે છે.

"બસ આ આપના મિત્ર ની મદદ છે. " મહેચ્છા કહે છે.

" તમે પણ એની ખુબ મદદ કરી છે. તમારા થી એ ખુબ જ ખુશ છે. રોજ તમારી જ વાતો કરે છે. " રિતેશ સમજાવે છે.

"હવે અંદર તો આવવા દે. " નવનીત કહે છે તો ત્રણેય હસી પડે છે.

ઐયર અને મારિયા પોતાની ટ્રેનિંગ પુરી કરી પોતાના પોસ્ટીગ પર લાગી ગયા હતા. રિતેશ બન્નેને મુખ્ય સિક્યોરિટી ઓફીસર પાસે લઈ જાય છે. અંહી નવનીત અને મહેચ્છા બન્ને ના ઓર્ડર તેમજ આઈ.ડી ની ચકાસણી કરી લીધા પછી બન્ને યુવાનો અને યુવતીઓ ના અલગ અલગ હોસ્ટેલ તરફ જવા માટે નીકળી જાય છે.

મસુરી ખાતે આવેલા આ ટ્રેનિંગ સેન્ટર ની વાત જ અલગ હતી. આઈ.એ.એસ જેવી અઘરી પરિક્ષામાં સફળ થયા પછી એ પ્રતિભાવાન યુવાનો તેમજ યુવતીઓ ને ફાઈનલ ટચ અંહી આપવામાં આવે છે.

અંહી બે વર્ષ સુધી આપવામાં આવતા પ્રશિક્ષણ દરમિયાન ભારતીય સંવિધાન, ભારત સરકાર ની વિવિધ સંસ્થાઓ, ભારતીય ન્યાય પ્રણાલી તેમજ સરકાર ના વિવિધ વિભાગો ની મૌલિક જાણકારી આપવામાં આવે છે.

આ સાથે જ છે મહિના ની પ્રેક્ટિસ પછી જ ફાઈનલ પોસ્ટ મેરિટ પ્રમાણે આપવામાં આવે છે. આ સમય દરમિયાન ખુબ જ ચુસ્ત નિયમો નું પાલન કરવામાં આવે છે.

મહેચ્છા અને નવનીત પોતાના રૂમમાં થી રાત્રે પર્વત પર મસુરી શહેર ની લાઈટો જોઈ પોતાની આગળ આવનારી જીંદગી માટે આશાસ્પદ બની જાય છે.