Sarkari Prem in Gujarati Classic Stories by Maulik Vasavada books and stories PDF | સરકારી પ્રેમ - ભાગ 42

Featured Books
Categories
Share

સરકારી પ્રેમ - ભાગ 42

"આ શું જવાબ આપે છે નવનીત? આપણે લગ્ન કરીશું તો પોસ્ટ પણ નજીક જ મળશે. બાકી તું એક ખુણે‌ અને હું બીજા ખુણે હોઈશ. " મહેચ્છા સમજાવે છે.

"પણ મહેચ્છા તું સમજતી કેમ નથી? આપણે હજી એક બે વર્ષ સુધી અનુભવ લઈને પછી જો લગ્ન કરીશું તો એ સાચો નિર્ણય હશે." નવનીત પોતાની વાત પકડી રાખે છે.

"ઠીક છે. જેવી તારી મરજી." મહેચ્છા ગુસ્સે થઈ જાય છે.

"અરે ચલ હું લગ્ન કરીશ." નવનીત કહે છે.

"આપણે કાલ પોસ્ટ મળે એ પહેલાં જ બેનરજી સર સાથે વાતચીત કરી લઈએ. એ જ નક્કી કરશે કે કોને  ક્યાં મુકવામાં આવશે." મહેચ્છા કહે છે.

"હા સાવ‌ સાચી વાત. " નવનીત કહે છે.

"તારા મગજમાં તો સિરોહી જ છે. પણ હું નહીં લેવા દઉ." મહેચ્છા કહે છે.

"તને શું તકલીફ છે?" નવનીત પુછે છે.

" જ્યાં એક આઈ.એ.એસ અધિકારી નું મૃત્યુ થયું હતું અને બીજા અધિકારી તને એક મજુર જ ગણતા  હોય એવી જગ્યાએ શું કામ નિમણૂક લેવી." મહેચ્છા કહે છે.

"મારા સ્વર્ગસ્થ મિત્ર રિતેશ માટે. " નવનીત કહે છે.

"ઠીક છે. એક સમય હતો જ્યારે તું લગ્ન માટે ઉતાવળ કરી રહ્યો હતો. એક સમય છે જ્યારે હું તૈયાર છું પણ તને કંઈ પડી નથી." મહેચ્છા કહે છે.

"ચલો સોરી. આપણે પોસ્ટ મળે એ પહેલાં જ લગ્ન કરી લઈએ. " નવનીત કહે છે.

"હા મારે પણ કોઈ જાતના ભપકા વગર સાવ સીધા સાદા જ લગ્ન કરી લેવા છે. મમ્મી ની ઈચ્છા જ નથી તો હું પણ સાદાઈથી જ લગ્ન કરીશ." મહેચ્છા કહે છે.

"ઠીક છે.કાલે આ જ સમયે કોર્ટમાં પહોંચી બે સાક્ષીઓ ની હાજરીમાં આપણે બન્ને લગ્ન કરી નવા જીવનની શરૂઆત કરીશું." નવનીત કહે છે.

"હું પણ સાંભળી ગયો.‌" બેનરજી સર અચાનક જ આવી જાય છે.

"અરે સર તમે.." નવનીત બેસવા માટે સમજાવે છે.

"હું તમને બન્નેને જ મળવા માંગતો હતો. તમે બન્ને જાણો જ છો કે મારે તમને શું કહેવું છે? " બેનરજી સર કહે છે.

"સર અમને આ બધાથી દૂર રાખો. "મહેચ્છા કહે છે.
"હું રિતેશની માટે નહીં પણ એક યુવાન આઈ.એ.એસ અધિકારી ને ન્યાય અપાવવા માટે તમે બન્નેની મદદ માંગી રહ્યો છું. " બેનરજી સર કહે છે.

" હું મહેચ્છા ને સિરોહી નાયબ કલેકટર અને નવનીત તને સરકારી રેવન્યુ અધિકારી તરીકે નિમણૂંક આપીશ." બેનરજી સર ઉમેરે છે.

"એટલે સર?" મહેચ્છા સમજી નહીં.
"તમે બન્ને એકબીજાની સાથે જ રહી શકો છો. પણ મહેચ્છા સિરોહી ખાતે જ નાયબ કલેકટર તરીકે આખા તંત્રને સમજી શકે છે. નવનીત રેવન્યુ અધિકારી તરીકે ગમે ત્યારે રેડ કરી શકે છે." બેનરજી સર કહે છે.

"સર ખુબ સરસ પ્લાન છે." નવનીત કહે છે.
"ચલો કાલે મળીશું." બેનરજી સર નીકળી જાય છે.

મહેચ્છા અને નવનીત પણ‌ પોતાના રૂમમાં જતા રહે છે.મહેચ્છા ઘરે ફોન કરે છે. પહેલા મધુકર ફોન ઉપાડે છે.

" પપ્પા હું કાલે ખરા અર્થમાં આઈ.એ.એસ બની જવાની છું. મને લગભગ સિરોહી ના નાયબ કલેકટર તરીકે જવાબદારી મળશે. 

મેં અને નવનીતે કાલે કોર્ટ મેરેજ કરવાનું નક્કી કર્યું છે. આપ પોતાના આશિર્વાદ આપજો." 

" શું? શું વાત કરે છે? લગ્ન એક બહુ મોટો ફેંસલો છે. શું કામ લગ્ન માટે ઉતાવળ કરે છે?" મધુકર કહે છે તો સરિતા પણ સાંભળી જાય છે.

"જો મહેચ્છા હું ચુપ હતી ત્યાં સુધી ઠીક છે. પણ હવે જો તારે હજી પણ લગ્ન કરવા જ છે તો અમને કાયમ‌ માટે ભુલી જજે. નીચી જાતિની જ બની જા. " સરિતા ફોન મુકી દે છે.

પછી સરિતા અને મધુકર ખુબ રડ્યા. મહેચ્છા પણ પોતાની આંખોમાં પાણી લઈ આખી રાત રડતી જ રહી. મહેચ્છા માટે આ પ્રેમ જરૂરી હતો.મહેચ્છા હવે નવનીત પર જ આધારિત હતી.

સવારે નવનીત ઊઠ્યો ત્યારે જ મહેચ્છા પોતાની સાથે રાત્રે બનેલી ઘટના વિષે માહિતી આપે છે. નવનીત પણ મહેચ્છા ના ત્યાગ ને સમજી જાય છે. સવારે કોર્ટમાં બન્ને બે સાક્ષીઓ સાથે પહોંચી જાય છે.

નવનીત અને મહેચ્છા ના કાયદાકીય રીતે લગ્ન થઈ જાય છે. બન્ને સાક્ષી સહી કરી દે છે. હવે નવનીત અને મહેચ્છા એક થઈ ગયા હતા. નવનીત પણ પોતાના પિતાને આ લગ્ન વિષે માહિતી આપે છે તો એ હતપ્રભ બની જાય છે. મહેચ્છા ઊંચી જાતિની હોવાથી પણ એ કંઈ વધુ કહેતા નથી.

આ તરફ બેનરજી સર બપોર પછી જ નવી આઈ.એ.એસ‌ બેચની પોસ્ટ ઓર્ડર જાહેર કરી દે છે. ગઈકાલે રાત્રે જ વાતચીત થઈ એ પ્રમાણે મહેચ્છા ને સિરોહી જિલ્લા ના નાયબ કલેકટર તરીકે નિમણૂંક આપવામાં આવી અને નવનીત ને રેવન્યુ અધિકારી તરીકે નિમણૂંક આપવામાં આવી.

થોડીવાર પછી જ સિરોહી ખાતે કલેકટર ઓફીસ માં મેઈલ પહોંચી જાય છે. રોનક શ્રીવાસ્તવ મેઈલ ચેક કરે છે.

રોનક શ્રીવાસ્તવ ના મુખ્ય સચિવ અમિત પારેખ હતા. તેઓ છેલ્લા ત્રણ વર્ષથી કલેકટર કચેરી ખાતે મુખ્ય સચિવ તરીકે કામ કરી રહ્યા હતા.

"અમિત જી આ સરકાર આપણને શાંતિ થી જીવવા નથી દેતી. હજી ગયા વર્ષે જ રિતેશને એ આ જીલ્લામાં ડેપ્યુટી કલેકટર તરીકે નિમણૂંક આપવામાં આવી પણ એ લાંબો સમય ચાલ્યો નહીં.

હવે એક યુવતી ને કે જે અંહી પહેલા એક મહિના માટે પ્રશિક્ષણ લેવા માટે આવી હતી એને જ નાયબ કલેકટર તરીકે નિમણૂંક આપી છે. " રોનક શ્રીવાસ્તવ કહે છે.

"પણ સર એ તો સાવ જ ફ્રેશ છે. આખી વ્યવસ્થા સમજતા તેને એક વર્ષ થશે. પછી જ એ કંઈ કરી શકે છે.યુવતી આમ તેજ છે પણ યુવતીઓ આવી નોકરી કરતા ફાઈલો માં જ રહી જાય છે. " અમિત પારેખ કહે છે.

"ફાઈલો માં જ રાખો. " રોનક શ્રીવાસ્તવ કહે છે.

"બીજી એક મહત્ત્વની નિમણૂંક છે. નવનીત નામનો રેવન્યુ અધિકારી પણ રાજસ્થાન ખાતે કામ કરશે. " અમિત પારેખ કહે છે.

"અરે વાહ!! આ બે જણ ટ્રેનિંગ માટે આવ્યા હતા. પણ આ નવનીત થોડો બદમાશ છે. થોડું ધ્યાન રાખવું પડશે. "રોનક શ્રીવાસ્તવ કહે છે.

"પણ સર હમણાં જ મળતી માહિતી પ્રમાણે આ બન્ને પતિ- પત્ની છે. જુઓ ને આ સોશ્યલ મીડિયા સેન્સેશન જેમ‌ લેખ છે. " અમિત પારેખ કહે છે.

"ઓ.કે. હવે થોડી મજા આવશે." રોનક શ્રીવાસ્તવ કહે છે.

"હા પણ‌ સર પહેલો ગુનો આપણે ન કરાય. કદાચ એ લોકોને અંહી વિષે કોઈ માહિતી જ ન હોય. " અમિત પારેખ કહે છે.

" હા તો આપણે શું કામ કોઈને‌ હેરાન કરવું?" રોનક શ્રીવાસ્તવ કહે છે.

બીજા દિવસે મહેચ્છા અને નવનીત સિરોહી આવવા માટે નીકળી જાય છે. આખા રસ્તે મહેચ્છા થોડી ગુમસુમ હતી. નવનીત વારંવાર એને જોક્સ સંભળાવી હસાવવા માટે પ્રયત્ન કરે છે.

"બસ નવનીત મુડ નથી." મહેચ્છા કહે છે.
" હમેશા તો સારો મુડ ન જ રહે. પણ‌ હિંમત તો રાખવી જ પડશે." નવનીત જણાવે છે.

"ઠીક છે. સિરોહી જતા મહેચ્છા પોતાની જાતને સુરક્ષિત નથી માનતી