અનન્યા એક હોંશિયાર મોલેક્યુલર ગેસ્ટ્રોનોમી શેફ હતી. તેનો પતિ કબીર શહેરનો મોટો રીઅલ એસ્ટેટ ટાયકૂન હતો. કબીરને પૈસા અને પાવરનો અહંકાર હતો. છેલ્લા કેટલાક સમયથી તેનું અફેર ચાલી રહ્યું હતું, જેની ખબર તેના મિત્ર વર્તુળમાં પણ બધાને હતી.
૨૧ જૂનની એ રાત્રે કબીર જ્યારે ઘરે આવ્યો, ત્યારે અનન્યા હોલના સોફા પર બેસીને કીટી પાર્ટીનું મેનેજમેન્ટ જોઈ રહી હતી.
અનન્યા (હસીને): "કબીર, કાલે સાંજે મારી કીટી ગેંગની બહુ મોટી કીટી પાર્ટી છે. તારે મારી સાથે આવવાનું છે. મેં તારા નામનું પણ બુકિંગ કરાવી દીધું છે."
કબીર (મોઢું બગાડીને, કટાક્ષમાં): "ઓહ પ્લીઝ અનન્યા! તારી એ નવરી બાયડીઓની કીટી પાર્ટીમાં આવીને મારો ક્લાસ ખરાબ કરવા નથી માંગતો. મારી સોસાયટીમાં એક સ્ટેટસ છે."
અનન્યા (ગંભીર થઈને): "સોસાયટી? કબીર, આપણા ફ્રેન્ડ સર્કલમાં બધા પૂછે છે કે તારો રસ મારામાં કેમ ઓછો થઈ ગયો છે? તારી નવી સેક્રેટરી સાથે કંઈ..."
કબીર (વચ્ચેથી જ રાડ પાડીને): "જસ્ટ શટ અપ! હા, મારો રસ તારામાં ઉડી ગયો છે. તારા જેવી મિડલ ક્લાસ છોકરીને મેં આટલા મોટા બંગલામાં રાખી એ જ તારું નસીબ છે. બહુ લાંબી જીભ ન ચલાવ. કાલે સવારે જ હું તને ડિવોર્સ આપવાની સત્તાવાર ચીમકી આપું છું. એક પણ રૂપિયો આપ્યા વગર તને રસ્તા પર લાવી દઈશ. કાલે સવારે આ ઘર ખાલી કરી દેજે!"
કબીર અહંકારથી પીઠ ફેરવીને ફોન જોવા લાગ્યો. અનન્યાની આંખોમાં આઘાતની જગ્યાએ હવે એક ક્રૂર ઠંડક આવી ગઈ હતી. તે શાંતિથી રસોડામાં ગઈ. તેણે ડીપ-ફ્રીઝર (-80°C)માંથી કુકિંગ માટે રાખેલો 'સોલિડ નાઇટ્રોજન આઇસ સ્લેબ' (પથ્થર જેવો ભારે અને કાચ જેવો ધારદાર નાઇટ્રોજન બરફ) બહાર કાઢ્યો.
તે હોલમાં પાછી આવી. કબીર હજી પણ ફોનમાં વ્યસ્ત હતો. અનન્યાએ એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના, પૂરી તાકાતથી તે આઇસ સ્લેબ કબીરના માથાના પાછળના ભાગે ફટકાર્યો. એક કરૂણ ચીસ સાથે કબીર સોફા પરથી નીચે પટકાયો અને તેના શ્વાસ ત્યાં જ થંભી ગયા. અતિશય ઠંડકને કારણે લોહી ફ્લોર પર વહ્યા વગર અંદર જ થીજી ગયું.
હવે શરૂ થયો અનન્યાનો 'દ્રશ્યમ' માસ્ટર ક્લાસ પ્લાન:
અનન્યાએ તે નાઇટ્રોજન બરફને માઇક્રોવેવ ઓવનમાં મૂકી દીધો, જે ગેસ બનીને એક્ઝોસ્ટ ફેન દ્વારા હવામાં ઉડી ગયો. ત્યારબાદ, તેણે કબીરના હાથમાં રહેલી સ્માર્ટવોચ લીધી અને તેની સિંક એપ ખોલીને ૨૧ જૂનનો આખો હાર્ટ-રેટ ડેટા ડિલીટ કરી નાખ્યો. લાશને તેણે ઘરના સિક્રેટ કોલ્ડ સ્ટોરેજ રૂમમાં લોક કરી દીધી.
અનન્યાનો કોલેજનો જૂનો પ્રેમી 'અર્થ' હવે એક મોટો સાઇબર સિક્રેટ હેકર બની ચૂક્યો હતો અને તે હજી પણ અનન્યાના પ્રેમમાં પાગલ હતો. અનન્યાએ રાત્રે જ અર્થને મળવા બોલાવ્યો. તે આંખમાં આંસુ લાવીને અર્થની સામે બેસી ગઈ.
અનન્યા (અર્થનો હાથ પકડીને, રડતી ગરદને): "અર્થ... કબીર મને રોજ મારે છે. તે મને કાયમ માટે જેલમાં મોકલવાની ધમકી આપી રહ્યો છે. પ્લીઝ, મને બચાવી લે. જો તું મને આ નરકમાંથી બહાર કાઢીશ, તો હું કબીરને છોડીને કાયમ માટે તારી પાસે આવી જઈશ."
અર્થ તો અનન્યાના પ્રેમમાં અંધ હતો. તે ઓગળી ગયો.
અર્થ (જોશમાં): "અનન્યા, તું ચિંતા ન કર. તારા માટે હું કંઈ પણ કરીશ. બોલ, મારે શું કરવાનું છે?"
અનન્યાએ કબીરને તેના માઈન્ડ માં ચાલી રહેલો પ્લાન કહ્યો.
કબીરનો ફોન અર્થને આપ્યો. અર્થે તેની હેકિંગ કિટ બહાર કાઢી. તેણે કબીરના ફોનનું આઇપી (IP) એડ્રેસ અને જીપીએસ (GPS) લોકેશન ક્લોન કરીને એવી આભાસી (Virtual) ટાઈમલાઈન બનાવી દીધી કે ૨૨ જૂનની આખી સાંજે કબીરનો ફોન હાઇવે પર ફરી રહ્યો હતો. અર્થે ગુગલ લોકેશન હિસ્ટ્રીના એવા પુરાવા ઊભા કર્યા જે ડિજિટલ દુનિયામાં ૧૦૦% સાચા લાગે.
બીજા દિવસે, ૨૨ જૂને અનન્યા બિલકુલ નોર્મલ થઈને કીટી પાર્ટીમાં ગઈ. તેણે ત્યાં કબીરના ખાસ મિત્રોની સામે જ નાટક શરૂ કર્યું.
અનન્યા (મિત્રો સામે મોટેથી ફોન પર): "હેલો કબીર? તું ક્યાં રહી ગયો? મારી કીટી પાર્ટીમાં બધા તારી રાહ જુએ છે... ઓહ, મીટિંગમાં છે? ઓકે, બાય!" (ફોન અર્થ પાસે હતો!)
અર્થે કબીરના ફોનમાંથી અનન્યા મેસેજ પણ કર્યો , જે કબીરના મિત્રોએ પોતાની નજરે જોયો: "હું બિઝનેસ મીટિંગમાં અટવાયો છું, તું એન્જોય કર." કબીરના મિત્રોને પાકી ખાતરી થઈ ગઈ કે કબીર જીવતો છે અને મીટિંગમાં વ્યસ્ત છે.
તે રાત્રે ઘરે આવીને અનન્યાએ કબીરની લાશને કોલ્ડ સ્ટોરેજમાંથી બહાર કાઢી સોફા પાસે ગોઠવી દીધી અને પોલીસને ફોન કર્યો. પોલીસ સામે રોઈને નાટક પણ કર્યું.
બીજા દિવસે ઇન્સ્પેક્ટર ઝાલા તપાસ કરવા આવ્યા. કોલ્ડ સ્ટોરેજને કારણે ડૉક્ટરે પણ મોતનો સમય ૨૨ જૂનની સાંજનો જ આપ્યો. ઇન્સ્પેક્ટર ઝાલાએ અનન્યાની પૂછપરછ શરૂ કરી.
ઇન્સ્પેક્ટર ઝાલા (શંકાની નજરે): "મેડમ , કબીરના મિત્રો કહે છે કે કબીર તમને રસ્તા પર લાવી દેવાની ધમકી આપતો હતો. તો આ ખૂન પાછળ તમારો હાથ કેમ ન હોય?"
અનન્યા ધીમા સ્વરે : "ઝાલા સાહેબ, અહંકાર અને ધમકીઓ તો કબીરના ઘરેણાં હતા. પણ કાયદો પુરાવા પર ચાલે છે, શંકા પર નહીં. ગઈકાલે સાંજે કબીરે મને મેસેજ કર્યો હતો, જે કબીરના પોતાના મિત્રોએ મારી કીટી પાર્ટીમાં જોયો છે. કબીરનો ફોન પણ કાલે સાંજે હાઇવે પર હતો."
ઇન્સ્પેક્ટર ઝાલા (ગુસ્સામાં): "આજકાલ ડિજિટલ પુરાવા પણ ખોટા ઊભા કરી શકાય છે. સ્માર્ટવોચ બધું જ કહી દેશે!"
ઝાલાએ સાઇબર ટીમને બોલાવી સ્માર્ટવોચ ચેક કરાવી. પણ અનન્યાએ સ્માર્ટવોચનો ડેટા પહેલેથી જ વાઇપ આઉટ કરી દીધો હતો અને અર્થે ફોનનું લોકેશન હાઇવે પર ફિક્સ કરી દીધું હતું. ટેકનિકલ ટીમે ઝાલાને કહ્યું, "સર, કોઈ જ મિસમેચ નથી. પુરાવા મુજબ કબીરભાઈ કાલે સાંજે જ મર્યા છે જ્યારે અનન્યા મેડમ કીટી પાર્ટીમાં હતા."
ઇન્સ્પેક્ટર ઝાલા લાચાર થઈ ગયા. પુરાવા ના અભાવે, કોઈ શકમંદ ના હોવાથી તેમણે કેસ ફાઈલ બંધ કરવી પડી.
ઇન્સ્પેક્ટર ઝાલા હજી લાચારીથી કેસ ફાઈલ બંધ કરીને અનન્યાના બંગલાની બહાર નીકળી જ રહ્યા હતા, ત્યાં જ કબીરની એ જ સેક્રેટરી (જેની સાથે કબીરનું અફેર હતું) મીડિયા અને પોલીસ કમિશનરની ગાડીઓ સાથે બંગલામાં ધસી આવી.
તેના હાથમાં એક સીક્રેટ ડાયરી અને મેડિકલ રિપોર્ટ્સ હતા. સેક્રેટરીએ બૂમ પાડી: "ઝાલા સાહેબ, કેસ બંધ ન કરતા! આ અનન્યા બહુ મોટી સાયકોપેથ છે. કબીર સર તેનું અફેર જાણી ગયા હતા અને તેને ડિવોર્સ આપવાના હતા. આ જુઓ કબીરની પર્સનલ ડાયરી, જેમાં તેમણે લખ્યું હતું કે જો મારું રહસ્યમય મોત થાય, તો તેની જવાબદાર માત્ર અનન્યા હશે!"
મીડિયાના કેમેરા લાઈવ હતા. આખું શહેર અનન્યાને ડાયરેક્ટ વિલન તરીકે જોઈ રહ્યું હતું. ઇન્સ્પેક્ટર ઝાલાના ચહેરા પર સ્મિત આવી ગયું. કાયદાકીય શંકાની સોય હવે સીધી અનન્યા તરફ વળી ગઈ હતી. પુરાવા ભલે નહોતા, પણ પબ્લિક પ્રેશર અને આ નવી ડાયરી અનન્યાને જેલ ભેગી કરવા માટે કાફી હતી.
અનન્યા ચારેય તરફથી ઘેરાઈ ગઈ હતી... પણ ગેમ તો હવે શરૂ થવાની હતી!
અનન્યા જેલ જવાના ડરથી ગભરાઈ નહીં. તેણે પોતાની ચાલાકી વાપરી , સોફા પરથી ઊભી થઈ અને મીડિયાના કેમેરા સામે આવીને લાઈવ ન્યૂઝમાં એક એવો બોમ્બ ફોડ્યો જેણે આખા દેશના હોશ ઉડાવી દીધા.
અનન્યાએ પેટ પર હાથ રાખીને, નકલી આંસુ સાથે ધ્રુજતા અવાજે કહ્યું:"હા... કબીર મને ટોર્ચર કરતો હતો. તેનું અફેર હતું. પણ હું તેને ક્યારેય મારી ન શકું... કારણ કે હું કબીરના બાળકની મા બનવાની છું! હું બે મહિનાથી ગર્ભવતી (Pregnant) છું. કબીર આ વાત જાણતો હતો એટલે જ તે બધું છોડીને મારી પાસે પાછો આવી રહ્યો હતો. આ જુઓ મારા મેડિકલ રિપોર્ટ્સ!"
તેણે હવામાં જે મેડિકલ રિપોર્ટ્સ લહેરાવ્યા, તે ૧૦૦% ઓરિજિનલ સરકારી હોસ્પિટલના હતા! (મોલેક્યુલર શેફ હોવાને નાતે, તેણે લેબના હર્મોનલ ડેટા સાથે એવી કરામત કરી હતી કે રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો).
અનન્યા ની આ અલ્ટીમેટ ચાલ હતી. પળભરમાં આખો માહોલ બદલાઈ ગયો. જે મીડિયા અનન્યાને વિલન કહેતું હતું, તે હવે તેને "એક લાચાર ગર્ભવતી નારી, જેના પતિનું રહસ્યમય મોત થયું" તરીકે બતાવવા લાગ્યું. પોલીસ કમિશનરે તરત જ ઓર્ડર આપ્યો: *"ઇન્સ્પેક્ટર ઝાલા, એક પ્રેગ્નન્ટ મહિલા પર ઓરિજિનલ પુરાવા વગર દબાણ ન કરી શકાય. કેસ અટકાવો!"
સેક્રેટરી રડતી રહી ગઈ, પોલીસ પાછી ફરી, અને અનન્યા ફરી એકવાર જીતી ગઈ. અબજોની પ્રોપર્ટી હવે કાયદેસર રીતે અનન્યા અને તેના થનારા 'કાલ્પનિક' બાળકની હતી.
તે રાત્રે, બંગલામાં ઘાટ અંધારું હતું. રસોડાનો એક્ઝોસ્ટ ફેન હજી પણ હળવા અવાજે ચાલી રહ્યો હતો. અનન્યા સોફા પર બેસીને કબીરની અબજોની પ્રોપર્ટીના કાગળો જોઈને ખુશ થઈ રહી હતી.
ત્યાં જ... તેના આઈફોન પર એક અજ્ઞાત (Unknown) નંબર પરથી વીડિયો કોલ આવ્યો.
અનન્યાએ સ્ક્રીન સ્વાઇપ કરી. સામેનું દ્રશ્ય જોઈને અનન્યાના હાથમાંથી પેન નીચે પડી ગઈ અને તેના કપાળે પરસેવો વળી ગયો!
સ્ક્રીન પર કબીરનો મોટો ભાઈ ‘વિવેક’ દેખાઈ રહ્યો હતો (જે લંડનમાં રહેતો હતો અને વર્ષોથી ગાયબ હતો). વિવેકની પાછળ સ્ક્રીનમાં એક અંધારી લેબ દેખાઈ રહી હતી, જ્યાં અર્થ (હેકર પ્રેમી) લોહીલુહાણ હાલતમાં ખુરશી પર બંધાયેલો હતો.
વિવેકે સ્ક્રીન પર કબીરની એ સ્માર્ટવોચ બતાવી, જેનો ડેટા અનન્યાએ ડિલીટ કર્યો હતો. વિવેક હસ્યો અને ઠંડા અવાજે બોલ્યો:
"ભાભીજી... મોલેક્યુલર ગેસ્ટ્રોનોમી સારી હતી, પણ સાયબર સિક્યોરિટીમાં કાચા રહી ગયા. અર્થે ડેટા ડિલીટ કર્યો પણ તે ક્લાઉડ સર્વર પર બેકઅપ થઈ ગયો હતો, જે મેં હેક કરી લીધો છે. કબીરની સ્માર્ટવોચના લાસ્ટ હાર્ટ-બીટ્સ ૨૧ જૂનની રાત્રે 11:42 વાગ્યે બંધ થયા હતા, જ્યારે તમે ઘરે જ હતા. અને હા... તમારી પ્રેગ્નન્સીનો રિપોર્ટ પણ નકલી છે એ જાણવા માટે મેં તમારા ડૉક્ટરને 'ખરીદી' લીધા છે."
વિવેકે પ્રોપર્ટીના કાગળો તરફ ઈશારો કરતા કહ્યું:
"કાલે સવારે કબીરની આખી પ્રોપર્ટી મારા નામે ટ્રાન્સફર થઈ જવી જોઈએ. જો કાલે સવારે સહીઓ ન થઈ... તો આ સ્માર્ટવોચનો અસલી ડેટા અને અર્થની લાશ ઇન્સ્પેક્ટર ઝાલાના ટેબલ પર હશે. વેલકમ ટુ ધ ન્યૂ ગેમ, ભાભીજી!"
વિવેકે કોલ કટ કરી દીધો. બંગલામાં ફરી શાંતિ છવાઈ ગઈ.
અનન્યા, જે અત્યાર સુધી બધાને પોતાની આંગળી પર નચાવતી હતી, તે કાગળો તરફ ફાટી આંખે જોઈ રહી હતી. રસોડાનો એક્ઝોસ્ટ ફેન હજી પણ હવામાં નાઇટ્રોજનની જેમ કોઈ નવું રહસ્ય ઓગાળી રહ્યો હતો. 'સાયલન્ટ પ્લેયર' પોતે જ હવે કોઈકની જાળમાં ફસાઈ ચૂકી હતી!
The End...?