Sarkari Prem in Gujarati Classic Stories by Maulik Vasavada books and stories PDF | સરકારી પ્રેમ - ભાગ 46

Featured Books
Categories
Share

સરકારી પ્રેમ - ભાગ 46

"પણ‌ હું આ બધી ગિફ્ટ નું શું કરીશ?" નવનીત કહે છે.

"મેડમ માટે લઈ જાવ ને." પ્રીતમ સિંહ કહે છે.

"ઠીક છે. મહેચ્છા પણ ખુબ ખુશ થશે." નવનીત વિચાર કરે છે.

"સર આ તો શરૂઆત છે. તમારી પહેલા જે અધિકારી હતા એમણે તો શું શું નથી કર્યું?" પ્રીતમ સિંહ કહે છે.

"એટલે?" નવનીત પુછે છે.

"સર બધું જ." પ્રીતમ સિંહ કહે છે.

"પણ હા તમારી સાવચેતી જરૂર રાખજો. " એ ઉમેરે છે.

થોડીવાર પછી જ રાત્રે લગભગ અગ્યાર વાગ્યે જીપ મહેચ્છા ના નવા બંગલામાં પહોંચી જાય છે. આજે મહેચ્છા ઊંઘમાં હતી. નવનીત દરવાજો ખખડાવે છે તો નોકર ખોલે છે. નવનીત તો આવડો મોટો સરકારી બંગલો જોઈને ખુશ થઈ જાય છે.

પછી પોતાની પાસે ની બધી જ ભેંટ લેવા નોકર ને સમજાવે છે.મહેચ્છા ઊંઘી રહી હોવાનું નાટક કરી રહી હતી.નવનીત ધીમે થી બાથરૂમમાં પહોંચી ઉલ્ટી કરવા નું નાટક કરે છે.

મહેચ્છા સફાળી જ બેઠી થઈ જાય છે. તેની પાસે પહોંચી જાય છે અને તેની પીઠ પર હાથ ફેરવે છે. નવનીત તરત જ પાછળ ફરીને તેને જોઈ પછી પકડી લે છે.

"આઈ લવ યુ. આઈ એમ સોરી. ગઈકાલે હું ભુલથી વધારે દારૂ પીને આવ્યો હતો." નવનીત કહે છે.

"બદમાશ.તે મારી સાથે જુઠું બોલ્યું." મહેચ્છા કહે છે.

" જો એમ ન કરતો તો તું મને માફ જ ન કરતી. " નવનીત કહે છે.

"કાન પકડી લે." મહેચ્છા કહે છે.

પછી વીસ ઊઠ બેઠક કરાવી નવનીત ને માફ કરી દે છે.નવનીત પણ મહેચ્છા ની સામે જોઈ પ્રેમ દર્શાવે છે. મહેચ્છા પણ નવનીત માં ઓતપ્રોત થઈ જાય છે.

સવારે મહેચ્છા નવનીત ના બેગ પાસે ઢગલાબંધ ભેટ જોવે છે તો ખુશી થી હતપ્રભ બની જાય છે. મહેચ્છા વિચાર કરે છે પણ નવનીત તો ઘસઘસાટ ઊંઘી રહ્યો હતો. સાંજે વાતચીત કરીશ એમ વિચાર કરી મહેચ્છા તૈયાર થવામાં લાગી જાય છે.

સવારે નવનીત ઊઠ્યો ત્યારે મહેચ્છા ઓફીસ જવાની તૈયારીમાં જ હતી. આજે નવનીતને સવારે જ એમ.એલ.એ સાથે મુલાકાત કરવાની હતી.મહેચ્છા આજે ઓફીસ માં પહોચી તો અમિત પારેખ અને રોનક શ્રીવાસ્તવ બન્ને ઓફીસ માં હતા.

"મિસ મહેચ્છા આપનું પૃથક્કરણ ખરેખર કોઈ કલેકટર ને છાજે એમ જ છે.એટલે જ તમારી માટે આ જીલ્લામાં પોતાની છાપ ઊભી કરવા માટે હું અને અમિત પારેખ એક દિવસ માટે તમને એકલા જ ફિલ્ડ વીઝીટ પર મોકલવા માંગતા હતા." રોનક શ્રીવાસ્તવ કહે છે.

"જી સર. મને કોઈ વાંધો નથી." મહેચ્છા કહે છે.

"આજે જ આપ જીપ લઈને ટીમ લઈને જે જે વિસ્તારમાં જ્ઞાન કોષ યોજનાના લાભાર્થીઓ બાકી રહી ગયા છે એ બધાને મળી આ યોજના ના લાભો સમજાવો. અમિત પારેખ જી મીડિયા પણ બોલાવી લેશે." રોનક શ્રીવાસ્તવ કહે છે.

"સર મીડિયા ની શું જરૂર? એ તો મારી ડ્યુટી છે." મહેચ્છા કહે છે.

"મને કેમ ખબર કે તમે શું કામ કરો છો? એટલે જ મીડિયા ની જરૂર છે. આજકાલ એ જ ફેશન છે. કામ દસ રૂપિયા નું કરો અને મીડિયા પર હજાર રૂપિયા નું બતાવો." રોનક શ્રીવાસ્તવ કહે છે.

"ઠીક છે સર." મહેચ્છા નીકળી જાય છે.

"સર આ અચાનક જ વ્યુહાત્મક રીતે પલટો કેમ ખાધો?" અમિત પારેખ સમજી નથી શકતા.

" જો જે સ્ત્રીઓ હોય એ વધુ ભાવનાત્મક અને લાગણીઓ થી ભરપુર હોય છે. મહેચ્છા ને સમાજશાસ્ત્ર પ્રમાણે જ સ્ત્રીઓ ની સમસ્યાઓ અને સામાજિક વિષયો સાથે વ્યસ્ત રાખવા માટે વિચાર કર્યો છે."રોનક શ્રીવાસ્તવ કહે છે.

"આજે મીડિયા પણ આવી જશે.એટલે મેડમ‌ હવામાં ઊડવા લાગશે." અમિત પારેખ હસી પડ્યા.

મહેચ્છા તો આ બધી રમત થી અજાણ આજે પહેલીવાર જ સિરોહી ના અંતરિયાળ વિસ્તારોમાં જવા નીકળી. તેની સાથે બે સિક્યોરિટી ગાર્ડ અને બે મહિલા સ્ટાફ પણ‌ હતો.

અમિત પારેખ મીડિયા મેનેજમેન્ટ માં માસ્તર હતો.એ લોકલ મીડિયા ને આમંત્રણ આપી દે છે. મહેચ્છા પહોંચી ત્યાં સુધીમાં તો ગામ ના સરપંચ સાથે જ મહિલાઓ પણ હાજર હતી.

"આજે આપ જોઈ રહ્યા છો સિરોહી ના કલેકટરશ્રી રોનક શ્રીવાસ્તવ ની ખુબ સરસ સામાજિક નીતિ. સિરોહી ના ડેપ્યુટી કલેકટર મહેચ્છા મેડમ પોતાના સ્ટાફ સાથે આટલી ગરમીમાં સિરોહી ના અંતરિયાળ ગામમાં જ્ઞાન કોષ યોજનાના પ્રચાર માટે આવ્યા છે." એક પત્રકાર કહે છે.

"મહેચ્છા મેડમ‌ આપ કદાચ પહેલી જ વખત સિરોહી ના અંતરિયાળ વિસ્તારમાં આવ્યા છો? આપને કેવું લાગ્યું?"
પત્રકારો પુછે છે.

" હું પણ એક મધ્યમ વર્ગીય પરિવાર થી જ આવું છું. મારા પપ્પા રેલ્વે માં નોકરી કરતા હતા. હું ખુબ સારી રીતે તડકો સહન કરતા જાણું છું." મહેચ્છા કહે છે.

" જ્ઞાન કોષ યોજનાના વિષે જણાવશો?" પત્રકારો પુછે છે.

" સગર્ભા સ્ત્રીઓ અને ઓછી આવક ધરાવતા પરિવારની સ્ત્રીઓ માટે સરકાર દ્વારા આ યોજના શરૂ કરવામાં આવી છે. હજી પણ સિરોહી જીલ્લામાં ઘણા લાભાર્થીઓને આ યોજના વિશે જાણ ન હોવાથી હું અને મારી ટીમ આ યોજના ના પ્રચાર માટે આવ્યા છીએ." મહેચ્છા જવાબ આપે છે.

મહેચ્છા પછી હાથ જોડીને પ્રેસ કોન્ફરન્સ પુરી કરી પોતાના કામમાં લાગી જાય છે. એ દિવસે મહેચ્છા લગભગ બસો થી વધુ સ્ત્રીઓ ને મળી આ યોજના અંતર્ગત તેમનું રજિસ્ટ્રેશન કરાવે છે.

સાંજ પડે મહેચ્છા સાવ થાકી જાય છે. પછી કાલ માટે બીજા ગામનું નામ મહેચ્છા ને રોનક શ્રીવાસ્તવ મોકલી આપે છે. રોનક શ્રીવાસ્તવ અને અમિત પારેખ ઓફીસ માં તેમની આ યોજના ની સફળતા થી ખુબ ખુશ હતા.

આ તરફ નવનીત એમ.એલ.એ પાસે મળવા જાય છે તો એમની સાથે અમુક બિઝનેસમેન પણ હતા. એક બિઝનેસમેન નવનીત સામે હાથ જોડીને કહે છે:
"સર કેન્દ્ર સરકાર ને સમજાવો કે ભરત ગુંથણી ની જે કલાકૃતિઓ છે તેની પર ટેક્સ ઘટાડે. જેથી વિદેશી અને દેશી પર્યટકો યોગ્ય ભાવે ખરીદી શકે. અમને પણ લાભ થાય. "

"હું આ વિષયમાં હજી કંઈ જાણતો નથી. થોડી ફાઈલ જોયા પછી જ કંઈ કહી શકીશ." નવનીત કહે છે.

"અરે નવનીત સર. આ આપણા ખાસ મિત્ર છે. તમે પણ મારા ખાસ મિત્ર છો. જો આપણે મિત્રો જ એકબીજાને મદદ ન કરીએ તો શું ફાયદો? આ રવિવારે તમે અને કલેકટર મેડમ રિસોર્ટ માં જવાનું પસંદ કરશો? " એમ.એલ.એ કહે છે.

"પણ? હું આમને ઓળખતો પણ નથી." નવનીત કહે છે.

"મને તો ઓળખો છો ને. બસ‌ એ જ મારો મિત્ર." એમ.એલ.એ કહે છે.

" હું સચિવ સાથે વાતચીત કરી લઉ." નવનીત કહે છે.

નવનીત પ્રીતમ સિંહ સાથે વાતચીત કરી ભરત ગુંથણી અને બીજા કલાકૃતિઓ ના એક મોટા બિઝનેસમેન ને ઓછા ટેક્સ વાળા સ્લેબ માં મુકાવી દે છે. પછી જરૂરી કાગળો પણ માંગી લે છે.

"તું તો ખુબ જ સમજદાર છે." એમ.એલ.એ નવનીત સામે જોઈ કહે છે.

"અરે સર. " નવનીત શરમાઈ જાય છે.

"જો આપના પત્ની કેવો ઈન્ટરવ્યુ આપી રહ્યા છે. " એમ.એલ.એ મીડિયા પર આવતા મહેચ્છા ના ઈન્ટરવ્યુ વિષે માહિતી આપે છે.નવનીત મહેચ્છા ને જોઈ હતપ્રભ બની જાય છે.