Prem Karaarma Nhato - 1 in Gujarati Love Stories by Maya books and stories PDF | પ્રેમ કરારમાં નહતો - 1

The Author
Featured Books
Categories
Share

પ્રેમ કરારમાં નહતો - 1



ભાગ – ૧

મુખ્ય પાત્રો

આદ્યા – ૨૦ વર્ષની, ખૂબ જ બોલકણી, ખુશમિજાજ, સમૃદ્ધ પરિવારની દીકરી અને સપનાઓમાં જીવતી યુવતી.

શિવાંશ – ૨૩ વર્ષનો, ઓછું બોલતો, ગુસ્સાવાળો, હેન્ડસમ, સ્ટાઇલિશ અને સફળ યુવાન CEO.



આ વાર્તાની શરૂઆત સુરત શહેરથી થાય છે, જ્યાં આદ્યા પોતાના પરિવાર સાથે રહેતી હતી.

આદ્યાનું એક જ મોટું સપનું હતું—એક દિવસ દક્ષિણ કોરિયાની ધરતી પર પોતાના પગલાં મૂકવાનું.

કોરિયન ડ્રામામાં દેખાતી સુંદર ગલીઓ, શાંત નદીઓ, ઝગમગતા શહેરો અને મનમોહક સ્થળો તેને હંમેશાં આકર્ષતા. સિયોલની રંગીન રાતો, ચેરી બ્લોસમની પાંખડીઓ અને દરેક યાદગાર સ્થળને પોતાની આંખોથી જોવાની તેની દિલથી ઈચ્છા હતી.

અને પછી...

એ ક્ષણ, જેનું તે રોજ સપનું જોતી હતી—હજારો ચાહકોની વચ્ચે ઊભી રહીને BTS નો લાઈવ કોન્સર્ટ જોવાનો આનંદ. તેમની દરેક ધૂન સાથે ગાવું, લાઇટસ્ટિકની રોશનીમાં ખોવાઈ જવું અને એ યાદોને આખી જિંદગી માટે પોતાના દિલમાં સાચવી રાખવી.

તેના માટે આ માત્ર એક પ્રવાસ નહોતો; આ તો તેના સપનાઓની દુનિયા સુધી પહોંચવાની સફર હતી.

તેને પૂરો વિશ્વાસ હતો કે એક દિવસ તેનું આ સપનું જરૂર સાકાર થશે, કારણ કે સાચાં સપનાઓ ક્યારેય અધૂરાં રહેતાં નથી.

પરંતુ આદ્યા ભલે કોરિયા જવાનું સપનું જોતી હોય, છતાં તે પોતાની ભારતીય સંસ્કૃતિ ક્યારેય ભૂલી નહોતી. તેને પોતાના દેશ, પરંપરા અને સંસ્કારો પ્રત્યે ખૂબ જ લાગણી હતી.

તેના દિવસની શરૂઆત હંમેશાં ભગવાન શંકરના મંદિરમાં દર્શન કરીને જ થતી.

એક દિવસ તેણે પોતાના સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો.

તે હસતાં હસતાં બોલી,

"મારા પરિવારનો પરિચય આપતાં પહેલાં, હું અમારા પરિવારનો થોડો ઈતિહાસ જણાવવા માંગું છું."

થોડી ક્ષણ રોકાઈને તેણે આગળ કહ્યું,

"એક સમય એવો હતો કે અમારા પરિવાર પાસે એટલી ધન-સંપત્તિ હતી કે ૭૧ પેઢી સુધી કોઈને ક્યારેય કોઈ અછત ન પડે. પરંતુ મારા પપ્પાના દાદા, જે પરિવારની ૭૦મી પેઢીમાં હતા, તેમણે આવનારી ૭૧મી પેઢી માટે કંઈપણ સાચવી રાખ્યું નહીં. તેમણે પોતાની મોટાભાગની સંપત્તિ દાનમાં આપી દીધી."

આટલું બોલતાં જ બાજુમાં ઊભેલો તેનો મોટો ભાઈ નક્ષ હસતાં બોલ્યો,

"અને હવે અમે ૭૩મી પેઢીમાં છીએ... તો કહો, હવે અમારા પાસે શું બચ્યું છે?"

બંને ભાઈ-બહેન પોતાના પપ્પા સાથે મસ્તી-મજાક કરી રહ્યા હતા.

એટલામાં અંદરથી આદ્યાની ભાભી તારા બહાર આવી અને હળવા ગુસ્સામાં બોલી,

"તમને બંનેને શું લાગે છે? અત્યારે આપણા ઘરે કોઈ વસ્તુની કમી છે?"

પછી તેણે પોતાના સસરા તરફ જોઈને કહ્યું,

"આપણી પાસે ફાઇવ-સ્ટાર હોટેલ છે, રેસ્ટોરન્ટ છે અને ભગવાનની કૃપાથી બધું જ છે."

એ સમયે આદ્યાની મમ્મી સ્મિત સાથે બોલ્યાં,

"ભગવાનની કૃપાથી આજે પણ આપણા જીવનમાં ધન, સંપત્તિ અને સુખ-સમૃદ્ધિની કોઈ કમી નથી. જે કંઈ મળ્યું છે તે ભગવાનના આશીર્વાદ અને વડીલોના સંસ્કારોનું ફળ છે. સંપત્તિ કરતાં વિનમ્રતા, કૃતજ્ઞતા અને સારા કર્મો જ સાચી સમૃદ્ધિ છે."

આદ્યા હસતાં બોલી,

"મમ્મી, અમને બધું ખબર છે. અમે તો બસ પપ્પા સાથે મસ્તી કરી રહ્યા હતાં."

ઘરમાં ફરી એકવાર હાસ્યનું વાતાવરણ છવાઈ ગયું.

પરંતુ...

આ પરિવાર સાથે એક એવું રહસ્ય પણ જોડાયેલું હતું, જેના વિશે પરિવારના કોઈ સભ્યને જાણ નહોતી.

વર્ષો પહેલાં આદ્યાના દાદાજીએ મંદિરની બાજુમાં આવેલી લગભગ ૩૦૦ વિઘા જમીન અંગે એક ગુપ્ત કાનૂની વ્યવસ્થા કરી હતી.

આ જમીનનો સાચો વારસદાર કોણ હશે?

આ નિર્ણય સંબંધિત તમામ દસ્તાવેજો ફક્ત પરિવારના વકીલ પાસે જ સુરક્ષિત હતા.

આશ્ચર્યની વાત એ હતી કે આદ્યા સહિત આખા પરિવારને એ વાતની પણ ખબર નહોતી કે આવી કોઈ જમીન તેમના નામે અસ્તિત્વમાં છે.

બીજી તરફ...

શિવાંશની એન્ટ્રી થાય છે.

તે ગુસ્સાવાળો, ઓછું બોલતો અને પોતાના નિર્ણયોમાં અડગ રહેતો યુવાન હતો.

તે અનેક લક્ઝરી હોટેલો અને રેસ્ટોરન્ટનો માલિક હતો. તેની સૌથી પ્રતિષ્ઠિત સેવન-સ્ટાર હોટેલ દેશભરમાં જાણીતી હતી.

શિવાંશની એક જ ખાસિયત હતી—

જે વસ્તુ તેને જોઈએ, તે કોઈપણ કિંમતે મેળવી જ લેતો.

થોડા સમયથી તેની નજર મંદિરની બાજુમાં આવેલી એ જ ૩૦૦ વિઘા જમીન પર હતી.

કારણ કે એક બાજુ વિશાળ દરિયો અને બીજી બાજુ ઐતિહાસિક મંદિર હોવાથી તે જગ્યા ભવિષ્યમાં વિશ્વસ્તરીય પ્રોજેક્ટ માટે અત્યંત કિંમતી બની શકે એવી હતી.

જમીનની તપાસ કરતાં કરતાં તેને આદ્યા અને તેના પરિવાર વિશેની તમામ માહિતી મળી.

પરંતુ...

તપાસ દરમિયાન તેને એક એવી વાત જાણવા મળી, જેણે બધું જ બદલી નાખ્યું.

વર્ષો પહેલાં તેના દાદા અને આદ્યાના દાદા વચ્ચે એક 'લેખિત કરાર' થયો હતો.

એ કરારમાં એવું શું લખેલું હતું?

તેમાં કઈ શરતો હતી?

અને સૌથી મોટો પ્રશ્ન...

શું એ કરાર આદ્યા અને શિવાંશના જીવનની દિશા જ બદલી નાખશે?

આગળની રોમાંચક સફર...

ભાગ – ૨ માં ચાલુ રહેશે...