Sarkari Prem in Gujarati Classic Stories by Maulik Vasavada books and stories PDF | સરકારી પ્રેમ - ભાગ 57

Featured Books
Categories
Share

સરકારી પ્રેમ - ભાગ 57

"આ મહેચ્છા કાલે મારી સફળતા જ્યારે ન્યુઝ ચેનલો પર જોશે અને સાંભળશે પછી જ તેને વિશ્વાસ થશે કે હું આટલો બધો વ્યસ્ત કેમ હતો?" નવનીત વિચાર કરે છે.

ત્યારે જ નવનીત ને હોટલાઈન પર કેન્દ્રિય નાણા સચિવ ફોન કરે છે તો નવનીત હતપ્રભ બની જાય છે.

"અરે સર તમે ફોન કર્યો?" 

"હા મિસ્ટર નવનીત તમે ખરેખર ખુબ જ સરસ કામ કરી રહ્યા છો. તમે ફક્ત એક જ અઠવાડિયામાં આખા રાજ્યમાં સનસનાટી મચાવી દીધી છે.

આ જે તમને ગેરરીતિ મળી છે એ ખુબ જ હતપ્રભ ‌બનાવનાર છે. આખો રિપોર્ટ જાણી લીધા પછી મને હજી આશંકા છે કે આખા રાજ્યમાં કેટલીય ગેરરીતિઓ ચાલતી હશે." નાણાં સચિવ કહે છે.

"સર હું કાલે જ રિપોર્ટ રીલિઝ કરી આપું." નવનીત કહે છે.

" તમે નવયુવાન અંહી જ ભુલ કરો છો. આપણે જ્યાં સુધી એક મસમોટી ફાઈલ ન બનાવીએ ત્યાં સુધી કોઈ આવી નાની નાની ઘટનાઓથી પ્રભાવિત ન થાય. " નાણાં સચિવ કહે છે.

"પણ સર હમણાં કેમ નહીં?" નવનીત પુછે છે.

" જો થોડા સમય ની જ વાત છે તમે પણ આ સર્વિસ માં હમણાં જ જોડાયા છો. મારી ઉપર પણ જે પ્રમુખ હોય એમની જ વાત મારે માનવી પડે." નાણાં સચિવ કહે છે.

" ઓ.કે. સર. " નવનીત કહે છે.

" તમે આવા દસ થી વધારે કેસ શોધી આપો. તમને સાચા સમય પર ઈનામ પણ મળશે." નાણાં સચિવ કહે છે.

"સર હું સમજી ન શક્યો." નવનીત કહે છે.

" બસ તમે સાચા સમય ની રાહ જોવો." નાણાં સચિવ કહે છે. પછી ફોન મુકી દે છે.

નવનીત આ ફોનથી ખુશ થાય કે દુ:ખી થાય એ વાત સમજી નથી શકતો. ખુશી એટલા માટે હતી કે દિલ્હી થી કેન્દ્રિય નાણા સચિવ જેવી મોટી હસ્તી ખાસ સમય કાઢીને હોટલાઈન પર તેની સાથે વાતચીત કરી રહ્યા હતા. દુ:ખી એટલા માટે કારણકે તેની મહેનત હવે મહેચ્છા કે દુનિયા ની સામે થોડા સમય પછી આવશે.

નવનીત હવે મહેચ્છા નો સામનો કેવી રીતે કરવો એમ વિચાર કરે છે. આ તરફ રોનક શ્રીવાસ્તવને એમ.એલ.એ રાત્રે જ ફોન કરી કાલે નવનીત ખાલી હાથે પાછો આવવાનો છે એમ સમજાવે છે પછી એને પાર્ટી માટે તૈયાર કરવાની જવાબદારી આપે છે.

આ તરફ મહેચ્છા બીજા દિવસે સવારે પણ નવનીત ને કોઈ જાતનો ફોન કે મેસેજ નથી કરતી. મહેચ્છા એ સાંજે આંગણવાડી કાર્યકર ની ફરિયાદ વિષે માહિતી એકઠી કરી કલેકટર ઓફીસ ની ફાઈલો પણ વાંચી લીધી. આજે મહેચ્છા રોનક શ્રીવાસ્તવ સાથે વાતચીત કરી રાજ્યના સમાજ કલ્યાણ મંત્રી ને મળવા જવાનું વિચારે છે.

નવનીત સવારે જ પોતાના સ્ટાફ સાથે ઘર તરફ આવવા માટે નીકળી જાય છે. મહેચ્છા તો ઓફીસ માં જ હશે એમ વિચાર કરી નવનીત મહેચ્છા ને ફોન કરે છે.

" હા તો મેડમ હું ઘરે આવી રહ્યો છું." 

" વેલ કમ. આ તમારું જ ઘર છે." મહેચ્છા કહે છે.

" શું પ્લાન છે આજે સાંજે?" નવનીત પુછે છે.

"કોઈ પ્લાન નથી. હું તો કદાચ આજે જયપુર જવાની છું. રોનક સર જો પરવાનગી આપશે તો.." મહેચ્છા કહે છે.

" તારે જયપુર શું કરવું?" નવનીત પુછે છે.

"હું પણ ડેપ્યુટી કલેકટર છું. તું ફક્ત એકલો જ આઈ.એ.એસ અધિકારી નથી." મહેચ્છા કહીને ફોન મુકી દે છે.

રોનક શ્રીવાસ્તવ અને અમિત પારેખ આ વાત સાંભળીને ખુબ ખુશ થાય છે. રોનક શ્રીવાસ્તવ તરત જ મહેચ્છા ને પોતાની ઓફીસમાં બોલાવે છે.

" મહેચ્છા તમે ખુબ ગંભીર લાગી રહ્યા છો?" 

" સર હું ગઈકાલે સાંજે જે આંગણ વાડી બહેનો ની ફાઈલ લઈને ગઈ હતી તે મને ખુબ સરસ રીતે વાંચી અને મને ઘણા સુધારાની જરૂર લાગી. જો આપ પરવાનગી આપો તો હું સમાજ કલ્યાણ મંત્રી ને આજે મળવા જવા માગું છું." મહેચ્છા કહે છે.

" આ પણ કોઈ સવાલ છે? મહેચ્છા તમારી એપોઈન્ટમેન્ટ માટે હું પહેલા તપાસ કરી લઉ. જો સર આજે જયપુર ખાતે જ હશે તો નો પ્રોબ્લેમ." રોનક શ્રીવાસ્તવ કહે છે.

" ઠીક છે સર. થેન્કયુ." મહેચ્છા કહે છે.

" અરે થેન્કયુ તો મારે તમને કહેવું જોઈએ. તમારી લીધે સિરોહી ના લોકો અને ખાસ તો મહિલાઓ કેટલી ખુશ છે." રોનક શ્રીવાસ્તવ કહે છે.

મહેચ્છા માથું ધુણાવી નીકળી જાય છે. આ તરફ નવનીત પણ મહેચ્છા પર ગુસ્સે હતો. ચાર પાંચ દિવસ પછી તેને મળવા માટે પહોંચી રહ્યો હતો પણ મહેચ્છા જ જયપુર જવાની હતી.

રોનક શ્રીવાસ્તવ મહેચ્છા ની એપોઈન્ટમેન્ટ સમાજ કલ્યાણ મંત્રી સાથે નક્કી કરી દે છે. મહેચ્છા ને માહિતી આપી બે સ્ટાફ અને સિક્યોરિટી સાથે કારમાં મોકલી દે છે.

(અમિત પારેખ મહેચ્છા ના ગયા પછી રોનક શ્રીવાસ્તવ ની ઓફીસ માં પ્રવેશ કરે છે )

"અરે સર આજે તો બહુ જ ખુશ લાગી રહ્યા છો. " 

" આપણું નસીબ જો.મહેચ્છા સાંજ સુધી પહોંચી પછી રાત્રે એપોઈન્ટમેન્ટ લઈ વાતચીત કરશે પછી કાલ જ પાછી આવશે એટલે આજે રાત્રે નવનીત એકલો જ રહેવાનો. " રોનક શ્રીવાસ્તવ કહે છે.

" એટલે સર?" અમિત પારેખ પુછે છે.
"આજે રાત્રે જ નવનીત ને ફસાવી શકાય છે. એમ.એલ.એ સરને ત્યાં નવનીત ને બોલાવી પાર્ટી કરીશું." રોનક શ્રીવાસ્તવ કહે છે.

" સર તમે તો જુની ફિલ્મો ની લલિતા પવાર જેમ કામ કરો છો. " અમિત પારેખ કહે છે.

" જો પારેખ બે આઈ.એ.એસ ઓફીસર નું દામ્પત્યજીવન હંમેશા આમ જ રહેવાનું. બન્ને ને પોતાની વ્યક્તિગત તેમજ સાર્વજનિક જીવનને જુદા રાખતા શીખવું જ પડશે. બાકી મારા જેવા લલિતા પવાર હંમેશા લાભ લેશે." રોનક શ્રીવાસ્તવ કહે છે.

પોતાના પ્લાન પ્રમાણે જ રોનક શ્રીવાસ્તવ નવનીત ને એમ.એલ.એ સર ના ઘરે રાત્રે પાર્ટી માટે આમંત્રણ આપે છે. મહેચ્છા સાંજ પડે જયપુર પહોંચી જાય છે. પણ મંત્રી સાથે મીટીંગ રાત્રે હોવાથી એ બીજા દિવસે જ આવી શકતી. એ નવનીત ને મેસેજ કરી કાલે ઘરમાં પહોંચી જશે એમ સમજાવે છે.

નવનીત મેસેજ વાંચી ફોન નીચે ફેંકી દે છે. પછી તકિયો લઈને તેમાં મુકકાઓ મારે છે. નવનીત મહેચ્છા નો ફોટો જોઈ કહે છે:
" આ કેવી નોકરી છે? આના કરતાં તો આપણે લાલ બહાદુર શાસ્ત્રી એકેડમી માં જ સારા હતા. હવે તો તું પણ ઘરે નથી રહેતી. મારે હજી આખા રાજ્યમાં આવી બધી નાણાકીય ગેરરીતિઓ પકડવાની છે.

તું પણ મારા થી ગુસ્સે છે. હું ક્યાં જાઉં? " 

ત્યારે જ રોનક શ્રીવાસ્તવ ફોન કરે છે.

"નવનીત સર કાર નીચે રાહ જોવે છે. ચલો ફટાફટ.. બહું મહેનત કરી." નવનીત હા કહી ફોન મુકી દે છે.

"હા આ જ બરાબર છે. પોતાની જાતને ભુલી જવી એટલી બધી ચઢાવી લઉ. આ રિતેશ પણ કદાચ આ જ સ્ટ્રેસ અને ટેન્શન ને સહન ન કરી શક્યો.એટલે જ આપઘાત કર્યો." નવનીત કહે છે.

આ તરફ એમ.એલ.એ અને રોનક શ્રીવાસ્તવ આજે નવનીત માટે તૈયાર હતા. એક આખી ટીમ નવનીત ને સેવા આપવાની હતી.