Sarkari Prem in Gujarati Classic Stories by Maulik Vasavada books and stories PDF | સરકારી પ્રેમ - ભાગ 58

Featured Books
Categories
Share

સરકારી પ્રેમ - ભાગ 58

નવનીત મોટી ગાડીમાં એમ.એલ.એ સર ના બંગલામાં પહોંચી જાય છે. છેલ્લા પંદર દિવસમાં આ તેની બીજી પાર્ટી હતી. એમ.એલ.એ સાહેબ ખુદ જ મુખ્ય દરવાજા પર રોનક શ્રીવાસ્તવ સાથે તેમની રાહ જોઈ રહ્યા હતા.

"આવો આવો અમારા પ્રામાણિક સરકારી અધિકારી. તમે જો ન હોત તો શું થતું?" એમ.એલ.એ કહે છે.

" અરે સર આમ ન બોલો. " નવનીત કહે છે.

"સર આ બન્ને પતિ-પત્ની દેશને એક નવી જ દિશામાં લઈ જશે એમ લાગે છે. નવનીત તો મહેચ્છા હોસ્પિટલમાં દાખલ હતી તો પણ પોતાના જ કામમાં વ્યસ્ત હતો. મારી કારકિર્દીમાં આવો આઈ.એ.એસ અધિકારી નથી જોયો." રોનક શ્રીવાસ્તવ પણ વ્યંગાત્મક રીતે કહે છે.

" અરે તમે તો રહેવા દો. મારી પત્ની ને શું સમાજસેવા કરવામાં લગાડી દીધી છે?" નવનીત કહે છે.

"મેં કંઈ નથી કર્યું. એ જાતે જ આગળ વધે છે. " રોનક શ્રીવાસ્તવ કહે છે.

" ચલો હવે અંદર પાર્ટી ચાલુ છે." એમ.એલ.એ બન્નેને ઢસડીને લઈ જાય છે.

એમ.એલ.એ અને રોનક શ્રીવાસ્તવ પોતાની જાળ પ્રમાણે જ નવનીત ની સાથે કેટલાક લોકોને મોકલી દે છે. નવનીત શરૂઆતમાં તો દારૂનું સેવન કરવા માટે આનાકાની કરે છે. પણ પાર્ટી ના વાતાવરણ થી પોતાની જાતને ક્યાં સુધી દૂર રાખી શકે?

નવનીત ધીમે ધીમે એક એક પેગ પીતો રહે છે અને પછી અચાનક જ એક યુવતી ચીસાચીસ કરી મૂકે છે. નવનીત તો કંઈ સમજી નથી શકતો. 

" એ આ બધી બુમરાણ શેની છે?" રોનક શ્રીવાસ્તવ અચાનક જ પ્રવેશ કરે છે.

"સર આ દારૂડિયો મને જબરદસ્તી ચુંબન કરવા લાગ્યો તો મને ગુસ્સો આવ્યો. મેં તરત જ આપને જોઈ કહ્યું." એક યુવતી કહે છે.

" નવનીત.. નવનીત..." રોનક શ્રીવાસ્તવ નવનીત ને ધમરોળે છે.

" શું થયું?" નવનીત પુછે છે.
" તને કંઈ ખબર નથી પડતી. તું કેવી રીતે વર્તન કરી રહ્યો છે? શું તું જાણતો નથી કે દારૂ ચઢી ગયો હોય તો ચુપચાપ બેસી રહેવાય?" રોનક શ્રીવાસ્તવ પુછે છે.

" શું બુમરાણ છે?" એમ.એલ.એ સર આવી જાય છે.

" સર આ કલેકટર મને ચુંબન કરવા લાગ્યો ત્યારે જ મેં બુમરાણ મચાવી અને રોનક શ્રીવાસ્તવ આવી ગયા." યુવતી કહે છે.

" એ સાવ ખોટી છે. હું એને જાણતો જ નથી." નવનીત કહે છે.

" આ પાંચ લોકો ની સાક્ષી છે. જો હું ખોટી હોઉં તો તમે કહો એ સજા લેવા તૈયાર છું." યુવતી કહે છે.

"નવનીત તને શરમ નથી આવતી? એક તો પહેલા યુવતી ની છેડતી કરી ને પછી એની પર જ આરોપ લગાડે છે." એમ.એલ.એ કહે છે.

" અરે તમે બધા એક જ જેવા છો. મારી વાત કોઈ સમજી નથી શકતું." નવનીત કહેતા કહેતા નીચે પડી જાય છે.

"આ વીડિયો કોણ લે છે?" રોનક શ્રીવાસ્તવ કહે છે.

" આ વાતની જાણ કોઈને ન થવી જોઈએ."એમ.એલ.એ સર કહીને પછી રોનક શ્રીવાસ્તવ ને જોઈ હસવા લાગ્યા.

નવનીત ને બીજા સ્ટાફની સાથે ઘરમાં પહોંચાડી દેવામાં આવે છે. પણ સવારે તો મહેચ્છા હજી તો સુઈને ઊઠી એ પહેલાં જ મધુકર ફોન કરે છે.

" મહેચ્છા દીકરી ક્યાં છે?"

" શું થયું પપ્પા? આટલી વહેલી સવારે?" મહેચ્છા પુછે છે.

" આ સમાચાર માં એક વાઈરલ વીડિયો ફરી રહ્યો છે. નવનીત ઘરમાં જ છે ને? લાગે છે કે નવનીત જ છે. કોઈ યુવતી છેડતી ની ફરિયાદ કરે છે. નવનીત નશામાં છે." મધુકર પુછે છે.

" પપ્પા એ નવનીત ન હોય. એ દારૂ જરૂર પીવે છે પણ યુવતીઓ ની છેડતી કરનાર નથી. હું હમણાં જ જોઈને કહીશ." મહેચ્છા કહે છે. 

"જો દીકરી હું પણ માનું છું કે નવનીત ન‌ હોય.." મધુકર કહે છે.

મહેચ્છા આ તરફ ખુબ જ ગુસ્સે હતી કારણ કે રાત્રે તે મંત્રી ને મળી શકી ન હતી. આજે સવારે જ તે મળવા જવાની હતી.

મહેચ્છા મોબાઈલ ફોન પર મીડિયામાં વિડીયો જોવે છે. એ વિડીયો માં દારૂ પીને છાકટા બનેલા સરકારી અધિકારી વિષે વાતચીત હતી. પણ મહેચ્છા આ વિડીયો માં રોનક શ્રીવાસ્તવ ને ઓળખી જાય છે. નવનીત પણ પાછળથી ઓળખાય જાય છે.

મહેચ્છા નો ગુસ્સો હવે સાતમા આસમાને હતો. એ નવનીત ને હવે છોડવાની ન હતી. દારૂ છોડવા માટે તો એ નવનીત ને ક્યારથી સમજાવતી હતી ‌પણ કોઈ યુવતી ની છેડતી કરતા તો હવે એ નવનીત ને છોડવાની ન હતી.

મહેચ્છા સવારે જ રોનક શ્રીવાસ્તવ ને ફોન કરે છે.

" સર મને માફ કરજો. આ ફોન કરવા માટે યોગ્ય સમય નથી. પણ એક વાત પુછવાની હતી?"

"હા મહેચ્છા બોલો ને?" રોનક શ્રીવાસ્તવ મનમાં જ સમજી જાય છે.

" ગઈકાલે રાત્રે તમે અને નવનીત કોઈ પાર્ટી માં ગયા હતા?" મહેચ્છા પુછે છે.

" હા પણ તમને કેમ ખબર?" રોનક શ્રીવાસ્તવ પુછે છે.

" એક વિડીયો વાયરલ થયો છે. એમાં તમે અને નવનીત બન્ને છો. શું નવનીત કોઈ યુવતી ની છેડતી કરી રહ્યો હતો?" મહેચ્છા પુછે છે.

"જો તમને ખોટું તો નહીં કહેવાય પણ હા એ નવનીત જ છે. પણ એણે કંઈ વધુ કર્યું નથી. દારૂ વધુ પી ગયો હશે." રોનક શ્રીવાસ્તવ કહે છે.

મહેચ્છા માટે તો આ જ માહિતી ઘણી હતી. તેણે હવે મંત્રી ને મળી પછી તરત જ ઘરે પહોંચી નવનીત ને સબક શીખવાડવા નું નક્કી કર્યું. આજે મહેચ્છા નું મગજ ચકરાવે ચઢ્યું હતું. મધુકર ને ક્યા મોઢે ફોન કરશે એ પણ ખબર ન હતી.

આ તરફ નવનીત તો દારૂના નશામાં ધૂત હતો. એ જાણતો પણ ન હતો કે શું થયું? 

મહેચ્છા હજી તો સવારે જ મંત્રી ને મળવા પહોંચી તો મીડિયા તેને ઘેરી વળે છે અને વાયરલ વીડિયો વિષે પુછપરછ કરે છે. મહેચ્છા કંઈ ખબર નથી એમ કહીને આખી વાત ટાળી દે છે.

આ તરફ નવનીત જ્યારે ઊઠી જાય છે તો પોતાની જાતને રોકી ન શકતા સીધો મહેચ્છા ને ફોન કરે છે. પણ મહેચ્છા નો ફોન સાયલન્ટ મોડમાં હતો.નવનીત પોતાની વિષે વાયરલ વિડીયો જોવે છે.એ સમજી જાય છે કે તે આમ તો કંઈ કરી શકે એમ ન હતો. કેટલો પણ દારૂ પીને એ કોઈ યુવતી ની છેડતી તો ન જ કરતો.

એ આમ તો ભુલમાં હતો પણ મહેચ્છા ને હવે શું સમજાવવું? રોનક શ્રીવાસ્તવ પણ નવનીત ને મહેચ્છા સાથે થયેલી વાતચીત કહી દે છે. નવનીત હવે ટેન્શન માં હતો.

આ તરફ મહેચ્છા સમાજ કલ્યાણ મંત્રી ને મળવા તો જાય છે પણ સમાજ કલ્યાણ મંત્રી તો અભણ હતા અને મહેચ્છા ની વાતચીત તેના માથા ની ઉપર થી જતી હતી.મહેચ્છા જે પણ મુદ્દાઓ વિશે માહિતી આપે તો એ જોરથી હસવા લાગતા. જાણે કે કોમેડી ફિલ્મ ચાલી રહી હોય.

છેવટે મહેચ્છા તેમના સચિવ ને આખા બનાવેલ મુદ્દાઓ ની પ્રેઝન્ટેશન આપી પછી પોતાની સાથે મેઈલ થકી વાતચીત કરવા માટે સમજાવી પાછી તરત જ સિરોહી આવવા માટે રવાના થઈ જાય છે.