આજના જમાનામાં લોકો હજારો અને કરોડો રૂપિયા કમાઈ લે છે, ધારે એવી મોટી ડીગ્રી, પદવી, ભૌતિક સુખ સગવડો આ તમામ વસ્તુઓ મેળવવામાં સફળ થાય છે. પરંતુ, તેમ છતાં માનસિક રીતે સુખી હોતા નથી. પોતાની જાત ઉપર આત્મસંતોષ, કૃતજ્ઞતા, આત્મવિશ્વાસ, સ્પષ્ટ વિચારધારા, માનસિક રીતે નિડરતા આ તમામ બાબતોનો અભાવ જોવા મળે છે. એનું કારણ છે આજની ભાગદોડ વાળી અને ડિજિટલ ઝડપી જિંદગીમાં નાની નાની સૂક્ષ્મ પળો માણવાનું ભૂલી ગયા છીએ, પોતાની જાત પ્રત્યે કુતજ્ઞતા ભાવ અને આત્મસંતોષ માટે કરવાના નાના નાના કાર્યો, પ્રસંગો, ઘટનાઓની જીવનમાંથી બાદબાકી કરી દીધી છે.
આજે શરૂ કરવા જઈ રહેલ "મનનો નાસ્તો" સિરીઝના દરેક ભાગમાં નાનકડી રસપ્રદ વાર્તા કે જે મોટા ભાગે મારા જીવનમાં બનતી ઘટનાઓ અને અનુભવો આધારિત વાતો થકી માનસિક રીતે સુખી સુખી થવા માટે જરૂરી કૃતજ્ઞતા, આત્મસંતોષ અને સ્પષ્ટ વિચારસરણી કેવી રીતે મેળવવી તે અંગે વાત કરવા જઈ રહ્યો છું.
આ સિરીઝનો આજે આ પ્રથમ ભાગ નીચે મુજબ નાનકડી વાર્તાથી શરૂ કરું છું. આ વાર્તા આપણી આજુબાજુ બનતી રોજબરોજની ઘટના આધારિત છે તો આજની આ વાર્તાને તમારી પોતાની જાત સાથે સરખાવીને તમારી વિચારસરણી અંગે મનોમંથન કરવા વિનંતી કરું છું. વાર્તાના અંતે મને કોમેન્ટ બોક્સમાં ખાસ જણાવજો કે આ વાર્તા મુજબ ની ઘટના વિશે અત્યાર સુધી તમે શું વિચારતા હતા? અને હવે આ વાર્તા વાંચ્યા પછી શું વિચારશો?
🤔આ વાત મને અહીંયા જ કરવી કેમ વધુ યોગ્ય લાગી...?
1️⃣ પેલા એ વાત કહી દવ
🎯
" હું રોડે ચડું અને રસ્તે કોઈ સ્ટેન્ડ(ઘોડી) ચડાવ્યા વિનાનું મોટરસાયકલ જતું જોવ એટલે તરત તેની પાછળ મારી ગાડી ભગાવું અને બાજુમાં મારી ગાડી ચલાવી મોટરસાયકલ ચાલકને સ્ટેન્ડ ચડાવવાનું કહી દવ ! દ્રશ્ય જોવ એટલે આવું કર્યા પછી જ આગળ ગાડી ચલાવવાની મજા આવે" ✅ 👍
🧿
આવું મારી સાથે અઠવાડિયામાં ઓછામાં ઓછું એક બે-વાર તો થાય જ આ કામ કર્યા પછી મને જે આત્મસંતોષ મળે છે તે જાણે કે:
" કૂવા તરફ જઈ રહેલ અંધ વ્યક્તિને કૂવામાં પડતા પહેલા જ બચાવી લીધા હોય અને ત્યારે પોતાની જાત પ્રત્યે થતા સ્વ-ગર્વ અને આત્મસંતોષ સમાન હોય છે "
2️⃣ હવે, આ વાત અહીંયા કરવાનું કારણ
કદાચ આ વાત મેં પાંચ માણસ વચ્ચે સીધી કરી હોત તો એક સામાન્ય અને તુચ્છ લાગેત. કદાચ કોઈ મજાક પણ ઉડાવે કે:
" આમાં શું વળી નવાઈની વાત છે ?"
પણ, મને અનુભવ છે કે આપણે ઘણીવાર મિત્રો સાથે મોટરસાયકલ પર જતા હોઈએ ત્યારે ઘણા મિત્રોની વિચારસરણીને પ્રતિભાવો કાંઈક આવા હોય છે:
" જાવા દેને એને હવે ! "
" એકવાર પડશે તો કોઈ 'દી નહીં ભૂલે બીજીવાર ! "
કદાચ આ જ કારણ હોઈ શકે બધી રીતે સુખી દેખાતા માણસ માનસિક રીતે દુઃખી હોવાનું.
પણ એ નથી જાણતા હોતા કે જીવનમાં આવા નાના-નાના કાર્યથી પોતાની જાતને મળતી નાની-નાની ખુશી ,આત્મસંતોષ અને કૃતજ્ઞતા જ મનનો ખોરાક છે.
🍀
આપણે ૨૪ કલાક ફકત આપણા કામમાં ઘૂસી રહેવાથી શારીરિક,આર્થિક અને ભૌતિક રીતે સ્વસ્થ બની શકીએ છીએ .પણ, માનસિક રીતે સુખી અને સ્વસ્થ રહેવા મનને આવો નાનો નાનો નાસ્તો સમયાંતરે મળતો રહે તે ખૂબ જરૂરી છે.🥬
🧿" જેવી રીતે માણસના શરીરને વ્યાસ્થિત ચલાવવા દિવસમાં સમયાંતરે ખોરાક કે નાસ્તાની જરૂર પડે છે એમ માનસિક રીતે સ્વસ્થ અને વધુ સ્પષ્ટ વિચારો સાથે ખુશીની જિંદગી જીવવા પૈસા કરતા પણ વધારે આવા નાના-નાના નાસ્તા વધુ મદદરૂપ થાય છે.એટલે જ આ ટૂંકી વાર્તાનું ટાઈટલ"મનનો નાસ્તો" રાખવાનું નક્કી કર્યું."
🍁
ફરી અંતે એટલે જ આવ વાત અહીં લખી નાખી કેમ કે મારો અનુભવ રહ્યો છે કે
🎯 "આવી રૂબરૂ વાતું કરવા કરતાં લખેલું વાંચન કરવાથી આપણા મનને વધુ ઊંડાણ પૂર્વક પ્રભાવિત કરે છે અને નિયમિત થોડું થોડું વાંચન પણ મનને મજબૂતીની તાલીમ આપવામાં ખૂબ મદદરૂપ છે."
અંત સુધી વાંચવા બદલ તમારો દિલથી આભાર 🙏 🙏 🙏
મારી આ વાતને બોલીને કહેવા કરતા અહીંયા લખીને રજૂ કરવાનો વિચારસરણી સાચી હતી? કે ખોટી? તેના વિશે આપના શબ્દોમાં નીચે 👇 કૉમેન્ટમાં ખાસ જણાવશો તેની રાહે છું🙇 જેથી મને મારા વિચારો રજૂ કરવાની આગળ રાહ મળે..🙏
✍️ ગોપાલ સરૈયા 💙