ASAL - Ek Olakh - 1 in Gujarati Detective stories by MEET JOSHI books and stories PDF | અસલ - એક ઓળખ - 1

Featured Books
Categories
Share

અસલ - એક ઓળખ - 1

પાત્ર પરિચય:-
૧.આકાશ ત્રિવેદી-ભારતીય ગુપ્તચર એજન્સી રૉ (RAW) નો સ્પેશિયલ લીડ એજન્ટ.(દેશ માટે લડવું હોય તો કાયદાના દાયરામાં રહીને જ લડવું પડે. નિયમો તોડીને મળેલી જીત પણ અપરાધ જ ગણાય.)
૨. અજય ત્રિવેદી-આકાશનો જોડિયા (Twin) ભાઈ, એક માસ્ટર હેકર અને અંડરગ્રાઉન્ડ સિક્રેટ એજન્ટ.(દુશ્મન જ્યારે કાયદો નથી માનતો, ત્યારે તેની સામે કાયદાની ચોપડી લઈને બેસવાનો અર્થ નથી. દેશ બચાવવા માટે અંધારામાં પણ ઉતરવું પડે.)
૩. ઈરા શર્મા (સપોર્ટિંગ એજન્ટ)-રૉ (RAW) ની સિક્રેટ સાયબર ઇન્ટેલિજન્સ ઓફિસર અને આકાશની ભરોસાપાત્ર સાથી.
૪. શિવરામ ત્રિવેદી (આકાશ અને અજયના પિતા, એક નિવૃત્ત અને સંસ્કારી શિક્ષક.જેઓએ બાળપણમાં જ બંને ભાઈઓમાં દેશભક્તિ અને એકબીજા પ્રત્યેના સમર્પણના બીજ વાવ્યા.)
૫. 'કોબ્રા' / 'ધી કમાન્ડર' (અજાણ્યો વિલન-આંતરરાષ્ટ્રીય સાયબર સિન્ડિકેટ અને 'ઓપરેશન બ્લેકઆઉટ'નો માસ્ટરમાઇન્ડ.તે સિસ્ટમની અંદર રહીને જ બંને ભાઈઓને એકબીજાની સામે ઊભા કરી દે છે, જેનો પર્દાફાશ ક્લાઇમેક્સમાં થાય છે.)


ભાગ ૧:બાળપણની કડી–લોહીઓમાં વહેતો પ્રેમ અને એ કાયમી નિશાન

ગુજરાતના એક નાના, શાંત ગામડામાં આવેલું એક જૂનું પણ પવિત્ર ત્રિવેદી ઘર. સવારના પાંચ વાગ્યે ઘરમાંથી રેડિયો પરથી વાગતા સંસ્કૃત શ્લોકો અને ધૂપ-દીપની સુગંધ વાતાવરણમાં ફેલાયેલી હતી. આ ઘર હતું આકાશ અને અજયનું.

ત્રિવેદી પરિવારમાં જન્મેલા આ જોડિયા ભાઈઓ માટે દેશભક્તિ અને સંસ્કાર કોઈ ચોપડીમાંથી શીખેલા વિષયો નહોતા, પણ તેમના લોહીમાં વહેતા ગુણ હતા. પિતા રોજ સવારે બંનેને સાથે બેસાડીને દેશના ઇતિહાસ અને વીરોની વાર્તાઓ સંભળાવતા. બંનેનો ચહેરો એટલો સમાન હતો કે ખુદ તેમની મા પણ ક્યારેક ઓળખવામાં ભૂલ કરી બેસતી, પણ તેમના સ્વભાવમાં જમીન-આસમાનનો ફરક અત્યારથી જ દેખાતો. આકાશ શાંત, ગંભીર અને શિસ્તબદ્ધ હતો, જ્યારે અજય ચંચળ, થોડો અલ્લડ પણ ભાઈ માટે જીવ આપવા તૈયાર રહેનારો.

એ સાંજ બંને માટે અને તેમની આખી જિંદગી માટે યાદગાર બનવાની હતી.

ત્યારે બંનેની ઉંમર માંડ દસ-બાર વર્ષની હશે. ગામની સીમમાં આવેલા જૂના કિલ્લા પાસે બંને રમતા હતા. અજય પતંગની પાછળ દોડતા દોડતા કિલ્લાની એક જૂની, જર્જરિત દીવાલ પાસે પહોંચી ગયો. દીવાલ પરથી એક ભારે પથ્થર ખસવા લાગ્યો અને અજય એ પથ્થરની બરાબર નીચે આવી ગયો.

"અજય!"

આકાશની નજર પડતા જ તેણે સમય ગુમાવ્યા વગર અજય તરફ છલાંગ લગાવી. તેણે અજયને ધક્કો મારીને બાજુ પર તો ફેંકી દીધો, પણ ઉપરથી પડેલો અણીદાર પથ્થર આકાશની ડાબી આંખની ભમર (Eyebrow) પરથી ઘસાતો નીકળી ગયો. લોહીની ધાર છૂટી.

અજયે પોતાના ભાઈને લોહીલુહાણ જોયો. તેની આંખોમાં આંસુ આવી ગયા. "આકાશ! તને મારી લીધે વાગ્યું..."

આકાશે દર્દ છુપાવીને હસીને કહ્યું, "તને કાંઈ ન થવું જોઈએ અજય. તું મારો ભાઈ છે."

અજયે પોતાની કમર પર બાંધેલો રૂમાલ છોડ્યો અને આકાશના ઘા પર સખત રીતે બાંધી દીધો. પણ તેટલાથી અજયને સંતોષ ન થયો. તેણે બાજુમાં પડેલો એક તીક્ષ્ણ કાચનો ટુકડો ઉપાડ્યો.

આકાશ ચમકી ગયો, "અજય, આ શું કરે છે?"
"જો આપણે એક સરખા દેખાઈએ છીએ, તો આપણા શરીર પર નિશાન પણ એક સરખા જ હોવા જોઈએ. જો તને મારા લીધે આ દર્દ મળ્યું છે, તો આ દર્દ પર મારો પણ એટલો જ હક છે!"

આકાશ તેને રોકે તે પહેલાં જ અજયે પોતાની ડાબી ભમર પર એ જ જગ્યાએ એક ઊંડો કાપો મારી દીધો. બંનેના ચહેરા પરથી લોહી ટપકીને જમીન પર એકસાથે મળ્યું.

તે દિવસે બંનેની ભમર પર એક સમાન નિશાન પડી ગયું. એ માત્ર વાગવાનું નિશાન નહોતું, પણ બે ભાઈઓના અવિભાજ્ય પ્રેમની કાયમી છાપ હતી.

સાંજે જ્યારે તેઓ ઘરે પહોંચ્યા અને પિતાએ તેમની આ હરકત જોઈ, ત્યારે ગુસ્સે થવાને બદલે તેમણે બંને ભાઈઓને ભેટી લીધા અને કહ્યું, "ત્રિવેદી પરિવારનું આ લોહી ક્યારેય એકબીજા સામે ન ઝુકવું જોઈએ. આ ઘા તમને યાદ અપાવશે કે તમે એકબીજાનું રક્ષણ કરવા માટે બન્યા છો."

બંને ભાઈઓએ એકબીજાની આંખોમાં જોયું. ચહેરા પર હસતાં હસતાં, પોતાની આંખ ઉપરના એ સમાન નિશાન પર હાથ મૂકીને એકસાથે બોલ્યા: "જીવ આપશું, પણ ભાઈનો સાથ અને દેશની આન નહીં છોડીએ!"
તેમને ખબર નહોતી કે કુદરતે વર્ષો પછી આ જ સમાન ચહેરા અને આ જ સમાન સ્કારને દેશના સૌથી મોટા રહસ્ય અને સસ્પેન્સના મોડ પર લાવીને ઊભા રાખવાના હતા.


ભાગ ૨:યુવાનીનો તફાવત–બે જુદા રસ્તા,એક જ લક્ષ્ય

વર્ષો વીતતા ગયા અને બાળપણના એ નાનકડા છોકરાઓ હવે મજબૂત, કદાવર અને આકર્ષક યુવાનો બની ચૂક્યા હતા. બંનેના ચહેરા પર ડાબી ભમર પરનો એ જ સમાન નિશાન હજુ પણ સ્પષ્ટ ચમકતો હતો. પરંતુ જેમ જેમ ઉંમર વધી, તેમ તેમના વિચારો અને કામ કરવાની પદ્ધતિમાં આકાશ-પાતાળનો તફાવત આવી ગયો.

આકાશ ત્રિવેદી બાળપણથી જ શિસ્તબદ્ધ અને કાયદાનું પાલન કરનારો હતો. તેણે સૈન્યમાં ભરતી થઈને દેશની સેવા કરવાનો માર્ગ પસંદ કર્યો. તેની અસાધારણ તીક્ષ્ણ બુદ્ધિ, અચૂક નિશાનો અને મજબૂત નિર્ણયશક્તિને કારણે તે ભારતીય સૈન્યમાંથી ઝડપથી પ્રમોટ થઈને ભારતીય ગુપ્તચર સંસ્થા રૉ (RAW) માં સિક્રેટ સ્પેડ એજન્ટ તરીકે પસંદગી પામ્યો. આકાશ માટે કાયદો, પ્રોટોકોલ અને ગણવેશ સર્વોપરી હતા. તેનું માનવું હતું કે દેશની સુરક્ષા માટે કાયદાના દાયરામાં રહીને જ લડવું જોઈએ.

બીજી તરફ, અજય ત્રિવેદીનો મિજાજ તદ્દન અલગ હતો. અજય કોઈ સીધા ચોકઠામાં ફીટ થાય તેમ નહોતો. તે કમ્પ્યુટર હેકિંગ, સસાયબર સિક્યુરિટી અને ડાર્ક વેબનો શક્તિશાળી જાદુગર બની ચૂક્યો હતો. સિસ્ટમની મર્યાદાઓ અને કાયદાની ધીમી પ્રક્રિયાઓ અજયને ગૂંગળામણ આપતી. તેને લાગતું કે દેશના દુશ્મનો જ્યારે કાયદો નથી માનતા, તો તેમની સામે કાયદાની ચોપડી લઈને બેસવાનો કોઈ અર્થ નથી. તેણે પોતાની એક અલગ, ગેરકાયદેસર પણ અત્યંત ગુપ્ત એજન્સી ઊભી કરી હતી. તે કાયદાની નજરમાં ગુનેગાર કે હેકર ગણાતો, પણ તે પોતાના વિવેકબુદ્ધિથી દેશ માટે જોખમી તત્વોનો સફાયો કરતો.

એક રાત્રે, ઘરના આંગણામાં બંને ભાઈઓ સામસામે બેઠા હતા. વાતાવરણમાં એક વિચિત્ર ગંભીરતા હતી.

આકાશે ગંભીર અવાજે કહ્યું, "અજય, તું જે કરી રહ્યો છે તે ગેરકાયદેસર છે. દેશની સેવા કરવાનો અર્થ એ નથી કે તું કાયદો હાથમાં લે. તારું આ હેકિંગ અને સિસ્ટમને બાયપાસ કરવાનું કામ તને કોઈ દિવસ મોટી મુશ્કેલીમાં મૂકી દેશે."

અજયે પોતાના ચહેરા પર એક હળવું, ચતુર સ્મિત લાવતાં પોતાની આંખ પરના નિશાન પર આંગળી ફેરવી, "આકાશ, તું દેશને નિયમ અને કાયદાથી બચાવે છે, અને હું એ નિયમો તોડીને એવા રાક્ષસોને ખતમ કરું છું જ્યાં સુધી તારો કાયદો પહોંચી પણ નથી શકતો. રસ્તા અલગ હોઈ શકે, પણ આપણો હેતુ એક જ છે – ભારત માતાનું રક્ષણ."

"પણ તારો આ રસ્તો ખોટો છે, અજય!" આકાશે ટેબલ પર હાથ પછાડીને કહ્યું. "જો તું મારી નજરમાં એક ગુનેગાર તરીકે આવીશ, તો રૉ એજન્ટ તરીકે મારી ફરજ મને તારી સામે ઊભા રહેતાં પણ અટકાવશે નહીં."

અજય ઊભો થયો અને આકાશના ખાંધા પર હાથ મૂકીને બોલ્યો, "અને જો એવો દિવસ આવશે, તો હું જોઈશ કે તારી કાયદાની ફરજ જીતે છે કે આપણું આ લોહી! પણ યાદ રાખજે આકાશ, તારો ભાઈ દેશદ્રોહી ક્યારેય નહીં બને."

બંનેની આંખોમાં એકબીજા પ્રત્યેનો ગાઢ પ્રેમ હતો, પણ સાથે જ એક અણધારી ટક્કરની શરૂઆત થઈ ચૂકી હતી. આકાશને અજયની આ બેફામ પદ્ધતિઓ જરાય પસંદ નહોતી, જ્યારે અજય પોતાના મિશનમાં મસ્ત હતો.


ભાગ ૩: પૂર્વ સંકેત – ગુપ્ત મિશન અને છુપાયેલું સત્ય

દિલ્હીના એક ગુપ્ત કંટ્રોલ રૂમમાં આકાશ પોતાના કમ્પ્યુટર સ્ક્રીન સામે બેઠો હતો. સરહદ પારથી થઈ રહેલી શંકાસ્પદ ગતિવિધિઓ અને દેશની અંદર છુપાયેલા કેટલાક સ્લીપર સેલ્સના મેસેજ ટ્રેક થઈ રહ્યા હતા. દેશ પર એક બહુ મોટા આતંકવાદી હુમલાનું સાયલન્ટ કાવતરું ઘડાઈ રહ્યું હતું, પણ આકાશ પાસે તેના પાકા પુરાવા કે માસ્ટરમાઇન્ડનું નામ નહોતું.

બીજી તરફ, મુંબઈના એક જૂના ગોડાઉનની નીચે બનાવેલી ડાર્ક સિક્રેટ લેબમાં અજય કમ્પ્યુટરના ચાર-ચાર મોનિટર સામે બેઠો હતો. તેની આંગળીઓ કીબોર્ડ પર બુલેટ ટ્રેનની ઝડપે ચાલી રહી હતી. ડાર્ક વેબના સૌથી ઊંડા ખૂણામાં ઘૂસીને તેણે એક એન્ક્રિપ્ટેડ ફાઇલ હેક કરી લીધી હતી

એ ફાઇલ ખોલતાં જ અજયની આંખો પહોળી થઈ ગઈ. ચહેરા પરનો એ સમાન સ્કાર ખેંચાયો.

ફાઇલમાં 'ઓપરેશન રક્તદંત' નામનું એક ભયાનક ષડયંત્ર હતું. આ હુમલો માત્ર બહારથી થવાનો નહોતો, પણ દેશની અંદર બેઠેલી જ એક અત્યંત શક્તિશાળી હસ્તી આ કાવતરાને ફંડ કરી રહી હતી. અજયને સમજાઈ ગયું કે જો તે આ માહિતી કાયદાકીય પ્રોટોકોલ અને રૉ (RAW) ની લાંબી પ્રોસેસમાં નાખશે, તો દુશ્મનો સાવધાન થઈ જશે અને પુરાવા નષ્ટ કરી દેશે.

તે જ સમયે અજયના ફોન પર આકાશનો કોલ આવ્યો.

"અજય, તું ક્યાં છે?" આકાશનો અવાજ ગંભીર અને ચિંતિત હતો. "અમારા ઇન્ટેલિજન્સ સોર્સ કહે છે કે ડાર્ક વેબ પર કોઈ મોટો ડેટા બ્રીચ થયો છે. શું આમાં તારો હાથ છે?"

અજયે સ્ક્રીન પર દેખાતી એ ખતરનાક ફાઇલ બંધ કરી દીધી. તેણે આકાશને આ વાતની જાણ ન કરવાનો નિર્ણય લીધો, કારણ કે જો આકાશ કાયદા પ્રમાણે ચાલવા જશે તો તે જ ખુદ ખતરામાં મુકાઈ જશે.

"શાંત થા, આકાશ," અજયે પોતાના કુદરતી અલ્લડ અવાજમાં કહ્યું. "હું બસ મારી રીતે થોડું સંશોધન કરી રહ્યો છું."

"અજય, મજાક ના કર!" આકાશે કડક અવાજે ચેતવણી આપી. "આ દેશની સુરક્ષાનો મામલો છે. જો તારી પાસે કોઈ પણ ઇનપુટ હોય તો મને અત્યારે ને અત્યારે આપ. સિસ્ટમ સાથે રમવાનું બંધ કર."

અજયે એક ઊંડો શ્વાસ લીધો. પોતાની ભમર પરના એ સ્કાર પર આંગળી ફેરવતાં તેણે ગંભીરતાથી કહ્યું, "આકાશ, તું જે જોઈ રહ્યો છે એ માત્ર વાદળો છે... પણ વાવાઝોડું ક્યાંથી આવવાનું છે એ તને નથી ખબર. હું 'બહારના' દેશના દુશ્મનો પર નજર રાખી રહ્યો છું. એવા દુશ્મનો જેમના સુધી તારી સિસ્ટમની નજર નથી પહોંચી શકતી. તું તારું કામ કર, અને મને મારું કામ કરવા દે."

"તું મારી પાસે કંઈક છુપાવી રહ્યો છે, અજય," આકાશના અવાજમાં શંકાની ધાર હતી.
"હું જે પણ કરી રહ્યો છું, તે આ દેશ માટે અને તારા માટે કરી રહ્યો છું. બસ મારા પર ભરોસો રાખજે... જો આકાશ, ક્યારેક અંધારામાં ઉતરવું પડે છે જેથી સૂરજ સુરક્ષિત રહી શકે."

આટલું કહીને અજયે કોલ ડિસ્કનેક્ટ કરી દીધો.

દિલ્હીમાં બેઠેલા આકાશની ચિંતા વધી ગઈ. તેને પોતાના ભાઈ પર પ્રેમ તો હતો, પણ અજયનો આ ગુપ્ત અંદાજ તેને એક મોટા ભય તરફ ઈશારો કરી રહ્યો હતો. તેને લાગવા માંડ્યું કે અજય કોઈ એવા માર્ગે નીકળી ગયો છે જ્યાંથી પાછા આવવું અશક્ય છે.

ભાગ ૪: મોટું કાવતરું–બે અલગ રસ્તા,એક જ સાધન

રૉ (RAW) ના મુખ્ય મથકમાં ઇમરજન્સી એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. ભારતના મુખ્ય શહેરોમાં એકસાથે છ સાયબર અને ફિઝિકલ હુમલાઓનું મોટું આતંકવાદી કાવતરું ઘડાઈ રહ્યું હતું. આ મિશનનું કોડનેમ હતું 'ઓપરેશન બ્લેકઆઉટ'. આકાશને આ કેસનો હેડ બનાવવામાં આવ્યો. આકાશે પોતાની આખી ટીમ સાથે મળીને દેશના તમામ એન્ટ્રી પોઈન્ટ્સ, સિસ્ટમ્સ અને સરહદી વિસ્તારોમાં કાયદેસરનું સર્વેલન્સ ગોઠવી દીધું.

બીજી તરફ, અજય પણ શાંત નહોતો. તે જ મિશનના અસલ માસ્ટરમાઇન્ડ સુધી પહોંચવા માટે અંધારી દુનિયાના રસ્તે આગળ વધી રહ્યો હતો. અજય જાણતો હતો કે આતંકવાદીઓ ડાર્ક વેબ અને ઇન્ક્રિપ્ટેડ સેટેલાઇટ ચેટ્સનો ઉપયોગ કરી રહ્યા છે. અજયે પોતાના હાઇ-ટેક સેટઅપ દ્વારા આતંકવાદીઓના સર્વરને ગેરકાયદેસર રીતે હેક કરવાનું શરૂ કર્યું.

બંને ભાઈઓ એક જ મિશન પર હતા, પણ એકબીજાથી તદ્દન અલગ અંદાજમાં. આકાશ કાયદાની ચોપડી મુજબ સબૂત એકઠા કરી રહ્યો હતો, જ્યારે અજય કાયદો તોડીને દુશ્મનોની દરેક ચાલ નિષ્ફળ બનાવી રહ્યો હતો.

પણ આ દરમિયાન એક ઘટના ઘટી. આકાશ જે સિસ્ટમને ટ્રેક કરી રહ્યો હતો, તે જ સિસ્ટમમાં એક અજાણ્યો આઈપી (IP) એડ્રેસ વારંવાર ઘૂસણખોરી કરી રહ્યો હતો. તે એડ્રેસ આતંકવાદીઓના લોકેશન પર પણ એક્ટિવ દેખાતું હતું. આકાશે પોતાના ટેકનિકલ ઓફિસરને તપાસ કરવા કહ્યું.

ઓફિસરે ડેટા એનાલાઇઝ કરીને કહ્યું, "સર, આ કોઈ બહુ જ હાઇ-લેવલનો હેકર છે. એ આતંકવાદીઓના કમ્યુનિકેશન નેટવર્ક સાથે સીધો જોડાયેલો છે. પણ આશ્ચર્યની વાત એ છે કે આ હેકરનું સિગ્નલ મુંબઈના એ જ એરિયામાંથી આવે છે જ્યાં અજય ત્રિવેદીની પ્રવૃત્તિઓ નોંધાઈ છે."

આકાશ સ્તબ્ધ થઈ ગયો. તેને અજયના એ શબ્દો યાદ આવ્યા: 'હું બહારના દેશના દુશ્મનો પર નજર રાખી રહ્યો છું.' આકાશની આંખોમાં ચિંતા અને શંકાના વાદળો ઘેરાવા લાગ્યા. શું અજય દેશને બચાવી રહ્યો હતો કે પછી પોતાની કોઈ નવી જ રમત રમી રહ્યો હતો?

દ્રશ્ય ૫: તૂટતો ભાઈ-પ્રેમ – કાયદો કે લોહી?

'ઓપરેશન બ્લેકઆઉટ'ની તપાસ જેમ જેમ આગળ વધી, તેમ તેમ રૉ ને એક મોટો આંચકો લાગ્યો. દેશની ગુપ્ત માહિતી આતંકવાદીઓ સુધી પહોંચી રહી હતી અને એ લીક કોઈ બહારથી નહીં, પણ ભારતની અંદરથી જ થઈ રહ્યું હતું. આતંકવાદીઓને રૉ ની તમામ ચાલની અગાઉથી ખબર પડી જતી હતી.

આકાશે પોતે આ ડેટા લીકની સિક્રેટ ઇન્વેસ્ટિગેશન શરૂ કરી.

આકાશે જ્યારે માહિતી લીક કરનાર લોકેશનનું જીપીએસ (GPS) ટ્રેકિંગ કર્યું અને ડિજિટલ ફિંગરપ્રિન્ટ્સ સ્કેન કર્યા, ત્યારે તેના પગ નીચેથી જમીન ખસી ગઈ. ડેટા લીક કરવા માટે જે અલ્ગોરિધમ અને કોડિંગનો ઉપયોગ થયો હતો, તે અજયની જ ખાસ પેટન્ટ કૂટભાષા (Coding Style) હતી. એટલું જ નહીં, આતંકવાદીઓના એક હેન્ડલરના એકાઉન્ટમાં મુંબઈથી ક્રિપ્ટોકરન્સી ટ્રાન્સફર થઈ હતી અને એ વોલેટ અજયની ફેક આઈડી સાથે જોડાયેલું હતું.

આકાશનું દિલ જોરથી ધડકવા લાગ્યું. બાળપણની એ યાદો તેની આંખો સામે તરવરવા લાગી—જે ભાઈએ પોતાના ચહેરા પર કાચનો ઘા મારીને ભાઈચારાની કસમ ખાધી હતી, જે ભાઈ દેશ માટે મરી મીટવાની વાતો કરતો હતો... શું એ અજય પૈસા કે સત્તાની લાલચમાં આતંકવાદીઓ સાથે ભળી ગયો હતો?

આકાશ પોતાના ઓફિસની બંધ બારી પાસે ઊભો રહીને બહાર જોવા લાગ્યો. તેની આંખોમાંથી એક અશ્રુબિંદુ સરી પડ્યું. એક તરફ તેનો સગો જોડિયા ભાઈ અજય હતો, જેની સાથે તેણે બાળપણ વિતાવ્યું હતું, અને બીજી તરફ ભારત માતા પ્રત્યેની તેની વફાદારી હતી.

આકાશના મનમાં યુદ્ધ છેડાયું:'શું હું ભાઈના પ્રેમને લીધે દેશદ્રોહ સહન કરું? કે પછી રૉ એજન્ટ તરીકે મારા જ હાથથી અજયને હાથકડી પહેરાવું?'

તેણે પોતાની આંખ પરના એ જ સમાન નિશાન પર હાથ મૂક્યો. લોહીનો સંબંધ તેને રોકી રહ્યો હતો, પણ ખાખી વર્ધી અને દેશનો પ્રેમ તેને અર્જુનની જેમ કઠોર બનવા મજબૂર કરી રહ્યો હતો.

આકાશે પિસ્તોલમાં મેગેઝીન લોડ કરી અને મનોમન નિર્ણય લીધો: "અજય, જો તું ખરેખર દેશનો દુશ્મન બન્યો હોઈશ, તો તારા ચહેરા પરનો આ સ્કાર પણ તને મારાથી બચાવી નહીં શકે!"


ભાગ ૬: દ્રોહનો ઘટસ્ફોટ – વિશ્વાસઘાતનો આંચકો

રૉ (RAW) ની ક્રાઇમ વિશ્લેષણ શાખામાં સન્નાટો છવાઈ ગયો હતો. આકાશ કમ્પ્યુટર મોનિટર સામે અવાચક બેઠો હતો. મોનિટર પર ટ્રાન્સક્રિપ્ટ થયેલા ઓડિયો મેસેજીસ, સેટેલાઇટ ફોટા અને બેંક ટ્રાન્સફરની વિગતો ખુલ્લી પડી હતી.

આતંકવાદી નેટવર્કના મુખ્ય હેન્ડલર અને 'અજય' વચ્ચેનો સીધો સંવાદ આકાશના કાનમાં ગુંજી રહ્યો હતો. રેકોર્ડિંગમાં અજયનો જ અવાજ સ્પષ્ટ સંભળાતો હતો: "તમારું ગ્રાઉન્ડ સપોર્ટ તૈયાર છે. બોર્ડર પરની સિક્યોરિટી ચેકપોઇન્ટ 'સિસ્ટમ બગ'ના લીધે ૨૦ મિનિટ માટે બંધ થઈ જશે. તમિલનાડુ અને કશ્મીર સરહદેથી તમારા બંદૂકધારીઓ સરળતાથી દેશમાં ઘૂસી શકશે."

એટલું જ નહીં, સેટેલાઇટ ફોટામાં અજય એક શંકાસ્પદ સેફ-હાઉસમાંથી આતંકવાદીઓના એક ગ્રાઉન્ડ કમાન્ડર સાથે બહાર નીકળતો જોવા મળ્યો હતો.

આકાશનું દિલ ભાંગીને ટુકડા થઈ ગયું. જે ભાઈ સાથે તેણે બાળપણમાં લોહીની કસમ ખાધી હતી, જે ભાઈ સાથે આંખ ઉપરનો આઘાત અને સ્કાર શેર કર્યો હતો... તે અજય આજે દેશ વેચવા બેઠો હતો! આકાશની આંખોમાં પ્રેમની જગ્યાએ હવે જ્વલંત ક્રોધ અને દેશભક્તિની આગ સળગી ઊઠી.

તેણે ટેબલ પર પિસ્તોલ પછાડી અને મનોમન નિશ્ચય કર્યો: "હવે તું મારો ભાઈ નથી અજય... તું ભારત માતાનો અપરાધી છે. તારો ન્યાય હવે હું પોતે કરીશ!"

ભાગ ૭: ભાઈ Vs ભાઈ

ઉત્તરાખંડના માઇનસ ડિગ્રી તાપમાન ધરાવતા, હિમાચ્છાદિત પર્વતો વચ્ચે આવેલી એક અંધારી, બરફીલી ગુફા. ચારેય બાજુ બરફના અણીદાર પથ્થરો લટકી રહ્યા હતા. વાતાવરણમાં માત્ર એકબીજાના શ્વાસનો અવાજ અને ભારે સન્નાટો હતો.

(પોસ્ટરના આઇકોનિક સીન મુજબ ની જગ્યા)

દુશ્મનોના લોકેશનને ટ્રેક કરીને આકાશ ગુફામાં ઘૂસે છે. સામે જ બ્લેક લેધર જેકેટમાં અજય ઊભો હતો. બંનેના ચહેરા પર ડાબી ભમર પરનો એ જ સમાન નિશાન બરફના ઝાંખા પ્રકાશમાં ચમકી રહ્યો હતો.

આકાશે પોતાની આઇસ-એક્સ (Ice Axe) અને ગન અજય તરફ તાકી.

"હથિયાર ફેંકી દે, અજય!" આકાશનો અવાજ ગુફાના બરફીલા ખડકોમાં ગુંજી ઊઠ્યો.

અજયે ધીમેથી પાછળ ફરીને આકાશ સામે જોયું. તેના ચહેરા પર કોઈ ડર નહોતો, પણ આંખોમાં એક ઊંડો, દબાયેલો દર્દ હતો.

"કેમ તેં આવું કર્યું, અજય?" આકાશની આંખોમાંથી ક્રોધ અને અશ્રુ એકસાથે વહી રહ્યા હતા. "આપણા લોહી સાથે, આપણી કસમ સાથે અને આ દેશ સાથે દ્રોહ કરતી વખતે તારો હાથ એકવાર પણ ના કાંપ્યો? કેમ તેં દેશને આતંકવાદીઓના હાથમાં વેચી દીધો?"

અજય કાઈં જ ન બોલ્યો. તે એકદમ ચૂપ રહ્યો. પરંતુ તેની આંખોમાં કાઈં અલગ જ રહસ્ય રમતું હતું—એક એવું સત્ય જે તે કહી શકતો નહોતો.

"જવાબ આપ, અજય!" આકાશે ચીસ પાડી.

અજયે કાઈ પણ બોલ્યા વગર હુમલો કરી દીધો. બંને ભાઈઓ વચ્ચે એક અતિ ભયાનક અને ઈન્ટેન્સ હેન્ડ-ટુ-હેન્ડ ફાઇટ શરૂ થઈ ગઈ!

આકાશ કાયદા અને રૉ ની ખતરનાક તાલીમ સાથે લડી રહ્યો હતો, જ્યારે અજય પોતાની ચતુર અને આક્રમક શૈલીથી તેનો સામનો કરી રહ્યો હતો. બરફ પર લોહીના ટીપાં પડવા લાગ્યા. બંને એકબીજાને પછાડી રહ્યા હતા, ગળા પકડી રહ્યા હતા. લડાઈ દરમિયાન આકાશ અજયની છાતી પર ચડી બેઠો અને તેને માઇનિંગ એક્સ બતાવીને ગર્જ્યો:"આજે તારો અંત નક્કી છે, અજય! લોહી લોહી સામે લડશે (Blood vs Blood), પણ દેશદ્રોહી જીતી નહીં શકે!"

અજયે લોહીથી ભરાયેલા ચહેરે હસીને માત્ર એટલું જ કહ્યું, "આકાશ... તું જે જુએ છે એ જ સત્ય નથી હોતું. તારો કાયદો આંધળો હોઈ શકે, પણ મારો ભાઈપ્રેમ નહીં!"

...પણ શું અજય ખરેખર દેશદ્રોહી છે? કે પછી આ સમગ્ર રમત પાછળ કોઈ એવો શતરંજનો ખેલાડી છુપાયેલો છે જે બંને ભાઈઓને એકબીજાના લોહીના પ્યાસા બનાવી રહ્યો છે?

જ્યારે આકાશની આઇસ-એક્સ અજયની છાતી પર વાગવા જઈ રહી છે, ત્યારે જ એક એવો અણધાર્યો ધમાકો થશે જે 'ઓપરેશન બ્લેકઆઉટ'નું અસલ અને ભયાનક ચહેરા પરથી મહોરું હટાવી દેશે!

કોણ છે એ 'અસલ વિલન' જે રૉ (RAW) અને સિસ્ટમની આંખમાં ધૂળ નાખી રહ્યો હતો? અને શું આકાશ પોતાના ભાઈને મારી નાખશે કે પછી બંને ભાઈઓ ભેગા થઈને દેશના અસલ દુશ્મનનો શિકાર કરશે?

ભાગ ૮:ટ્વીસ્ટનો ધટસ્ફોટ (ક્રમશઃ)....