My life experiences in Gujarati Motivational Stories by પરમાર ક્રિપાલ સિંહ books and stories PDF | મારા જીવનના અનુભવો - 9

Featured Books
Categories
Share

મારા જીવનના અનુભવો - 9

જય માતાજી સિતારામ પરમાર ક્રિપાલ સિહ ખોડુભા મારે આજે લખવા ની કે જાહેર કરવાની કોઈ જરૂર નથી પણ કરું છું... ખુબ નાની ઉમર થી મે આ દુનિયાદારી જોઈ છે... સમય અને લાગણીને વશ થઈને અમુક નિર્ણય મે ચાહવા ના ચાહવા છતા લિધા છે. આ માધ્યમ થકી ઘણા લોકો ને મળ્યો છું ટેલીફોન થકી વાત પણ કરતો હોવ છું ઘણા ઓળખે છે. પણ ઠેર કંઈક રુણાબંધન હશે... લેણ દેણ હશે.. મારા જીવન ના અનુભવ થકી હું અમુક નિર્ણય પરિસ્થિતિ ને કર્તવ્યવશ નથી લઈ શકતો પણ વધારે સમય નહીં રાહ જોવડાવે મને ઈ મને વિશ્વાસ છે. અને જે મારા મન થકી રમી રહ્યું છે એને જરૂર પુર્ણ કરે એવી ભગવાન ને પ્રાર્થના કરું છું રોજ.. પણ બસ એના માટે જ હું એનો છું ઈ મારો.. દુનિયાદારી સમજ માં આવી ગઈ છે.. પણ એની ઈચ્છા હજી નથી.. હું સંકલ્પ કરું પણ ઈ પુરો કરવો કે ના કરવો એના હાથ ની વાત છે.પણ મારે સંકલ્પ તો કરવો પડશે જ ને? હું શું કહેવા માંગું છું શું કરવા માંગુ છું ઈ સમય જતા બધાય ને સમજાય જાશે.. પણ ઈ લોકો નહી સમજી શકે જેની મે ખુબ આદર અને સન્માન આપ્યું છે.. મારા મનને ઈ લોકો નહી સમજી શકે ઠેર હરી ઈચ્છા કારણ મને આ માર્ગ તરફ પ્રેરીત કરવા બદલ આપનો આભાર વ્યક્ત કરું છું..હું ઈમોશનલ આવી વાત લખીને પણ બ્લેકમેલ નહી કરું અને લખું છું એ વ્યક્તિ વાંચશે પણ નઈ અને કોઈને કંઈ ફરક પણ નહી પડે પણ મારા મનની વ્યથા જરુર હળવી બની જાશે..... સ્વાર્થ માટે મે ના જાણે કેટ કેટલાં કુકર્મ કર્યા હે... કોના માટે? હજી કરી રહ્યો છું? મારુ કોણ?? મારુ છે એના માટે મે આજદિન સુધી ધ્યાન આપ્યું જ નથી.... ખુબ દયાળુ છે ઈશ્વર તો પણ મને સ્વીકારી લેશે એવી પ્રાર્થના કરું છું અને પુર્ણ વિશ્વાસ છે. ઈ નહી તરછોડે મને... મારી ગતી તેના તરફ પ્રયાણ કરે વચ્ચે ના રસ્તા પર હજી ભટકી ના જાવ એ હવે તારે જોવાનું છે.... લૌકિક જગત ના વ્યવહાર મને સમજાય ગયા છે... આ માટી ના મણકાની કિંમત મને સમજાય ગઈ છે... હજી પણ આ સ્વાર્થ મને નથી છોડતો... હજી પણ આ કામ ક્રોધ વિષય વાસના મને નથી છોડતી... હજી પણ આ મન નથી સ્વીકારી રહ્યું.. મને પુર્ણ વૈરાગ્ય તરફ ની ગતી નું હજી લેશ માત્ર પણ જ્ઞાન હજી નથી.... મુખોટો સિંહ નો પહેરી અને સિંહોના જુંડ માં લડવા જવા જેવી સ્થિતિ નું સર્જન થયું છે.... પણ હજી આ દેહભાવ હજી આ દેહ સ્વિકૃતી નથી સ્વિકાર કરતો.. હજી આ ક્ષણીક માત્ર નો દેહ ભાવ નથી મૃત્યુ પામતો ખબર નઈ આ પારબ્ધ માં ઘડાઈ ને આવ્યું હશે? કે એની ઈચ્છા આવી હશે? આજે મારે કોઈ સાથે નારાજગી જાહેર નથી કરવી કારણ એમા પણ ઈ બેઠો છે? બસ મને માફ કરી સાચા રસ્તે થી હું પાર નિકળી જાવ એવી પ્રાર્થના કરો.... બાકી દંભી છું ના કરવા યોગ્ય કર્મ પણ કર્યા છે.. અને આટલું જાણવા છતા ં પણ હજી કોણ જાણે આ પાપી નશ્વર દેહ થી થશે. હજી... ઈશ્વર મને તારા માં લિન કર હે પરમ દયાળુ હે કરુણાનિધાન હે પ્રભુ.. હે આત્મા હે પરમાત્મા મને શાંતિ આપ મને શાંતી આપ શાંતી આપ.. મને યોગ્ય માર્ગદર્શન આપ... હે કરુણાનિધાન હે મહામાયા _લિ _ક્રિપાલ સિહ ખોડુભા