Hidden Mohra Part: 3 in Gujarati Fiction Stories by yeash shah books and stories PDF | છુપાયેલા મોહરા ભાગ:૩

Featured Books
Categories
Share

છુપાયેલા મોહરા ભાગ:૩

૧૦૫, સરસવન ફ્લેટ્સ

(ડ્રોઈંગ રૂમ માં જમીન પર દરવાજા થી થોડે દૂર રાજવી નો પતિ સુરેશ બેઠો છે.. સાવન અને સોનાલી સાવિ ના નાનકડા ફોટો સામે પોક મૂકી ને રડી રહ્યા છે.. ફોરેન્સિક એક્સપર્ટ ટીમ ક્રાઈમ સીન ની આજુબાજુ સ્ટડી કરે છે..  બન્ને લાશ પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવી છે..
કોન્સ્ટેબલ વિનુ અને ઇન્સ્પેક્ટર રાહુલ રાઠોડ પ્રવેશ કરે છે..)

રાહુલ રાઠોડ: તું રાજવી નો પતિ સુરેશ છે ને? તું પણ અહીંયા કામ કરે છે?

સુરેશ : ના, સાહેબ હું જયસુખ શેઠ ના વિલા માં ૨૪ કલાક નો પગારદાર છું.. જે હાઈવે પાસે ના "સરસ ગોવિંદ" મંદિર ની સામે છે. આ મારી પત્ની રાજવી અહીંયા ૨૪ કલાક રહેતી હતી.. સાવિ દિકરી ની સંભાળ રાખવા... મને હમણાં સાવન સાહેબે ફોન કર્યો.. એટલે હું આવ્યો..

રાહુલ રાઠોડ: વિનુ, જયસુખ શેઠ ને ફોન કરી ને આના વિશે તપાસ કરો.. બેકગ્રાઉન્ડ અને બધી જ માહિતી કઢાવી લો.

વિનુ : સારું સાહેબ..

રાહુલ રાઠોડ: સુરેશ, છેલ્લે તું તારી પત્ની ને ક્યારે મળ્યો હતો?

સુરેશ : હમણાં ગયા રવિવારે.. સાહેબ.. અમે પૂરા ૨ કલાક સાથે ફર્યા હતા... અને ઘણી વાતો કરી હતી..

રાહુલ રાઠોડ: રાજવી એ કઈ શંકાશીલ વાત જણાવી હતી?

સુરેશ : હા.. સાહેબ, એને  સાવન ભાઈ  અને સોનાલી મેડમ ના ઝગડા વિશે વાત કરી હતી.. જેના પછી ૪ દિવસ સુધી સાવિ દિકરી રાજવી સાથે જ સૂતી.. એ સોનાલી મેડમ થી ખૂબ ડરતી હતી..

(ફ્લેટ ના સેક્રેટરી શાંતિલાલ શાહ પ્રવેશ કરે છે..)
શાંતિલાલ : આ શું થઈ ગયું સાવન ભાઈ?... હું હમણાં જ જામનગર થી ઘરે આવ્યો ત્યારે મારા પત્ની એ જણાવ્યું... ક્યારે થયું?... કેવી રીતે?

રાહુલ રાઠોડ: આપ કોણ?..

શાંતિલાલ: હું આ ફ્લેટ નો સેક્રેટરી છું..

રાહુલ રાઠોડ: હું ઇન્સ્પેક્ટર રાહુલ રાઠોડ,ક્રાઈમ બ્રાન્ચ.. તમને થોડા પ્રશ્નો પૂછવા છે..

શાંતિલાલ : જી સાહેબ, પૂછો..

રાહુલ રાઠોડ: આ ફ્લેટ માં કોઈ વોચમેન કે સીસીટીવી કાઈ જ નથી? અને કુલ અહીંયા કેટલા ફ્લેટ છે? મને વિગતો જણાવો..

શાંતિ લાલ : સાહેબ આ ત્રણ માળ નો ૨૫ વર્ષ જૂનો ફ્લેટ છે.. અહીંયા એક ફ્લોર પર બે ફ્લેટ એમ ગ્રાઉન્ડ ફ્લોર સાથે ૬ ફ્લેટ અને ટેરિસ છે.. એમાંય ૨ ફ્લેટ બંધ છે.. નીચે ગ્રાઉન્ડ ફ્લોર નો ૧૦૧ નંબર નો ફ્લેટ મારો છે, પેહલે માળ ૧૦૨ નંબર ધોરાજી કચ્છી સાહેબ નો છે.. એ પ્રોફેસર છે.. ૧૦૩ નંબર વિરાજ દેસાઈ નો છે.. જે બિઝનેસમેન છે.. માટે ભાગે એમના બંગલા માં જ રહે છે.. ક્યારેક જ અહીંયા આવે છે, એટલે એ ફ્લેટ બંધ જ હોય છે..૧૦૪ ,૧૦૬ નંબર ના બે ફ્લેટ  બિલ્ડર મયંક પટેલના છે, ૧૦૫ નંબર સાવન અને સોનાલી માહેર નો છે.. બસ અને ટેરેસ છે.. અમે બધાજ વર્ષો થી રહીએ છીએ..અને નાનો ફ્લેટ છે એટલે વોચમેન નથી.. અત્યાર સુધી સીસીટીવી ની પણ જરૂર નથી પડી..

રાહુલ રાઠોડ: મયંક ભાઈ પટેલ ના બે ફ્લેટ છે? એમ..

શાંતિલાલ : હા સાહેબ, એમણે તો ક્યાર નું કહ્યું કે આ ફ્લેટ ને રીડેવલપ કરાવો.. પણ વિરાજ દેસાઈ ના બાપા નું ઘર અહીંયા છે... એટલે એ એમની જૂની યાદો થી છુટા પડવા માંગતા નથી.. એમણે મયંક પટેલ ને "સાફ" ના પાડી દીધી હતી..

રાહુલ રાઠોડ: તમારી પાસે રાજવી સહિત આ ફ્લેટ માં જેટલા નોકર તેમ જ સફાઈ કામદાર આવે છે.. એમના વેરીફીકેશન ડોક્યુમેન્ટ છે ને?

શાંતિ લાલ : હા સાહેબ, દરેક ના ડોક્યુમેન્ટ છે..

રાહુલ રાઠોડ: જરૂર પડશે ત્યારે ફરી યાદ કરીશું..

વિનુ : સાહેબ,  સુરેશ નું વેરીફીકેશન થઈ ગયું છે.. એ સાચું કહે છે.. ઘટના ના સમયે એ જયસુખ શેઠ ના બંગલે હતો..

રાહુલ રાઠોડ: વિનુ... સાવન અને સોનાલી ને બીજા રૂમ માં લઈ આવો.. હત્યા ની જગ્યા ને સીલ કરો... બધા ને કહી દો કે કોઈ પણ વસ્તુ ને અડકે નહી..

( રાહુલ રાઠોડ સાવન અને સોનાલી ના રૂમ માં જાય છે..)


૧૦૪, સરસવન ફ્લેટ્સ

(મયંક પટેલ અને મોહના પલંગ પર નગ્ન અવસ્થા માં પડ્યા છે.. મોહના પિઝા છેલ્લો નો ટુકડો.. ખાતા ખાતા..)

મોહના : તારા માટે સ્કોચ વ્હિસ્કી બનાવું?.. કે એક રાઉન્ડ થઈ જાય?

મયંક : તું યાર માણસ છે.. કે શું? બાજુ માં હત્યા થઈ છે... અને તને પિઝા ખાઈ ને સેક્સ કરવું છે.. દારૂ પીવું છે? હમણાં પોલીસ ને આપણા લફરા ની જાણ થઈ છે... તને જરા પણ ટેન્શન છે કે નહીં?

મોહના : જો મયંક... તને પણ ખબર છે, તારું અને મારું લફરું એક દિવસે બહાર તો આવશે જ... અને આ હત્યા સાથે આપણા કોઈ લેવા દેવા નથી... તને એ પણ ખબર છે કે હું બીજા કોઈ ની મેટર માં  ઇન્વોલ થતી નથી.. મારો મૂડ અને મારી મસ્તી મારા માટે સર્વોપરી છે.. તને ખબર છે કે હું દારૂ, ડાન્સ અને સેક્સ માટે ક્રેઝી છું... કદાચ એટલે જ હું તારી સાથે છું... બિકોઝ યુ આર લાઈકવાઈઝ.. પણ તું વાંક વગર ડરે છે... ફાટૂ સાલા.., ( ગાળ), બોલ હવે મને લઈશ કે દારૂ લઈશ....

મયંક : (ગાળ)...એક કામ કર... કપડાં પહેર અને નીકળ અહીંથી... મને એકલો આ સિચ્યુએશન હેન્ડલ કરવા દે...

મોહના: (ગાળ).. (ગાળ).. (ગાળ)... આખા મૂડ ની પથારી ફેરવી નાખી... ક્યાંક તારો તો આ કાંડ માં હાથ નથી ને?...

મયંક : તું.. શું.. (ગાળ) જેવી વાતો કરે છે.. મારું અને તારું અફેર બહાર આવી ગયું તો કંપની માં આપણી બદનામી થશે... મારી પાર્ટનરશીપ તૂટી જશે.. સમજી..

મોહના : તો (ગાળ).. એ પહેલા આપણે લગ્ન કરી લઇશું...

મયંક : લગ્ન... હા... કેમ નહી.. લગ્ન... હવે આ જ રસ્તો છે...

(વધુ આવતા અંકે)