Sarkari Prem in Gujarati Classic Stories by Maulik Vasavada books and stories PDF | સરકારી પ્રેમ - ભાગ 67

Featured Books
Categories
Share

સરકારી પ્રેમ - ભાગ 67

"આ તમાચો તને બહુ મોંઘો પડશે." અમિત પારેખ કહે છે.
"એ બધી વાતો યોગ્ય નથી. હું તમારા માટે આ ઓડિયો લઈને આવી છું. જે સાથીદારો માટે તમે મરી મટવા માંગો છો એ શું કહે છે જરા સાંભળી લ્યો." મહેચ્છા કહીને પછી પોતાના મોબાઈલ પર રોનક શ્રીવાસ્તવ નું રેકોર્ડિંગ સંભળાવે છે.

અમિત પારેખ તો રોનક શ્રીવાસ્તવ નો અવાજ સાંભળી વિશ્વાસ જ નથી કરી શકતો કે તેને જેલમાં મોકલી આપવાની તૈયારી છે. અમિત પારેખ સામે જોઈ મહેચ્છા કહે છે:
"જો મગજ ઠેકાણે આવે તો પોલીસ કર્મચારી ને કહી જોજો. મારી પર ભરોસો રાખજો." 

મહેચ્છા અમિત પારેખ ને અસમંજસ ની પરિસ્થિતિ માં મુકી પછી નીકળી જાય છે. આ તરફ સાંજે મીડિયા પર ન નવનીત ની હાજરજવાબી અને કૌભાંડ ની રકમ પાછી આપવા માટે ની તૈયારી સાથે ઘણી ન્યુઝ ચેનલો તેને નિર્દોષ જાહેર કરવા માટે પ્રયત્ન કરે છે.

મહેચ્છા ના મનમાં જ નવનીત માટે માન સન્માન ખુબ જ વધી રહ્યું હતું. એ હવે પોતાના છેલ્લા પ્રયાસરૂપે પ્રીતમ સિંહ ને મળવા માટે નવનીત ની ઓફીસ માં પહોંચી જાય છે.

"અરે મેડમ‌‌ તમે?" પ્રીતમ સિંહ સીટ પરથી ઊભા થઈ ગયા.

" આપ આરામ થી બેસો. બસ મને થોડીવાર માટે નવનીત નું કોમ્પ્યુટર આપી દો. " મહેચ્છા કહે છે.

"હા મેડમ." પ્રીતમ સિંહ કહે છે.

"તમે ફક્ત મને નવનીત ના ફોલ્ડર તેમજ રિતેશના ફોલ્ડર એક પછી એક બતાવતા જાવ." મહેચ્છા કહે છે.

પ્રીતમ સિંહ સિરોહી ની કલેકટર ને કોઈ રીતે ના તો ન પાડી શકે એટલે જ ચૂપચાપ નવનીત નું કોમ્પ્યુટર ચાલુ કરી પછી નવનીત અને રિતેશ ના ફોલ્ડર બતાવે છે. મહેચ્છા ચુપચાપ બેસીને ફોલ્ડર જોવે છે તો એને રિતેશના ફોલ્ડર માં સંતાયેલા ફોલ્ડર અને ફાઈલો મળી આવે છે કે જે નવનીત ને પણ મળી આવ્યા હતા.

પણ એ બધા જ પાસવર્ડ થી બંધ હતા.મહેચ્છા રિતેશ ના ફોલ્ડર ની બધી માહિતી પેન ડ્રાઈવ માં લઈ લે છે. મહેચ્છા પોતાની જાતને થોડીવાર આંખ બંધ કરીને જોવે છે એને મારિયા યાદ આવે છે.

એ પાસવર્ડ નાખે છે મારિયા. રિતેશ નું છુપાયેલું ફોલ્ડર ખુલી જાય છે. મહેચ્છા તો એ ફોલ્ડર જોઈને હતપ્રભ જ બની જાય છે. એ બધા જ ફોટાઓ ચુપચાપ પેન ડ્રાઈવ માં લઈ લે છે.

મહેચ્છા હવે ડાયરી જોવા માંગતી હતી. એ પ્રીતમ સિંહ સામે જોઈ કહે છે:
"તમે નવનીત ની ખુબ મદદ કરી છે. બસ હવે થોડા સમય ની જ વાત છે." 

"મેડમ‌ તમે પણ હજી નવા સવા જ કલેકટર બન્યા છો. અંહી નો એમ.એલ.એ ખુબ જ ખરાબ અને ભષ્ટ્રાચારી છે. કલેકટર રોનક શ્રીવાસ્તવ પણ સરખો જ છે. તમે અને નવનીત સર આવા બધા થી દૂર રહો એ જ હિતાવહ છે." પ્રીતમ સિંહ સમજાવે છે.

"હું જાણું છું અને કાલ સુધી તો નવનીત આરોપો થી મુક્ત પણ થઈ જશે." મહેચ્છા કહે છે.

"નવનીત સર ખુબ જ સારા છે. પણ તમે એ તમારી જાતને સંભાળજો. સિક્યોરિટી ગાર્ડ ને સાવચેત રહેવાનું કહેજો." પ્રીતમ સિંહ કહે છે.

આ તરફ રોનક શ્રીવાસ્તવ મહેચ્છા ની ગતિવિધિઓ પર પોતાના માણસો થકી નજર રાખી રહ્યો હતો. તેને મહેચ્છા ની નવનીત ની ઓફીસ ની મુલાકાત વિષે માહિતી મળતાં એ તરત જ મહેચ્છા ને ફોન કરે છે.

"મહેચ્છા તું કદાચ મને ગંભીરતાથી લઈ નથી રહી. હું ધમકીઓ જ નથી આપતો. કામ કરી બતાવું છું." રોનક શ્રીવાસ્તવ કહે છે.

"સર તમારી બધી એક્શન તો હું જોઈ જ ચુકી છું. હું તમને કોઈ ખોટી માહિતી નથી આપતી. હું નવનીત ની ઓફીસ માં થોડા કાગળો જોવા ગઈ હતી. મારે નવનીત નિર્દોષ સાબિત થાય એમાં જ રસ છે. કાલે સવારે ડાયરી એમ.એલ.એ સાહેબ ને હું જાતે આપી આવીશ." મહેચ્છા કહે છે.

"તું તો ખુબ સ્માર્ટ યુવતી છે. તારી શું વાત થાય?" રોનક શ્રીવાસ્તવ કહે છે.

"હું અને નવનીત તો સરકારી અધિકારીઓ છીએ. અમારે શાંતિ થી જીવન જીવવામાં રસ છે. આટલી બધી મહેનત જીવનમાં અશાંતિ લાવવા માટે નથી કરી." મહેચ્છા કહે છે.

"ઠીક છે." રોનક શ્રીવાસ્તવ સમજાવે છે.

મહેચ્છા ફોન મુકી પોતાના ઘર તરફ નીકળી જાય છે. આ સમય દરમ્યાન નવનીત પણ મહેચ્છા નો સંપર્ક કરવાનો કોઈ પ્રયત્ન કરતો નથી. જાણે કે નવનીત ને મહેચ્છા પર અને મહેચ્છા ને નવનીત પર ભરોસો હતો કે એક પણ કદમ ખોટો નહીં મુકે.

મહેચ્છા ઘરમાં પહોંચી પોતાના કોમ્પ્યુટર પર નવનીત ના ઓફીસ નો બધો જ ડેટા ભેગો કરી પછી પૃથક્કરણ કરવામાં લાગી જાય છે. એ પોતાની પાસે રાખેલી ડાયરી પણ વાંચી લે છે તો એમાં તે કંઈ સમજી નથી શક્તી. એ ડાયરી લગભગ ત્રણ ચાર વર્ષ જૂની હતી.

એ ડાયરીમાં ફક્ત આંકડાઓ જ હતા. પણ એ આંકડાઓ સમજી શકાય એમ ન હતા. જેમ કે એ-૪૦, એ૧- ૬૦ એમ‌ જુદા જુદા પણ ખુબ જ વ્યવસ્થિત રીતે ગોઠવાયેલા આંકડા હતા. 

રિતેશના છુપાયેલા ફોલ્ડર માં પણ આ જ ડાયરી ના પાનાઓ ની સ્કેન કરીને રખાયેલી ‌કોપીઓ હતી અને એક કોરા કાગળ પર રિતેશની સહી હતી. પણ આ બધા વચ્ચે કંઈક ખુટતી કડીઓ હતી.

મહેચ્છા આ બધું વિચાર કરતા કરતા કોમ્પ્યુટર સામે જ સુઈ જાય છે ત્યારે અચાનક મધરાતે જ મહેચ્છા નો મોબાઈલ ફોન વાગ્યો. મહેચ્છા ને પોલીસ સ્ટેશન થી ફોન હતો. અમિત પારેખ કંઈક માહિતી આપવા માંગતો હતો.

મહેચ્છા પણ સમજી જાય છે કે ડાયરી ના રહસ્યો ફક્ત અમિત પારેખ જ સમજાવી શકે છે. જો આ ડાયરી ની આંટીઘૂંટી ઉકેલાય જાય તો કદાચ રિતેશની સાથે શું થયું એ વિષે પણ ખબર પડી શકે? મહેચ્છા ફટાફટ પોલીસ સ્ટેશન જવા માટે નીકળી જાય છે.

અમિત પારેખ હવે સમજી ગયો હતો કે પોતાની જાતને બચાવવા માટે આ જ છેલ્લો ઉપાય હતો. મહેચ્છા આખા રસ્તે પોતાના મગજના ઘોડા દોડાવતી રહી પણ આ ડાયરી ની માયાજાળ તેને સમજાણી નહીં.

આ તરફ નવનીત પણ એ જ જેલમાં બીજા ઓરડામાં ઊંઘ લેવાનો પ્રયત્ન કરી રહ્યો હતો પણ અચાનક જ પોલીસ ની હલચલ અને અમિત પારેખ ને બેડીઓ થી બંધાયેલી હાલતમાં બહાર જતા જોઈ નવનીત નિરાશ થઈ જાય છે.

"મહેચ્છા શું કરી રહી છે? અમિત પારેખ જ સૌથી મહત્વપૂર્ણ કડી છે. જો એ જ છુટી જશે તો‌ મારી રિપોર્ટ સાચી હશે તો પણ રિતેશ ને ન્યાય નહીં મળે. હું તો બે દિવસ સુધી બહાર પણ આવી શકું." નવનીત ગુસ્સે થઈ જાય છે.

મહેચ્છા ના આગમન ની કોઈ ને ખબર ન પડે એટલે તે પ્રાઈવેટ વાહન થી આવી.મહેચ્છા એ સિક્યોરિટી ગાર્ડ ને પણ પોતાની સાથે આવવા માટે ના પાડી હતી. એ સૌથી મોટું સાહસ હતું કારણ કે એમ.એલ.એ ગમે તે કરી શકે એમ હતો.

એટલે જ મહેચ્છા રોનક શ્રીવાસ્તવ ને સારી સારી વાતો કરી પોતાના પક્ષમાં લાવવા માટે સફળ થઈ હતી.નવનીત ને તો મહેચ્છા ની આ બધી વાતો ખબર જ ન હતી.