Vrushali (Karna's half-sister) - Chapter 2 in Gujarati Love Stories by Vishakha Bhatt books and stories PDF | વૃશાલી (કર્ણ ની અર્ધાંગિની) - પ્રકરણ 2

Featured Books
Categories
Share

વૃશાલી (કર્ણ ની અર્ધાંગિની) - પ્રકરણ 2

🌺 વૃશાલી 🌺
પ્રકરણ – ૨
રાધેયનું હૃદયમંથન
કર્ણને અંગરાજનું પદ પ્રાપ્ત થયાને હજી થોડા જ દિવસો વિત્યા હતા. કર્ણ એ એના માટે રાજમહેલ બનાવવો શરૂ કરી દીધો હતો...એની કાર્ય શૈલી થી બધે એનો જયજય કાર થઈ રહ્યો હતો......
પરંતુ રાધામાતાના હૃદયમાં હવે પુત્રના વિવાહની ચિંતા જાગી ઊઠી હતી.
અંગરાજ બન્યા પછી કર્ણ માટે અનેક યોગ્ય કન્યાઓનાં પ્રસ્તાવ આવવા લાગ્યાં હતાં. વિવિધ કુળોમાંથી સુશીલ, સંસ્કારી અને યોગ્ય કન્યાઓના સંબંધો પ્રસ્તાવિત થવા લાગ્યા હતા.
પરંતુ રાધામાતા અને અધિરથ તો વર્ષોથી એક વાત નિહાળી રહ્યાં હતાં—
વૃશાલી કર્ણના હૃદયમાં ઊંડે સુધી વસેલી હતી.
બાળપણથી જ બંનેની મૈત્રીને તેમણે પોતાની આંખો સમક્ષ વિકસતી જોઈ હતી. સમયના પ્રવાહ સાથે એ નિર્દોષ સખ્યભાવ ક્યારે યુવાનીના મૌન અનુરાગમાં પરિણમ્યો, તેની જાણ કદાચ કર્ણ અને વૃશાલી બંનેને પણ ન થઈ.


વૃશાલી જ્યારે કન્યાવસ્થાથી યુવાનીની દિશામાં પગલાં માંડી રહી હતી, ત્યારે કોઈ ને કોઈ બહાનું કાઢીને કર્ણના ગૃહે આવી પહોંચતી.
અને કર્ણ ગૃહમાં હોય ત્યારે તો તેનું આગમન જાણે નિશ્ચિત જ હોય.
ક્યારેક તે કર્ણને અશ્વોની સેવા કરતાં નિહાળતી.
ક્યારેક તેને અશ્વો પર સવારી કરતાં જોતી, તો ક્યારેક રથની સજ્જા કરતાં. કર્ણ જ્યારે ધનુષ્ય બાણ ચલાવતો હોય ત્યારે એને બાણ સજાવવા ને દૂર સુધી ગયેલા બાણ પાછા લાવવા પણ તત્પર રહેતી....... કોઈ મિત્ર કર્ણ ને સહાય કરતો હોય તો વૃશાલી ને હૃદય માં અજંપો જાગતો....
ક્યારેક રાધામાતાને ગૃહકાર્યોમાં સહાય કરતાં કર્ણને નિહાળતી ત્યારે તેના વિશાળ નયનોમાં એક અજાણ્યો અનુરાગ ઝળહળી ઊઠતો.


 તો કર્ણ પણ વૃશાલીની ઉપસ્થિતિથી અલિપ્ત ક્યાં રહી શકતો ?
તે પણ કોઈ ને કોઈ નિમિત્ત શોધી વૃશાલીની આસપાસ જ રહેતો.
ક્યારેક રાધામાતાના કાર્યમાં સહાય કરતો, ક્યારેક અશ્વોની સેવા કરતો, તો ક્યારેક રથકાર્યમાં પોતાને વ્યસ્ત રાખતો......પરંતુ તેની દૃષ્ટિ વારંવાર વૃશાલી તરફ જ વળી જતી.
વૃશાલી પણ બાલ્યાવસ્થા માં હતી ત્યારે ક્યારેક રાધામાતાને આગ્રહપૂર્વક કહેતી.....
“માતા, આજે મને રાધેય ને ભાવતી રસોઈ શીખવાડશો.”????એ મને ચીડવે છે કે તને કઈ આવડતું નથી....
અને રાધામાતા પણ પુત્રીસમાન વૃશાલીને સ્નેહપૂર્વક રસોઈ શીખવાડતાં.
આ બધું રાધામાતાની દૃષ્ટિથી ક્યાં છુપાયેલું હતું?
તેમણે બંનેના આ મૌન અનુરાગને અનેકવાર પોતાની આંખોથી નિહાળ્યો હતો.
કર્ણ જ્યારે તેના તીર થી નીચે પાડી ને ફળફળાદી લઈને આવતો, ત્યારે જાણે એ ફળ કોના માટે છે તેની તેને પહેલેથી જ જાણ હોય તેમ, તે અચૂક વૃશાલીના ગૃહ તરફ જતો અને પોતાના હાથે તેને ફળ અર્પણ કરતો.


વૃશાલીના પિતા સૂત હતા, પરંતુ સમૃદ્ધ વેપારી હતા. તેમના ગૃહમાં ધન-સંપત્તિની કોઈ અછત નહોતી.


આ જ કારણથી રાધામાતા અને અધિરથ અગાઉ વૃશાલીના માતા-પિતા સમક્ષ કર્ણનો સંબંધ મૂકતાં થોડા સંકોચ અનુભવતા હતા.


કર્ણને તેઓ હૃદયથી ચાહતા હતા, પરંતુ કર્ણ ત્યારે એવી સ્થિતિ અને સામર્થ્ય પર નહોતો કે નિઃસંકોચપણે વૃશાલીના પિતાની સમક્ષ તેનો હાથ માગી શકે.



પરંતુ હવે સમયનું ચક્ર બદલાઈ ગયું હતું.
કર્ણ હવે માત્ર રાધેય નહોતો.
તે અંગરાજ હતો.
અંગદેશનો નરેશ.
રાધામાતા ઘણી વાર મનમાં વિચારતાં—
“હવે તો વૃશાલીના માતા-પિતા સમક્ષ વાત કરવી જ જોઈએ.”


પરંતુ તેમના મનમાં હવે એક નવી જ મુંઝવણ જન્મી હતી.
“વૃશાલીના માતા-પિતા કદાચ આ સંબંધ સ્વીકારી લે... પરંતુ કર્ણ? શું તે આ સંબંધને સ્વીકારશે?”


રાધામાતાને કર્ણ અને વૃશાલી બંને ના હૃદયની લાગણીઓનો આભાસ તો હતો, પરંતુ પુત્રના મુખેથી તેનો સ્વીકાર સાંભળવો આવશ્યક હતો.
અંતે રાધામાતાએ એક યોજના ઘડી.

તેમણે વૃશાલીને પોતાના ગૃહે પૂજા માટે બોલાવી. કહ્યું કે પૂજા માં 16 શણગાર સજી ને બેસવું પડે તો જ પૂજા સારી રીતે સંપન્ન થાય ને ઈશ્વર પૂજા ના સ્વીકાર કરે....
વૃશાલી તો રાધા માં ની યોજના થી સર્વથા અજાણ હતી. તે સજીધજી ને આવી, થોડો સમય રાધામાતા સાથે રહી, પૂજામાં સહભાગી થઈ અને ત્યારબાદ વિદાય લઈને ચાલી ગઈ......
પરંતુ આ સમગ્ર સમય દરમિયાન કર્ણની દૃષ્ટિ વારંવાર વૃશાલી તરફ જતી રહી હતી.
તેના લાંબા કેશ, વિશાળ નયન અને સુંદર મુખમંડળ તેના વસ્ત્રાભુષણ આ બધું કર્ણ માટે બાળપણથી પરિચિત હતું; છતાં દરેક વાર તેને વૃશાલીમાં જાણે કોઈ નવી જ શોભાનું દર્શન થતું.આજે તેને વૃશાલી અલગ જ આકર્ષી રહી હતી....આજ અંગ રાજ નું હૃદય તેના કાબુ માં નહોતું વૃશાલી એકાંત માં મળે તો એનો બાહુ પકડી ને પાસે બેસી ને વાર્તાલાપ કરવા ની ઈચ્છા એના ચંચળ મન માં જાગતી હતી
વૃશાલી તો વિદાય લઈને ચાલી ગઈ.પૂજામાં આવેલા સગાંસંબંધી પણ જતા રહ્યા......


થોડી ક્ષણો બાદ કર્ણે રાધામાતાને પૂછ્યું—
“મા, આજની પૂજા શા માટે હતી?”
રાધામાતાએ સહજતાથી ઉત્તર આપ્યો....
“વૃશાલી માટે.”
કર્ણ ચમકી ઊઠ્યો.
“વૃશાલી માટે?”
“હા બેટા. તેના માટે અનેક વિવાહ ના પ્રસ્તાવ આવી રહ્યાં છે. તેના માતા-પિતા તેના માટે યોગ્ય વરની શોધ કરી રહ્યાં છે. તેથી મેં તેને બોલાવી પૂજા પ્રાર્થના કરાવી કે તેને સુયોગ્ય વર મળે ને તેની ઇચ્છા પૂર્ણ થાય.”


કર્ણના મુખમંડળ પર આશ્ચર્ય છવાઈ ગયું.
“મા? વૃશાલી? વૃશાલી તો હજી નાની છે.”
રાધામાતા મંદ હાસ્ય કરતાં બોલ્યાં—
“તો? શું તેને વર પસંદ કરવાનો અધિકાર નથી? અને ક્યાં સુધી બિચારી રાહ જોતી બેસી રહે? કોઈ એવું હોય, જે તેને પ્રિય હોય...... અથવા તે કોઈને પ્રિય હોય, અને તે સ્પષ્ટપણે સામે આવે, તો અલગ વાત છે. બાકી માતા-પિતા જે કરાવે તે શ્રેષ્ઠ જ હોય ને .”


કર્ણ મૌન રહ્યો.
પરંતુ રાધામાતાના આ શબ્દોએ તેના અંતરમાં જાણે પ્રચંડ વાવાઝોડું જગાવી દીધું.
રાત્રિ ભર એને એને નિંદ્રા ન આવી વૃષાલી સાથે વાત કરવા ની ઈચ્છા બળવત્તર બનતી ગઈ શું કરું શું કરું નું એના હૃદય માં તોફાન ઊઠ્યું..અંતે બીજા દિવસે પ્રભાત માં જ વૃશલી ને મળવા ની યોજના બનાવી લીધી......ને પ્રાથના કરી હે સૂર્યદેવ તમારી સાક્ષી એ વાત કરીશ આશીર્વાદ આપજો ......ને એક અશાંત નિંદ્રા માં પડી ગયો....

---------😰🤔------


બીજા દિવસે વૃશાલી પોતાના નિત્યક્રમ અનુસાર જળ લેવા ગઈ. ત્યારે તેને ખબર નહોંતી કે કોઈ તેની રસ જોઈ રહ્યું છે....પ્રભાત ના આછા અજવાળા માં એણે કોઈ ને ગંગાતટે ઊભેલું જોયું એક પળ ડરી.....પછી આકૃતિ પર થી ઓળખ્યો આ તો રાધેય હજી તો ઉષા કાળ છે સૂર્ય ના કિરણો ય નથી આવ્યા??મારો તો આ નિત્ય કર્મ છે પણ રાધેય અત્યારે અહીં શું કરતો હશે......હજી તો સૂર્ય ને અર્ધ્ય આપવા નેપણ વાર છે?????કર્ણ ના મન ના તોફાન થી અજાણ વૃશાલી ને એની સામે જોઈ ને હંમેશની જેમ તેના અધરો પર નિર્દોષ સ્મિત પ્રસરી ગયું. ...
..
તેને શું ખબર હતી કે કર્ણ ત્યાં તેની જ પ્રતીક્ષામાં ઊભો હતો.

તેણે જળ ભર્યું.
જળથી ભરેલું પાત્ર લઈને તે ઊભી થઈ ત્યારે તેણે સહજતાથી કહ્યું....
“રાધેય, આ પાત્ર જરા મારા મસ્તક પર ચઢાવી આપશો?”અને પૂછ્યું હજી તો ઉષા કાળ છે રાધેય કેમ અત્યારે અહીં ????

કર્ણે જળથી ભરેલું પાત્ર ઉપાડી તેના મસ્તક પર ચઢાવી આપ્યું.
પછી અચાનક તેણે પૂછ્યું
“તારા માટે કોઈ વિવાહ નો પ્રસ્તાવ આવેલ છે?”
વૃશાલી હળવેથી હસી.
“હોય પણ શકે. કેમ પૂછો છો?”



વૃશાલીની એ નિર્દોષતા જોઈને કર્ણના અંતરમાં સંચિત થયેલો ક્રોધ અચાનક ભભૂકી ઊઠ્યો.
તેણે તેના મસ્તક પરથી જળથી ભરેલું પાત્ર ઉતારીને ધરતી પર ફેંકી દીધું.
પાત્રમાંથી જળ ચારે દિશામાં વહી ગયું.


વૃશાલી ચોંકી ઊઠી.
“શું થયું, રાધે? કેમ આ રીતે નારાજ થઈ ગયા છો? કેમ એટલા ક્રોધમાં છો?”
કર્ણે વ્યથાભર્યા સ્વરે કહ્યું—
“ પ્રસ્તાવ હોય પણ શકે?????
તારો વિચાર બીજા સાથે કેવી રીતે થઈ શકે??????
મને અંગ રાજ બનાવ્યો તે જ દિવસે મેં તને કંઈ નહોતું કહ્યું?
મારો વિજય—તારો વિજય.
અને તે પણ કહ્યું હતું
તારું સુખ તે મારું સુખ.
મારું દુઃખ તે તારું દુઃખ.”


કર્ણની અંતર્વેદના હવે શબ્દરૂપે બહાર આવી રહી હતી.
તે આગળ બોલ્યો........
👉🏻“તને રાધેય પસંદ હતો કે નહોતો?
👉🏻તને અંગરાજ કર્ણ પણ ઓછો લાગે છે?
👉🏻શું તને એ પણ તારા લાયક નથી લાગતો?”

વૃશાલીના નયનો અશ્રુથી છલકાઈ ઊઠ્યા અને તે રડી પડી.
વૃશાલીને અશ્રુભીની જોઈ કર્ણનો ક્રોધ શાંત થતો ગયો.
તેના ઉગ્ર સ્વરમાં હવે કોમળતા અને વેદના ભળી

“વૃશાલી... તું બીજા કોઈની બને એ વિચાર જ મારા માટે અસહ્ય છે........ મને રાધામાતાએ એવું કેમ કહ્યું કે તારા માટે વરની શોધ થાય છે?”


વૃશાલીએ અશ્રુભીના નયનોથી તેની તરફ જોયું.
“મને આ વિષે કશું જ ખબર નથી.
હું તો એટલું જ જાણું છું.......
હું મારા રાધય ને મનથી વરી ચૂકી છું.”
કર્ણનું ક્રોધ શાંત થતો ગયો 
તેણે ધીમેથી પૂછ્યું
“તો?”“તો કેમ આવી વાતો થાય છે?
વૃશાલીએ અશ્રુ વહાવતા ધીમા સ્વરે કહ્યું

હું શું કરી શકું? મને ખ્યાલ નથી.
કદાચ મારા માતા-પિતા વિચારતા પણ હોય, તો હું એને કેમ અટકાવી શકું? હું એમને ક્યાં મુખે આપણી વાત કરું ???મારા માટે આ અતિશય લજ્જા સ્પદ નથી મારા મુખે થી બોલવું એ?????


પરંતુ તમે શા માટે તમારા માતા-પિતાને કહીને મારો હાથ નથી માગી લેતા?”હવે તો તમે અંગરાજ કર્ણ છો તમને વાત રજૂ કરતા કોણ અટકાવી શકે ????

કર્ણ મૌન થઈ ગયો.
પરંતુ એ ક્ષણે તેના હૃદયે પોતાનો નિર્ણય કરી લીધો હતો............


હવે તે પોતાના માતા-પિતાની સમક્ષ વૃશાલી માટે પોતાના હૃદયની વાત મૂકશે.
વૃશાલી પણ વધુ કંઈ બોલ્યા વિના ત્યાંથી વળી ગઈ.

🌹🌹🌹🌹

તેના ચરણો પોતાના ગૃહ તરફ આગળ વધી રહ્યા હતા, પરંતુ તેનું મન હજી પણ કર્ણ પાસે જ અટવાયેલું હતું.
કર્ણના શબ્દો તેના અંતરમાં વારંવાર પ્રતિધ્વનિત થતા હતા
👉🏻“ પ્રસ્તાવ હોય પણ શકે?”
👉🏻“તારો વિચાર બીજા સાથે કેવી રીતે થઈ શકે?”
👉🏻“તને રાધેય પસંદ હતો કે નહોતો?”
તેના નયનોમાંથી અશ્રુધારા વહેતી હતી, પરંતુ હવે એ અશ્રુઓમાં માત્ર દુઃખ નહોતું.
તેના અંતરમાં એક પ્રશ્ન પણ જાગ્યો હતો......
“મારા રાધેયને મારા હૃદયની જાણ નથી?”....
“શું આટલાં વર્ષોના મૌન સખ્ય પછી પણ તે મારા નયનોમાં પોતાના માટેનો અનુરાગ વાંચી શક્યો નથી?”
ક્ષણમાત્ર માટે તેના અંતરમાં કર્ણ પ્રત્યે રોષ જાગ્યો.


“મારા પર આટલો અધિકાર ધરાવે છે... છતાં મારા હૃદય પર વિશ્વાસ કેમ ન કર્યો?”


પરંતુ તરત જ તેનું લાગણી ભર્યું અંતર જ તેને ઉત્તર આપવા લાગ્યું......
“પરંતુ તેનો આ ક્રોધ પણ તો તેની પ્રીતિમાંથી જ પ્રગટ્યો હશે ને?”
“જો તેને મારા વિયોગનો વિચાર પણ આટલો વ્યથિત કરી શકે છે, તો તેના હૃદયમાં મારા માટે કેટલું સ્થાન હશે?”


વૃશાલીનું મન ફરી મુંઝાયું.
“તો પછી... તેણે મારા પર અવિશ્વાસ કેમ કર્યો?”


તે થોડે દૂર જઈને અચાનક થંભી ગઈ.તેને કર્ણ પાસે પાછા જવાનું મન થયું.....


તેણે પાછળ ફરીને જોયું.
પરંતુ ત્યાં હવે કર્ણ નહોતો.
તેના નયનો જાણે હજી પણ પોતાના રાધેયને શોધી રહ્યા હતા.
તેની ચક્ષુ સમક્ષ કર્ણનું એ ક્રોધિત મુખમંડળ ફરી ઉપસી આવ્યું; પરંતુ હવે એ ક્રોધની પાછળ છુપાયેલી વેદના પણ તેને સ્પષ્ટ દેખાતી હતી

પોતાની પ્રિયાને ગુમાવી દેવાનો ભય.....🥹
વૃશાલીના અધરો પરથી એક દીર્ઘ નિઃશ્વાસ નીકળી ગયો.
તે ધીમેથી બોલી ઊઠી. 
“રાધે... તું મારા મનથી કેટલો અજાણ છે!”
તેના નયનો માં ફરી અશ્રુ છલકાયા .......
“હું તો ક્યારની તારી થઈ ચૂકી છું, રાધે.”
“મારા હૃદયમાં તો તારા સિવાય અન્ય કોઈ પુરુષના નામ માટે સ્થાન જ ક્યાં છે?”
થોડા ક્ષણો પછી તેના અંતરમાં ફરી એક વિચાર જાગ્યો........
“જો તારું હૃદયમાં મારા માટે આટલો અધિકાર અનુભવે છે , તો મારા માતા-પિતા મારા વિવાહ વિશેવિચારે છે એ માની લેતા પહેલાં તે મને એકવાર વિશ્વાસપૂર્વક કેમ ન પૂછ્યું?”


“રાધે... તું મને આટલી પણ ઓળખતો નથી?”
“તારા સિવાય અન્ય કોઈ પુરુષ મારા હૃદયના સિંહાસન સુધી પહોંચી શકે—એવો વિચાર પણ તારા મનમાં કેવી રીતે ઉદભવ્યો ?”
વૃશાલીએ ધીમેથી પોતાનો હાથ હૃદય પર મૂક્યો.

આ હૃદય તો ક્યારનું જ પોતાના રાધેયને અર્પિત થઈ ચૂક્યું હતું.
અને હવે આજે તેના અંતરમાં કોઈ સંશય રહ્યો નહોતો

“જેને મેં મનથી વર્યો છે, તેના હૃદયની આ મુંઝવણ હવે માત્ર તેની નથી... એ તો મારી પણ મુંઝવણ છે.”
વૃશાલી ફરી પોતાના ગૃહ તરફ આગળ વધી.

નયનોમાં થા અશ્રુધારા વહેતી હતી, અને હૃદયમાં વેદના હતી, છતાં એ વેદનાના અંતરમાં એક મૃદુ દૃઢ વિશ્વાસ પણ પ્રજ્વલિત થઈ ચૂક્યો હતો.......

“મારો રાધેય મને અન્ય કોઈના હસ્તે સોંપી નહીં શકે.”
❤️❤️અને એ જ ક્ષણે, બે હૃદયોમાં બે સંકલ્પો જન્મી ચૂક્યા હતા❤️❤️

❤️એક તરફ રાધેય પોતાના માતા-પિતાની સમક્ષ વૃશાલી માટે પોતાના હૃદયની વાત મૂકવાનો સંકલ્પ કરી ચૂક્યો હતો, 

અને 

❤️બીજી તરફ વૃશાલી પોતાના અંતરમાં એ અડગ વિશ્વાસ લઈને પોતાના ગૃહ તરફ પરત ફરી રહી હતી કે
તેનું હૃદય તો ક્યારનું જ રાધેયનું થઈ ચૂક્યું હતું.પરંતુ રાધેય ના હૃદય માં પણ એજ સદાકાળ રહેવા ની હતી બસ સામ્બ શિવ ને સૂર્યદેવ ની કૃપા ઊતરે એની જ રાહ હતી હવે🌺