Artificial Intelligence - 2 in Hindi Motivational Stories by Ramesh Desai books and stories PDF | કુત્રિમ બુદ્ધિમતા - 2

Featured Books
Categories
Share

કુત્રિમ બુદ્ધિમતા - 2

                          :  પ્રકરણ - 2 :

             ભગવાન! તું આ દુનિયાનો તારણ હાર છે.. એક મા બાપ એક સાથે પાંચથી વધારે સંતાનો ને સંભાળી શકતા નથી ત્યાં તું એકલ હાથે સમગ્ર દુન્યવી વસ્તીને સંભાળી રહ્યો છે . તેમને ફાવે ત્યારે  સુખ દુઃખની લ્હાણી કરે છે.. તેમની જીવન દોર તારા હાથમાં છે..

            પણ તારો સ્વભાવ સમજાતો નથી. તું ગમે ત્યારે નાના જીવડાંને ધરતી પર ઉતારે છે અને મન ફાવે ત્યારે તેની જીવન દોર કાપી નાખે છે.. તેના પરિવારને દુઃખ દર્દની ગર્તામાં શિરે ધકેલી દે છે.

            હવે મને કહીશ? મા તો છિનવી લીધી.. પછી મારા મોટા ભાઈએ એવો તે શું ગુન્હો કરી નાખ્યો હતો જેને કારણે 11 વર્ષની કુમળી વયે તેં એને પણ તારી પાસે બોલાવી લીધો.?.                               મોટા ભાઈના અકાળે થયેલ મોતે પિતાજીને બહુ જ મોટો આંચકો આપ્યો હતો.. તું શું કામ બાળકોને અલગ અલગ મકસદ સાથે ધરતી પર ઉતારે છે? તારી આ હરકતો બિલ્કુલ ગળે ઉતરતી નથી. છ મહિનાના બાળકને પણ તારી પાસે ઉતારવા અધીર થઈ જાય છે.

          મોટા ભાઈને ભણવું ગમતું નહોતું. આ જ વાત નાની માં ઝીરવી શક્યા નહોતા . નાની મા દ્વારા અમાનુષિક વ્યવહાર કરાવી તેને મોતને ઘાટ ઉતારી દીધો. તારી લખેલી સ્ક્રિપ્ટ માં ક્યારે તું કોને વિશે શું લખે છે? તેનો ક્યાસ કાઢવો અશક્ય છે.

            શા માટે તું જન્મ આપીને કોઈ ને કોઈ બહાનું કાઢી તેમને પાછા બોલાવી લે છે?

            તે મોટા ભાઈને પાછા બોલાવી અમને બધાને કારમો ઝટકો આપ્યો હતો .

           દીકરાના મોતને એક પિતા પણ ઝીરવી ના શક્યા હતા .. અને તેમને મા ની ગેર હાજરીમાં બીજા સંતાનોને પોતાની સાથે પોતાના બાળકોને રાખવાનો ખ્યાલ ઉદભવ્યો હતો .

           જેનો વૃદ્ધ સાસુમા એ વિરોધ કર્યો હતોઅને તેમને કપાતે કાળજે પિતાજીને સંતાનોના ભાગલા પાડવા પડ્યા હતા. જેને કારણે સગા ભાઈ બહેનોને લાંબો સમય અલગ રહ્યાં હતા . મારાથી મા અને ભાઈ બન્નેના મોતનો આઘાત ઝીરવી શકાયો નહોતો. અને હું ખુબ જ ભાંગી પડ્યો હતો..

           ત્યાર પછી મારી 80 વર્ષની જિંદગીમાં ભગવાને મને ઘણું આપ્યું હતું, લીધું હતું.. તેનો લેખિત અહેવાલ હું અહીં મારી નવલકથા મારફત રજૂ કરતો રહીશ .

            નાની મા વર્ષમાં એકાદ બે વાર ભાવિકાને લઈ મુંબઈ આવતા હતા..હું નાની માને ખૂબ ચાહતો હતો.. તેઓ અઠવાડિયા માટે મુંબઈ આવતા હતા અને હું તેમને મહિનો બે મહિના મુંબઈ રોકી રાખતો હતો.

            તેઓ રોજ મને નવી નવી વાર્તાઓ સંભાળવતાં હતા. વાર્તાનો ક્વોટા ખૂટી જતાં તેઓ ફરી ફરી જૂની વાર્તા સંભળાવતા હતા. જે મને સાંભળતા કંટાળો આવતો નહોતો.

           એક વાર એક સ્ત્રીના ઘરે તેના માળિયા પર છુપાયેલા ચોર વિશે વાત કરી હતી. બીજી વાર અન્ય સ્ત્રીના સોફા ની પાછળ છુપાયેલા ચોરની પણ વાત કરી હતી. આ બંને કિસ્સામા સ્ત્રીએ હિમ્મત દાખવીને ચોરોને પકડાવી દીધા હતા.

            તેમના મોઢે આવા કિસ્સા સાંભળીને હું ખૂબ ડરી ગયો હતો... આ કારણે હું ઘરમાં એકલો રહી શકતો નહોતો.

             મારી ખેપાની માસી મને એક આંખ પસંદ કરતી નહોતી . તે મને નવી મા ગીતા બહેનથી દૂર કરવાના સતત કાવા દાવા કરતી રહેતી હતી.. તે મારી નજરમાંથી ઉતરી ગઈ હતી.

             તે બધું જ ઓહિયા કરી ગઈ હતી.  છતાં તેના છોકરાઓ એક જ lરોદણાં રડતા હતા.

            " નાની માં એવુ વિલ કરી ગયા છે જેમાં સગી છોકરીના સાવકા સંતાનો અને સાવકી છોકરીના સગા છોકરાઓના હાથમાં કાંઈ જ ના આવે.."

             પણ હકીકત કાંઈ ઓર હતી. તેણે મોટે ભાગે બધું જ પોતાના નામ કરી દીધું હતું.. ગીતા બહેન અમને સ્વીકારી લે તો તેણે મિલ્કતમાં અમને ભાગ આપવો પડશે તેવી દહેશત સેવી અમને એક બીજાથી દૂર રાખવાના સક્રિય પ્રયાસો રાચી રહેતી હતી.

           આ માટે તેણે બહુ જ મોટો સ્ટંટ કર્યો હતો.

             એક દિવસ સાંજના ચાર વાગે અમારે ઘરે આવીને ગીતા બહેનને આદેશ આપ્યો હતો.

           " ચાલ! તૈયાર થઈ જા. આપણે હોસ્પિટલ માં જવાનું છે. "

            પેશન્ટ જોડે ગીતા બહેનને કોઈ લેવા દેવા નહોતી. છતાં તેણે સ્ટંટ કર્યો હતો..

           " મારી સાથે ચાલ! મને એકલા જતાં કંટાળો આવે છે. "

             તે સાંભળીને મેં કહ્યું હતું.. " મને પણ હોસ્પિટલ લઈ જાઓ. "

            મારી વાત સાંભળી માસીએ કહ્યું હતું.

            " છોકરાઓ હોસ્પિટલમાં ના આવી શકે.. "

            આવું બહાનું કાઢી માસી ગીતા બહેનને લઇ મને રડતો છોડી જતી રહી હતી. રહ્યા હતા.

              મને રડતો નિહાળી પડોશની અનન્યા મારી પાસે દોડી આવી હતી!

              તેણે મારી પાસેથી પિતાજીનો ફોન નંબર લીધો હતો. અને તેમને ફોન કર્યો હતો.

              " તમે તરત જ ઘરે આવી જાઓ.. સંભવ ઘરમાં એકલો છે અને રડી રહ્યો છે.. "

              સાંભળી પિતાજી તરત જ ઘરે દોડી આવ્યા હતા. અને મને માસી ને ઘરે લઈ ગયા હતા. તે કઈ હોસ્પિટલ માં ગઈ હતી ?  તેની જાણકારી માટે અમે તેના ઘરે ગયા હતા.. પણ ત્યાંથી કોઈ ખબર મળ્યા નહોતા.. અને અમે બાપ દીકરો વીલે મોઢે ઘરે પાછા ફર્યા હતા.

             સાંજના સાડા સાત વાગે ગીતા બહેન ઘરે પાછા આવ્યા હતા. તેમને જોઈ પિતાજી એ તેમને આકરા શબ્દોમાં ટોક્યા હતા. તેઓ કોઈની પણ નાની અમથી વાત સાંખી શકતા નહોતા.. તેઓ તરત જ નાના બાળક ની માફક પોક મૂકીને રડવા લાગ્યા હતા.

           ઘરનું વાતાવરણ થોડું દર્દ નાક બની ગયું હતું. આ સ્થિતિમાં પિતાજીએ કહ્યું હતું.

           " ચાલો! આજે આપણે બહાર ડિનર કરીશું.. અને કોઈ સારી ફિલ્મ નિહાળીશું. "

           અમે પહેલા હોટલમાં ગયા હતા.

           વિધવિધ વાનગીથી છલકાતી થાળીનો ઓર્ડર આપ્યો હતો. જેમાં કેરીના રસથી માંડીને એક થી એક શ્રેષ્ઠ વાનગીઓ શામેલ હતી.

            અમે પેટ ભરીને ખાધું હતું. પિતાજીને એસીડીટી ની સમસ્યા હતી. તેમણે પોતાના ભાગનો રસ મને આપી દીધો હતો.

           પછી અમે ' ઝનક ઝનક પાયલ ફિલ્મ જોવા ગયા હતા. ત્યારે ફિલ્મ એ શી બલા છે? તેની મને કોઈ જાણ નહોતી.. ઘડી ઘડીએ દ્રશ્ય બદલાતું હતું.. તે મને અચરજ જગાડતું હતું. મારા પિતાજીએ મને ફિલ્મ વિશે જાણકારી આપી હતી. અને મને મેં ફિલ્મ દયાનથી જોવામાં મન પરોવ્યું હતું.

          તે રાતે માતા પિતાની વાત સાંભળી એક ભયાનક સત્ય બહાર આવ્યું હતું..

          માસાએ મોકો જોઈ ગીતા બહેનનું યોન શોષણ કર્યું હતું. ત્યારથી મને માસા પ્રત્યે ઘૃણા જાગી હતી. હું તેમની સામે પણ જોતો નહોતો.

          છતાં પતિ પત્ની કદમ કદમ પર મને નકામો સાબિત કરવાનાં પ્રયાસમાં સતત વ્યસ્ત રહેતા હતા. હું ભણી રહ્યો હતો તે બદલ પણ તેમને પેટમાં બળતરા થતી હતી. હું ભણીશ તો તેમના કરતૂતોની મને જાણ થશે. હું તેમની સામે ઊભો થઇ જઈશ એ વાતનો ફફડાટ સદાય તેમના હૈયે ઘર કરી ગયો હતો.

          પણ હું તેમની પરવા કર્યા વિના મારી મંઝિલ ભણી આગે કૂચ કરી રહ્યો હતો.

           માસા એ તેમના નાના ભાઈ ને વિતાડવામાં કોઈ મણા બાકી છોડી  નહોતી. તેમણે નાના ભાઈની વહુ સાથે પણ કાળું મોઢું કર્યું હતું.. તેમના ઘરમાં એક નોકરાણી કામ કરતી હતી. તેને માસાના સઘળા કાળા કરતુતોને ઉઘાડા પાડ્યા હતા..તેણે જ મને બધી વાત કરી હતી.

          માસાએ તેને  પણ બક્ષી નહોતી.

          પોતાની સાસુના પૈસા પોતાના હસ્તક લઈ તેમણે જુહુમાં બંગલો ખરીદયો હતો એટલું જ નહીં નાના ભાઈનું થિયેટર પણ પોતાને નામ કરી લીધું હતું.

          માસાના કાળા કામોની યાદી ઘણી જ લાંબી થતી ગઈ હતી. એવું કાંઈ જ બાકી નહોતું જે તેમણે ના કર્યું હોય.

          પાછલા દિવસોમા તેમની હાલત બદથી બદતર હતી, પણ તેમની આંખો ખુલી નહોતી.. તેમની જુવાન છોકરી લગ્ન બાદ બીજે જ વર્ષે ગુજરી ગઈ હતી. તેમના દીકરાઓની હાલત પણ કહેવા જેવી નહોતી. કોઈ પાર્ટીને તેમણે ધંધામાં ફસાવી લૂંટી લીઘી હતી .. અને પાર્ટી એ ઇન્કમ ટેક્સ - સેલ્સ ટેક્સ ખાતાને જાણ કરી તેમને ધૂળ ચાટતા કરી દીધા હતા.

           કોર્ટમાં તેમની વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. મેં તેમની વિરુદ્ધ  જુબાની આપી હતી.  અને તે નબીરાઓને આકરીમાં આકરી સજા અપાવી છઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દીધું હતું.

           માસાનું બુરી હાલતમા મૃત્યુ થયું હતું.. તે વખતે માસીની આંખો ખુલી હતી પણ ત્યારે ઘણું પાણી વહી ગયું હતું.

            તેમની પાછલી જિંદગી અત્યંત કષ્ટદાયક હતી. તેમણે કરેલા પાપોની આકરી સજા તેમને વ્યાજ સહિત ભોગવવી હતી.

           મેં ત્રણ ધોરણ સુધીનો અડધો અભ્યાસ હાંસોટમા કર્યો હતો..મોટા ભાઈના સંદેશના અવસાન બાદ પિતાજી મને મુંબઈ લઇ આવ્યા હતા.. અને  મ્યુનિસિપલ સ્કૂલમાં  ભરતી કર્યો હતો. પાંચ ધોરણ સુધી મેં ત્યાં અભ્યાસ કર્યો હતો.

          તે દરમિયાનમાં મારી ત્રણ છોકરાઓ સાથે દોસ્તી થઈ હતી. તેમને હું મારા પાકા દોસ્ત માનતો હતો.

          અમારી સાથે એક મુસ્લિમ છોકરો પણ ભણતો હતો જે તેના બહેન બનેવી સાથે રહેતો હતો. તે મારો ખરેખર સાચો દોસ્ત હતો.. હું વારંવાર તેના ઘરે જતો હતો. તેના બહેન બનેવીએ પણ અમારી દોસ્તી સ્વીકારી લીધી હતી.

           અને એક દિવસ તેને અકસ્માત થયો હતો.

        

                     0000000000  (ક્રમશ :)