Ishq in Gujarati Love Stories by Roshani Prajapati books and stories PDF | ઈશ્ક - ભાગ 2

Featured Books
Categories
Share

ઈશ્ક - ભાગ 2

                      રાહુલ એ રાગિણી ના સામે જોયું ભી નહીં ને કહી દીધું કે સારું મેડમ હું તમને હમણાં બોલાવું ત્યારે આવો . રાગિણી વિચારવા લાગી કે કેમ અત્યારે હું આવી છું તો બોલી દો ને . તો રાગિણી આ બધું વિચારતી જ હતી. રાહુલે રાગિણી ની સામે જોયું અને બોલ્યો કેમ હજી સુધી અહીંયા ઉભા છો. મારું કંઈ કામ છે તમારે. તો રાગીની વિચારોમાંથી બહાર આવી અને રાહુલના સામે જોઈને બોલી ના  સર કંઈ કામ નથી મારે તમારું . તરત જ રાહુલ બોલ્યો તો કેમ હજી સુધી અહીંયા જ ઉભા છો મેં તમને કહ્યું ને કે  અત્યારે તમે જાઓ પછી આપણે આના પર વાત કરીએ. રાગીણી ઓકે કહી તરત  બહાર નીકળી ગઈ. 

                       રાહુલ રાગિણી ને બહાર જતાં જોઈ રહ્યો હતો. એ કંઈ વિચારે એના પહેલા જ એના ફોનની રીંગ વાગી જોયું તો એના પપ્પા નો કોલ હતો એને ફોન ઉપાડ્યો એ પછી બોલ્યો હાલો પપ્પા તો અંદર ફોનમાંથી અવાજ આવ્યો આવી ગયો ઓફિસે તો રાહુલ એ કહ્યું હા આવી ગયો હું ઓફિસે. એના પપ્પા નો જવાબ આવ્યો હા તો મારા કેબિનમાં આવ આપણે કામ બાબતે થોડી ઘણી વાતચીત કરી લઈએ. રાહુલે સારું કરીને ફોન મૂકી દીધો. થોડીવાર થઈ તો રાહુલ કેબિનમાંથી બહાર નીકળીને એના પપ્પાની કેબિન તરફ જવા લાગ્યો. એના પપ્પાની કેબીન  આગળ જઈને એને દરવાજો ખટખટ આવ્યો. અંદરથી અવાજ આવ્યો કમીન....

                         રાહુલ કેબીન ની અંદર જાય છે. અંદર જઈને જુએ છે તો રાગિણી અંદર જ ઊભેલી હતી. રાહુલ રાગીણીને જોતો જોતો ખુરશી ઉપર બેસી જાય છે. રાજેશભાઈ રાહુલની સામે જોઈને અને એમનો હાથ રાગીની સામું કરીને બોલ્યા રાહુલ અ તારી સેક્રેટરી છે તારે કંઈ બી કામ હોય કંઈ બી હોય તો તું આની સાથે સંપર્ક કરી શકે છે. રાગિણી રાહુલની સામે જોઈને માથું હલાવ્યું. રાહુલે થોડા ગુસ્સાના મિજાજમાં બોલ્યો હા હમણાં જ મારા કેબિનમાં આવીને મળી ગયા છે તો મને ખ્યાલ છે કે  કોણ છે . રાજેશભાઈએ રાહુલનો આવો મિજાજ જોઈને થોડાક અસ્વસ્થ થઈ ગયા. અને તરત રાગિણીના સામે જોઈને કહ્યું તમે તમારા કેબિનમાં જાઓ તમારું કામ હશે ત્યારે તમને બોલાવીશું. રાગિણી ઓકે કહીને કેબીન માંથી નીકળી ગઈ. રાજેશભાઈએ રાહુલના સામુ જોઈને કહ્યું આપણા ઘરના ઝઘડા ઘર સુધી રાખીશ તો સારું રહેશે અત્યારે તું ઓફિસમાં છે  રાહુલ ગુસ્સામાં ઉભો થઈ ગયો અને ઓકે કહીને  કેબીન માંથી બહાર નીકળી ગયો. રાહુલને કેબિનમાંથી બહાર જતા જ રાજેશભાઈ એમના મનમાં વિચારવા લાગ્યા કે શું સાચું કરી રહ્યો છું હું એણે ઓફિસમાં લાવીને? પણ એના માટે આ જ સારું છે એ જે કરવાનું કહે છે એમાં બધા શું કહેશે મારા બિઝનેસને કોણ સંભાળશે પછી ... આ બધું વિચારતા વિચારતા રાજેશભાઈ બારીના સામું જોવે છે અને થોડા શાંત થઈ જાય છે. 

                        આ બાજુ રાગિણી એના કેબિનમાં જાય છે અને ચેર ઉપર બેસીને વિચારે છે પાકુ રાજેશ સર અને રાહુલ સર વચ્ચે કંઈક તો પ્રોબ્લેમ છે! એટલું વિચારતી જ હોય છે ને એટલા માં એના કેબિનમાં રહેલા ફોનની ઘંટડી વાગે છે. એ ફોન ઉપાડે છે તો રાજેશ સર નો હોય છે રાજેશ સર એણે કહ્યું કે તું મારા કેબિનમાં આવ. રાગીણી તરત જ રાજેશ સરના કેબિનમાં જાય છે. રાજેશ સર રાગીણીને ચેર પર બેસવાનું કહ્યું. રાગીણી ચેર પર બેસી જાય છે તો તરત જ રાજેશ સર એ કહ્યું કે રાગિણી તું આ કંપનીમાં બહુ ટાઈમ થી કામ કરી રહી છે તો તમે કંપનીમાં કેવી રીતનું કામ થાય છે એ બધી જ તને ખબર છે તો હું બસ એટલું જ કહેવા માગું છું કે રાહુલ પહેલી વખત ઓફિસમાં આવેલા છે તો એમને બધું સમજાવવાની જવાબદારી તમારી . એટલે જ મેં તને એની સેક્રેટરી રાખી છે કે જેથી એણે અહીંયા કંપનીમાં કોઈ પ્રોબ્લેમ ના થાય એને કોઈ ભી પ્રોબ્લેમ હોય તો એને હેલ્પ કરજે. રાગીની થોડી અચકાઈને બોલી પણ સર હું એમને કેવી રીતે બધું કહી શકીશ એ મારા બોસ છે. રાજેશ સર એ કહ્યું હા મને ખ્યાલ છે કે એ તારા બોસ છે પણ એ હજી આ ફિલ્ડમાં ફર્સ્ટ ટાઈમ આવ્યો છે તો એને આ ફિલ્ડનું એટલું બધું નોલેજ નથી અને તું અહીંયા પહેલેથી જ  કામ કરે છે તો તને બધું  ખ્યાલ છે તો તું સમજાવીશ તો એને સારી રીતે સમજણ પડશે અને પાછળથી એણે જ બિઝનેસ સંભાળવાનો છે. રાગીણી એ થોડીવાર વેટ કરીને રાજેશ સર ને  ઓકે સર હું મારી રીતે બધા પ્રયત્ન કરીશ એમને દરેક વસ્તુ સમજાવવાનો દરેક વસ્તુ જણાવવાનો. રાજેશ સર થોડો હાશ અનુભવ કરીને રાગિણીને કહ્યું ઠીક છે તો તમે તમારા કેબિનમાં જાઓ જ્યારે બી તમારી જરૂર પડશે ત્યારે હું તમને બોલાવીશ અને હા એટલું ધ્યાન રાખજો કે રાહુલને કંઈ બી જરૂર હોય તો તમે તરત એની પાસે હાજર રહેજો. રાગિણી એની ચેર પરથી ઉભી થઈ અને કહ્યું કે સર હું વધુ ધ્યાન રાખીશ એમ કહીને કેબિનમાંથી બહાર નીકળી ગઈ અને એની કેબિનમાં જતી રહી. 

                           રાગીણી એના કેબિનમાં ચેર ઉપર બેસીને વિચારે છે કે જો હું બોસ ને કંઈ સમજાવા ગઈ અને જો બોસ ને કઈ વસ્તુ ખોટી લાગી તો શું થશે.. આવું વિચારતા વિચારતા એ ખોવાઈ જાય છે અને એટલામાં જ એને ખ્યાલ આવે છે અરે મારે કામ ભી કરવાનું છે ચલ રાગીની હવે કામ પર લાગી જા...... .....


(ક્રમશઃ)