સ્વપ્નસૃષ્ટિ
[ દુનિયાદારીથી દિલની મંજિલ સુધીની કહાની ]
( પ્રકરણ – ૩૦ )
અર્પણ
દિલના અગાધ સાગરમાં હર પલ અને ભૂતકાળમાં વહેતી રહેલી એ ‘‘જીવન’’ ને એના સાથ બદલ... પ્રેમ અને વિશ્વાસ બદલ...
જેના કારણે મને લખવાની પ્રેરણા મળી તેમજ પ્રેમ... સુખ... દુઃખ... લાગણી... ભાવના... જીવન... મૃત્યુ... નફરત... ઈર્ષ્યા... અથવા એમ કહું કે જીવનની દરેકે પ્રકારની લાગણીઓને સમજી શકવાની અને દરેક વસ્તુને ઊંડાણ પૂર્વક નિરીક્ષણ કરવાની શક્તિ મળી.
તેમજ મારા દરેકે દરેક વાંચક મિત્રોને અર્પણ...
વિનંતી વિશેષ.....
મારા વિષે મેં મારા ગણાય લેખમાં કહ્યું જ છે બસ હવે કદાચ મારે કઈ કહેવાનું બાકી નથી. બસ એક વિનંતી કરીશ કે મારા લેખ વાંચ્યા પછી એના પર પોતાના સારા નરસા સુઝાવ જરૂર થી આપવા. અને એના માટે પણ તમારે કોઈ મુશ્કેલી ઉઠાવવાની નથી મારા બધાજ પ્રકારના કોન્ટેક્ટ ડીટેઈલ્સ હું નીચે આપી રહ્યો છું. તો જરૂરથી જણાવજો કદાચ મારા લેખનમાં થતી ભૂલો તમારા દોરેલા ધ્યાનથી હું સુધારી શકીશ એવી આશા રાખું છું કે તમે દરેક વાચક મિત્ર જેવું લાગે એવોજ પ્રતિભાવ જરૂર આપજો.
મારા માટે તમારા પ્રતિભાવ સોઉથી વધુ મહત્વ પૂર્ણ રહેશે. બને તો બૂક વાંચી અહીજ રીપ્લાય આપવો અન્ય લોકો પણ કદાચ એના માટે પ્રેરાય..
નામ ;- Sultan Singh
મોબાઈલ ;- +91 - 9904185007 [ whatsapp]
મેઈલ ;-
ફેસબુક ;- @imsultansingh
ટ્વિટર ;- @imsultansingh
લિન્ક્ડ ઇન ;- @imsultansingh
[ સરનામાની મને નથી લગતી કોઈને જરૂર જણાતી હોય અને એવું હોય તો મને મહેસાણા આવીને ફોન કરી શકો છો હું સમ્પૂર્ણ મેહસાણીઓ છું... ]
પ્રકરણ – ૩૦
મારા હાથે છ હત્યાઓ થઇ ચુકી હતી પણ કદાચ એનો મને ખ્યાલજ આવી શક્યો ના હતો. મારું મન ભાંગી પડ્યું... દિલ ચકનાચૂર થઈને વિખેરાઈ ગયું... આંખો અને મનમાં એક ઘોર અંધકાર છવાઈ ગયો... અને હું ત્યાજ ઢળી પડી. થોડાક સમય બાદ જયારે મને હોશ આવ્યો ત્યારે મારી આંખો સામે અંધકાર હતો, એક ઝાંખો ચહેરો હતો એ પપ્પા હતા જેમણે મને પાણી છાંટીને ઉઠાડી હતી કદાચ એકના શ્વાસ ચાલુ હોય એવું પપ્પાએ મને કહ્યું અને મને શાંત રહેવાનું કહી એમણે પેલા વ્યક્તિ માટેના બચાવ અર્થે બહાર મદદ માંગવાનું કહી બહાર ચાલ્યા ગયા. એમણે મને પાણીનો ગ્લાસ હાથમાં આપ્યો અને તેઓ બહાર તરફ ચાલ્યા ગયા, હું એમને જોઈ રહી હતી કઈજ મનમાં આવતું ના હતું. બસ એક અંધકાર હતો મેં ફરી ક્યાંક ખોવાઈ જઈને એજ લોખંડનો રોડ ફરી ઉપાડ્યો અને હલન ચલન કરતા બધાજ શરીરોને યમરાજનો રસ્તો બતાવી દીધો. મારા મન પર એક ભૂત સવાર હતું અને આમ પણ મારે હવે જીવવું ના હતું, મારી પાસે આમ પણ ખોઈ દેવા માટે હવે કઈજ ના હતું. હવે મારા મનમાં અમેરિકા જવાની પણ કોઈ ઈચ્છા ના હતી અને હોય પણ કેમ ? કયા મોઢે જવું ? શું મોં દેખાડવું ? શું જવાબ આપવો ? શું વધ્યું હતું તે હવે સુનીલને અર્પણ કરવું ? મારું શરીર... પ્રેમ... લાગણી... ભાવના... સપના... માન... સમ્માન... લાજ અને મારું સર્વસ્વ સુધ્ધા હવે લુંટાઈ ચુક્યું હતું. આમ પણ મારે હવે જીવવું તો ના હતું પણ, મારા કારણે કોઈના જીવનમાં ખતરો ના ઉભો થાય એટલે કદાચ મારે બધી સ્પષ્ટતા ડાયરીમાં કરવી પડી. કદાચ, પપ્પા પણ મને ખોટી ના સમજી બેસે એટલે મારે ના કહેવાની વાતો પણ ડાયરીમાં ટાંકવી પડી રહી છે પણ હવે બસ મારે દુનિયા છોડી દેવી છે. જીવવા અને સુનીલને અર્પણ કરવા માટે મારી પાસે આ લુંટાયેલા માન, સમ્માન, પ્રેમ, શરીર અને કઈજ નથી બધું મારી સમજ શક્તિ કરતા બહારનું અને વિચિત્ર છે. હવે ઝંખના પણ નથી કે હું સુનીલ પાસે જાઉં પણ હા એક તમન્ના છે કે મારો પ્રેમ મારે સુનીલને યાદ કરાવો છે પણ કદાચ હવે હું એટલી પવિત્ર નથી રહી. કદાચ ભગવાન મને એક અવસર આપે તો મારે બસ એકાદ મહિનો માંગવો છે સુનીલ સાથે જીવવું છે એના પ્રેમને જીવવો છે કદાચ મારી આ અંતિમ ઈચ્છા પણ મારો એ ભગવાન માનશે કે કેમ...? અલવિદા છે મારી આ દુનિયાને... જેમાં હું બધું હારી ચુકી છું બસ એક પ્રેમ જીવે છે... પ્રેમ... સુનીલ અને...પ્રેમ...
હવે શું કહું... એક દર્દ છે દિલના એ અગાધ સાગરના ઊંડાણમાં અને ઘોર અંધકાર જાણે ચારેકોર છવાયેલો છે પણ એની કોઈ હવે દવા નથી. સુનીલ... સુનીલ... સુનીલ... દિલના દરેકે ખૂણે બસ એકજ નામ છે. કોઈ પણ સ્થાને થી અવાઝ કરૂ બસ દિલના બધે ખૂણે પડઘાઈને એકજ શબ્દ પાછો આવે છે જેમાં સુનીલ નામ સામેલ હોય. પણ હવે શું ? હું એના લાયક રહી નથી... હું હવે પવિત્ર નથી રહી એના પ્રેમ માટે... એ મને કેમ અપનાવશે... હું કયા મોઢે જીવી શકીશ... કદાચ આ મારા છેલ્લા શબ્દો હશે હું મારા જીવનને ટૂંકાવી નાખવા માંગું છું. સુનીલ સિવાય મારા દિલમાં કઈજ નથી બસ સુનીલ... અને મારી સ્વપ્નસૃષ્ટિ... જેમાં જીવેલો... એક એક પળ... સાથે સુનીલ... પ્રેમ... સપના... લાગણી... ભાવના... બધુજ બસ સુનીલમાંજ હતું કદાચ અજેય છે અને રહેશે પણ... હું એને મળીશ તો ખરાજ કદાચ મારો સાચો પ્રેમ મને માર્યા પછી પણ એની પાસે જરૂર લઇ જશે...
----
અડધું વંચાયું અને અડધું જાણે એના મનસપટ પર ફિલ્મની જેમ દ્રશ્યો સ્વરૂપે ચાલી રહ્યું હતું જાણે એક કથા ચાલી રહી હતી. જેમાં સુનીલ નાયક હતો, સોનલ નાયિકા અને વિલનનો રોલ કરનાર ગણા હતા જેમાં મુખ્ય ભૂમિકા વિજય ની હતી. અચાનક વર્તમાન જાણે શબ્દોની રચાતી દુનિયાને ચીરતો નઝર સામે દેખાયો, કિશનભાઈના હાથનો સ્પર્શ ખભા પર અનુભવાયો કદાચ એમણે ડોક્ટર આવતા હોવાનો આરતીને ઈશારો કર્યો હશે. આરતી ઉઠી ડોક્ટરને બધુજ ફટાફટ બેચેની પૂર્વક પૂછવા લાગી “ ડોકટર સાહેબ હવે સુનીલને કેમ છે ? ઠીક તો છે ને ? બધું બરાબર છે ને ? ખતરો તો નથી ને ? વધુ વાગ્યું તો નથી ને ? બોલોને ? પ્લીસ ? કઈક તો કહો ડોકટર...?” આરતી હડબડાહટ માં ઘણું બધું બોલી ગઈ પણ, “ બધું ઠીક ઠાક છે અને અમે બધા પ્રયાસ કરી રહ્યા છીએ... એક નાના ઓપરેશનની જરૂર છે બાકીની કાર્યવાહી તમે પતાવો...” એટલું કહી ડોક્ટર ફરી બાજુના ઓપરેશન થીયેટરમાં અદ્રશ્ય થઇ ગયા.
ડોક્ટર ફરી ફાઈલ હાથમાં લઈને આવ્યા કદાચ તેઓ સોનલને બધું ખર્ચનું અનુમાન આપતા હતા અને પૈસા ભરાવી દેવાનું કહી રહ્યા હતા. સુનીલની હાલત પરથી કદાચ એમને પૈસા ના ભરી શકે એવું લાગ્યું હશે એટલે એમણે પેલા બધી સ્પષ્ટતા કરવાનો વિચાર કર્યો હશે.
“ લગભગ પાંચેક લાખ જેવો ખર્ચ થશે... તમે ઇન્તજામ કરીને બધી ફોર્માલીટીઝ પતાવી દયો એટલે આગળના કામ પર અમે લાગીએ... ઓકે... મેડમ... ઓલ ક્લીયર...” આટલું કહીને ડોકટર અટક્યા કદાચ સામે ઉભેલી આરતીના જવાબની એમને રાહ જોવાનિજ હતી.
“ મની... ડસ્ન્ટ મેટર સર... તમે એઝ પોસીબલ એઝ ફાસ્ટ ઓપરેશન કરો... પાંચ, સાત કે દશ લાખ ની શું વાત કરો છો કરોડ થશે તો પણ ચિંતા નથી. તમે કદાચ એમને હજુ ઓળખાતા નથી એ અમેરિકાના ટોપ બિઝનેશમેન સુનીલ સહાની છે...” આરતીએ સુનીલની ઓળખ આપી પોતાનો પક્ષ સ્પષ્ટ કરતા જેમ બને તેમ ફટાફટ ઓપરેશન થાય એવી વ્યવસ્થા કરાવી.
“ ઓહ માય ગોડ... આ સુનીલ સહાની છે...? વોટ અ પ્લેસન્ટ સરપ્રાઈઝ... મેડમ...?” ડોક્ટર સાહેબના ચહેરા પરના ભાવ હવે સ્પષ્ટ હતા એમની ચિંતા હવે ભુસાઈ ચુકી હતી અને પ્રશન્નતા છવાયેલી જોઈ શકાતી હતી.
“ શું થયું ડોકટર સાહેબ ઓપરેશન થઇ જશે ને કે પહેલા રૂપિયા જમા કરાવું ખાલી બીલ આપો હું હાલજ પેય કરાવી દઉ... બસ સરને કઈ થવું ના જોઈએ...?” આરતીએ પોતાની વ્યથા અને ચિંતાના પોટલા ઠાલવ્યા. અને બસ બંને હાથ ભેગા કરીને જાણે એને કપડા પર ઘસતી હતી કદાચ ચિંતાના સમયે એ આવા એક્સપ્રેસન આપતી હશે.
“ અરે હવે જરૂર નથી... પણ નીતિન ક્યાં છે ? એ મારો બાળપણનો ભેરુ છે યાર... અને આ મારો દીકરા જેવો છે... એના ઓપરેશન માટે હું પેલા રૂપિયા ભારાવીશ...? ના પેલા હું એને ઠીક કરીશ... અને શક્ય હશે તો પૈસા પણ હું ભરીશ...? સમજ્યા...?” ડોકટરના ચહેરા પર ચમક ઉપસી આવી હતી. કદાચ નીતિન સહાની અને પોતાના ભવ્ય ભૂતકાળની યાદોને વાગોળી રહ્યા હતા.
“ ઓકે સર... તો ઓપરેશન શરુ કરો...” આરતી બોલી.
“ અરે હા... ડોન્ટ વરી... સુનીલને કઈ પણ નઈ થાય... એવેરીથીંગ વિલ બી ફાઈન... ચીલ... બેટા...” ડોકટરે પોતાનો જવાબ આપ્યો અને એક સુચન એમના ડોક્ટર્સને પણ આપ્યું “ જલ્દી ઓપરેશનની તૈયારી કરો...”
આરતી ફરી કિશનભાઈ બેઠા હતા ત્યાં બેસી સુનીલની તબિયતની જવાબદારી ડોકટરે લીધી હોવાની સ્પષ્ટતા કરી હવે તે ડોકટરના જવાબ પછી સંપૂર્ણ નિશ્ચિંત હતી. એણે કિશનભાઈ પાસે બેસી સવાલ કર્યો “ અરે હા અંકલ એક સવાલ કરવો છે...? સોનલ હવે ક્યાં છે ? અને આ છેલ્લા પાના લખ્યા પછી શું થયું હતું ?” એણે કાગળો બતાવતા કિશનભાઈને સવાલ કર્યો અને એવાજ કેટલાય સવાલો એક સાથેજ પૂછી લીધા. એના અવાજમાં ચિંતા, વેદના, ઈર્ષ્યા અને પ્રેમનો સંગમ હતો એનો અવાઝ પણ એક દમ ધીમો હતો.
“ એજ કર્યું જે એણે લખ્યું છે... એ હવે નથી રહી... બેટા...” કિશનભાઈએ ફરી પોતાનો જવાબ આપી એક ગહન ચુપકીદી સાધી લીધી એમની આંખોમાં ભીનાશ વર્તાઈ રહી હતી. એક દર્દ હતો અને વેદનાના સાગરો જાણે ઉભરાઈ રહ્યા હતા જે સહ્યું હતું અને જે હવે રહ્યું હતું એમાં કિશનભાઈ પાસે જાણે કઈજ ના હતું.
“ પણ એણે જીવન ટૂંકાવાનું આમાં લખ્યું છે એમ કઈ રીતે...? અને શું થયું હતું...? અંકલ...” હાથમાં રહેલા કાગળોને કિશનભાઈ તરફ આગળ કરતા પેલા શબ્દો પર આંગળી મુક્ત કહ્યું. એના ચહેરા પર પણ કેટલાય સવાલો જાણે ઉભરો મારીને બહાર ડોકિયા કરતા હતા.
“ એણે એવુજ કર્યું હતું... હું જયારે બહારથી મદદ માંગીને પાછો આવ્યો ત્યાં સુધી ઘણો વખત વીતી ચુક્યો હતો... કદાચ હું બહુજ મોડો પડી ગયો હતો અથવા મેં એને એકલી છોડીનેજ જાણે બઉ મોટી ભૂલ કરી લીધી હતી.” કીશનભાઈની વેદના એમના સ્વરમાં ભળી અને અવાઝ ધીમો પડ્યો.
“ કેવી રીતે....?” આરતીના ચહેરા પર ચિંતા અને આશ્ચર્યની રેખાઓ ફરી ઉપસી આવી એના હાવભાવ બદલાઈ ગયા.
“ એણે ફાંસો ખાઈ લીધો બેટા... અને કદાચ એણે એના લખેલા ફેસલાને શાબિત કર્યો હતો... એ મારી દીકરી જેવી હતી...” આટલું બોલતા બોલતાતો એમની આંખો વહેવા લાગી હતી, પણ હવે તો તેઓ ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યા હતા એક અદભુત વ્હાલ અને વેદનાનો સંગમ એમના અવાઝમાં ભળતો હતો.
કદાચ હવે વધુ ભૂતકાળને ઝંઝોળવો યોગ્ય ના લાગ્યું હોય એમ આરતી ત્યાંથી ઉભી થઇ ગઈ. એણે બસ પેલી ડાયરીનો આગળનો ભાગ ક્યાં હશે એ વિષે પૂછ્યું એમણે બસ ઘરનો ઈશારો કર્યો કદાચ, હવે આરતીને આખી કહાની વાંચવી હતી અને જાણવી પણ હતી. આરતીએ તરતજ ઘરનું સરનામું આપી પોતાના ડ્રાઈવરને એ ડાયરી લઇ આવવાનું કામ સોપ્યું. પોતેજ ગઈ હોત તો વધુ સારું રહેત એવો વિચાર એના મનમાં આવ્યો પણ ખરો, પણ કદાચ સુનીલ પાસે રહેવું અત્યારે એને વધુ જરૂરી લાગ્યું. એટલેજ એણે ડ્રાઈવરને મુકીને યોગ્યજ કર્યું એવી લાગણી એના મનમાં ઉભરાઈ આવી. કારણકે સુનીલની તબિયતમાં હજુય તટસ્થતા નહોતી આવી હજુય સતત ઉતાર-ચઢાવ આવ્યેજ જતો હતો. સમય વીતતો હતો અને સોનલ દરેક વખતે બહાર ફરતા ડોક્ટરને પૂછી લેતી હતી અને એકજ જવાબ પણ દરેક વખત સાંભળવા મળતો હતો કે “ અમને હેરાન ના કરશો મેડમ અમે અમારા બેસ્ટ માટેની પૂરી કોશિશો કરી રહ્યા છીએ..” આરતી અને કિશનભાઈ ફરી બેસી જતા હતા. ભગવાનને કદાચ પ્રાથના કરી લેતા હતા એક આશા અને જાણે બસ સુનીલના જીવ માટેનીજ બંને તરફની પ્રાથના હતી.
સમયની દોડ સતત ચાલુજ હતી ઘડિયાળના કાંટા સાથે સમય દોડી રહ્યો હતો અને વિતતોજ જતો હતો. બે એક કલાક થવા આવ્યા હતા ડોકટરના આંટાફેરા સાથે સાથેજ હવે આરતી પણ આમ તેમ ફરતી હતી અને એની નઝર હવે દરવાજા તરફ મંડાઈ ચુકી હતી. એની દિલની ગહેરાઈમાં બસ હવે સોનલની પૂરી કહાની સંભાળવાની ઝંખના વધી રહી હતી એનામાં એવુતો શું ખાસ હતું જેના કારણે સુનીલ સંપૂર્ણ પણે બદલાઈ ચુક્યો હતો. દુનિયાની દરેક ખૂબીને જીવતો માણસ આજે આમ એક પાગલની માફક એક છોકરી માટે જાણે ગાંડો થઇ ચુક્યો હતો. અચાનક થોડીકજ ઘડીઓમાં ડ્રાઈવર આવ્યો એના હાથમાં ડાયરી હતી આરતીએ તરતજ એ ડાયરી દોડીને લીધી અને ફરી સોફા પર ગોઠવાઈને ડાયરી વાંચવા માંડી.
લગભગ છ એક કલાક વીત્યા એક પછી એક પત્તા ફરતા હતા આરતીની આંખો કોઈક વાર ચમકી ઉઠતી તો કોઈક વાર ભરાઈને ઉભરાઈ જતી. એણે જાણે હવે ખુબજ આનંદ આવતો હતો એ પૂરી એકાગ્રતાથી બધુજ વાંચી રહી હતી. એનું મન કદાચ બધુજ સમજતું હતું પણ તર્ક કરવા અસમર્થ હતું છેવટે લાંબા અંતરાલે બધુજ પત્યું એની આંખો વરસી પડી. સોનલ પ્રત્યેની હાલ સુધી દિલમાં ઉદભવેલી ઈર્ષ્યા એ વહેતા આંશુંઓમાં વહી રહી હતી. કદાચ હવે સુનીલની હાલત એને સમજાઈ રહી હતી પોતાના દિલમાં તડપતા પ્રેમ કરતાય સોનલનો પ્રેમ હવે એને ઉચ્ચ લાગવા લાગ્યો હતો. કદાચ એ એના કરતા ઉચ્ચ હશે પણ ખરા... કારણ કે સુનીલ એના પાછળ એટલી હદે પાગલ હતો કે એના માટે એ બધુજ છોડી દેવા માટે પણ તૈયાર હતો... પ્રાણ પણ...
હવે તો આખરી પત્તાઓ પણ ફરી ગયા એણે છેવટે છેલ્લે વધેલું એક પાનું કોરું જોઈ એમાં એકજ શબ્દ લખ્યો “ સ્વપ્નસૃષ્ટિ – દુનિયાદારીથી દિલની મંઝીલ સુધીને કહાની ” કદાચ એણે આ કહાનીને પોતાનું નામ અર્પણ કર્યું હતું. જેમાં બંને પક્ષનો પ્રેમ દુનિયાદારીમાં છૂટ્યો અને દિલની દુનિયામાં જીવાયો હતો, હવે એની આંખોમાં ચમક દેખાતી હતી. એક આનંદ હતો એવી વ્યક્તિને પ્રેમ કરવાનો જેની પ્રેમકહાની આટલી ભાવનાત્મક અને ભવ્ય હતી. ડોક્ટરોની દોડા દોડ વધી રહી હતી થોડાકજ સમયમાં બધાજ ડોક્ટર બહાર આવી ગયા કદાચ એને આરામ માટે ઇન્જેક્શન આપ્યા હશે. આરતીએ સાંભળ્યું કે સુનીલની હાલત ખુબજ નાઝૂક છે તરતજ નવમાં ફ્લોરના રૂમમાં એક નાનકડા ખૂણામાં ભગવાન શ્રી કૃષ્ણનું મંદિર હતું ત્યાં આરતી દોડીને પહોચી ગઈ. સુનીલની તબિયત માટે પ્રાથના કરવા લાગી એની આંખોમાં પ્રેમ હતો કદાચ સોનલ પણ હયાત હોત તો અત્યારે આમજ તડપતી હોત. પણ હવે એ ના હતી... એની યાદો હતી... એનો પ્રેમ હતો... હજુય જીવતો હતો... સુનીલના દિલમાં... એ હજુય એમજ સંગ્રયેલો હતો. એને અચાનક ડાયરીના અંતની અમુક લીટીઓ યાદ આવી સોનલે લખ્યું હતું મારો પ્રેમ મને એની સાથે જીવવાનો એક અવસર જરૂર આપશે એનો અર્થ... એમ કે... સોનલ ખરેખર અમેરિકામાં હતી... એ બોસ સાથેજ ઇન્ડિયા આવી અને પછી પોતાનો સમય પતવાથી જતી રહી પણ... ખરેખર એવું બની શકે ખરા ? એક વાર મરેલ વ્યક્તિ પાછી આવે ખરા ...? ના એ શક્ય નથી એવું કઈ રીતે બની શકે ? કદાચ સોનલનો પ્રેમ સાચો હોય અને... એને સર્જનહારે પણ સ્વીકારવો પડ્યો હોય ? વાહ કેટલી અદભુત દુનિયા છે એમાય તારો ખેલ તો નિરાલો છે કાન્હા... એના મુખેથી સહસા બે પંક્તિઓ નીકળી ગઈ...
“--- એ દુનિયા અગર ઈશ્ક ઇતના બુરા હે ઓર શાદી અચ્છી તો,
કૃષ્ણ કે સાથ રાધાકો કયો પૂજા જતા હે રુક્મીણી કે બજાય...?---”
સમય વહેતો જ જઈ રહ્યો હતો રાત્રીના નવેક વાગ્યા હતા. કિશનભાઈ અને આરતી બંને સોફા પર ક્યારના હોશમાં આવવાની આશમાં બેઠા હતા. ઝડપભેર ડોક્ટરની એક ટીમ આવી અને આરતી કઈ પૂછે એ પહેલા સુનીલના રૂમની અંદર ચાલી ગઈ લગભગ દસેક મિનીટ બાદ એ લોકો ફરી બહાર આવ્યા. સુનીલની તબિયત ઠીક હતી એવા સમાચાર આપીને બધા ફરી પોતાના કામમાં પરોવાઈ ગયા અને જતા જતા મળી શકવાની મંજુરી સાથે દવાઓનું બીલ પણ આપી ગયા. આરતીએ તરતજ પોતાના ડ્રાઈવરને ફ્રુટજ્યુસ અને અન્ય દવાઓ લઇ આવાનું કહીને પોતે તુરંતજ અંદર દોડી ગઈ કિશનભાઈ પણ પાછળ પાછળ અંદર ગયા.
[ વધુ આવતા અંકે ... ]
લેખક ;- સુલતાન સિંહ
સુચન આવકાર્ય ;- ૯૯૦૪૧૮૫૦૦૭ [ whatsapp ]