Half Love - Part - 4 books and stories free download online pdf in Gujarati

હાલ્ફ લવ

હાલ્ફ-લવ

ભાગ-૪

Piyush M. Kajavadara

Mob.-9712027977

Fb-www.facebook.com/kajavadara

Email-kajavadarapiyush786@gmail.com

રવિવાર ની સવાર બંસરી માટે કાઈ નવું જ લઇ ને આવવાની હતી જેની બંસરી ને ખબર ના હતી. આમ પણ જો બધા આવતી કાલ વિશે જાણવા લાગે તો લગભગ આ દુનિયા માં કોઈ દુખી થઇ ને તો ના જ ફરે.

સવાર પડી. એ સુરજ નો મીઠો પ્રકાશ બારી માંથી થઇ ને સીધો જ બંસરી ના મોં પર આવી રહ્યો હતો અને બંસરી નો એ ચેહરો ખીલી રહ્યો હતો. જેવી રીતે સૂર્ય ના કિરણ થઈ સુર્યમુખી ખીલી ઉઠે બસ એવી જ રીતે બંસરી નો ચેહરો ધીમે ધીમે ખીલી રહ્યો હતો.

બંસરી ની આંખ ધીમે ધીમે ખુલી રહી હતી. સપના ઓની દુનિયા માંથી ફરી ને હવે પછી સાચી દુનિયામાં બંસરી આવી રહી હતી.

બંસરી બેટા હવે કેટલી વાર? સવાર ના ૯ તો વાગ્યા છે હવે તો ઉઠી જા. “રસોડા માંથી મમ્મી નો અવાજ આવ્યો.”

અરરે મમ્મી એક દિવસ તો સુવા માટે હોય છે એમાં પણ તમે મને ઉઠી જા, ઉઠી જા, કરી ને ઉઠાડો છો. “બંસરી પોતાના વાળ ને હાથ માં લઇ ને માથા ની ઉપર બાંધતી બાંધતી બોલી.”

સામે થી કોઈ જવાબ ના આવ્યો એટલે બંસરી ટોવેલ લઇ ને સીધી બાથરૂમ તરફ ચાલી ગઈ.

બંસરી માટે આજે અલગ દિવસ હતો બધા રવિવાર કરતા આજ નો રવિવાર કાઈ નવું લઇ ને આવવાનો હતો જે એના માટે સારું હતું કે ખરાબ એ બંસરી ને પણ ખબર નહોતી. એ માત્ર આગળ જતા સમય જ બતાવી શકે એમ હતો કે શું થવાનું છે આગળ જઇ ને.

આજે પપ્પા પણ સવાર માં ઘરે જ હતા જે મોટે ભાગે રવિવાર કાઈ ને કાઈ બહાર જતા રહેતા પણ આજે મહેમાન આવવાના હતા એટલે તેઓ પણ આજે ઘરે જ રોકાય ગયા હતા.

બંસરી ફ્રેશ થઇ ને બાથરૂમ માંથી બહાર આવી.

તે બહાર આવી ને જુવે છે તો ત્યાં કોઈ સારી પડેલી જોવા મળે છે બંસરી ના બેડ પર. તે જોર થી બુમ પડે છે.

“મમ્મી આ સારી કેમ અહી પડી છે?”

મમ્મી પોતાના દબાતા પગ સાથે દુર થી જ જવાબ આપવાના બદલે તેના રૂમ માં આવે છે.

“કેમ બુમ બુમા કરે છે?” મમ્મી બોલ્યા.

આ સારી કેમ અહી પડી છે એ મને તમેં જણાવશો? “બંસરી બોલી.”

અરરે દિકા આજે તને જોવા મહેમાન આવવાના છે એના માટે તારે તૈયાર તો થવું પડશે ને? કે નઈ? “મમ્મી પ્રેમ થઈ બોલ્યા.”

હા, પણ મમ્મી એના માટે મારે સારી પહેરવી જરૂરી થોડી ને છે મેં દરરોજ પહેરું છું એના કરતા આજે નવા કપડા પહેરી ને ડ્રેસ માં પણ આવી જ શકું છું ને? “બંસરી એ સામે પ્રેમ થઈ જ જવાબ આપ્યો.”

હા, દીકું કાઈ જરૂર તો નથી પણ મારા અને તારા પપ્પા માટે પહેરી લે. “મમ્મી બોલ્યા.”

હમમ, બંસરી વિચારતી હતી જે જોવા માટે આવે છે એના માટે નઈ તો મારા મમ્મી પાપા માટે તો પહેરી જ શકું છું ને બંસરી એ કોઈ પણ પ્રકાર ની વધુ પડતી માથાકૂટ કર્યા વગર મમ્મી ને હા પડી દીધી અને મમ્મી પણ ખુશ થઇ ગયા અને પોતાના કામ કરવા માટે રસોડા તરફ ચાલ્યા ગયા.

બંસરી પાસે હવે વિચારવા માટે નો વધુ સમય ના હતો. તેણી ને જેમ બને એમ જલ્દી ફટાફટ તૈયાર થવાનું હતું કારણ કે ૯ તો વાગી જ ગયા હતા અને લગભગ ૧૦ વાગ્યા ના ટકોરે મહેમાન પણ આવી જવાના હતા. બંસરી એ ઘણી બધી સ્પર્ધા માં ભાગ લીધો હોવા થઈ તેણી ને સારી સારી રીતે પહેરતા આવડતી હતી.

બંસરી એ પોતાની રૂમ નો દરવાજો બંધ કર્યો અને ફટાફટ તૈયાર થવાનું શરુ કર્યું.

શરીર પર થી ધીમે ધીમે કપડા ઉતરતા હતા અને સાથે સાથે નવા કપડા પહેરતા જતા હતા.

બંસરી સારી પહેરી ને તૈયાર તો થઇ ગઈ હતી પણ હવે ચહેરા ની સજાવટ બાકી રહી હતી. બંસરી પોતાની ટેબલ લઇ ને અરીસા સામે બેસી ગઈ.

હલકો એવો ચહેરા પર મેક અપ કર્યો. બંસરી ના ફેસ ને મેક અપ ની જરૂર હતી જ નહિ પણ સાથે બીજું ઘણું બધું કરવાનું હતું એટલે હલકા એવો મેક અપ કરવો જરૂરી હતો.

એક હાથ માં કાજલ લઇ ને આંખ પર આંજવાનું શરુ કર્યું. કાન માં ડાઈમન્ડ વાળી બુટી પહેરી. અને સરસ મજા ની વાળ ની સ્ટાઈલ બનાવી. એક હાથ માં બંગડી પહેરવા માં આવી. આઈ બ્રો સરખો કરવામાં આવ્યો. બંસરી અલ મોસ્ટ તૈયાર થઇ ચુકી હતી અને ઘડીયાર પણ વહેતા પાણી ની જેમ ચાલી રહી હતી અને ૯:૪૦ તો થઇ જ ગયા હતા અને હવે બંસરી નું પેટ રાડું પડી રહ્યું હતું કાઈ નાસ્તો કરવા માટે. બંસરી તૈયાર થઇ ને સીધી જ રસોડા તરફ ગઈ.

મમ્મી મને ફટાફટ કાઈ ખાવા માટે આપ મને બોવ ભૂખ લાગી છે અને મહેમાન આવી જાય પછી તો નક્કી નઈ મને ક્યારે જમવા મળશે એ અને મારું પેટ એટલી બધી રાહ જોઈ શકે તેમ નથી. “બંસરી એક સાથે ફટાફટ બોલી ગઈ.”

પણ મમ્મી ની નજર બંસરી ની વાત કરતા એના ચહેરા પર વધુ હતી. બંસરી ના મમ્મી ને ખબર જ નહોતી કે બંસરી શું બોલે છે બસ તે માત્ર બંસરી ને જ જોય રહી હતી.

મમ્મી? હું તમને કહું છું. “બંસરી ફરી બોલી.”

વાહ, તું બંસરી જ છે ને? “મમ્મી બોલ્યા.”

ના, હું બંસરી નથી. હું તો બંસરી નું ભૂત છું. “બંસરી ટીખળ કરતા બોલી.”

હા, મને એં જ લાગે છે આ બંસરી ના હોય શકે. “મમ્મી સામે મજાક કરતા કરતા બોલ્યા.”

મમ્મી આપને મને કાઈ ખાવા માટે મને.

હા, દિકા પણ આજે બોવ જ સુંદર લાગે છે તું એકદમ પરી ની જેવી. “મમ્મી બોલ્યા.”

થેંક યુ મમ્મી.

મમ્મી બંસરી ને નાસ્તો આપતા આપતા બોલતી હતી.

તને ખબર છે બંસરી તું જયારે ૧૦ વર્ષ ની હતી ત્યારથી જ તને અલગ અલગ સ્પર્ધા માં ભાગ લેવાનું બોવ પસંદ હતું અને ઘરે હેરાન હું થતી.

કેમ તું હેરાન થતી મમ્મી? “બંસરી બોલી.”

તો શું શાળા એ કોઈ પણ સ્પર્ધા માં ભાગ લઇ ને તું આવે અને બધી જવાબદારી મારા પર આવે. તને તૈયાર કરવી તારી સ્પર્ધા માં ભાગ લીધા પછી કઈ કઈ વસ્તુ ની તને જરૂર પડશે એ વસ્તુ મારે ગોતવા માટે મારે જવું પડતું અને પાછુ હું ગોતી ને લઇ પણ આવું પણ તું હતી એકદમ જીદ્દી પસંદ આવે તો જ લે નહીતર પાછુ મારે જવાનું. તે મને બોવ હેરાન કરેલી ત્યારે.

બંસરી મન માં ને મન માં હસતી હતી.

અને ત્યાર થી જ હું તને સારી પહેરાવતી ત્યારે પણ તું એટલી જ સુંદર લાગતી અને મને મારી કરેલી મહેનત પર ખુબ જ ખુશી મળતી. અને એ દિવસ હતો અને આજ નો દિવસ છે મને આજે ફરી એ ૧૦ વર્ષ ની બંસરી નો ચેહરો દેખાઈ આવ્યો એટલે હું ખોવાય ગયેલી તને જોવા માં. “મમ્મી ના ચેહરા પર સહેજ હલકા એવા આંસુ જોવા મળ્યા.”

અરરે મમ્મી કેમ રડે છે તું? “બંસરી બોલી.”

બંસરી આતો હરખ ના આંસુ છે. આજે મારી દીકરી ખરેખર મોટી થઇ ગઈ. એની ખુશી ના આંસુ છે આ. તું ચિંતા ના કર હું એકદમ ઠીક છું બસ મને એક હગ આપજે તારી. “મમ્મી બોલ્યા.”

અને સીધી જ બંસરી પોતાની મમ્મી ના બે હાથ વચ્ચે સમાઈ ગઈ. જ્યાં તેણી ની આખી દુનિયા સમાયેલી હતી. થોડી વાર માટે એકબીજા ની ભાવના ઓની પરસ્પર આપ લે કરવામાં આવી અને છેલ્લે આ ઈમોશનલ સીન પૂરો કરવામાં આવ્યો અને એક બીજા ના ચહેરા પર સ્મિત આવી ગયું.

ચાલ બંસરી હવે બહુ સમય ના બગાડ તું અને જલ્દી જલ્દી નાસ્તો કરી લે હમણાં જ મહેમાન આવી જશે પછી એવો સમય નઈ વધે. “મમ્મી બોલ્યા.”

હા, મમ્મી. “બંસરી એ મોટા એવા સ્મિત સાથે જવાબ આપ્યો.”

બંસરી નાસ્તો કરી રહી હતી, પપ્પા બહાર હોલ માં બેસી ને ટી.વી જોઈ રહ્યા હતા અને મમ્મી પોતાના બાકી ના કામ ફટાફટ પતાવી રહ્યા હતા.

ત્યાં જ બહાર થી હલકો એવો અવાજ આવ્યો.

કેમ છે મોહનભાઈ?

અને અંદર મમ્મી અને બંસરી ને ખબર પડી ગઈ કે મહેમાન આવી ગયા છે. એટલે કામ કરવાની અને નાસ્તો કરવાની ઝડપ ફટાફટ વધી ગઈ.

એકદમ મજા માં છું તમે કેમ છો કિશોરભાઈ. “બંસરી ના પપ્પા બોલ્યા.”

હવે મારે અહી તમને બધા ના નામ જણાવવા પડશે તો બંસરી ના પપ્પા નું નામ છે મોહનભાઈ અને બંસરી ની મમ્મી નું નામ છે સરીલાબેન, અને એના પછી બંસરી ને એક નાની બેન પણ છે જેનું નામ છે ખુશી જે બહાર ના શહેર માં અભ્યાસ કરે છે અને જે બંસરી ના માટે માગું લઇ ને આવેલા એટલે કે સગાઇ થાઈ એ પહેલા વચ્ચે એક માણસ રહે જેમની તમને બધા ને ખબર જ હશે તો કિશોરભાઈ એ વચ્ચે રહેલા માણસ છે.

હવે આગળ જોઈએ..

બંસરી ના મમ્મી પોતાની સારી સરખી કરી ને બહાર હોલ તરફ આવે છે અને બંસરી રસોડા માં જ રહે છે.

માત્ર છોકરો, છોકરા ના પપ્પા અને કિશોરભાઈ ૩ જ જણા બંસરી ને જોવા માટે આવેલા હતા.

વાતો ચાલુ થઇ અને તમે કોઈ છોકરી કે છોકરા ને જોવા ગયા હોઈ તો તમને ખબર જ હશે કે સૌથી વધુ શરમ ત્યાં જે છોકરા કે છોકરી ને જોવા માટે આવ્યા હોય એમને જ આવતી હોય છે કારણ કે મોટા તો પોતાની વાતો ચાલુ કરી દે પણ જે તે છોકરો કે છોકરી ને બસ એમની સામે બેસી ને જોવાનું જ રહે. તે ના તો તકિયા ને ટેકો દઈ ને બેસી શકે ના તો પગ પર પગ ચડાવી ને બેસી શકે, બસ એકદમ ટટ્ટાર બેસી જવાનું, અને કોઈ ની પણ વાતો પર મીઠું મીઠું સ્મિત આપતું રહેવાનું એટલે ૫૦ ટકા વાત ત્યાં જ નક્કી થઇ જાય. પછી છોકરા છોકરી ના મન મળે એટલી જ રાહ જોવાની આવે.

આ બાજુ બંસરી ના પપ્પા અને મમ્મી એ કિશોરભાઈ અને છોકરા ના પપ્પા સાથે વાતો કરી રહ્યા હતા, અને છોકરો બસ એમને બધા ને સાંભળી રહ્યો હતો.

બંસરી રસોડા માં બેઠી બેઠી કંટાળી રહી હતી, અને તે ઊભી થઇ અને રસોડા માંથી હોલ સામે જ દેખાઈ એવી એક બારી મુકવામાં આવેલી હતી, એટલે બંસરી ને યાદ આવ્યું હું ઊભી થઇ ને જોવ તો ખરી કે છોકરો દેખાઈ છે કેવો એટલે તે ધીમે પગે ઊભી થઇ ને બારી તરફ ચાલી. ખાસ કાઈ દેખાતું નહોતું પણ એમની વાતો સંભળાતી હતી એટલે બંસરી પછી વાતો સાંભળવા લાગી.

અભ્યાસ શું કર્યો છે? “બંસરી ના પપ્પા એ છોકરા ને પૂછ્યું.”

BDS (ડેન્ટલ) કર્યું છે. “છોકરા એ જવાબ આપ્યો.”

દાત ના ડોક્ટર છો એમ ને. “બંસરી ના પપ્પા બોલ્યા.”

આ સવાલ લગભગ નહોતો કરવા જેવો તો પણ બંસરી ના મમ્મી એ કર્યો.

તમારું નામ શું છે?

મારું નામ ‘રાજ’ છે. “છોકરા એ જવાબ આપ્યો.”

શું કરે છે રાજ અત્યારે તું? “બંસરી ના મમ્મી બોલ્યા.”

અત્યારે તો મારી ઇન્ટરશીપ ચાલે અહી જ સરકારી હોસ્પિટલ માં. “રાજ એ જવાબ આપ્યો.”

બંસરી આ બધું સાંભળી રહી હતી રસોડા ની બારી પાસે ઊભી ઊભી અને સાથે સાથે એક એક્શન પણ કરી.

‘રાજ’ નામ તો સુના હી હોગા.’

ત્યાં જ કિશોરભાઈ બોલ્યા. “બંસરી ક્યાં છે બોલવો એને એટલે છોકરો છોકરી એકબીજા ને જોઈ લે.”

એટલા માં જ બંસરી ની બધી એક્શન અને હવા ત્યાં જ ફૂસ્સ થઇ ગઈ અને હાર્ટબીટ ૮૦-૯૦ થઈ સીધી જ ૧૫૦ એ પહોંચી ગઈ. શરમ અને ડર ના મારે હાથ થોડા ધ્રુજવા લાગ્યા. જે બંસરી સાથે ભગ્યે જ થતું બાકી બંસરી સામે આવી ને બધ ધ્રુજવા લાગતા જયારે આજે બંસરી ખુદ ધ્રુજી રહી હતી.

બંસરી ના મમ્મી ઉભા થઇ ને રસોસા તરફ આવી રહ્યા હતા જે બંસરી જોઈ રહી હતી એટલે ફટાફટ બારી પાસે થઈ દુર જઈને સામે બીજી બારી પાસે જઈને ઊભી રહી ગઈ.

બંસરી ચાલ નાસ્તો લઇ ને હોલ માં આવ તારી બધા ત્યાં રાહ જોઈ રહ્યા છે. “બંસરી ના મમ્મી આવી ને બોલ્યા.”

બંસરી ના મમ્મી સરીલાબેન એ પહેલે થી જ નાસ્તા ની પ્લેટ તૈયાર જ રાખેલી જેથી કરીને મહેમાન આવી જાય પછી કોઈ પણ પ્રકાર નું મોડું ના થાય.

સરીલાબેન બંસરી ને બધું સમજાવી ને હોલ તરફ જઇ રહ્યા હતા ત્યાં જ બંસરી બોલી.

“મમ્મી એક મિનીટ આપણે બંને સાથે જ હોલ તરફ જઈએ મને એકલા આવતા શરમ લાગે છે.”

મમ્મી એ બંસરી ની વાત માની લીધી અને બંસરી એ એક હાથ માં ટ્રેં લીધી નાસ્તા ની અને સરીલાબેન આગળ ચાલતા હતા અને બંસરી એના મમ્મી ની પાછળ પાછળ જેથી કરી ને મહેમાન ડાયરેક્ટ બંસરી ને જોઈ ના શકે, પણ તે માત્ર રસોડા થી હોલ સુધી પહોંચે ત્યાં સુધી જ ચાલવાનું હતું પછી તો બંસરી ને સીધા બધા મહેમાન ની સામે જઈએ ને નાસ્તા ની પ્લેટ રાખવાની હતી.

બંસરી એ નાસ્તા ની પ્લેટ ટેબલ પર મૂકી અને સરીલાબેન ની બાજુ માં જઈએ ને બેસી ગઈ.

શું અભ્યાસ કર્યો છે તે દીકરી? “છોકરા ના પપ્પા એ પૂછ્યું.”

મેં નર્સિંગ કર્યું છે. “બંસરી એ બોલી.”

અને અત્યારે હું શ્રી નાથ હોસ્પિટલ માં જોબ કરું છું. શું કરે છે એ પૂછે પહેલા જ બંસરી એ સાથે જવાબ આપી દીધો.

સરસ. “રાજ ના પપ્પા બોલ્યા.”

હવે છોકરા છોકરી ને પણ કાઈ વાત કરવી હોય તો આપણે તેઓ ને એકલા મૂકી દઈએ. “કિશોરભાઈ બોલ્યા.”

બંસરી ના પગ ફરીવાર ધ્રુજવા લાગ્યા. તે બસ આ ૧૦ મિનીટ જલ્દી થઈ જલ્દી પસાર થઇ જાય એવી ભગવાન ને પ્રાથના કરતી હતી.

સરીલાબેન ઉભા થઇ ને બંસરી અને રાજ ને બંસરી ના રૂમ માં લઇ ગયા અને ત્યાં મૂકી ને પાછા હોલ માં આવી ગયા અને તેઓ વતો કરવા લાગ્યા.

બંસરી અને રાજ વચ્ચે શું વાત થશે. શું બંસરી રાજ સાથે વાત કરી શકશે? રાજ ને કોઈ સવાલ પૂછી શકશે? કે પછી માત્ર સવાલો ના જવાબ પણ સરખા નહિ આપી શકે? મુજવણ બહુ બધી હતી બંસરી ના મન માં, અને સામે રાજ શું બંસરી માટે પર્ફેક્ટ પાત્ર હશે?

બંસરી અને રાજ ની વાતો સાંભળવા માટે તમારે રાહ જોવી પડશે હાલ્ફલવ ભાગ નંબર-૫ ની.

વધુ આવતા અંકે.