Vishnu Marchant - 10 books and stories free download online pdf in Gujarati

વિષ્ણુ મર્ચન્ટ - 10

“વિષ્ણુ મર્ચન્ટ”

પ્રકરણ – 10

કોલેજનો છેલ્લો દિવસ.

બધાના ચહેરા પર ઉદાસી હતી. અમે બધા જાણતા હતા કે આ સોનેરી ચાર વર્ષ પાછા આવવાના નહોતા. અમે નક્કિ કર્યુ હતુ કે એ દિવસે કોઇ ઘરે જશે નહિ.

પરીક્ષા હોલમાથી સીઘ્ઘા ગયા સી.સી.ડી. બધા એકદમ ચૂપચાપ હતા. છૂટા પડી જવાનુ દુ˸ખ બધાના ચહેરે સ્પષ્ટ દેખાતુ હતુ.

“ગાઇઝ, આપણે શોકસભામા નથી આવ્યા” આર્યા

“શોકસભાજ છે, છેલ્લો દિવસ” અમન નિસાસો નાખતા

“તો શુ? એવુ થોડુ છે કે આપણે ક્યારેય નહિ મળીએ”

“હા પણ, રોજ તો નહી મળાયને”

બધા એકદમ ચૂપ થઇ ગયા.

“તો આજના દિવસને તો વધારે યાદગાર બનાવો જોઇએ”

“યસ સુ આર રાઇટ આર્યા” નિશિતા

“પણ કરીશુ શુ?” શિવાંગી

બધા એક પછી એક ચર્ચામા જોડાવા લાગ્યા.

“લેટ્સ ગો ટુ ફાર્મ હાઉસ” આદિત્ય

“તને તો ફાર્મ હાઉસજ દેખાય છે, એના માટે મારે પપ્પાને વાત કરવી પડે, નોટ પોસિબલ” અમન

“મૂવિ?”

“ના યાર, સ્પોઇલ ઓફ ટાઇમ”

“તો?”

“આમપણ હજી ત્રણ જ વાગ્યા છે તો, લેટ્સ ગો ફોર લોન્ગ ડ્રાઇવ, ધેન રૂફટોપ પાર્ટી એટ માય પ્લેસ વીથ ડી.જે. એન્ડ સિવાસ રીગલ, વોટ યુ સે ગાઇઝ?”

“ગ્રેટ આઇડીયા” આર્યા

બઘા એગ્રી થઇ ગયા, હુ પણ.

“ચલો મારા ઘરે, ત્યાથી લોન્ગ ડ્રાઇવ ઇન સ્કોર્પિયો”

બસ નીકળી પડ્યા છેલ્લો દિવસ ઉજવવા. બધાજ મસ્તીના મૂડમા હતા. આર્યા મારી બાજુમા બેઠી હતી. વચ્ચે વચ્ચે એ મારો હાથ પકડી લેતી, મારા ખભા પર માથુ ટેકવી દેતી. આખા રસ્તે અમે ખૂબજ મસ્તી કરી. એકબીજાની ટાંગ ખીચાઇ, એમા મારીતો આઇ બની. પહેલા બે વર્ષ હુ એકલો એકલો ફરતો, કોઇની જોડે વાત ના કરતો એટલે એ લોકોએ મારુ નામ પાડ્યુ હતુ જે એ દિવસે બહાર આવ્યુ. “સાઇકોઅંકલ” કહેતા.

જ્યા સુધી અમનના ઘરે પહોચ્યા ત્યા સુધી બધા ફૂલઓન મસ્તીના મૂડમા હતા પણ જેમ જેમ ડી.જેં.ના તાલે નાચતા નાચતા સિવાસ રીગલ અંદર ગઇ, મન ઊભરાવા લાગ્યા. થોડા સમય પહેલાના મોજ મસ્તીના દ્રશ્યોમા ઉદાસીનતા ભળવા લાગી પણ જેવુ નક્કિ થયુ હતુ કે કોઇ રડશે નહી એટલે જેનો પણ લાગણીનો ઘડો ઊભરાઇ આવતો એ બધાને ભેટીને નીકળી જતુ.

છેલ્લે હુ અને આર્યા બેજ વધ્યા. અમે બન્ને અમનને ભેટીને નીકળી ગયા. કદાચ બધા ખૂબજ રડ્યા હશે. એ રાત્રે મારી આંખો પણ ભીની થઇ ગઇ હતી.

એ આખી રાત હુ અને આર્યા સાથે હતા. એ રાત મારી જીંદગીની સૌથી સુંદર રાત બનીને રહી ગઈ.

આર્યા એ એક્ટિવા હોટેલ મોનાલીસા પર ઊભી રાખી.

“શુ થયુ, આર્યા?”

“કંઇ નહિ”

“તો અહિંયા કેમ?”

“તુ ચલ, એણે મારા હાથ મા હાથ પરોવ્યો”

મનમા એક અજબ લાગણી હતી, ખબર હતી કે અહીંયા કેમ? ખબર નહોતી કે અહીંયા કેમ? ખબર નહોતી કે આના પછી શુ? અને ખબર હતી કે આના પછી શુ?

ધીરે થી એણે મારો હાથ એની કમરની ફરતે મુકી દીધો.

અમે રૂમમા પ્રવેશ્યા. રૂમમાં પ્રવેશતાજ બેગ નાખી એ પલંગ પર પછડાઇ. આર્યા એવી માદક અદાથી સૂતી હતી કે બીજીજ સેકન્ડે અંતસ્ત્રાવો એના કામે લાગી ગયા. ઇચ્છા તો એવી હતી કે આર્યાને બાહુપાશમા ઝકડીને એના હોઠોને ચૂમી લઉ. એને બાહોમા ઝકડીને એનામા ખોવાઇ જઉ.

કામ જાગ્રત થઇ ચૂક્યુ હતુ, હવે એમા વાસનાનુ ઇંધણ ભરાવા લાગ્યુ હતુ. બસ જરૂર હતી તણખલાની.

“ક્યા ખોવાઇ ગયો, વિષ્ણુ? બેસને”

હુ ખુરશીમા ગોઠવાઇ ગયો.

“આટલો દૂર કેમ બેઠો છે? થોડો નજીક આવને”

હુ એની બિલકુલ બાજુમા બેઠો. ધબકારા વધવા લાગ્યા.

“ચાર વર્ષ પતી ગયા, ખબરજ ના પડી”

“હા”

“તુ પણ કેટલો બબુચક હતો, પહેલા બે વર્ષ તુ કેમ એકલો એકલો ફરતો હતો, આપણે પહેલેથીજ મિત્રો હોત તો કેટલુ સારુ હતુ” એ એકદમ શાંત થઇ ગઇ

“હા” મે નિસાસો નાખ્યો

“તુ કેમ એવો હતો?”

હુ ચૂપ હતો.

“કાલથી ના કોલેજ, ના ક્લાસ, ના બંક, ના ફ્રેન્ડ્સ, ના કેન્ટીન, ના મૂવીઝ, ના પાર્ટીઝ, ના મસ્તી, બસ નોકરી, એમ.બી,એ, લગ્ન, પરિવાર, ફૂસસસસસ........, જીંદગી ખતમ”

એણે મારી સામે જોયુ.

“તો તે શુ વિચાર્યુ છે?”

“જોબ તો મળી ગઇ છે, આવતા મહિનેથી જોબ ચાલુ”

“લગ્ન?”

“હજી વીચાર્યુ નથી”

“તારુ એમ.બી,એ ક્યારે ચાલુ થશે?”

એણે મારો હાથ પકડ્યો. એના પેટ પર મુકીને જરા દબાવ્યો અને ખેંચીને એની બાજુમા આડો પાડી દીધો. લગભગ એકાદ કલાક સુધી અમે એમને એમ પડી રહ્યા.

એ અચાનક ઊભી થઇને બાથરૂમ તરફ ગઇ, એ છુપાવવા માંગતી હતી પણ મને એની આંખોના આંસુ દેખાઇ ગયા હતા. એ પ્રેમજ હતો, એક પવિત્ર પ્રેમ. મનમા એક અજબ ખુશીનો વરસાદ થયો જેને મનને લીલુછમ કરી દીધુ પણ બીજીજ મીનીટે મન સૂકુ ભઠ થઇ ગયુ જ્યારે યાદ આવ્યુ કે આર્યા બ્રાહ્મણ છે અને કામિનીના પિતા..... એક ઊંડો નિસાસો નાખ્યો. મારી આંખના ખૂણા પણ ભીના થઇ ગયા.

“મારી સાથેજ કેમ? હુ જ કેમ? મે શુ ગુન્હો કર્યો છે?” હુ આકુળ વ્યાકુળ થઇ ગયો. મન ઊભરાવા લાગ્યુ. હુ મારા નસીબને કોસવા લાગ્યો.

“ધનતડનનનનનનનન.....” આર્યા

આર્યા કોટનના પિન્ક શોર્ટ અને ઓફ શોલ્ડર ટી-શર્ટમાં ઊભી હતી.

“કેમ રડે છે?” આર્યા મારી પાસે આવી મારા બંન્ને ગાલ પર હાથ મુક્યા.

“બસ યાર થોડો સેન્ટી થઇ ગયો, બધા છૂટા પડી ગયા”

એ મને ભેટી પડી. એના આછા ભીના દેહની સુગંધ જેવી મારા ફેફસામા પ્રવેશી લોહીમા ભળી, કામણની નદી એના સીમાડાઓ ચીરી વહેવા લાગી. ક્યારે આંખો બંધ થઇ ગઇ અને હોઠ બીડાઇ ગયા ખબરજ ના પડી. અમે બંન્ને એકબીજામા સંપૂર્ણ વિલિન થઇ ગયા.

આદિત્યભાઇ એ વાસના નહોતી, પ્રેમ હતો.

હુ કે આર્યા બેન્નેમાંથી એકેય સંપૂર્ણ જાગ્રત અવસ્થામાં નહોતા. બસ પ્રેમના વહેણમા વહ્યા જતા હતા. એ રાત્રે પહેલી વખત મે સેક્સનો એ અદભૂત અનુભવ કર્યો જેના મે ખાલી સપના જોયા હતા. એ સેક્સમા વાસના બિલકુલ નહોતી, બસ પવિત્ર, સાત્વિક પ્રેમ હતો. એના તોલે દુનિયાનુ બીજુ કોઇ સુખ ના આવે. અમે શુ કર્યુ એનુ અમને ભાનજ નહોતુ, બસ એકબીજામા ખોવાયેલા હતા. કોઇ ફેન્ટસી નહિ, કોઇ રીત નહિ, બે મન અને બે શરીર અને અખૂટ પ્રેમ.

આખી રાત અમે એકબીજાને બાહોમાં જકડીને પડ્યાજ રહ્યા. થોડી થોડી વારે એકબીજાને ચૂમતા રહેતા. શરૂઆતમાં એના ચહેરા પર ખુશી હતી પણ જેમ જેમ સવાર નજીક આવવા લાગી એમ એમ એનો ચહેરો ઉતરવા લાગ્યો. પાંચ વાગ્યે લાગણીનો બંધ તૂટી ગયો અને લાગણી અશ્રુધારા બની વહેવા લાગી. હવે સમય હતો મારે એને સાચવવાનો.

મે એને બાહોમા ભરી લીધી. હુ એના ગાલને, કપાળને, એની આંખોને ચૂમવા લાગ્યો. એના અશ્રુઓ પીધા, એમા રહેલી લાગણીને માણી. એ મૂંગા પ્રેમને અનૂભવ્યો. હવે જે પણ હતુ તે બધુ નિશ˸બ્દ હતુ.

અમે સાત વાગ્યે છુટા પડ્યા. એ મને હોસ્ટેલ છોડીને નેકળી ગઇ, અમારી વચ્ચે કોઇ વાત ના થઇ. એણે પાછા વળીને ના જોયુ.

એવુ પણ નહોતુ કે અમે મિત્ર ના રહ્યા. અમારી વચ્ચે પ્રેમ કાયમ હતો અને રહેશે. હુ એકવાર ઘાયલ થઇ ચૂક્યો હતો, પિતાજીનુ અપમાન ભૂલ્યો નહોતો. કદાચ આર્યા એ વાત સમજતી હતી. એ મારી મજબૂરી સમજતી હતી.

*****

અમન અને નિશિતા ગયા અમેરિકા, આદિત્ય ગયો બેન્ગ્લોર, શિવાંગી અને આર્યા ગયા મુમ્બઇ. હુ અમદાવાદ.

અમે બધા એકબીજાના કોન્ટેકમા હતા. આર્યા સાથે તો રોજ વાત થતી પણ મળતા નહોતા. બંન્ને વચ્ચે એક વણલખાયેલો એગ્રીમેન્ટ સમજી લો.

પણ આર્યા ફરી એકવાર મારી જીંદગીમા આવી અને વખતે એવી ગઇ કે ફરી પાછી ના આવી. એકવાર જેલમા મળવા આવી હતી પણ મારી હિંમત ના ચાલી અને એ વખતે પણ એણે મને મળવા મજબૂર ના કર્યો.

“શુ ચહેરો લઇને જતો”

(એમની આંખો ઊભરાઇ આવી, બંન્ને હાથ પર માથુ ટેકવી એ રોતાજ રહ્યા)

*****

છોકરો ભણી રહ્યો, નોકરી મળી ગઇ, કમાવા લાગ્યો એટલે મા-બાપ ના મનમા એકજ વિચાર આવે “લગ્ન”.

મારા માટે જીવનસાથી જોવાનુ કાર્ય એમણે આરંભી દીધુ એ પણ મને પૂછ્યા વગર.

એક દિવસ મમ્મીનો ફોન આવ્યો.

“વિષ્ણુ, આ રવિનારે ઘરે આવજે”

“કેમ?”

“છોકરીવાળા તને જોવા આવવાના છે”

હુ એકદમ ર્શાક થઇ ગયો.

“મારે હજી લગ્ન નથી કરવા”

“બેટા તુ તો જાણે છે, આપણા સમાજમા આમપણ વહેલા પરણાવી દે છે અને એમા પણ આપણા સમાજમા છોકરીઓનો દુકાળ પડ્યો છે”

“મારે કંઇ સાંભળવુ નથી, તારા બાપા ને કારણે તુ અત્યાર સુધી કુવારો છે પણ હવે નહિ આમપણ બહુ મોડુ થઇ ગયુ છે”

મે વધારે વિરોધ ના કર્યો કારણ કે ક્યાંક અંદર મને પણ લગ્ન કરવાની ઇચ્છા હતી. હુ પણ સઘળુ ભૂલીને નવી જીંદગી શરૂ કરવા માંગતો હતો.

મમ્મી કદાચ પારખી ગઇ હતી.

વઘુ આવતા શનિવારે