White Cobra book and story is written by Om Guru in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. White Cobra is also popular in Detective stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
સફેદ કોબ્રા - Novels
by Om Guru
in
Gujarati Detective stories
હોટલ બ્લ્યુ સ્ટાર રાજવીર શેખાવત બાંદ્રા પોલીસ સ્ટેશનમાં ત્રણ મહિના પહેલા જ થાનેદાર બનીને આવ્યો હતો. તે ચાલીસ વર્ષની ઉંમરનો ભ્રષ્ટાચારના અજગરથી વીંટળાયેલો, ભ્રષ્ટાચારી પોલીસવાળો હતો. અત્યાર સુધીના એના કેરીયરમાં પૈસા બનાવવાની કોઇપણ તક જતી કરી હોય એવો એક પણ દાખલો ન હતો. અમીર અને ગરીબ બંન્ને લુંટવામાં એ કશું બાકી રાખતો ન હતો. ભ્રષ્ટાચારની બાબતમાં દરેક માનવ માટે એ સમાનતાનો ભાવ રાખતો હતો એવું ચોક્કસ કહી શકાય. બેઇમાનીથી કમાયેલા રૂપિયા રાજવીર પ્રોપર્ટીમાં અને શેરબજારમાં ઇન્વેસ્ટ કરતો હતો. એની પત્ની અને બાળકો પૂનામાં રહેતા હતાં. એના બાળકોમાં એક પુત્ર અને એક પુત્રી હતાં.
સફેદ કોબ્રા ભાગ-1 હોટલ બ્લ્યુ સ્ટાર રાજવીર શેખાવત બાંદ્રા પોલીસ સ્ટેશનમાં ત્રણ મહિના પહેલા જ થાનેદાર બનીને આવ્યો હતો. તે ચાલીસ વર્ષની ઉંમરનો ભ્રષ્ટાચારના અજગરથી વીંટળાયેલો, ભ્રષ્ટાચારી પોલીસવાળો હતો. અત્યાર સુધીના એના કેરીયરમાં પૈસા બનાવવાની કોઇપણ તક જતી કરી ...Read Moreએવો એક પણ દાખલો ન હતો. અમીર અને ગરીબ બંન્ને લુંટવામાં એ કશું બાકી રાખતો ન હતો. ભ્રષ્ટાચારની બાબતમાં દરેક માનવ માટે એ સમાનતાનો ભાવ રાખતો હતો એવું ચોક્કસ કહી શકાય. બેઇમાનીથી કમાયેલા રૂપિયા રાજવીર પ્રોપર્ટીમાં અને શેરબજારમાં ઇન્વેસ્ટ કરતો હતો. એની પત્ની અને બાળકો પૂનામાં રહેતા હતાં. એના બાળકોમાં એક પુત્ર અને એક પુત્રી હતાં. પૂનામાં એમના માટે એણે
સફેદ કોબ્રા ભાગ-2 રાજવીર ઉપર જાસૂસી જયે હવાલદાર રઘુને ફોન જોડ્યો હતો. સામે છેડેથી રઘુએ ફોન ઉપાડ્યો હતો. "હા રઘુ, બોલ." "સર, એક ખાસ વાત હતી એટલે તમને વારંવાર ફોન કરતો હતો. હોટલ બ્લ્યુ સ્ટારનો માલિક વિનાયક ઘાટગે હમણાં ...Read Moreમિનિટ પહેલા જ સાહેબની કેબીનમાં અંદર ગયો છે." "સારું, શું વાત વાતચીત થાય છે, એ સાંભળવાની કોશિષ કર અને એ જાય પછી મને ફોન કરજે." સારું બોલી રઘુએ ફોન મુકી દીધો હતો. થાનેદાર રાજવીરની કેબીનમાં વિનાયક ઘાટગે ખુરશી ઉપર બેઠો હતો અને પોતાની વાત કહેવા માટે એના મગજમાં એણે આખી વાતને ગોઠવી રાખી હતી. "હા તો વિનાયકજી, પોલીસ સ્ટેશનમાં તમે
સફેદ કોબ્રા ભાગ-3 પનવેલ ફાર્મહાઉસમાં મીટીંગ હોટલ બ્લ્યુ સ્ટારમાંથી નીકળતી વખતે ઈન્સ્પેક્ટ રાજવીરે જયને જોઈ લીધો હતો. જયને એણે દાઢમાં તો પહેલેથી જ રાખ્યો હતો અને એને કોઈપણ સંજોગોમાં પછાડવા માટે એ કટિબદ્ધ બન્યો હતો. રાજવીર સવારે જયારે પોલીસ ...Read Moreપહોંચ્યો ત્યારે સબ ઇન્સ્પેકટર જયે રાજવીરને બપોરે બે વાગે બાંદ્રામાં આવેલ એક કોફીશોપમાં મળવા માટે કહ્યું હતું અને સાથે એવું પણ કહ્યું હતું કે ખુબજ મહત્વની વાત છે, જે વાત એ પોલીસ સ્ટેશનમાં કહી શકે એમ નથી. રાજવીરને એના ઉપર ખુબ જ ગુસ્સો આવી રહ્યો હતો, પરંતુ એની પાસેથી વાત જાણવાની પણ ઇન્તઝારી એને થઇ હતી. એ વિચારી રહ્યો હતો
સફેદ કોબ્રા ભાગ-4 લાશ ઉપર પૈસાની રમત રાત્રિના અગિયાર વાગે સલીમ સોપારી એના બે સાગરીતો સાથે નિશાના ફ્લેટ પાસે આવીને ડોરબેલ વગાડ્યો. નિશા થોડીવાર પહેલા જ પોતાનું કામ પતાવી બેડરૂમ આડી પડી હતી. ડોરબેલ સાંભળીએ દરવાજો ખોલવા બેડરૂમમાંથી ડ્રોઈંગરૂમમાં ...Read Moreત્યાં સુધી બે થી ત્રણવાર ડોરબેલ વાગી ચુક્યો હતો. નિશાએ વિચાર્યા વગર દરવાજો ખોલ્યો અને સલીમ સોપારી એના સાગરીતો સાથે ઘરમાં ઘૂસી ગયો અને દરવાજો બંધ કરી દીધો. નિશા જોરથી બૂમ પાડવા ગઈ. પરંતુ એક સાગરીતે એનું મોં દબાવી દીધું અને બીજાએ એને ધક્કો મારી સોફામાં બેસાડી લમણા ઉપર બંદૂક મૂકી દીધી હતી. સલીમ સોપરીએ ડાઈનિંગ ટેબલની ખુરશી લીધી અને
સફેદ કોબ્રા ભાગ-5 રમ્યા મૂર્તિનું ખૂન હવાલદાર રઘુ રાજવીર અને જય પાસે આવી ઊભો રહ્યો હતો. રઘુ પરસેવે રેબઝેબ થઇ ગયો હતો અને હાંફી રહ્યો હતો. "રઘુ તું છપ્પન વર્ષનો થવા આવ્યો. આટલું દોડીશ તો મરી જઇશ. માટે ગમે ...Read Moreખરાબ સમાચાર હોય શાંતિથી કહે કારણકે પોલીસ સ્ટેશનમાં સારા સમાચાર ક્યારેય આવવાના જ નથી." રાજવીરે સીગરેટ હાથમાં લઇ લાઇટરથી સળગાવી મોંમાં મુકતા રઘુને કહ્યું હતું. "સર, હોટલ સનરાઇઝના માલિક રમ્યા મૂર્તિની કોઇએ હત્યા કરી નાંખી છે. હમણાં જ પોલીસ સ્ટેશને હોટલ સનરાઇઝમાંથી ફોન આવ્યો હતો." રઘુની વાત સાંભળી રાજવીર અને જય બંન્ને થોડી સેકન્ડો માટે ચોંકી ગયા હતાં. "રઘુ તું