Dream girl - 2 books and stories free download online pdf in Gujarati

Dreamgirl ( Chap-2 )

પ્રકરણ 2 ( mitra shah)

બીજા દિવસે સવારે જ્યારે માધવની આંખો ખૂલી અને આળસ મરડીને બેઠો થયો ત્યારે દરવાજો ખુલવાના અવાજ સાથે જ સુક્કુંને ઝુંપડીમાં પ્રવેશતા જોઈ લીધી...

"તું કબ ઉઠા ચીકને...?" એણે માધવને પોતાના સ્વભાવ મુજબ જ પૂછ્યું. અને માધવ કાઈ જવાબ આપે ત્યાં સુધી આવતાની સાથે માધવના મનની મૂંઝવણ સમજતી હોય એમ પાણીનો ગ્લાસ ભરી આપ્યો અને એની બાજુમાં આવીને બેસી ગઈ.

"બસ અભી ઉઠા!" માધવે સહજ પણે જવાબ આપ્યો.

"સુક્કું...!"

"હા બોલના...!"

"યે કોનસી જગાહ હે..?"

"વો મેં તેરે કો નહીં બતા સકતી ચીકને...!"

"પર કયું...?

"અચ્છા ચલ એસા કર વો સબ મુજે ચાહે મત બતાઓ, પર મુજે કયું લાયા ગયા હે. સીર્ફ ઇતના તો બતા દો...!"

'અરે બોલા ના અપુન તેરે કો, યહાં કે બારે મેં કુછ ભી નહીં બતા શકતી. તો ફિર તું કાયકુ એસન ફોકટ કે સવાલ કર રહા હે. ઔર હા, રહી બાત તેરે કો યહાં લાયે જાનેકી, તો વો બાત અપન ખુદ નહીં જાનતી. સિર્ફ બૉસ હી શાયદ ઇસ બાત કે બારેમે સહી સહી તરીકે સે જાનતા હૈ. યા ફીર...!"

"યા ફીર ક્યાં સુક્કું...?"

"ફીર ક્યાં? કઈ બાર બોસ ખુદભી નહીં જાન પાતા ઇન સબ લફડો કે બારેમેં."

"વો કેસે...?"

"મેં પહેલે સેઇચ બતાચુકી હું ના, કી મેં તેરેકો કુછ ભી નહીં બતા શકતી. જો કુછ બતાયા વોભી ચાહે સપના સમજ ઓર ભૂલ જા"

આ બધું સાંભળ્યા પછી માધવ ખાસ્સો નિરાશ થયો. મનમાં હજુય મૂંઝવણો બધી યથાવત હતી, અત્યારે પોતે ક્યાં છે?, શુ કામ એને લાવવામાં આવ્યો છે...?, અને ક્યારે અહીંથી છૂટશે, એ વિશે કોઈ જાતની માહિતી સુક્કું પાસેથી એને મળે તેમ લાગતું ન હતું. અહીં આવ્યા પછી એકમાત્ર સુક્કુંની જ આશા હતી. પણ, કદાચ એ કંઈ મદદમાં આવે તેમ હવે લાગતું ન હતું.

એક તરફ માધવના મનમાં વિચારોના વાવટા હતા ત્યાં બીજી તરફ આકર્ષણમાં અંધ સુક્કું માધવના હાથની હથેળી પર તેનો હાથ મૂકી, તેની આંગળીમાં આંગળીઓ પરોવી મસ્તી કરી રહી હતી. માધવે ફરી બંધનોમાં હોવા છતાં થોડો દૂર થવાનો પ્રયાસ કર્યો. પણ એ જોઈને સુક્કું જાણે વધારે મોજમાં આવી ગઈ અને માધવની છાતી પર હાથ મૂકીને તેના શર્ટને પણ વધુ ભીંસવા લાગી ગઈ..!

"યે સબ ક્યા કર રહી હો, મેને કહા થા ના દૂર રહો મુજસે!" માધવે હળવેકથી ધક્કો મારીને સુકકુને પોતાનાથી સહેજ દૂર ખસકાવી દીધી.

"દેખ ચીકને એક બાત સચ સચ બતાના કી તેરેકો સચ્ચીમેં અપુન મેં કોઈ ઇન્ટરેસ્ટ નહીં હે, યા બસ લડકી કો ફિસલતે દેખ કર ફોકટમે કુછ જ્યાદાઈચ ભાવ ખા રહા હૈ..." સુક્કુંએ કટાક્ષ અને ગુસ્સામાં આવી જતા માધવને કહ્યું, અને પછી ફરી સહેજ એની તરફ નજીક સરકી ગઈ, 'ચલ ના ચીકને કુછ કરતે હૈ, યહાં કિસી કો કુછ પતાભી નહિ ચલેગા..."

'દેખ સુક્કું, પ્લીઝ યાર, મુજસે થોડા દૂર રહો. મેંને તુમ્હે કલભી તો બતાયા થા, કી મેં કિસી ઔર સે પ્યાર કરતા હું...'

માધવની વાત વધુ બોલે એ પહેલાં વચ્ચેથી કાપતા સુક્કું બોલી ઉઠી 'ક્યાં રે ચીકને, કાયકો તું યે સબ પ્યાર-બ્યાર કે ઝમેલે મેં પડ રહા હૈ. યહાં પે આને કે બાદ અપન કા તો એક ઇચ ઉસુલ હે. મઝા કરો, મઝા કરવાઓ ઔર ફિર સબ કુછ ભૂલ જાઓ...!"

'હા પર મેં યે સબ નહિ કર પાઉંગા...'

'ચલ છોડ ફિર રેહને દે, અપન ભી ચલતી હૈ. મેરે પાસભી બહોત કામ હે, આખીર કાયકો તેરે પીછે અપન કા ટાઈમ ફોકટ કરના. કુછ ચાહિયે વહીયે તો મુજે આવાજ દે દેના. મેં આ જાઉંગી...' આટલું કહીને સુક્કું ઉભી થઈ ગઈ અને દરવાજા તરફ ચાલી નીકળી.

'સુક્કું' માધવે પાછળથી બોલાવી અને કહ્યું 'લાગતા હૈ કી સુક્કું, તુમ્હે ભી પ્યાર મેં ધોખા મિલા હૈ!'

માધવના એ વાક્યથી સુક્કુંના પગ જ્યાં હતા ત્યાંજ થંભી ગયા અને ત્યાંજ રોકાઈ ગઇ. એ ઘડીભર કંઇક વિચાર્યા કરીને પછી પાછળ ફરી માધવને કઈંક વિસ્ફારિત નજરોએ જોઈ રહી હતી. જાણે માધવે એના ભૂતકાળને એની સામે લાવીને ઉભો કરી ન દીધો હોય. માધવ ફરી તેની વાતને દોહરાવી. 'બોલ ને સુક્કું, શુ તને પણ પ્રેમના નામે વેદના મળી છે...?'

'અચાનક ગુજરાતી પે...?'

'લાગણીઓની શબ્દો દ્વારા રજુઆત એકમાત્ર માતૃભાષામાં જ થાય ને...?'

'હા ચીકને, વો તો હે લેકિન અપુન કે કામમે યે પ્યાર, ઇશ્ક ઓર જજબાત સબ કુછ ભૂલના પડતા હે.'

'હું સમજુ છું, પણ તે જવાબ નથી આપ્યો તે..?'

'હા મિલા હૈ, મીલા હે અપુન કો પ્યાર મેં ધોખા. લેકિન તેરેકો ઉસસે ક્યા?' સુક્કુંએ ગુસ્સામાં જ જવાબ આપ્યો.

'કયા તુમ મુજે બતાઓગી, કી તુમ્હારે સાથ ક્યાં હુઆ થા...' માધવના સ્વરમાં બાળસહજ જિજ્ઞાસા ભળેલી હતી એટલે સુકકુનો ગુસ્સો પણ તરત જ શાંત પડી ગયો, એટલે પાછી ફરીને એ બાજુમાં બેસી ગઈ.

'દેખ ચીકને, અગર તેરેકો અપન અચ્છી નહીં લાગતી તો કોઈ બાત નહીં. અપન ભી તેરેકો કોઈ જોર-જબરદસ્તી નહીં કર રહી. લેકિન ફિર તું કાયકો અપન સે ઐસે સવાલ કરકે, અપન કી ઝીંદગી કે ગડે હુએ મુરદો કો ઉખાડ રહા હૈ. અપન કી બાત જાનકર ભી તેરા કોઈ ફાયદા તો નહીં હોને વાલા....!'

'બાત તો તુમ્હારી સહી હૈ, તેરી બાત જાન કે મુજે કોઈ ફાયદા નહીં હોને વાલા. પર બતા દેને સે તુમ્હારા ભી તો કોઈ નુકસાન નહિ હોને વાલા, ઓર ફિર ટાઈમ ભી તો નિકલ જાયેગા. ઇસ લિયે કહા બતા દો. દિકકત ક્યા હૈ બતાને મેં..!'

મધવનો જવાબ સાંભળીને એણે માધવ તરફ એક લુચ્ચું સ્મિત કર્યું અને બોલી "વાહ ચીકને. અપની ચીકની-ચુપડી બાતો સે કિસી કો બાટલી મેં કૈસે ઉતારના હૈ, યે બહોત અચ્છી તરહ સે જાનતા હે તું!'

જાણે સુક્કું એ પોતાના બહુ મોટા વખાણ કર્યા હોય એમ માધવે તેના વાળમાં હાથ ફેરવ્યો.

'ચલ મેં અપુન કી સ્ટોરી તુજે બતાતી હું. તુજે સુનની હી હૈ તો સુન લે. વૈસે તો કુછ ખાસ નહીં હૈ અપન કી જિંદગીમે, લેકિન ફિરભી દોનો કા ટાઈમપાસ જરૂર હો જાયેગા. ઓર ફિર તેરી બારી ભી આયેગી..!'

'હા... બોલો.'

'તો સુન, અપન કી સ્ટોરી કુછ ઇસ તરહ કી હૈ.

અપન મુંબઈ કે ધારાવી ઇલાકે કે એક ગરીબ ઘર કી લડકી હૈ. અપન કે પૈદા હોતે હી મા ચલ બસી. ઓર ઇસી વાસ્તે અપુન કો સબને આતે હી શુકુન કે બજાયે મનહુસ માન લીયા. યહાં તક કી ખુદ કી માં કી શકલ તક અપુન કો આજ તક યાદ નહીં. માં કે ચલે જાને કે બાદ, બાપ બેવડા હો ગયા ઓર દિન રાત નશે મેં હી પડા રહેને લગા થા,

અપન સે 5 સાલ બડા એક ભાઈ થા...ઉસીકે મજદૂરી કામ સે ઘર ચલતા થા.પઢાઈ ક્યાં હોતી હૈ, વો જાનના તો દૂર પર સ્કૂલ આખીર કેસી ચીઝ હોતી હૈ વો ભી અપુન કો તો નહીં માલુમ. વૈસે હી અપુન દિનબદિન બડી હોતી ચલી ગઈ, તબ તક ભાઈ ગલત કામો કી તરફ ચલ પડા થા. યે કાણીયા ઔર ડેનિશ ઉસકે ટપોરી દોસ્ત થે. વો ભી કભી કબાર ઘર પર આતે રેહતે. તબ સે અપુન ઉન દોનો કો ભી જાનતી હૈ. સબ ઠીક ચલ રહા થા. ભાઈ કે દો નંબર કે પૈસો સે ઘર ભી અચ્છા ભલા ચલ રહા થા.પર ફિર ભાઈ કિસી બાબાજી કે ચક્કર મેં પડા, ઔર ફિર ઉસે સચ્ચાઈ ઔર અચ્છાઈ કે રાસ્તે પર ચલને કા ભૂત સવાર હો ગયા.ઔર ફિર મહેનત કરકે પૈસા કમાને કે વાસ્તે વો મુંબઇ છોડ કર ચલ દિયા. ઉસને એક બાર ભી મેરે બારે મેં નહીં સોચા. હરામી સાલા...થું એઇસે ભાઈ પર જો અપની બહેન કા ભી નહીં હો પાયા' કહેતા સુક્કું જમીન પર થુકી. એણે સહેજ સ્વસ્થ થઈને ફરી વાર બોલવાનું ચાલુ રાખ્યું. 'અબ ઇધર અપુન ઔર વો અપુન કા બેવડા બાપ અકેલે રહ ગયે. ભાઈ કે જાને કે બાદ ભી ડેનિશ અપુન કો મિલને કભી કભી ઘર આતા રહેતા થા. એક દિન ઉસને અપુન કો કામ દિલાને કી બાત કી, વૈસે અપુન કો ભી કામ કી જરૂરત તો થી ઇચ! ઉસને અપુન કો ઉસકે બૉસ સે મિલવાને કી બાત કી ઔર બતાયા કી અગર અપુન ઉસકે બૉસ કો પસંદ આ ગયી, તો ઉસકા બૉસ અપુન કી ઝીંદગી બના ડાલેગા. અપુન ઉસકે બૉસ સે મિલી,પહેલી મુલાકાત મેં હી અપુન કો વો ભા ગયા. જૈસે કી અપુન કો 'વો પહેલી નજરો વાલા પ્યાર' હો ગયા હો! અપન બૉસ સે બંધ કમરે મેં મિલી, ઉસને મુજે દો-તીન જગહ ટચ કિયા...જવાની તો મેરે ભી સર પર ચઢ કર નાચ રહી થી... પર ઉસને આગે કુછ નહીં કિયા. વો અપુન કો બહાર લે આયા ઔર ડેનિશ સે કહાં કી વો અપુન કો ગેંગ મેં શામિલ કરને કો માંગતા હૈ... તો ઇસી વાસ્તે ટ્રેઇનિંગ શુરું કર દે...ઉસને અપુન કા નામ સુનંદા સે સુક્કું કર ડાલા. ઔર તભી સે મેં દુનીયાકે વાસ્તે સુક્કું બન ગઈ! ડેનિશ ને ટ્રેઇનિંગ શુરું કરવા દી... ગાલીયાં બકને સે લેકે પોકેટ મારને તક, સબ શીખા દિયા, સલવાર કમિઝ વાલે કપડો કી જગાહ ઉસને સ્કિન ટાઇટ જીન્સ કો દિલા દી. અપુન ભી અપના યે નયા રૂપ ઔર કામ દોનોં એન્જોય કર રહી થી! હર રોજ કુછ નયા કરને કો મિલતા ઔર ઉતને હી તગડે પૈસે ભી મિલને લગે થે!

એક રાત બૉસ ને ઉસકે સાથ રુક જાને કો કહા, મેં ભી માન ગઇ. જાનતી થી કી આગે ક્યા હોને વાલા હૈ... ઔર વો મુજે મંજુર ભી થા. ઉસ રાત બૉસને અપુન કે સાથ સારી હદે તોડ ડાલી.ઔર બદલે મેં કામ મેં બઢોતી દેને કિ બાત કી.અબ વો અપુન કો સુપારી લેને જૈસે બડે કામો મેં ભી શામિલ કરને લગા થા.કભી કિસી અમીર બંદે કી સુપારી મિલતી તબ વો મુજે ઉસકો અપને જીસ્મ કે જાલ મેં ફસાને કે વાસ્તે ભેજતા,શુરુ શુરુ મેં મુજકો વો કામ રાસ નહીં આ રહા થા...પર પૈસો કી લાલચ કે કારન વો કામ ભી કરતી રહી. મેં શિકાર કો જાલ મેં ફસાતી ઔર ફિર ગેંગ કે બાકી કે આદમી ઉસકા કામ તમામ કર ડાલતે!

"અગર સબ ઠીક હી ચલ રહા થા...તો ફિર તકલીફ કહાં પર પડી!?"-માધવ ઉત્સુકતાથી તેને પૂછે છે.

'કાશ તું કહે રહા હૈ વૈસે હી સબ ઠીક હોતા...!

પર કુછ ઠીક નહીં થા..વક્ત સે સાથ સાથ મુજે યે અંદાજા હો ચલા, કી બૉસ કે લિયે મેં સિર્ફ હવસ શાંત કરને કી ગુડિયા હું... વો મુજસે કોઈ પ્યાર-બ્યાર નહીં કરતા થા.વો તો પતા નહીં રોઝ કિતની લાડકીયો કે સાથ સોતા થા....ઉસકે પાસ મેરે જૈસી 'સુક્કુંઓ' કી કોઈ કમી નહિ થી..!' આટલું કહેતા કહેતા શબ્દોની વેદના સાથે જ એના ગળે ડૂમો ભરાઇ આવ્યો. એ જોઈને માધવે પણ તેને શાંત પાડવા માટે તેના ખભે હાથ મુક્યો, પણ અચાનક જ ખભો ઉલાડી, માધવના હાથ પોતાનાથી દૂર કરી નાખ્યા અને ગુસ્સામાં બરાડી ઉઠી 'અપુન કભી રોતી નહીં હૈ. ઇસિલિયે ચીકને તું અપની વાલી યે સિમ્પથી કો અપને પાસ રખ..!'

એના કારણે માધવ થોડોક ભોંઠો તો પડ્યો.

પણ, સુક્કુંએ અવાજ મક્કમ કર્યો અને આગળ કહેવાનું શરૂ કર્યું. 'ફિર અપુનને ભી સમય કે સાથ બૉસ સે દુરીયા બઢાના શુરું કર દિયા. ઓર રહી બાત છોડને કી તો ધંધે મેં ઉસે ભી, અપુન જીતની કાબીલ લડકી નહીં મિલને વાલી થી, ઓર યે બાત શાયદ વો ખુદભી અચ્છી તરહ સે જાનતા થા. ઓર ઇસી વાસ્તે ઉસને મુજે કામ દેના બંધ નહીં કિયા. વહી દુસરી ઔર ઉસસે દુરી બઢાને કે બાદ મેં તો જૈસે ખુદ સે હી બગાવત પર ઉતર આઇ! ખુદ કો હવસ કી આગ મેં ધકેલ દિયા મેને! આજ તક પતા નહીં કિતનો કે સાથ આપના જીસ્મ લૂંટવા ચુકી હું. સભીકો યહી લાગતા થા કી વો અપુન કો ઇસતેમાલ કર રહે હૈ. પર હકીકત મેં તો સાલા વો ખુદ મુજસે ઇસતેમાલ હોતે જા રહે થે...!' આટલી કહીને તે માધવ સામે જોઈને હસતી જ રહી.

'તભી તો તુજેભી અપૂન બોલ રહી હું. એક બાર તો ચાન્સ માર લે મેરે સાથ. અપુન ભી કોઈ સતી સાવિત્રી ટાઈપ તો હૈ નહીં, જો તું ઇતના શરમાતા હૈ મુજસે.' એ ફરી લપકીને માધવ તરફ સરકી ગઈ અને એ જોઈને માધવ પોતે પણ હસ્યો.

'કયું રે... આખીર અબ તું કયું હસ રહા હૈ...!'

'મેં તુમ્હારી નાદાની પર હસ રહા હું. તુમ્હે ક્યાં લાગતા હૈ. તુમહારી બાત સુનને કે બાદ મુજમે છુપી હવસ જાગ જાયેગી ઔર મુજે તુમ મેં એક હવસ કી પૂજરાન દિખને લગેગી...!?'

'વહી ચ કહેલાને કે લાયક હું મેં..., હવસ કી પૂજરાન હિચ તો હું...!' સુક્કું થોડી ઉદાસ થઈ ગઈ હતી એ જોઈને માધવે એના ખભા પર હાથ મુક્યો અને કહ્યું 'નહીં સુનંદા. તુમ વૈસી બિલકુલ નહીં હો, જેસા તુમ અપને આપકો સમજાને કી કોશિશ કર રહી હો...!'

માધવે પહેલીવાર એને 'સુનંદા' કહ્યું.

એ સાંભળી તે ચોંકી ગઈ, 'કયા બોલા રે તું, મેરા નામ સુક્કું હૈ સુક્કું. યે બાત તું ભી અચ્છે સે દિમાગ મેં ઘુસા લે.'

'યે બાત તુમ મુજસે કહે રહી હો યા ફિર અપને આપ સે...!'

'બસ અબ બહોત હો ગયી બકવાસ. મેં જા રહી હું!' એટલું કહીને સુક્કું ઉભી થઇ ગઈ પણ માધવ તેનો હાથ પકડીને ફરી બેસાડી દીધી.

'તુજે જાના હી હૈ, તો ચલે જાના. પર એક બાત સુનતી જા!, તુમ ખુદ કે બારે મેં જૈસા સોચતી હો વૈસી તુમ બિલકુલ ભી નહીં હો, હા માના કી તુંમને અપની હવસ કો જ્યાદા બઢાવા દે દિયા...પર જૈસે કી તુંમને ખુદ કહા કી વો તુમ્હારી ખુદ સે કી હુઈ બગાવત કા નતીજા થા! પર તુમ યે બાત કૈસે ભૂલ ગઈ કે જીસ પ્યાર સે તુમ્હે ધોખા મિલા, ઉસસે દુરી બના લેના તુમ્હારી ખુદદારી કા નતીજા થા. તુમ સુક્કું તો બન ગઇ, પર તુમ્હારે અંદર કી સુનંદા અભી ભી કહીં ના કહી ઝીંદા હૈ. બહુત હી કમ લોગ હોતે હૈ સુનંદા, જો અપને બીતે વક્ત કા સામના કર પાતે હૈ. પર તુમ! તુમ ઉસકે સામને રહ કર ભી અપના કામ પુરી શીદદત સે કર રહી હો, ભલે હી ફિર વો કામ ગલત હી કયું ના હો! મેં બસ યહી ચાહુંગા કી તુમ ભી અપને ભાઇ કી તરહ કભી સહી રસ્તે પર મૂડ ચલો....' માધવની વાત સાંભળ્યા પછી સુક્કું હાથ છોડાવીને ઉભી થઇ ગઇ 'બસ અબ બહોત હો ગયા તેરા. અપુન કી થોડી સી બાત જાન કે જ્યાદા ફિલોસોફી મત ઝાડ, જા રહી હું મેં. તેરે સાથ બેઠને સે તો અચ્છા હૈ, બહાર જાકે અકેલી બેઠું. સોચાથા મુંબઇ શહેર સે આયા હે, કુછ અચ્છી બાત હોગી તો દિન અચ્છા નિકલગા..!' ગુસ્સાભેર આટલું કહેતા કહેતા સુક્કું મધવથી સહેજ દૂર નીકળી ગઈ અને ઝૂંપડીના ખૂણામાં બેસી આકાશને જોવા લાગી. તેની આંખમાં આંસુની એક ધાર તરી આવી. હમણાં થોડી જ વાર પહેલા એણે માધવને કહ્યું હતું કે એ ક્યારેય નથી રડતી અને હમણાં એની આંખો વહેવાની તૈયારીમાં હતી! અથવા એમ કે વહી રહી હતી.

'ઔર હાં સુનંદા...તુમ્હે અપના સચ્ચા પ્યાર મીલ જાય,ઔર તુમ ઉસકે સાથ હંમેશા ખુશ રહો,મેં યે ભી દુઆ કરુંગા...!' માધવે દારી જોશભેર બુમ પાડતો હોય એમ કહ્યું.

માધવનું અંતિમ વાક્ય જાણે ભૂતકાળમાં ભટકતી સુક્કુંની આંખોના બાંધ તોડી ગયું, અને એના આંસુઓ નિરાધાર વહેવા લાગ્યા.

એ આંસુઓનું કારણ, વારંવાર માધવ દ્વારા તેની માંગણી નો થતો અસ્વીકાર તો ન જ હતો, પણ તેનું કારણ હતું, માધવ દ્વારા તેને દેખાડવામાં આવેલ દર્પણ! એ દર્પણ, કે જેનાથી છેલ્લા ચાર વર્ષથી એ ભાગતી ફરતી હતી, એ દર્પણ કે જેમાં આજે પણ તેને તેની અંદરની સુનંદા તથાચિત સ્વરૂપે દેખાતી રહે છે...!

***

બીજાલ પ્રકરણના લેખક - મિત્રા શાહ

લેખનમાં સુધાર & સંપાદન - સુલતાન સિંહ 'જીવન'

આગળનો ભાગ જો આપ લખવા ઇચ્છતા હોવ તો વોટ્સએપ દ્વારા અમારી સામુહિક નવલકથા સાથે જોડાઈ શકો છો...

મોબાઈલ - 9904185007

મેઈલ - raosultansingh@gmail.com

બ્લોગ - http://vichaarvrund.wordpress.com