Prem books and stories free download online pdf in Gujarati

પ્રેમ..

પ્રેમ ..??

વાર્તા એક નિસ્વાર્થ પ્રેમની...

Ritnesh Patel

વર્ષ 2007 એટલે કે હું ધોરણ – 7 માં અભ્યાસ કરતો હતો. અને એ બાળપણ ક્યારે પ્રેમમાં બાદલાયી જશે એ હું નહોતો જાણતો.એ સમયે B.ed માં એવો નિયમ હતો કે જ્યાં B.ed ના વિદ્યાર્થીઓ પાઠ આપવા જાય એ શાળામાં જ એમને રહેવાનું અને ત્યાં જ જમવાનું પણ બનાવવાનું. એ સમયે અમારા ગામની હાઈસ્કૂલમાં પણ B.ed ના વિદ્યાર્થીઓ પાઠ આપવા આવેલા અને એમાં પાંચ કે છ છોકરીઓ અને બીજા છોકરા પણ હતા.

જેમાં રોશની રાઠોડ નામની છોકરી પણ આવેલી અને એ લોકો અમારા ગામની હાઈસ્કૂલમાં પાઠ આપવા જતા. ત્યારે મને ખબર નહોતી કે મને શું થયું છે પણ તેમ છતાં મારી આંખો એમને એ હાઈસ્કૂલમાંથી ક્યારે પાછા આવશે એની રાહ જોતી. હાઈસ્કૂલનો છૂટવાનો સમય અમારાથી પંદરેક મિનિટ જેટલો વહેલો હતો. એટલે કે હાઈસ્કૂલ અમારી શાળા કરતા પંદરેક મિનિટ વહેલા છૂટતી.જયારે એ હાઈસ્કૂલમાંથી આવતા ત્યારે અમારી શાળા છૂટવાની તૈયારીમાં હોય એટલે કે દસેક મિનિટ જેટલી વાર હોય.

હું ત્યારે અમારા ક્લાસમા પહેલી પાટલીએ બેસતો અને મારી આંખો બહાર શાળાના દરવાજા તરફ ટગર-ટગર જોતી, એમના આવવાની રાહ દેખતી અને એમના શાળામાં આવવા સાથે એવો અનુભવ થતો કે વર્ષો પછી આ આંખોને અંધકાર દૂર કરીને એક તેજસ્વી પ્રકાશને નિહાર્યો હોય. હું જેવો શાળામાંથી છૂટતો કે તરત જ દફતર ઘરે મૂકીને સીધો શાળામાં જતો રેહતો. અને એમના જોડે વાતો કરવામાં એટલો મશગુલ થયી જતો કે સમયની મને ખબર જ ના રેહતી. અને મારી મમ્મી જમવા માટે મને શાળામાં બોલાવવા આવતી કારણ કે શાળા અમારા ઘરથી 100 મીટર જેટલી જ દૂર હતી.

જયારે મને મમ્મી બોલાવવા આવતી ત્યારે એવું લાગતું કે યાર આટલી જ વારમાં જમવાનું પણ થયી ગયું. પણ એ વખતે મને ક્યાં ખબર હતી કે હું પાંચ વાગ્યા થી આવ્યો છું અને સાત વાગી ગયા અને બે કલાક કરતા પણ ઓછા સમયમાં જમવાનું બની જાય. જયારે હું એમની પાસે જઈને બેસતો ત્યારે એક અલગ જ પ્રકારની લાગણીના ઉર રેલાયી આવતા. એતો એમને ચોપડીમાં કૈક લખ્યા કરતા અને સાથે મારી જોડે વાતો પણ કર્યા કરતા. એમાં રોશની મેડમની અંદર એવું તો શું હતું કે એ મને ગમવા લાગેલા અને જયારે પણ શાળામાં જવું એટલે એમના જોડે જ વાત કરવાનું મન થતું. એમનો સબંધ થયી ગયેલો એટલે એ એમના પતિ ને રોજ મેસેજ કરતા. ગણી વખતતો મને મેસેજ વાંચવા પણ આપતા. અને મને કહેલું કે તારી પાસે કોઈ સારા એવા મેસેજ હોય તો મને સેન્ડ કર જે ને એટલે હું એ મેસેજ મારા પતિને ફોરવર્ડ કરી શકું.

હું એમનો મનો મન થી ચાહવા લાગેલો પણ એમને કહી શકતો નહોતો કારણ કે મને ખબર હતી કે એમનો સબંધ થયી ગયેલો છે અને એમની અને મારી ઉમર વચ્ચે દસ વર્ષનો તફાવત હતો. હું એમના માટે શાયરીની એક ચોપડી મારા મિત્રના ઘરેથી લાવેલો અને એમાંથી સારી શાયરીઓ શોધીને મોબાઈલમાં ટાઈપ કરીને મેડમને સેન્ડ કરતો. અને એના માટે મારા ઘરનો મોબાઈલ વાપરતો અને મેસેજ સેન્ડ કર્યા પછી નંબર ડીલીટ કરી નાખતો કે જેથી ઘરે કોઈને કઈ ખબર ના પડે. એમને પાઠ આપવા માટે અમારા ગામની શાળામાં એટલે કે હું જ્યાં અભ્યાસ કરતો ત્યાં ફક્ત દસ દિવસ જ રહેવાનું હતું.

જયારે રોજ એક – એક દિવસ ઓછા થતા અને મને એવું લાગતું કે હવે મેડમ સાત જ દિવસ રહેશે, હવે છ દિવસ જ રહેશે એવો વિચાર આવતો અને મને રોજ ધીરે ધીરે દિવસો ઓછા થાય છે એવી ચિંતા રેહતી. મેડમ જોડે એવી તો લાગણી થઇ ગયેલી કે મને એવું લાગતું કે એ મારા નજીકના રિલેટિવ છે.એ સમયે મને એવું તો શું થયેલું એ મને પણ ખબર નથી. પરંતુ એટલું હું કહી શકું કે મારે બસ એમના જોડે જ રેહવું હતું. હું એમનાથી દૂર રેહવા ન્હોતો માગતો. અને જોત-જોતામાં મને રોશની મેડમ જોડે પ્રેમ થયી ગયેલો.

મારી એ ઉંમર કે જયારે બીજા બાળકો રમવા માટે ઘરેથી મમ્મી-પપ્પા બોલતા હોય છતાં રમવા નીકળી જતા ને એક હું કે જે પ્રેમની દુનિયામાં જીવવા લાગેલો અને પ્રેમના સપના જોવા લાગેલો. મને ખબર જ હતી કે આ સપના એ સપના જ રહેવાના છે. દસ દિવસ પછી મારે મારા બાળપણ સાથે જ જીવવાનું છે. છતાં પણ એ સમયે મારુ દિલએ દસેક દિવસને ભરપૂર જીવી લેવા માંગતું હતું. એ દસ દિવસનો મારો એ બદલાવ આજે પણ મને યાદ છે. મારા મિત્રો તો એમ પણ કહેવા લાગેલા કે હું બદલાવા લાગ્યો છું કારણ કે હું એમના રમવા બોલાવવા આવવા છતાં હું એમની જોડે રમવા ના જતો અને રોશની મેડમ જોડે રમવા જતો રેહતો. મેડમ એમના કામમાં મશગુલ રહેતા અને મારા જોડે વાતો પણ કરતા એ જયારે નીચે ચોપડીમાં જોઈ ને એમાં કૈક લખે જતા ત્યારે હું એમના સામે જ દેખ્યા કરતો અને મને મનમાં એવું થતું કે કાશ આ પળ અહીંયા જ થંભી જાય.

મને એ સમયે ખબર નહોતી કે એ પ્રેમ છે કે કઈ બીજું પણ દિલ એને વારંવાર એ કરે જવું એવું ઇચ્છતું. એ સમયે Bed માં એક બીજો પણ નિયમ હતો જયારે students પાઠ આપવા જાય ત્યાંરે દિવસે શાળામાં છોકરાંઓને ભણવાના અને રાત્રે એક કે બે કલાક ગામના અભણ લોકોને ભણાવવાના. ત્યારે ગામમાંથી મોટા લોકોને આ રીતે શાળામાં મોટી ઉંમરે આવતા શરમ આવતી અને એ સંકોચ અનુભવતા જેના કારણે ગામમાંથી કોઈ આવતું નહિ. પરંતુ હું રોજ રાત્રે પણ શાળામાં પહોંચી જતો અને રાત્રે પણ એમના જોડે બેસીને ભરપૂર વાતો કરતો.રાત્રે કોઈ ગામનું તો આવતું નહિ ભણવા એટલે એ મને નવી રમતો શિખવાડતાં અને હું અને એમની બહેનપણીઓ અને એ રાત્રે બહુ જ મસ્તી કરતા અને નવી રમતો રમતા. મને એમને દડાની ઘણી-બધી રમતો શિખવેલી એ રમતો મને એમના જોડે રમવાની બહુ જ મજા પડતી અને હું બહુ જ ખુશ થયી જતો એ સમયે.

જયારે એ દિવસો પસાર થતા અને એમાં રજા ના દિવસો આવતા ત્યારે મારા બધા દોસ્તો કૈક ને કૈક રમવા નીકળી પડતા પણ હું તો રજા ના દિવસે પણ શાળામાં જતો. મારુ મન તો કાયમ માટે શાળામાં જ લાગતું જયારે ઘરે આવતો ત્યારે પણ એવું જ લાગતું કે આ સમય ક્યારે પસાર થશે અને ફરી પાછો ક્યારે શાળામાં જવું.આમ તો શાળામાં જવું મને ગમતું નહિ જયારે એ મેડમ ને હું મળ્યો નહોતો એના પહેલા તો મને શાળા પ્રત્યે નફરત રહેતી કોઈ દિવસ શાળામાં જવું ગમતું નહિ પણ એમની મુલાકાત પછી તો દિલ કાયમ માટે શાળામાં રહેવા જ ઇચ્છતું.શાળા પ્રત્યે એક અલગ જ પ્રકારની લાગણી બંધાયી ગયેલી જે વાસ્તવિકતામાં શાળા પ્રત્યે નહિ પરંતુ એ મેડમ પ્રત્યેની લાગણી હતી.

જયારે એ પાગલપનની મારા પર શરૂઆત થયેલી ત્યારે મને નહોતી ખબર કે એ મારા પર આટલું બધું હાવી થયી જશે.આમ તો એ સમયે પ્રેમની મને કઈ જાજી સમજણ નહોતી પણ ફિલ્મોમાં જોયેલું કે છોકરો – છોકરી એકબીજાને પસંદ કરવા લાગે એટલે એ પ્રેમ કહેવાય.તો બસ મેં એમને જોયા ને દિલ એમને પસંદ કરવા લાગેલું તો મને પણ થવા લાગ્યું કે મને પ્રેમ થવા લાગ્યો છે. પણ આ મૂંગા દિલ ને ક્યાં ખબર હતી કે આતો માત્ર એક સપનું છે જે દસ દિવસ પછી ચકનાચૂર થયી જશે પરંતુ તેમછતાં દિલની એવી ઈચ્છા હતી કે એ દસ દિવસને સપનું તો સપનું સહી પણ આખી જિંદગી યાદ રહે એ રીતે જીવી લેવા છે.

ધીરે-ધીરે દિવસો ઘટતા ગયા અને દિવસો ઘટવાની સાથે એમના પ્રત્યેની લાગણીઓ વધતી ગયી ને સાથે-સાથે ચિંતા પણ વધતી ગયી અને એક દિવસ એવો આવ્યો કે એમના જવાનો સમય થયી ગયો. એમના પાઠ આપવાના દિવસો પુરા થયી ગયા હતા અને હવે એમને શાળા છોડીને જવાનું હતું. એ જયારે એમનો સામાન એમની બેગમાં ભરતા હતા ત્યારે મારુ દિલ અંદરના અંદર રડવા લાગેલું અને હું મનોમન બહું જ દુઃખી થવા લાગેલો પણ એ મારુ દુઃખ હું એમના જણાવવા નહોતો માંગતો તેથી મેં મારા મોઢા પર સ્મિત જારવી રાખેલું.

મને આજે પણ એ દિવસ યાદ છે જયારે એ જીપમાં બેસીને જયી રહ્યા હતા ને જીપના પાછળના દરવાજાથી મને બાય-બાય કહી રહ્યા હતા ને હું એમની સામે એકીટશે જોયી રહીને કંઈપણ બોલ્યા વગર બસ હાથ ઉપર કરીને એમને આવજો કહી રહ્યો હતો. પણ મને તો એ સમયે એવું જ લાગતું કે મારો હાથ એમને આવજો કહેવાને બદલે કહી રહ્યો હતો કે ના જાઓ મેડમ રોકાયી જાઓ. પણ એમને તો ક્યાં ખબર જ હતી કે આ નાનકડું દિલ એ સમયે એમના માટે જ ધડકતું હતું. હું આજે પણ જયારે એ દિવસોને યાદ કરું છું ત્યારે મારુ દિલ કૈક અલગ જ પ્રકારની લાગણીને મહેસુસ કરવા લાગે છે.એ લાગણીને જયારે પણ મહેસુસ કરું છું ત્યારે હું ખુશ-ખુશાલ થયી જવું છું.

એના પછી પણ મને પ્રેમ તો થયો પણ એ પ્રેમએ કૈક અલગ જ પ્રકારનો હતો. એનું કદાચ એ જ કારણ હશે કે એ મારો પહેલો અને નિસ્વાર્થ પ્રેમ હતો. મને ખબર હતી કે રોશની મેડમના અને મારી વચ્ચે રહેલા એ સબંધનું છેલ્લે તો પૂર્ણવિરામ જ આવવાનું છે તેમછતાં એ પૂર્ણવિરામ પહેલા આ દિલ એકવાર એ યાદોને દિલમાં કેદ કરી નાખવા માંગતું હતું. કહેવાય છે ને કે પ્રેમમાં તો ત્યાગ, સમર્પણ અને સમજૂતી જ હોય અને સાચા પ્રેમમાં તો છેલ્લે જુદાયી જ નસીબ થાય તો એ ન્યાયે દેખીયે તો મને પણ પ્રેમમાં જુદાયી જ નસીબ થયી અને છેલ્લે એ પ્રેમ નો મારે ત્યાગ જ કરવો પડ્યો.

કહેવાય છે ને કે પ્રેમએ દુનિયામાં કઈ પણ કરાવી શકે છે અને પ્રેમમાં લોકો કઈ પણ કરવા તૈયાર થયી જાય છે એ જ રીતે દોસ્તો મને એમને પ્રેમ થયી ગયેલો અને આ મારા પ્રેમ ને તો ઉમર પણ જોયી નહોતી.

***