Pincode - 101 - 108 books and stories free download online pdf in Gujarati

પિન કોડ - 101 - 108

પિન કોડ - 101

પ્રકરણ-108

આશુ પટેલ

કાણિયાનો ચહેરો ફિક્કો પડી ગયો. જોકે ઇશ્તિયાક જાણે આ બધી આફતોથી અલિપ્ત હોય એ રીતે વર્તી રહ્યો હતો. તેણે પેલા વૈજ્ઞાનિકની સાથે વાત ચાલુ રાખી.
બેફામ ગાળો બોલી રહેલા કાણિયાને સમજાયું કે માત્ર ગાળો બોલવાથી જોખમ ટળી નહીં જાય. તેણે પોતાના ગુંડાઓ સામે જોઈને કહ્યું: પોલીસના કુતાઓ મૌલવીજીના ઘરમાંથી અંદર આવવાનો રસ્તો શોધી કાઢે તો તમે તેમને રોકવા માટે બન્ને ગુપ્ત દરવાજાઓ પાછળ ગોઠવાઈ જાઓ.’ સાહિલને કારણે આઠ લાશો પડી ગઇ એ પછી પણ કાણિયાના અડ્ડામાં એક ડઝનથી વધુ ગુંડાઓ હતા. એ સિવાય પેલી બેકરીમાં કામ કરનારાઓ અને મૌલવીજીના ઘરના સભ્યો મળીને એક ડઝન જેટલી વ્યક્તિઓ હતી. પણ તેના માણસે કહ્યું હતું એ પ્રમાણે પોલીસ કર્મચારીઓ બહુ મોટી સંખ્યામા ંબન્ને બાજુથી આવી ચડ્યા હતા.
’પેલી છોકરીને લઈ આવ. આમ પણ તેનો હવે કોઈ ઉપયોગ નથી, પણ છેલ્લે છેલ્લે એ છોકરી કામ લાગશે.’ ઈશ્તિયાકે તેના એક માણસને કહ્યું. પછી કાણિયાના ગુંડાઓ સામે જોઈને તેણે ઉમેર્યું તમે જાઓ. એ છોકરીને હું ત્યાં મોક્લાવું છું. તેનો ઢાલ તરીકે ઉપયોગ કરજો. એટલે પોલીસ અંદર આવતા અચકાશે. આમ પણ તમારે માત્ર થોડી વાર માટે જ પોલીસને રોકવાની છે!’
એ આદેશ આપીને ઈશ્તિયાક વળી પેલા વૈજ્ઞાનિકને સૂચના આપવામાં વ્યસ્ત થઈ ગયો.
કાણિયાને ઈશ્તિયાક પર કાળ ચડી રહ્યો હતો. ભાગી છૂટવાના તમામ રસ્તાઓ બંધ થઈ ગયા હતા. ઈશ્તિયાકે તેની વાત માની લીધી હોત તો આ નોબત ના આવી હોત. એક ડઝન ગુંડાઓ ઉપરાંત પેલો વૈજ્ઞાનિક અને તેના સહાયકો, ડોક્ટરો અને તેમના સહાયકો અને કાણિયા, ઇશ્તિયાક તથા નતાશા મળીને બીજી એક ડઝન જેટલી વ્યક્તિઓ હતી. આટલી વ્યક્તિઓ બહાર નીકળે તો પોલીસની નજરમાં ચડ્યા વિના રહે એ અશક્ય હતું. અધૂરામાં પૂરું મરણિયા બનેલા સાહિલ અને ગદ્દાર બનેલા ઇમ્તિયાઝ તથા રશીદને કારણે આઠ ગુંડાઓની લાશો પડી ગઇ હતી તેને સગેવગે કરવાની હજી તક મળી નહોતી.
***
વાઘમારે એન્ટિ ટેરર સેલના કમાંડોઝ સાથે દેશદ્રોહી મૌલવીના ઘરમાં ધસી ગયા. આ વખતે તેમણે દરવાજો ખોલવા માટે વિનંતી કરવાનો સમય બગાડવાને બદલે સીધો દરવાજો તોડવાનો જ આદેશ આપ્યો હતો.
‘વાઘમારે અને તેમની સ્ટ્રાકિંગ ટીમના કમાંડોઝને જોઈને મૌલવી અને તેની પત્ની તથા પુત્રીએ બચાવો, બચાવો’ એવી બૂમો પાડવાનું શરૂ કર્યું. વાઘમારેએ મૌલવીની છાતીમા ગોળી ધરબી દીધી. મૌલવી લથડિયું ખાઈને ફરસ પર પડ્યો. વાઘમારેએ મૌલવીની પત્ની અને પુત્રી સામે એકે ફિફ્ટી સિક્સ તાકીને કહ્યું: મને સ્ત્રીઓને મારવાનો શોખ નથી, પણ જરૂર પડે ત્યારે સ્ત્રીઓને મારવામાં હુ રંજ પણ નથી અનુભવતો! ચૂપચાપ જઈને પોલીસ વેનમા બેસી જાઓ.’ વાઘમારેએ કવરિંગ ટીમના એક સભ્યને ઈશારો કર્યો એટલે તે મૌલવીની પુત્રી અને પત્ની સામે એકે ફિફ્ટી સિક્સ તાકીને તેમને બહાર લઈ ગયો.
વાઘમારેએ ઓમર હાશમીને કહ્યું: ‘અંદર જવાનો દરવાજો બતાવ.’
કાણિયાના અડ્ડામાં ગુપ્ત રસ્તાઓ શોધવામા સમય ન વેડ્ફાય એટલે ઓમર હાશમીને સાથે રાખવાનો નિર્ણય ડીસીપી સાવંતે લીધો હતો.
ધ્રૂજી રહેલા ઓમારે મૌલવીના એક બેડરૂમના દરવાજા તરફ ઈશારો કર્યો. એ દરવાજા પર તાળું માર્યું હતુ. ત્રીજી સેક્ધડે એ દરવાજો તૂટી ગયો હતો અને વાઘમારે તથા કમાન્ડોઝ એ બેડરૂમમાં ધસી ગયા હતા.
***
મૌલવીજીના ઘરથી થોડે દૂર બેસતા પાનવાળાએ કાણિયાના માણસને મોબાઈલ ફોન પર કોલ કરીને ચેતવ્યો એ પછી થોડી સેક્ધડમા તેનો મોબાઈલ ફોન છીનવાઈ ગયો હતો અને તે પોલીસ વેનમાં ધકેલાઈ ગયો હતો.
પોલીસ વેનની જાળીમાંથી તેણે જોયુ કે બે પોલીસમેન મૌલવીની પત્ની અને પુત્રી પર એકે ફિફ્ટી સિક્સથી નિશાન તાકીને તેમને બહાર લાવી રહ્યા હતા. મૌલવીની પુત્રી અને પત્ની આક્રંદ કરતા કરતા બૂમો પાડી રહ્યાં હતાં. અચાનક આજુબાજુની સોસાઈટીઝમાંથી રહેવાસીઓ ધસી આવ્યા. તેમણે પોલીસ પર પથ્થરમારો શરૂ કરી દીધો. પોલીસે પોતાના બચાવ સાથે જ પ્રતિકાર શરૂ કરી દીધો. પોલીસની, હેલ્મેટથી સજ્જ એક ટીમે મૌલવીના ઘરના દરવાજા બહાર એક વેનથી આડશ ઊભી કરી દીધી હતી. સાવંતે પાકી તૈયારી કરી હતી કે જેથી અગાઉ વાઘમારે તેની ટીમ સાથે મૌલવીના ઘરમાં ઘૂસ્યા હતા એ વખતે જે બન્યું હતું એનુ પુનરાવર્તન ન થાય. પથ્થરમારાને કારણે પોલીસ ડગી નહીં એટલે લોકો પોલીસની એકદમ નજીક ધસી ગયા અને તેમણે પોલીસને ઘેરવાની કોશિશ કરી, પણ પોલીસ જવાનોએ તેમના પર લાઠીચાર્જ શરૂ કરી દીધો.
કાણિયાના વફાદાર મૌલવીના ઘરની બહાર પોલીસ અને કાણિયાના સમર્થકો વચ્ચે ઘમાસાણ જામ્યું હતું. એ જ વખતે કાણિયાના પૈસે ચાલતી એક ટીવી ચેનલની ઓબી વેન ત્યાં ધસી આવી. એમાંથી કેમેરામેન અને એક પત્રકાર યુવતી બહાર ધસી આવ્યાં.
કેમેરામેને ઘમાસાણના દ્રશ્યો શૂટ કરવા માંડ્યા એ દરમિયાન પત્રકાર યુવતીએ પોલીસ અને ટોળા તથા કેમેરાની વચ્ચે ઊભા રહીને ઉત્તેજના સાથે બોલવાનું શરૂ કરી દીધું, ‘તમે જોઈ શકો છો કે મુંબઈ પોલીસ કઈ રીતે બેરહેમીથી નિર્દોષ લોકો પર તૂટી પડી છે. નાનાં બાળકો અને વૃદ્ધો તથા સગર્ભા મહિલાઓ પર પણ આડેધડ લાઠીઓ વિંઝાઈ રહી છે. મુંબઈ પર આતંકવાદી હુમલો રોકી નહીં શકતી પોલીસ નિર્દોષ મુંબઈગરાઓ પર પોતાનું ઝનૂન ઠાલવી રહી છે...’
ડીસીપી સાવંત એ તરફ ગયા. તેઓ તેમના તરફ ધસ્યા. તેઓ એ પત્રકારને વ્યક્તિગત રીતે ઓળખતા હતા. તેમને પોતાના તરફ આવતા જોઈને પત્રકાર કેમેરા સામે બોલવાનું શરૂ પણ કરી દીધું હતું: ’એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ વાઘમારે અને તેમના સાથી પોલીસવાળાઓ એ અહીં રહેતા એક વૃદ્ધ મૌલવીની યુવાન દીકરીની ઈજ્જત લૂંટવાની કોશિશ કરી અને એ છોકરીના બચાવમાં આવેલા નિર્દોષ લોકો પર અત્યાચાર કર્યો એ વખતે તેને છાવરવાની કોશિશ કરનારા ડીસીપી સાવંત અત્યારે ખુદ મોટી સંખ્યામાં પોલીસ ટીમ લઈને ધસી આવ્યા છે અને તેમની નજર સામે જ પોલીસ નિર્દોષ લોકો પર તૂટી પડી છે. આઘાતજનક વાત એ છે કે વાઘમારેને નોકરીમાંથી બરતરફ કરી દેવાયા છતાં તેઓ પણ પોલીસ ટીમમાં સામેલ છે. ‘આવો જાણીએ કે આ વિશે ડીસીપી સાવંત શું કહેવા માગે છે...’
એ વખતે ડીસીપી સાવંત તેની એકદમ નજીક આવી ગયા હતા. આ દરમિયાન બીજી એક ટીવી ચેનલની ટીમ પણ ત્યાં ધસી આવી હતી. તેમના કેમેરા અને માઈક પણ સાવંતની સામે મંડાઈ ગયા.
સાવંતે તે પત્રકારોને કહ્યું, ‘અત્યારે હું કોઈપણ સવાલોના જવાબ આપવાના મૂડમાં નથી મારે એટલું જ કહેવું છે કે તમે લોકો અત્યારે અહીંથી ચાલ્યા જાઓ!’
તમે આ રીતે અમારી સાથે વાત ના કરી શકો.’ પેલી પત્રકાર યુવતીએ કહ્યું.
ઓકે. ‘હું બીજી રીતે વાત કરુ છુ. મારી પાસે અત્યારે શૂટ એન સાઇટનો ઓર્ડર છે અને અત્યારે મારા માથા પર ઝનૂન સવાર થયેલું છે. હું જોઇશ નહીં કે મારી આડે કોણ આવી રહ્યું છે!’ કહેતા ડીસીપી સાવંતે એક ગોળી હવામાં છોડી અને પછી રિવોલ્વર તે યુવતીના લમણે ધરી દીધી! તેમણે કહ્યું: મુંબઈ પર આટલા ખતરનાક હુમલાઓ થયા છે એનું રિપોર્ટિંગ કરવાને બદલે તમને અહીં આવવાનો સમય મળી ગયો!’
કેમેરામેન એ દ્રશ્ય શૂટ કરવા લાગ્યો. સાવંતે કેમેરાના લેન્સ પર ગોળી મારી દીધી અને ચેતવણી આપી: ‘ઈનફ. હવે પછીની ગોળીનુ નિશાન તમારા બધાના કપાળ બનશે!’
પત્રકારો હતપ્રભ બનીને સાવંતને તાકી રહ્યા.
***
‘આપણો જેના દિમાગ પર કંટ્રોલ છે એ પાઈલટ સાથેનું પ્લેન એરપોર્ટથી પાંચ મિનિટના અંતરે છે.’ વૈજ્ઞાનિકે ઇશ્તિયાકને કહ્યું.
‘ઇશ્તિયાકના ચહેરા પર ઉત્તેજના છવાઇ ગઇ. તેની આંખોમાં ચમક આવી ગઇ. ડિવાઇસ એક્ટિવ કરી દો.’ તેણે આદેશ આપ્યો.
‘ડન’ વૈજ્ઞાનિકે કહ્યું.
‘હવે એ પ્લેનને ભાભા એટમિક રિસર્ચ સેન્ટર તરફ વાળો.’ ઇશ્તિયાકે આદેશ આપ્યો.
પોતે સાંભળેલા શબ્દો પર વિશ્ર્વાસ ના બેઠો હોય એમ વૈજ્ઞાનિક તેની સામે તાકી રહ્યો. ઇશ્તિયાકે તેના લમણા પર પિસ્તોલ ધરી દીધી.
ઇશ્તિયાકે વૈજ્ઞાનિકને કહ્યું, એ પાઈલટને કમાન્ડ આપો કે તે પ્લેનને ભાભા એટમિક રિસર્ચ સેન્ટર તરફ વાળે. પ્લેન ક્રેશ કરવાનું છે, બીએઆરસીની અણુભઠ્ઠી પર!’
પેલો વૈજ્ઞાનિક દિગ્મૂઢ બનીને તેની સામે જોઈ રહ્યો.
ઈશ્તિયાકે કહ્યું: મારી સામે જોવામા સમય બગાડવાને બદલે મારા આદેશનું પાલન કરો.’
પ્લેન બીએઆરસીની અણુભઠ્ઠી પર ક્રેશ થશે તો એનું શું પરિણામ આવશે એની તમને કલ્પના છે?’ વૈજ્ઞાનિકે પૂછ્યું. તેનું ગળું સૂકાઈ રહ્યું હતુ.
કલ્પના નહીં, ખાતરી છે! ‘મુંબઇની જગ્યાએ સપાટ મેદાન થઇ જશે. લોનાવલા અને પાલઘર સુધીનો વિસ્તાર સાફ થઇ જશે. અમદાવાદ અને કરાંચી સુધી ધરતીકંપનો અહેસાસ થશે. અને પ્રચંડ વિસ્ફોટને કારણે અરબી સમુદ્રમાં સુનામી સર્જાશે એટલે મેદાનમાં ફેરવાઇ ગયેલા મુંબઇના ઘણા વિસ્તારો સમુદ્રનો હિસ્સો બની જશે...!’
‘પણ એમાં તો આપણે પણ...’ વૈજ્ઞાનિક આગળ બોલી ના શક્યો.
હા. ‘મુંબઇની સાથે આપણું બધાનું અસ્તિત્વ પણ ભૂંસાઇ જશે, પણ ઇતિહાસ આપણને મઝહબ માટે, જેહાદ માટે મરી ફીટેલા શહીદો તરીકે યાદ રાખશે. અને આપણે અહીંથી સીધા જન્નતમાં જઇશું...’

(ક્રમશ: )