Prem Prakran books and stories free download online pdf in Gujarati

પ્રેમ પ્રકરણ

પ્રેમ પ્રકરણ

આ કહાની છે બે પ્રેમી પંખીડાઓની જે વિરહની આગ માં તડપી રહ્યા છે. આ કહાની છે દિપક અને પાયલ ની જેઓ સાથે જીવવા મરવા ની કસમો ખાધી હતી. પણ સમય સંજોગે તેઓ સાથે ન રહ્યા. તેઓ એક જ સોસાયટીમાં રહેતા હતા. દિપકે પોતાનું ભણતર પતાવીને સારી નામચીન કંપની માં કામ કરતો થયો હતો, અને પાયલનઅભ્યાસ ચાલુ હતો. એમ તો બન્ને એકબીજાને ઓળખતા હતા પણ પરીચય કોઈ ખાસ ન હતો. હવે થયું એમ કે સોસાયટીમાં ચાલી રહેલા ગણેશ મહોત્સવ ના વિસર્જન દરમિયાન પાયલ અને દિપકની આંખો એક થય. હવે દિપક નોકરી જવાનાં સમય કરતાં કલાક વહેલો નીકળતો જેથી કરીને એ પાયલ ને કૉલેજમાં જતાં રસ્તા માં મળે. આમ બન્ને રોજ રસ્તામાં એકબીજા સામે આવે અને બન્ને પ્રેમ ભર્યુ સિમ્ત આપી પોત પોતાના રસ્તા પર આગળ વધે. આવુ લગભગ મહિના સુધી ચાલ્યુ. પછી દિપકે થોડીક હિંમત બતાવી ને તેની પાસે મોબાઇલ નંબર માગ્યો. પાયલે નંબર તરતજ આપી દીધો અને કહ્યું હૂં સાંજે ઘરમાં એકલી હોઇશ ત્યારે ફોન કરજે. દિપકે સાંજે ફોન કર્યો અને પાયલે ફોન રિસિવ કર્યો. બસ પછી શું જે પ્રેમ આંખોથી શરૂ થયો હતો તે જુબા સુધી પહોંચી ગયો. હવે તો બન્ને એકબીજાને એકાંત માં મળવા લાગ્યા. અને બન્ને એકબીજાને અતિશય પ્રેમ કરવા લાગ્યા. સાથે જીવવા મરવા ના વાયદા કરવા લાગ્યા.

હવે થાય એમ છે કે દિપક તેના માં બાપ નો એક નો એક સંતાન છે. દરેક માતા પિતા ને તેમના સંતાનોને ધામધુમથી પરણાવવા ની ઈચ્છા હોય છે. દિપકના માતા પિતા ને પણ એ ઈચ્છા હતી કે તેઓ ઘરમાં એક પુત્રવધૂ લાવે. હવે દિપક ની જાણ બહાર તેઓ દિપક માટે કન્યા શોધી કાધે છે. આ વાત ની જાણ દિપક ને થતા તેનાં પગ તળે થી જમીન ખસી જાય છે. હવે દિપકની આસપાસ ઉદાસી ના કાળા વાદળો છવાઈ જાય છે. આખરે હિમ્મત કરીને તેના માતા પિતા ને પાયલ વિશે જાણ કરે છે. દિપક ની વાત સાંભળી તેના પિતા ગુસ્સે થઈ જાય છે અને કહે છે.

" આપણે પારકી જાતની છોકરી ન લવાય, લોકો શું વાતો કરશે? સમાજ માં આપણી શું ઇજ્જત રહશે ? તારે તો આપણાં સમાજ માં જ લગ્ન કરવા પડશે. "

પિતા ના આવા કચાશ ભરેલાં શબ્દો સાંભળી ને તે હતાશ થય ગયો. હવે તે શું કરે? પાયલ ને શું કહીશ? એવું વિચારવા લાગ્યો. બીજા દિવસે તે પાયલ ને મળે છે અને કાલે થયેલી વાત કરે છે. આ સાંભળી પાયલ ની આંખો માંથી પાણી બહાર આવી જાય છે.

" ચાલ આપણે ઘરે થી ભાગી જઈએ અને કોર્ટ મેરેજ કરી લી એ" દિપકે પાયલ ને કહયું.

પાયલ બોલી " જો આપણે આવુ કરીશું તો આપણાં માં બાપ ની સમાજ માં આબરૂ જશે. હું નથી ચાહતી કે આપણાં લીધે તેઓ ના હ્રદય ને થેશ પહોંચે. "

હવે દિપક અને પાયલ માં બાપ ને ખાતર પોતાની મરજી નો ત્યાગ કરે છે. બાકી બધુ હરી ભરોસે છોડે છે. થોડાં સમય પછી દિપક ના લગ્ન ની તારીખ નકકી થાય છે. તે સમયમાં દિપક ફરી પાયલ ને મળે છે અને કહે છે.

" પાયલ ભલે મારાં લગ્ન તારી સાથે ન થાય પણ હું જીવન ભર તને ને માત્ર તને જ મારા હ્રદય માં રાખીશ. હું જીવીશ ત્યાં સુધી તને જ પ્રેમ કરતો રહીશ. ભલે આપણે સાથે ન રહ્યે પણ આપણે એકબીજાનાં હ્રદય માંથી કદી અલગ ન રહીશું. " આટલું કહી દિપક પાયલ ને પોતાની બાહોમા ભરી લે છે.

" પણ હું જીવન ભર લગ્ન નહીં કરું આ જીવન કુંવારી રહીશ. હું જીવન ભર તારી રાધા બનીને રહીશ જેમ કૃષ્ણએ રાાધા જાોડે લગ્ન નથી કર્યા પણ દુનિયામાં કૃષ્ણ અને રાધાના જ પ્રેમ ની ગાથા ગવાય છે એવી જ રીતે આપણે આપણાં પવિત્ર પ્રેમ ને જાળવી રાખીશું. ભલે ને જગત આખુંય આપણને ભેગા ન થવા દેય પણ આપણાં દીલો ને અલગ ન કરી શકશે. "પાયલે કહયું.

હવે થોડા દિવસો પછી દિપક ના લગ્ન એક સુંદર અને સુશિલ સ્ત્રી જોડે થાય છે. દિપકે તેના ભૂતકાળની વાતો ની જાણ તેને કરતો નથી. દિપક હમેશા એવું ઈચ્છતો હતો કે તેના લગ્ન તેની પ્રેમીકા જોડે થાય પણ એવું બન્યું નહીં અને તે હવે તેની પત્ની માં તેની પ્રેમીકા પાયલ ને શોધે છે. પણ એ તેને મળતી નથી. એક દિવસ દિપક પાયલ ને એકાંત માં મળવા બોલાવે છે. પાયલ તેને મળવા આવે છે. તે પાયલ ને કહે છે કે તેની આ જુદાય તેનાથી સહેજ પણ સહન નથી થતી.

દિપક પાયલ ને કહે છે " પાયલ હવે બસ બો થયું હું તને મારી પત્ની તો ન બનાવી શકયો પણ હવે હું તને મારી પત્ની નો દરજ્જો આપું છું "

"હવે બો મોડું થય ગયું દિપક હવે હું જીવન ભર તારી પ્રેમીકા તો બનીશ પણ પત્ની નઈ થય શકુ. "પાયલ દિપક ને કહે છે.

પણ દિપક એની જીદ પકડી રાખે છે. પાયલ તેને સમજાવે છે પણ પાયલ ની બધી કોશીષ વ્યર્થ જાય છે. આખરે પાયલ ઘરે જતી રહે છે અને તેને કયારેય નહિ મળવા આવે એવુ કહે છે. પણ પછી દિપક તેને ફોન અને મેસેજ કરી કરી ને પરેશાન કરી મુકે છે. પાયલ દિપક ને ખુબ પ્રેમ કરે છે અને એ એના લગ્ન જીવનમાં ઝેર ઓકવા માંગતી નથી. તે એવું માને છે કે દિપક સાથે લગ્ન કરી ને આવેલી સ્ત્રી પણ કોઈ ની દીકરી કે બહેન હશે? એ કોઈ ની બેન દીકરી ની જીંદગી બરબાદ કરવા નહોતી ઇચ્છતી. આવુ બધુ ચાલી રહેલું હોય છે તે દરમિયાન પાયલ નો મોટો ભાઈ વિદેશ થી આવે છે. તે વિદેશની મલ્ટીનેશનલ કંપની માં ઉચ્ચ અધિકારી હોય છે. તેને ખબર છે કે પાયલ એન્જીનીયરીંગ ના છેલ્લા વર્ષ માં છે અને તેની પરીક્ષા પતવા ની તૈયારી માં છે. તેથી તે પાયલ ને પોતાના સાથે વિદેશ આવવા આગ્રહ કરે છે. અને કહે છે " ગુડ્ડી (પાયલ નુ લાડકુ નામ) અમારી કંપની માં એન્જીનીયરીંગ સ્ટુડન્ટ માટે રીક્રુટમેન્ટ ચાલી રહેલી છે જો તારી ઇચ્છા હોય તો હું તારી જોબ ની વાત કરું".

મોટા ભાઈ ની વાત સાંભળી તે વિચારે છે કે તે વિદેશ જશે તો દિપક ની લગ્ન જીવન માં તેના થકી કોઈ તકલીફ ન પડશે અને દિપક પણ તેને ધીરે ધીરે ભુલાવી દેશે. તે દિવસની આખીયે રાત પાયલ ને ઊંઘ ન આવી અને પરોઢિયે એણે ભાઈ સાથે વિદેશ જવા નો નીણર્ય લઈ લીધો.

હવે દિપક ને પાયલ વિદેશ જવાની છે તેની જાણ થતા તે પાયલનો કોન્ટેક્ટ કરવા મથામણ કરે છે પણ બધુ વ્યર્થ જાય છે. આખરે પાયલ વિદેશ જવા નીકળે છે તે દરમિયાન દિપક તેના સામે આવે છે અને પાયલને કંઈપણ કહ્યાં વગર માત્ર ને માત્ર પોતાની પ્રેમ ભરી નજર થી જોયા કરે છે અને પાયલ પણ તે ના સામે જોય પ્રેમ ભર્યુ સિમ્ત આપી ને ચાલી જાય છે.