Khoj 17 books and stories free download online pdf in Gujarati

ખોજ 17

“મને યાદ આવી ગયું કે મેં નાવ્યા ને પેહલા ક્યાં જોયેલી?” ખુશ થતા નિશા વિકી ને કેહવા લાગી. જાણે કોઈ દુનિયા ના જીતી લીધી હોય એમ નિશા ખુશ થઈ ગઈ.

“ક્યાં જોયેલી?” વિકી ની જિજ્ઞાસા થઈ.

“અભિજિત ને મળવા ‘દીવાને-દીવાને’ ના શૂટિંગ માં ગયેલી ત્યારે એના ગીત માં સાઈડ ડાન્સર માં હતી. પણ એના સ્ટેપ્સ ને એની અદા ના લીધે અભિજિત એના થી ઘણો પ્રસન્ન હતો. અને ખરેખર મેં પણ જોયેલું કે એ અદભુત ડાન્સ કરે છે. જાણે કોઈ સ્વર્ગ ની અપ્સરા નૃત્ય ના કરતી હોય એવું લાગે!” નિશા નાવ્યા ના વખાણ કરવા માં ભૂલી ગઈ કે નાવ્યા એની કહાની ની વિલન છે.

“આ એજ નાવ્યા છે જેને અભિજિત વર્ષો થી જાણે છે.” વિકી એ નિશા ને યાદ કરવતા કહ્યું.

“એવું કેવી રીતે બને? મારી સામે જ બન્ને ની પહેલીવાર ઓળખાણ થઈ હતી.” નિશા યાદ કરતા કહ્યું.

“મોહિત, અભિજિત નો નોકર તો કહેતો હતો કે બન્ને જણ એકબીજા ને વર્ષો થી જાણતા હોય એવું લાગે છે.” વિકી એ મોહિત ની વાત યાદ કરતા કહ્યું.

“પણ મને પાક્કું યાદ છે કે અભિજીતે મારી સામે નાવ્યા ને બોલાવી ને તેનું નામ પૂછેલું અને તેના વખાણ કરેલા. ત્યારે જ એ લોકો પેહલી વાર મળેલા.” નિશા બરાબર યાદ હતું.

“તો મોહિત ને એવું લાગ્યું હશે.” વિકી એ કહ્યું.

“પણ નાવ્યા કમાલ ની ડાન્સર છે.” નિશા નાવ્યા ના વખાણ કરતા થાકતી જ નહતી.

“નિશા, તું કેટલી ભોળી છે? જે વ્યક્તિ તારા જ રસ્તા નો કાંટો છે. એ વ્યક્તિ ના વખાણ કરે છે. મને જ આ જ વસ્તુ નો ગુસ્સો આવે છે.”વિકી આજે ગુસ્સો કરવા માંગતો નહતો.

“હું ભોળી છું એટલે જ તો તું શાતીર છે.” નિશા એ વાત ને હસી કાઢી.

“હા, એટલે જ મેં એને કમલ સફારી સાથે કામ માં ગોઠવી દીધી.”

“કેવી રીતે?”

“મેં જ્યારે નાવ્યા વિશે જાણ્યું. ત્યારથી જ નક્કી હતું કે જે પણ આપણા રસ્તા માં વચ્ચે આવશે એ બધા ને ઠેકાણે કરી દઈશ. નાવ્યા ને અભિજિત ની નિકટતા આપણા માટે ખતરા થી કમ નથી. નાવ્યા ની તપાસ કરી ત્યારે એના ડાન્સ ના ગુણગાન બહુ સાંભળેલા એ જ વખતે કમલ એક કાર્યકમ માં નાવ્યા ડાન્સ કરે એવી ગોઠવણ કરી દીધી. કાર્યકમ ના માણસો થી લઈ એની ગુરુ સુધી ગોઠવણ કરી દીધી. કમલ ને શુ ગમે છે એ તો આખી દુનિયા જાણે છે અને એનું પરિણામ આજે આપણી સામે છે. કમલ ના શો માં નાવ્યા નું આવું એ કોઈ થોડી જાણે છે કે કોઈ ની સોચી સમજી સાજીશ હશે. નાવ્યા આસાનીથી કમલ ની જાળ માં ફસાઈ જશે અને અભિજિત થી દૂર પણ થઈ જશે. પછી આપણું કામ સહેલું થઈ જશે.” વિકી એ પોતા નો આખો પ્લાન નિશા ને કહી દીધો.

નાવ્યા ના ખૂબ જ સરસ ડાન્સ ના લીધે ખાસ્સી એવી નામના મળી હતી. નાવ્યા ના ડાન્સ ના વીડિયો સોશિયલ મીડિયા પર પણ ધૂમ મચાવી રહ્યા હતા. અભિજિતે પણ સોશિયલ મીડિયા પર એના વીડિયો જોયા ને એને ફોન કર્યો.

“મેં તારા વીડિયો જોયા, હમેશા ની માફક આ પણ જોરદાર છે. જો આમ ને આમ આગળ વધીશ તો દુનિયાભર માં ખ્યાતિ મળતા વાર નહીં લાગે.” અભિજિત ઘણો ખુશ હતો.

“ખૂબ જ આભાર.” નાવ્યાએ પણ અભિજિત નો અવાજ સંભાળી ખુશ થઈ ગઈ.

ત્યાં જ નાવ્યા ના વેનિટી રૂમ ના બારણાં માં ટકોરા પડ્યા. નાવ્યા દરવાજા તરફ જોયું ને બોલી, “આવ.”

ત્યાં કમલ દાખલ થયો ને નાવ્યા નું મોઢું બગડ્યું. તેણ અભિજિત ને પછી ફોન કરું છું એમ કહી ફોન મૂકી દીધો પણ એ ફોન કટ કરવા નો ભૂલી ગઈ.

કમલે નાવ્યા ને ફરી વાર પ્રપોઝ કર્યું. અને નાવ્યા એ પ્રેમ થી જવાબ આપ્યો.

“પ્રેમ જેવા શબ્દો પર મને ભરોસો નથી. મને તમારા માટે ખૂબ જ માન છે પણ નવા સંબંધો માટે હું તૈયાર નથી.”

“પણ ...”કમલ બોલવા ગયો પણ નાવ્યા એ રોકી દીધા.

“મને માફ કરશો. તમારું મારી પર ઋણ છે અહીંયા સુધી લાવવા માટે જે કદાચ હું ચૂકવી પણ નહીં શકું. બાકી ક્યારેય કોઈ પણ કામ હશે તો કરવા તૈયાર.” નાવ્યા પોતા ના જવાબ માટે મક્કમ હતી. તેની મક્કમતા જોઈ કમલ આગળ કશું બોલી ના શક્યો પણ તેનું ઘમંડે તેના ગુસ્સા ને સાતમા આસમાને પોંહચડી દીધો. તે ત્યાં થી કશું બોલ્યા વગર નીકળી ગયો પણ મન થઈ નક્કી કરી લીધું કે તે નાવ્યા ને છોડશે નહીં. નાવ્યા પણ કમલ ના ગયા પછી પરેશાન થઈ ગઇ. તેનું મન કામમાં ચોટતું નહતું. તેને પોતા ની પર જ ગુસ્સો આવ્યો, તેને લાગ્યા કર્યું કે કાશ! એણે આ શો માં જોડાઈ જ ના હોત તો, આજે આ પરિણામ ના આવત! પોતા ની ભૂલ પોતા ને ભારે પડી રહી છે. એ વિચાર એને આકુળ વ્યાકુળ કરી રહ્યો હતો.

હવેલી માં ભાગ્યેજ ટીવી જોવાતું. એમાં પણ મોટા ભાગે ધાર્મિક કાર્યક્રમો અથવા સમાચાર જોવાતાં હતા. પણ જ્યારે થી નાવ્યા નો ડાન્સ શો ચાલુ થયો છે ત્યારથી બાબા નરસિંહ અને ધર્મા દેવી એ જોતાં. મોટાભાગે કયારેય એ લોકો બીજું જોતા નહીં. મુકિમ ને નવાઈ લાગી. મુકિમ ને લાગ્યું તો કે ચોક્કસ કોઈ વાત તો નહીંતર આટલું મોટું પરિવર્તન ના આવે.

અભિજીતે કમલ ની ને નાવ્યા ની બધી વાત ફોન પર સાંભળી લીધી હતી. તે ખૂબ જ ગુસ્સો આવ્યો. તર સમજી નહતો શકતો કે તેને એટલો બધો ગુસ્સો શા માટે આવી રહ્યો છે. તે પણ નિશા ની જાળ માં ફસાઈ ગયો છે ને નાવ્યા કમલ ની જાળ માં ફસાઈ રહી છે.