Aakhari daav - 2 books and stories free download online pdf in Gujarati

આખરી દાવ

દાવ-૨

સવારે જય અને બાપુ ઉઠતા ની સાથે ઘટનાસ્થળે પહોંચ્યા. ઇન્સ્પેક્ટર સુરજ અને એની આખી ટીમ વીર ને શોધવાના પ્રયાસમાં લાગેલી હતી. એમની કામગીરી પ્રસંશનીય હતી. જય એ સુરજ ને કીધું વીર વિશે કોઈ સગળ મળ્યા કે નહીં. સુરજ એ કીધું જય ભાઈ બધું જોઈ લીધું પણ કાંઈ મળ્યું નથી, અમારી પુરી ટીમ અને સાથે ડોગ સ્કોવડ પણ ઉત્તમ કામ કરી રહી છે અમને આશા છે કે બપોર સુધી માં અમે વીર વિશે માહિતી મેળવી ને જ રહીશું. જય એ બાપુ ને ગાડી માં બેસવા કીધું અને પોતે પોલીસ જોડે શોધખોળ માં જોડાયો.

અચાનક એક કૂતરો એક ખડક નીચે જોઈ ભસવા લાગ્યો અને એને જોઈ બધા એ બાજુ દોડ્યા. સુરજ સિંહ અને જય એમાં સૌથી અગ્રેસર હતા. ત્યાં જઈ ને એમની ખડક ની પાછળ જોયું અને ત્યાં નું દ્રશ્ય અને તીવ્ર વાસ કાચા પોચા હૃદય ના માણસ ને તો અંદર સુધી હલાવી નાખે એવું હતું. જય એ વીર વીર કહી રડવા નું ચાલુ કર્યું અને દોડીને વીર ની લાશ ને ભેટી પડ્યો. અને ઉઠ મારા ભાઈ, આંખો ખોલ જો પિતાજી તારી રાહ જોવે આંખો ખોલ ને મારા ભાઈ, આમ મજાક ના કર ઉભો થા. આટલું બોલતા બોલતા તો જય જોર જોર થી રડવા લાગ્યો. આ જોઈ સુરજ સિંહ એ જય ને ઉભો કર્યો અને સાંત્વના આપી તથા કીધું કે જય ભાઈ પોતાની જાત પર કાબુ રાખો દોલત સિંહ બાપુ ને પણ તમારે સાચવવા પડશે. આટલું સાંભળતા જય થોડો શાંત થયો. સુરજ સિંહ એ કોન્સ્ટેબલ ને બોલાવી જય માટે પાણી મંગાવ્યું.

વીર ની લાશ જોઈને જ લાગતું હતું કે એનું મોત ઉપર થી પડવા ના લીધે થયું છે, એનું માથું ખડક સાથે અથડાયું હતુ. વીર ના માથા ના ભાગ માં પટકવાને લીધે ઇજા થઇ હતી એ એની પડેલી લાશ પર થઈ સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. જય ને દૂર ખસવાનું કહી સુરજ સિંહ એ બીજી વિધિ બખૂબી પૂર્વક નિભાવી. આજુ બાજુ ના સ્થળ ના સેમ્પલ, ફોટો બધું લેવાઇ ગયું. વીર ની લાશ ને કાપડ થી ઢાંકવામાં આવી. પછી એક એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી અને સ્ટ્રેચર ના ઉપયોગ થી લાશ ને ઉપર લઇ જવામાં આવી.

લાશ ને જોઈ ધારણા મુજબ જ બાપુ બહુ રડ્યા, આખા ગામ માં આ વાત ફેલાઈ ગઈ હતી કે વીર ભાઈ ની લાશ મળી છે તો બધા એ દોલતસિંહ ના દુઃખ માં ભાગીદાર થવા માટે આવી પહોંચ્યા હતા. પથ્થર હૃદય ના દોલતસિંહ ને અત્યારે વિલોપાત કરતાં જોઈ બધા ની આંખ માં આંસુ ઉપસી આવ્યા. પોલીસ ઇન્સ્પેક્ટર સુરજે જય જોડે થી લાશ ને પોસ્ટમોર્ટમ કરાવવા ની પરવાનગી લઇ લાશ ને એમ્બ્યુલન્સ માં નાખી અને હોસ્પિટલ લઇ ગયો. હોસ્પિટલ માં બીજી બધી કાર્યવાહી કરી લાશ ને સુપ્રત કરવામાં આવી. આખી હવેલી માં આખા ગામના અને આજુ બાજુ ના ગામના અગ્રણી લોકો નો જમાવડો થયો હતો. બધાને દોલતસિંહ માટે ઘણી સહાનુભુતિ હતી. પૂજા પણ બહુ રડતી હતી. લોકો એ વીર અને પૂજા વિશે જાણ્યું ત્યારે એમને પૂજા માટે બહુ જ લાગણી ઉભરી આવી.

ભારે હૃદય સાથે વીર ની અંતિમ યાત્રા નીકળી જેમાં ગામ ના દરેક નાતના લોકો જોડાયા. ગામ ના સરપંચ નો નાનો છોકરો જેના મન માં ઘણા સપના હતા, હજુ જિંદગી માં ઘણું જોવાનું બાકી હતું. એનો પ્રેમ એને મળી જ ગયો હતો. એક બે દિવસ માં નવી ફેક્ટરી નું પણ કામ પણ ચાલુ થઈ જવાનું હતું. આ બધી વાતો વિશે વિચારી અંતિમ યાત્રા માં આવેલ દરેક માણસો ને પારાવાર દુઃખ થતું હતું. એકદમ શાંતિમય વાતાવરણ માં વીર ની અંતિમયાત્રા પૂર્ણ થઈ.

સૌથી વધારે લાગણી સૌને પૂજા માટે જ હતી. બિચારી છોકરી, એની તો આખી જિંદગી એની આંખો સામે છીનવાઈ ગઈ હતી. વીર ના ગયા પછી તો પૂજા ભાગ્યે જ બોલતી, જીવી મોટાભાગે પૂજા ના જોડે જ રહેતી હતી. બાપુ પણ પોતાના રૂમ માં પુરાઈ રહેતા. જય પણ ગુમસુમ રહેતો હતો. એક હસતો ખેલતો પરિવાર આમ અચાનક શોકાતુર બની ગયો હતો. આ બધા વચ્ચે વિજુ એ પોતાની જાત ને સંભાળી રાખી હતી, એના પર દોલતસિંહ ને જમાડવાની અને દેખરેખ ની જવાબદારી હતી. એ પણ જીવી સાથે કોઈ વાર પૂજા ના રૂમ માં જઇ સારી સારી વાતો કરી પૂજા ને હસાવવા પ્રયત્ન કરતો.

પૂજા એ ધીરે ધીરે હકીકત ને કબુલ કરી રહી હોય એવું લાગી રહી હતું. એ પોતાની જાત ને હવે કામ માં રોકી ને મન ને હળવું બનાવવા નું નક્કી કર્યું. વીર ના ગયા ના ૧૫ દિવસ પછી પૂજા સવારે ગાડી લઇ મંદિર તરફ જવા નીકળી. પૂજા નો આવો મક્કમ મન નો નિર્ણય જોઈ બાપુ અને જય ને પણ હિંમત મળી. એમને પણ જે થયું એ ભગવાન ની મરજી હશે એમ સમજી પોતાની જાત ને પાછી પાટે લાવવાનું નક્કી કર્યું. બીજા દિવસ થી જય પણ સમયસર કામ પર નીકળી ગયો અને આજે બાપુ પણ વિજુ ને લઇ ગામ માં ફરવા નીકળ્યા, એમને જોઈ ગામ ના બધા લોકો ને મન માં શાંતિ થઈ.

વીર ના મુત્યુ ના બનાવ ને એક મહિના જેટલો સમય વીતી ગયો હતો, દોલતસિંહ બાપુ, પૂજા અને જય બધા પોતપોતાની જિંદગી માં પાછા કાર્યરત થઈ ગયા હતાં પૂજા એક દિવસ સવારે દોલતસિંહ બાપુ ના રૂમ માં અહીં થી પાછા અમદાવાદ જવાની રજા માંગવા ગઈ. પૂજાએ બાપુ ના પગે પડી કીધું હું હવે અહીં થી જવા માંગુ છું. મારુ રિસર્ચ નું કામ પતિ ગયું છે અને વીર ના ગયા પછી મને આ જગ્યા ખાવા દોડે છે. બાપુ પૂજા નો ચેહરો જોઈ રહ્યા અને કીધું બેટા મારી એક વાત સંભાળ પછી તારે જવું હોય તો અહીં થી નીકળી જજે. પૂજા એ કીધું હા બોલો. બાપુ એ પૂજા ના માથે હાથ ફેરવી કીધું બેટા મેં તારા અને વીર વિશે જાણ્યા પછી તારા માં હંમેશા મારી પુત્રવધુ જ જોઈ છે. હું તને અહીં જ રોકવા માંગુ છું, મારા વીર ની તું યાદ અપાવીશ પણ વગર કારણે તને અહીં રોકી ના શકાય પણ એક વાત કહું ખોટું ના લગાડતી. પૂજા એ કીધું તમે મારા વડીલ છો તમે જે પણ કહેશો એ મારા માટે એક આદેશ હશે. બાપુ તો પૂજા ના આ શબ્દો સાંભળી ખુશી થી રડી પડ્યા અને કીધું પૂજા બેટા વીર ની નહીં તો જય ની પત્ની બની તું આ ઘર માં રહે એવી મારી ઝંખના છે. જો જય તારા જેટલું ભણેલો નથી પણ બહુ હોશિયાર અને વ્યવહારુ છે. મેં હજુ જય ને આ વિશે કાંઈ કીધું નથી પણ જો તારી ઈચ્છા હોય તો હું જય ને વાત કરું.

આ સાંભળી પૂજા તો આશ્ચર્ય માં પડી ગઈ, એને કીધું બાપુ પણ મેં આ વિશે કંઈ વિચાર્યું જ નથી. બાપુ એ કીધું જો બેટા તારા પર કોઈ દબાણ નથી કરતો પણ મર્યા પેહલા હું તને મારા ઘર ની પુત્રવધુ ના રૂપે જોઉં એવી ઈચ્છા છે. તારા આગળપાછળ કોઈ નથી નહીં તો હું એમને વાત કરત. પૂજા એ કીધું તમે જય ને આ વિશે પૂછી જોવો અને મને આજનો દિવસ વિચારવા માટે આપો. જય પણ સારો જ છે પણ ક્યારેય એ નજર થી જય સામે જોયું નથી. એમના દિલ ની વાત પણ મારે જાણવી જરૂરી છે. હું રાતે જય જોડે મુલાકાત કરીને જય ને મારી શું ઈચ્છા છે એ જણાવીશ.

બાપુ એ પૂજા ની વાત નું માન રાખી કીધું, પૂજા તારા જવાબ થી મને પ્રસન્નતા થઈ. હું સાંજે જય ને વાત કરું અને જમ્યા પછી તને મળવા માટે મોકલું. પૂજા ના ગયા પછી બાપુ ને ના જાણે કેમ વીર ના અવસાન પછી પ્રથમ વાર આનંદ ની લાગણી થઈ હતી. એમને ખબર હતી કે જય એમની વાત નહીં ટાળે. અને પૂજા ના જવાબ પર થી એમને એ વાત ની આશા બંધાઈ કે રાતે બને ની મુલાકાત યોગ્ય રીતે થાય તો પૂજા જય સાથે ના લગ્ન નો પ્રસ્તાવ સ્વીકારી લેશે. અને જો આવું થશે તો આ દોલત મેહલ પાછો ખુશીઓ થી ભરાઈ જશે.

સાંજે જય આવ્યો એટલે બાપુ એ પોતાના રૂમ માં બોલાવી એને વાત કરી. જય આ સાંભળી થોડો વિચાર માં પડી ગયો અને બોલ્યો પિતાજી પૂજા સુંદર છે, શુશીલ છે, સંસ્કારી, ભણેલી, અને સારા ઘર ની છે. દરેક છોકરાના મન માં પોતાની ભાવિ પત્ની વિશે નો જે અભિપ્રાય હોય એમાં પૂજા એકદમ યોગ્ય અને પેરફેક્ટ છે. પણ પૂજા ના મન ની સ્થિતિ જાણવી મારા માટે અગત્ય ની છે હું એકવાર એને મળી લઉં, પછી અમે બંને કોઈ નિર્ણય પર આવીએ. કેમકે હું નથી ઇચ્છતો તો કોઈ ઉતાવળ માં નિર્ણય લેવામાં આવે. બાપુ ને જય ની વાત યોગ્ય લાગી અને કીધું કે તમારા બને પર આ નિર્ણય મુકું છું, તમે બને બહુ સમજદાર છો, જે નિર્ણય લેશો એ સારા માટે લેશો એની ખાત્રી છે મને.

જય પોતાના રૂમ માં જઇ પલંગ પર આડો પડ્યો અને વિચારવા લાગ્યો કે પોતાના ભાઈ ની પ્રેમિકા પોતાનો સ્વીકાર કઇ રીતે કરશે. હા મને પણ પૂજા પસંદ છે પણ મારું ભણતર એના આગળ સાવ સામાન્ય છે. પ્રથમ નજર માં પૂજા મને પણ પસંદ હતી પણ વીર ના લીધે પોતે એ વિશે આગળ વિચાર્યું જ નહોતું. આમ આ રીતે પૂજા એની જિંદગી માં આવશે એ વાત ની તો એને કલ્પના પણ નહોતી કરી. જ્યારે પૂજાને મળવા જઈશ ત્યારે શું કહીશ, શું વાત કરીશ, મારી કોઈ વાત નું એને ખોટું તો નહીં લાગી જાયને. પૂજા ની સાથે થનારી મુલાકાત વિશે વિચારતા વિચારતા એ સુઈ ગયો. આતો વિજુ જમવાનું લઇ આવ્યો ત્યારે એની આંખ ખુલી. ઘડિયાળમાં જોયું તો ૮:૧૫ થઈ હતી. જય એ જમીને હાથ પગ ધોયા અને થોડો ફ્રેશ થઈ ગયો. પ્રથમ વાર એ કોઈને આ રીતે મળવા જતો હતો. લગ્ન માટે છોકરીઓ તો ઘણી જોઈ હતી, પણ એ વાત અલગ હતી અને અત્યાર ની સ્થિતિ અલગ હતી કેમકે ત્યાં હા કે ના નો જવાબ એને આપવાનો હતો અને અહીં એને જવાબ સાંભળવાનો હતો. હૃદય ના ધબકારા પર કાબુ મેળવીને એ પૂજા ના રૂમ તરફ આગળ વધ્યો.

ટક ટક ટક... ના બારણે ટકોરા પડ્યા એટલે પૂજા ને સમજાઈ ગયું જય આવયો હશે. પૂજા એ કીધું દરવાજો ખૂલ્લો જ છે, આપ અંદર આવી શકો છો. જય એ ધીરે થી દરવાજો ખોલી અંદર પ્રવેશ કર્યો. પલંગ પર પૂજા બેસી હતી અને જોઈ જય ફરીવાર એની સુંદરતા ના મનોમન વખાણ કરી બેઠો. પૂજા એ જય ને બેસવા માટે કીધું. જય ખચકાતા મન એ પૂજા જોડે બેઠો. જય એ પૂજા ને પૂછ્યું કેમ હવે તારે અભ્યાસ નું બધું કામ પતી ગયું? પૂજા એ માથું હલાવી હા કીધું. હવે આગળ શું વિચાર છે? આગળ અભ્યાસ કરવાનો કે પછી અહીં જ પૂર્ણ. પૂજા એ કીધું ના હવે આટલો અભ્યાસ પૂરતો છે. અને સાચું કહું તો વીર ના ગયા પછી મને કઇ કરવાનું મન નથી.

પછી થોડી આડી અવળી વાતો કર્યા પછી જય મૂળ મુદ્દા પર આવ્યો અને પૂજા ને કીધું કે જો હું અહીં પિતાજી ના કહેવાથી આવ્યો છું, વીર ના ગયા પછી આપણી બધા ની જિંદગી સાવ બદલાઈ ગઈ છે પણ ભગવાન ની એજ ઈચ્છા હશે. તને પિતાજી એ મારા જોડે લગ્ન કરવા માટે જણાવ્યું પણ આ વાત હું સંપૂર્ણ રીતે તારા પર છોડું છું. કેમકે મને ખબર છે કે વીર ના દુઃખદ અવસાન પછી તારા માટે આ પ્રસ્તાવ સ્વીકારવો અઘરો છે અને એનાથી એ મહત્વ નું એ છે કે તું મને પતિ ના રૂપ માં સ્વીકારી શકીશ કે નહીં. ? હું તારા જેટલું શિક્ષણ તો મેળવી શક્યો નથી પણ દુનિયાદારી ની સમજ ધરાવું છું. જો તું આ લગ્ન માટે તૈયાર ના હોય તો તું ના પણ કહી શકે છે તારી કોઈ વાત નું અમને ખોટું નહીં લાગે. આ તારી લાઈફ છે તને તારી રીતે જીવવાની છૂટ છે, હું પિતાજી ને સમજાવી દઈશ.

જય ની વાત પૂજા ધ્યાન ની સાંભળી રહી હતી, એનો દરેક શબ્દ એના ચહેરા પર ની ચિંતા ના વાદળો દૂર કરી રહ્યો હતો. જય માટે એના દિલ માં માન ની લાગણી ઉપસી આવી. જય નો હાથ પૂજા ને પોતાના હાથ માં લીધો અને જય ની આંખ માં જોયું.. પૂજા એ જય નો હાથ પકડ્યો ત્યારે જય એ એક ઝટકા સાથે ચમકી ગયો એના શરીર માંથી જાણે વિજપ્રવાહ પસાર થઈ ગયો હૉય એવું લાગી રહ્યું હતું. પૂજાએ કીધું જય "મારા માટે મારી ફેમિલી માં ચિંતા કરવાવાળું કોઈ નથી, મેં તો હવે આખી દુનિયા માં ફરવાનું અને જૂની પુરાણી ઇમારતો ના પાછળ જિંદગી પસાર કરી નાખવાનું વિચાર્યું હતું પણ અહીં આવી તો બાપુ નો એક વડીલ તરીકેનો હાથ માથે મુકાયો ત્યારે સમજાયું કે કોઈ તમારી કાળજી રાખે તો કેટલું સારું લાગે. ભલે વીર આ દુનિયા માં નથી પણ હું આ કુટુંબ ના સભ્ય તરીકે જીવવા માંગુ છું અને તારા પ્રત્યે ની આ મુલાકાત પરથી એ સ્પષ્ટ થઈ ગયું કે ભલે તે ઉચ્ચ અભ્યાસ ના કર્યો હોય પણ તારા અંદર એક સોનાનું હૃદય છે. તો હવે હું તારી પત્ની થવા નો આ લગ્નપ્રસ્તાવ સ્વીકારવા માંગુ છું કેમકે તમને બધા ને મૂકી મારે દૂર નથી જવું"આટલું બોલતા બોલતા તો એ રડી પડી અને જય ને ગળે વળગી ગઈ. જય આ બધું અચાનક બની ગયું એટલે થોડો ચમકી તો ગયો પણ તરત પોતાની જાત પર કાબુ મેળવી ને પૂજાની ફરતે પોતાના હાથ વીંટાળ્યા અને એક હાથ એના માથા માં ફેરવી એને સાંત્વના આપવાનો પ્રયાસ કર્યો.

અચાનક પૂજા ને ભાન થયું અને એ જય થી છૂટી પડી અને સૉરી કીધું. એની આંખો નીચે ઢળી ગઈ હતી, આંખો નું કાજલ આંખ ના છેડે વિસ્તરી ગયું હતું. બીજો કોઈ મેકઅપ નહોતો છતાં એ સ્વારૂપવાન લાગી રહી હતી. જય એ કીધું પૂજા એતો તું લાગણી ના પ્રવાહ માં તણાઈ ગઈ અને મને ભેટી પડી માટે એમાં સોરી કેહવા જેવું કંઈ નથી. તે મારા લગ્ન નો પ્રસ્તાવ સ્વીકારી મારા કુટુંબ પર ઉપકાર કર્યો છે અને પિતાજીની આ ઈચ્છા ને માન આપી ને તે મારુ દિલ જીતી લીધું છે. તારા માટે કંઈ કરું એટલું ઓછું છે. અત્યારે તો પિતાજી સુઈ ગયા છે તો હું સવારે એમને આ સારા ખબર આપી દઈશ. આટલું કહી જય એ પૂજાનો હાથ પોતાના હાથ માં લીધો અને કીધું કે "પૂજા હું તારી દરેક ઈચ્છા ને માન આપીશ, તારા દરેક નિર્ણય માં તારો સાથ આપીશ. તારા દરેક સપના પુરા કરવા હું કોઈપણ પગલું ભરતા નહીં ખચકાઉં. મારી જિંદગી હવે તારી છે, મારા તન મન અને ધન પર મારા કરતાં પહેલો હક તારો છે. હું હંમેશા તને અને તારા પ્રેમ ને વફાદાર રહેવાનું વચન આપું છું. "આટલું સાંભળતા જ પૂજાના ચેહરા પર ખુશી જોવા મળી અને એને જય ને મજકિયા અંદાજ માં કીધું હવે આ બધા વચન લગ્નમંડપ માં આપજો મારા પ્રાણનાથ. પૂજા ના શબ્દો સાંભળી બંને ખડખડાટ હસી પડ્યા, પૂજા બહુ દિવસે આ રીતે હસી હતી. આ પછી જય અને પૂજા એ થોડી બીજી વાતો કરી અને અત્યારે બને ની મુલાકાત સાર્થક બની ગઈ હતી કેમકે બંને ને એકબીજા વિશે ઘણું જાણવા અને સમજવા મળ્યું. રાત ના ૧૧વાગ્યા ના ટકોરા પડ્યા એટલે જય ગુડ નાઈટ કહી પોતાના રૂમ માં જવા માટે નીકળ્યો. જય ના જવાની સાથે જ પૂજા એ મોબાઈલ હાથ માં લીધો અને એલાર્મ મૂકી સુઈ ગઈ.

જય સવારે તૈયાર થઈ ને દોલતસિંહ ના રૂમ માં પ્રવેશ્યો, બાપુ પણ ત્યાં તૈયાર થઈ ને બેઠા હતા. જય ને જોતાજ એ બોલ્યા આવ દીકરા હું આજે તો સવારે વહેલા ઉઠી ને ક્યારનોય તૈયાર થઈને બેઠો છું અને તારા આવવાની જ રાહ જોતો હતો "બોલ પૂજા એ શું જવાબ આપ્યો?

જય એ કીધું" પિતાજી પૂજા મારી સાથે લગ્ન કરવા માની ગઈ છે. હું પૂજા જેવી છોકરી મારી પત્ની બનશે એ વિચારી બહુ રોમાંચિત છું. તમે કોઈ સારા બ્રાહ્મણ ને બોલાવી લગ્ન નું મુહૂર્ત કઢાવો, એટલે આ ઘર ની ખોવાઈ ગયેલી ખુશીઓ પાછી આવે અને વીર ના આત્મા ને શાંતિ મળે. "

જય ની વાત સાંભળી દોલતસિંહ તો રાજીના રેડ થઈ ગયા અને એમને જય ને છાતી સરસો લગાવી દીધો. એમની આંખ માં ખુશી ના આંસુ હતાં. વીર ના ગયા પછી આજે પ્રથમ વાર બાપુ આટલા પ્રસન્ન હતા. જય પછી ત્યાંથી ખેતર માં જવાનું કહી નીકળ્યો, એના ગયા પછી બાપુ એ એક નંબર ડાયલ કર્યો. સામ છેડે થી અવાજ આવ્યો"બોલો બોલો દોલતસિંહ બાપુ, મારુ શુ કામ પડ્યું? બાપુ એ કીધું સ્વામી વિશ્વપ્રસાદ શર્મા તમે જેમ બને એમ ઝડપી મારા ઘરે આવી જાઓ મારા પુત્ર જય ના લગ્ન નું મુહૂર્ત કઢાવનું છે. વિશ્વપ્રસાદ વીર ના મોત વિશે જાણતાં હતા એટલે એમને બાપુ ના ફોન થી આશ્ચર્ય તો થયું પણ દોલતસિંહ ના પરિવારમાં આવેલી આ નવી ખુશી વિશે વિચારી આનંદ પણ થયો. અને ૨ દિવસ પછી સાંજે આવવાનું કહી વિશ્વપ્રસાદ એ ફોન ડિસ્કનેક્ટ કરી દીધો.

આજે તો બાપુ ના હૈયા નો હરખ માતો નહોતો, એમને વિજુ ને બોલાવી ને આ વાત વિશે જાણ કરી. વિજુ ના ચેહરા પર પણ બાપુ ને ખુશી જોવા મળી. સૌ ખુશ હતા. દોલત મેહલ ની ખુશીઓ પાછી આવી ગઈ હોય એવું લાગતું હતું.

પૂજા સવારે તૈયાર થઈ બાપુ ને મળવા નીચે આવી અને બાપુ ના રૂમ માં પ્રવેશ કર્યો, પૂજા ના આવ્યા ની ૨ મિનિટ પેહલા જ બાપુ ની વિશ્વપ્રસાદ સાથે વાત પૂર્ણ થઈ હતી. આજે પૂજા એ લીલા રંગ ની સાડી પહેરી હતી. આ એજ સાડી હતી જે વીર અને પૂજા ઉદયપુર ગયા ત્યારે શોપીંગ કરી એમાં લાવ્યા હતા. પૂજા નો આકર્ષક દેહાકાર અને ખુબસુરત ચેહરો, માપસર ની ઊંચાઈ અને અદભુત સૌંદર્ય આજે સાડી માં ખૂબ મનમોહક લાગી રહ્યું હતું. પૂજા એ આવી ને દોલતસિંહ ના ચરણસ્પર્શ કર્યા. બાપુ એ પણ પૂજા ને સદા ખુશ રહો એવા આશીર્વાદ આપ્યા. બાપુ એ પૂજા ની સામે જોયું અને કીધું"હું તને વીર ની પત્ની ના રૂપ માં જોવા માંગતો હતો પણ એ કુદરત ને ના ગમ્યું, પણ તું જય સાથે લગ્ન કરી ને મારા ઘર ની પુત્રવધુ બનીશ એ વાત મારા દુઃખી હૈયા માટે શીતળતા સમાન છે. તારો ઉપકાર માનું એટલો ઓછો છે.

પૂજા એ એમની વાત સાંભળી ને કીધું કે એમાં શું ઉપકાર, જય પણ કોઈ નસીબદાર ને મળે એવો છે, એ દિલ થી સાચો હીરો છે મેં જય સાથે લગ્ન નો નિર્ણય કરી કોઈ ઉપકાર નથી કર્યો. ઉપર થી મારે તમારો ઉપકાર માનવો જોઈએ કે તમારા પરિવાર તરફ ની મને આટલું બધું માન, પ્રેમ, અને લાગણી મળી. હું જય સાથે ખુશી ખુશી થી જિંદગી પસાર કરી લઈશ. અને તમારા પ્રેમભર્યા હાથ તો હંમેશા અમારા માથે રહેવાના જ છે.

પૂજા ના મોઢે થી આ બધું સાંભળી બાપુને એવું થયું કે પોતે પૂજાને જય માટે પસંદ કરી કોઈ ભૂલ નથી કરી, કેમકે આ નિર્ણય થી પૂજા પણ ખુશ હતી, સવારે જય પણ પ્રસન્ન લાગતો હતો અને પોતે તો બહુ જ ખુશ હતાં. એમને પૂજા ને કીધું મેં તને પૂછ્યા વગર જ લગ્ન નું મુહૂર્ત જોવા બ્રાહ્મણ ને બોલાવી લીધા છે, જો તારે વાંધો હોય અને હજુ સમય જોતો હોય તો હું હમણા જ ફોન કરી ના પાડી દઉં. આ સાંભળી પૂજા બોલી ના ના મને કોઈ વાંધો નથી, તમે મારા માટે પિતાતુલ્ય છો. તમારા દરેક નિર્ણય મારા માટે આદેશ હશે એની હું ખાતરી આપું છું.

૨ દિવસ પછી વિશ્વપ્રસાદ શાંતિનગર દોલતસિંહ ના ઘરે આવ્યા અને ગ્રહો અને નક્ષત્રો ની દશા, પંચાંગ, તિથિ અને ચોઘડિયા ના ગહન અભ્યાસ પછી લગ્ન માટે નું મુહૂર્ત કાઢ્યું. વિશ્વપ્રસાદ એ કીધું "આજ થી ૧૦ દિવસ પછી બહુ સરસ મુહૂર્ત છે, અને એક વાર આ મુહૂર્ત નીકળી જશે પછી આવા યોગ નહીં આવે. પછી ૩મહિના સુધી રાહ જોવી પડશે". ત્યારબાદ બાપુ એ જય અને ખાસ કરી ને તો પૂજાની ઈચ્છા ને જાણી. પૂજા એ પણ સહમતિ આપ્યા પછી જ બાપુએ લગ્નનું મુહૂર્ત ૧૦ દિવસ પછી પાકું કરવાનું કીધું.

લગ્ન ની તૈયારી આડે દસ જ દિવસ બાકી હતા. બધું કામ બહુ ઝડપ થી અને સાવચેતી થી પૂર્ણ કરવું જરૂરી હતું. બાપુ પોતાના માન અને રુતબા પ્રમાણે પોતાના પુત્ર ના લગ્ન થાય એવું ઇચ્છતા હતા. અને કેમ ના હોય વીર ના ગયા પછી એમના જીવવાની છેલ્લી આશા જય જ હતો. પૂજા ના રૂપ માં આટલી સંસ્કારી પુત્રવધુ પ્રાપ્ત કરી એ ભગવાન નો ઉપકાર માનતા હતા.

પુરા ઘર ને કલરકામ કરી સજાવવામાં આવ્યું. આખા ઘર ને રોશની થી શણગારવામાં આવ્યું. જયપુર માંથી "સુપર કિચન" નામ ની સંસ્થાના શેફ ને રસોઈ અને કેટરિંગ ની જવાબદારી સોંપવામાં આવી. પૂજા અને જય જયપુર અને ઉદયપુર જઈને મોંઘા માં મોંઘા પરિધાન, અતિસુંદર અને મોંઘા ભાવ ના આભૂષણો ની ખરીદી કરી આવ્યા. જય એ પૂજા ની આનાકાની છતાં એના માટે નાના માં નાની વસ્તુ ની ખરીદી કરી. દોલત સિંહ બાપુ એ પોતાની જાતે મહેમાનો નું લિસ્ટ તૈયાર કરાવ્યુ અને આજુબાજુ ના ગામ ના દરેક મોભી ને પણ તેડાવવામાં આવ્યા. ઘણા મહેમાનો ને તો બાપુ ને ફોન કરી ને પણ આમંત્રણ આપ્યું. શાંતિનગર વિસ્તાર ના એમ. એલ. એ પણ આ લગ્ન માં હાજરી આપવાના હતા. લગ્ન ની બધી તૈયારી પૂર્ણ થઈ ગઈ હતી. આખા શાંતિનગર ગામ ને આ રૂડા અવસર નું નિમંત્રણ હતું. દોલતમેહલ ના આંગણે આજે તો ખુશીઓ ની રંગોળી પુરાઈ હતી.

આખરે લગ્ન નો દિવસ આવી ગયો, ભાત ભાત ના રંગબેરંગી ફૂલો થી લગ્નમંડપને સુશોભિત કરવામાં આવ્યો હતો. જેસલમેર થી લોકગાયકો અને નૃત્યકારો ને ગીતો ગાવા અને નૃત્ય માટે બોલવામાં આવ્યા હતા. આખું ગામ પૂજા અને જય ને આશીર્વાદ આપવા આવ્યું હતું. બધા તેડાવેલા મહેમાનો ઉપસ્થિત હતા. જય પણ આજે પરંપરાગત રાજસ્થાની વરરાજા ના વસ્ત્રો માં કામદેવ ને પણ વટાવી જાય એવો સોહામણો લાગતો હતો. આછા નીલા રંગ ની ભરતકામ કરેલી શેરવાની, મેચિંગ દુપપટ્ટો અને મોજડી એના રૂપ ને અધિક સુંદર બનાવતી હતી.

"કન્યા પધરાવો સાવધાન" શબ્દ બોલાયો અને જીવી પૂજાને બગીચા ની અંદર ના યોગા રૂમ જે અત્યારે દુલ્હન રૂમ માં ફેરવાઈ ગયો એમાંથી લઇ ને ચોરી તરફ આવી રહી હતી. વાહ શું ગજબ નું સૌંદર્ય, મેનકા, ઉર્વશી જેવી સ્વર્ગ ની અપ્સરા ને પણ શરમાવે એવું આકર્ષક મુખ. આછા ગુલાબી રંગ ના હસ્ત કારીગરી થી બનાવેલ પાનેતર માં પૂજા અત્યારે ચંદ્રમા નું પ્રતિબિંબ હોય એવું ભાસ થતું હતું. સૌ કોઈ એની સુંદરતા ના વખાણ કરતું હતું. લોકો ના શબ્દો જ્યારે બાપુ ના કાને પડતા ત્યારે એમનો હરખ સાતમા આસમાને પહોંચી જતો હતો.

પૂજા લગ્નમંડપ માં આવી ને જય જોડે આસન ગ્રહણ કરે છે. સ્વામી વિષવપ્રસાદ એ એક પછી એક વિધિ આયોજનબદ્ધ અને રિતરીવાજ મુજબ પરીપૂર્ણ કરી. પુજા અને જય ના અગ્નિ ની સાક્ષી એ સાત ફેરા થયાં, બંને એ એકબીજા ના સુખ અને દુઃખ માં એકબીજાને સંપૂર્ણ રીતે ભાગીદાર બનવાના વચન આપ્યા. આ બધા વચ્ચે એક ઘટના બની, જય પૂજાના ગળા માં મંગળસૂત્ર પહેરવા જતો હતો ત્યાં થોડી અધીરાઈ ના લીધે મંગળસૂત્ર એના હાથ માંથી છૂટી ગયું અને નીચે પડી ગયું. બધા ના મન માં કાંઈક અશુભ થશે એવા સંકેત આવ્યા પણ બધા આ વાત ને સામાન્ય વાત હોય એમ ગણી વધારે બોલ્યા નહીં. જય એ પૂજા ની માં સિંદૂર પુરયુ અને કીધું "પૂજા હવે તું સંપૂર્ણપણે મારી જવાબદારી છે"

લગ્ન વિધિ શાંતિપૂર્વક પૂર્ણ થયા પછી જય અને પૂજા એ દોલતસિંહ બાપુ ના આશીર્વાદ લીધા, બાપુ એ પૂજાને અખંડ સૌભાગ્યવતી એવા આશીર્વાદ આપ્યા. ત્યારબાદ બને નવયુગલ એ લગ્નમાં નિમંત્રીત સર્વ વડીલો ના પણ આશીર્વાદ પ્રાપ્ત કર્યા. લગ્ન સાથે રાખેલો ભવ્ય ભોજન સમારંભ ત્યારબાદ શરૂ થયો. જમવાની એક એક વાનગી નો સ્વાદ લોકો ના દાઢે વળગ્યો હતો. બધા અતિપ્રસન્ન હતા.

લગ્નવિધિ તો પૂર્ણ થઇ હવે લગ્ન ની પ્રથમ રાત્રી એટલે કે સુહાગરાત નો અવસર હતો. જય ના મિત્રો એ તો એને તરહ તરહ નું કીધું હતું. પૂજા જોડે તો જીવી સિવાય કોઈ હતું જ નહીં, જીવી એના માટે એકમાત્ર સખી હતી જેને એ પોતાના મન ની વાત કહી શકે. રાત્રિશૈયા ને ગુલાબ ના ફૂલો ની પાંખડીઓ થી સજાવાઈ હતી. આખા રૂમ માં સુગંધિત અત્તર છાંટવામાં આવ્યું હતું. પૂજા પલંગ પર આંખો નીચી રાખી ધડકતા હૈયે જય ના આવવાનો ઇન્તજાર કરી રહી હતી. એક એક સેકન્ડ એક એક કલાક જેટલી લાંબી લાગી રહી હતી. વારંવાર કોઈ નો પગરવ થતો હોય એવો એને ભાસ થતો હતો. થોડો સમય આમજ વીતી ગયો અને એટલામાં બારણું ખુલવાનો અવાજ આવ્યો. પૂજા ના આખા શરીર માં એક મીઠી ધ્રુજારી ફરી વળી. એનું હૃદય બમણા વેગ થઈ ધક ધક કરવા લાગ્યું.

જય એ બારણું ખોલી રૂમ માં પ્રવેશ કર્યો અને પોતે પૂજાની જોડે આવી ને બેઠો. એને પૂજાનો ચેહરા પર નો ઘૂંઘટ હટાવ્યો અને કીધું"જોઉં તો ખરો અમારા દિલ ની માલકીન કેવી લાગી રહી છે",. આટલું કહી એને પૂજાનો ચેહરો પોતાના હાથ માં લઇ ઊંચો કર્યો અને એની આંખો માં જોવાનો પ્રયત્ન કર્યો, પૂજાની આંખો માં સ્ત્રીસહજ શરમ હતી. જય તો અત્યારે પ્રેમ ના સાગર માં ડૂબકી ખાવા ઉતાવળીયો થયો હતો. આજે તો એને પૂજા ના પ્રેમ માં એના બાહુપાશ માં પોતાની જાત મેં ઓગાળી દેવી હતી. જય વધુ આગળ વધે એ પહેલાં પૂજા એ કીધુ તમે મને વચન આપેલું કે તમે મારા બધા નિર્ણય માં મારો સાથ આપશો.

જય એ કીધું", હા બોલ તારે શુ જોઈએ, તારી કોઈ ખ્વાહિશ હોય તો બોલી દે હું મારો જીવ આપી ને પણ એને પૂર્ણ કરીશ.

પૂજા એ કીધું મારે કોઈ નો જીવ નથી લેવો, અને આજ પછી આવું બોલ્યા તો તમને મારા સમ છે.

જય એ કીધું"હા બસ નહીં બોલું, જો કાન પકડું. સોરી બાબા. પણ બોલ તો ખરી વાત શું છે, એના શબ્દો માં પૂજા ને અત્યારે પામવાની એની અધીરાઈ સ્પષ્ટ વર્તાતી હતી.

પૂજા એ જવાબ માં કીધું તો સાંભળો"જ્યાં સુધી હું પાવાગઢ જઇ માં મહાકાલી ના દર્શન ના કરી આવું ત્યાં સુધી થોડા દિવસ તમારે અને મારે સંયમ જાળવવાનો છે, મારી એક બાધા હતી કે હું જ્યાં સુધી લગ્ન પછી મહાકાલી માં ના દર્શન નહીં કરું ત્યાં સુધી શૈયાસુખ નહીં માણું. એટલે મારા વ્હાલા પતિદેવ થોડું રોકાઈ જાઓ, ધીરજ ના ફળ મીઠા હોય છે. બસ ૩-૪ દિવસ ની જ વાત છે, હું પરમ દિવસ એ જઈશ અને ૨ દિવસ માં તો પાછી. પછી મારે પણ તમારા પ્રેમસાગર માં ડૂબી જવું છે"

જય આમતો થોડો રઘવાયો હતો અને મન માં અધીરો પણ થયો હતો. પણ એ શું કરે પૂજાને એને વચન આપેલું અને આ બધી બાધા ની અને માતાજી ની વાત માં એ ના પાડવાનું વિચારી પણ નહોતો શકતો, એટલે એને પૂજા ને પાવાગઢ જવાની મંજૂરી આપી દીધી. પૂજા એ જય મેં થેન્કયુ કીધું અને બોલી યુ આર બેસ્ટ હસબન્ડ ઇન વર્લ્ડ.

૨ દિવસ પછી પૂજા પોતાની કાર લઈને પાવાગઢ જવા નીકળી. બધા એ બહુ કીધું કે એકલું ના જવાય, હજુ તો હાથ ની મહેંદી પણ સુકાઈ નથી ને આમ બહાર જવું યોગ્ય નથી. પણ પૂજા માને ત્યારે ને. એ એક ની બે ના થઇ, વધારે દબાણ આપવાથી એને જીવી ને પોતાની સાથે લીધી. જીવી ના જોડે જવાથી બાપુ અને જય ને થોડી હાશ થઈ.

રાત ના ૧૧ વાગ્યા નો સમય હતો. બાપુ સુઈ ગયા હતા. જય ખેતર માં એના મિત્રો જોડે દારૂ ની મહેફિલ માં હતો. વિજુ એ પોતાના રૂમ નું બારણું બંધ કર્યું અને કોઈક ને ફોન કર્યો અને દબાતા અવાજે બોલ્યો"બધું તમારા કીધા પ્રમાણે કર્યું છે, જય ના રૂમ માં ૫ કોબ્રા સાપ જીવતા છોડી મુકાયા છે. રૂમ ની ટ્યુબ લાઈટ પણ ચાલુ ની જગ્યા એ બંધ ભરાવી દીધી છે. આખરે આપનો બીજો દાવ પણ આજે રમાઈ જશે, હવે આખરી દાવ બાકી"

ક્રમશઃ

શું જય પણ પોતાના ભાઈ ના જેમ મૌત ને ભેટશે? શુ ફરી થી પૂજા નો પ્રેમ અધુરો રહી જશે? વિજુ એ જય ની હત્યા નું કાવતરું કેમ ઘડ્યું? વિજુ એ કોને ફોન પર બધી માહિતી આપી? કોણ હતો આ બધા ખેલ નો માસ્ટર માઈન્ડ? આખરી દાવ શું હશે? જાણવા માટે વાંચતા રહો આખરી દાવ. આપ ને આ ભાગ કેવી લાગ્યો એ આપ મારા વ્હોટ્સ અપ નંબર 8733097096 પર જણાવી શકો છો.

-જતીન. આર. પટેલ