Oh ! Nayantara - 25 books and stories free download online pdf in Gujarati

ઓહ ! નયનતારા - 25

25 - બંધન અન્જાના !

આશિકી માટે કોઈ સનમની ખોજ કરવાની અને લગ્ન કરવા માટે પત્નીની ખોજ કરવાની, આ વિચાર હિન્દુસ્તાની નથી... જવાની ચાર દિન કી ચાંદની હૈ લખવાવાળો કોઈ સાચો માણસ છે.

ચહેરા ઉપર ફરીથી એકવાર પાણીના છાંટા પડે છે. એ જ શેમ્પૂની ખુશ્બો નાકમાં પ્રવેશે છે. વાફાની હાજરી પૂરવાથી સ્ટાઈલ નિરાળી છે.

હાય માય બેબી બોય, હાઉ આર યુ ? વહી ચહેરા, વહી મુસ્કાન, લેકિન વહી પહેચાન ગાયબ હૈ.

રાઈટ નાઉ નોટ ફાઈન.

વ્હાય ?

બિઝોક ઓફ યોર એટીટ્યુડ.

હે બેબી...! જસ્ટ રિલેક્સ...! વાફાના અવાજમાં એ જ તાજગી છે જે સ્નાન કર્યા પછીની હોય છે.

હું અપસેટ નથી પણ થોડીક દિલ પર અસર થઈ છે. તેને ગુમાવવાનો રંજ નથી, પણ કંઈક એવું ફીલિંગ છે જે મને જરા કોસ્યા કરે છે. વાફાની આંખ સામે મારો ચહેરો નિરાશ થઈને દિલની ભાષા જબાનથી બોલે છે.

ઓ.કે., ફરગેટ ઓલ પાસ્ટ. એની સ્ટાઈલ પ્રમાણે વાફાને જવાબ આપે છે.

ચાલો બધું ભૂલી જઈએ છીએ. નવી કંપની વિશે કંઈક જણાવશો તો મને ગમશે.

યસ...! ધેટ્સ મેઈન થિંગ, હું જે ગોલ્ડ સ્ટાર બુકમાં કામ કરું છું જે હકીકતમાં મારા ભૂતપૂર્વ મિત્ર અને યુનિવર્સિટીના સાથીદાર એલન સ્ટેઈલનના પિતાની કંપની છે. આ કંપની દુનિયાની પ્રતિષ્ઠિત પ્રકાશક કંપની છે એ તો તું જાણે છે. એલનના કહેવાથી જ આ કંપની મેં જોઈન્ટ કરી છે.

ઓકો. ધેન...!

પણ... આ કંપનીમાં મારા એક મકસદથી જોડાણી છું. કારણ કે હવેથી આ કંપનીનો વહીવટ એલનના હાથમાં આવી ગયો છે. અત્યાર સુધી એલનના ફાધર અને તેની રિવ્યુ કમિટી એશિયન અને બ્લેક ઓથર પ્રત્યે થોડું ઓરમાયું વર્તન રાખતી આવી છે. તને એક વાતનું રહસ્ય જણાવતા મને આનંદ થાય છે કે કદાચ ભવિષ્યમાં તારી દોસ્ત વાફા બ્રિટનની એક લેખિકા તરીકે જાણીતી હશે.

હોય...! ડોન્ટ જોક.

ઈટ્સ નોટ જોક, બેબી...! કદાચ આવતા પાંચ-સાત મહિનામાં લગભગ મારા પાંચથી છ પુસ્તકો પ્રકાશિત થવાનાં છે. આ પુસ્તકનાં નામ એક પછી એક તને જણાવું છું. એક છે...

રિવોલ્યુશન ઓફ બ્રાઉન એન્ડ બ્લેક.

પછી...?

બીજું પુસ્તક છે ધ એશિયા પાવર ઓન.

પછી...?

ત્રીજું પુસ્તક છે ગ્લોબલ ફ્યુચર ઓફ ઈન્ડિયા એન્ડ ચાઈના.

પછી...?

ચોથું પુસ્તક છે લેંગ્વેજ ઓફ એનઆરઆઈ એન્ડ આઈએનઆર.

ઓહ...! ઈટ્સ મિનીંગફૂલ નેમ.

છેલ્લું અને પાંચમું પુસ્તક ટાઈમલેસ રોમાન્સ.

વાહ...! પુસ્તકોનાં નામ તો બહુ સૂચક રાખ્યાં છે. આ બધાં પુસ્તકો તારા ઈકોનોમિક્સના સબ્જેક્ટ પર આધારિત હશે ? એક માત્ર છેલ્લું પુસ્તક કંઈક અલગ વિષય પર હશે ? વાફાને ફક્ત ખુશ કરવા ખાતર બધું બોલી ગયો.

યસ...! યુ આર રાઈટ.

પણ છેલ્લા પુસ્તકનું નામ તારી લાઈફ સાથે મેચ થાય તેવું નથી, કદાચ આ મારું માનવું છે. વાફાને આજે પહેલી વખત મારી ટિપ્પણીનો ભોગ બનવું પડે છે.

આર યુ જેલસ, બેબી...?

નો...! નેવર...!

કદાચ ઈસતંબુલમાં આપણા વચ્ચે થયેલી વાતો તને ગમી ના હોય એવું મારું માનવું છે.

મને કોઈ ફર્ક પડતો નથી.

ના...! ફર્ક તો પડે છે.

તો મને સમજાવશો શું ફર્ક પડ્યો છે ?

આફ્ટર ઓલ યુ આર મેલ... લુક યોર ફ્યુરિયસ ફેસ.

નો... ડોન્ટ ટ્રાઈ ટુ ટીચ મી.

વ્હોટ ટુ આઈ ટીચ...?

સાચું બોલીશ તો તું મારી વાત માની શકશે ?

તેં જ મને શીખવ્યું છે કે રોમાન્સ શું કહેવાય, તેં જ મને શીખવ્યું છે કે ગાર્ડન રોમાન્સ અને બેડરૂમ રોમાન્સ વચ્ચે શું ફર્ક હોય છે અને હજુ પણ તને ભરોસો ના આવતો હોય તો ટાઈમલેસ રોમાન્સના અમુક પેજ જે લખાણાં છે તે તું કહે તો હમણાં જ બતાવી શકું છું. વાફાને ઉછળી ઉછળીને વાત કરતા આજે પહેલી વખત જોઈને થોડું આશ્ચર્ય થયું હતું.

વાફા ગુસ્સે થતી ફટાફટ દાદરો ચડીને પોતાની બુક લેવા ઉપરના માળે તેના રૂમમાં જાય છે.

આજે મને વિચાર આવે છે કે દુનિયાના કોઈપણ છેડે રહેતી સ્ત્રીઓને ઝઘડા કરવાનો ઈન્ટરનેશનલ રાઈટ મળ્યો હશે...!

જલદી વાંચી લે...! આપણે મળ્યા પછી આ છેલ્લા પુસ્તકને લખવાની શરૂઆત કરી છે.

પ્લીઝ બી ક્વાયેટ.

વોટ્સ રોંગ વિથ યુ ?

નથીંગ... મને પહેલા થોડા પેજ વાંચવાનો ટાઈમ તો આપવો પડશે, પછી તારી સાથે આગળ વાત કરીશ. હવે શાંતીથી મારી સામે બેસી રહે.

દસ-પંદર મિનિટ સુધી માહોલ શાંત રહે છે. વાફા ગુસ્સે થઈને કિચનમાં ગઈ છે, પણ મને ખબર છે કે તે વ્હીસ્કીના ગ્લાસ તૈયાર કરે છે.

તારા માટે ગ્લાસ તૈયાર કરીને રાખું છું. ઈચ્છા હોય તો ડ્રિંક્સ સ્ટાર્ટ કરી શકે છે.

વાફાનો અવાજ મને પુસ્તક પાછળથી સંભળાય છે અને ગ્લાસ પછાડવાનો અવાજ આવે છે.

સાંભળ્યું કે નહીં ?

મારા કાન સલામત છે, બરાબર સાંભળી શકું છું.

કેટલાં પેજ પૂરાં કર્યાં ?

અગિયારમું પેજ ચાલે છે અને હજુ તો ચોપન પેજ પૂરાં બાકી છે. વાફાને પુસ્તક વાંચતા વાંચતા જવાબ આપું છું.

એકવાર મારી સામે જોઈને વાત કરતા તને તકલીફ પડે છે ?

યોર રિઝનીંગ ઈઝ પરફેક્ટ બટ એડ સમ ફેન્ટેસી.

આર યુ ક્રેઝી ?

નો...! નેવર...

મનમાં વિચાર આવે છે કે આ છોકરી કયા સંબંધે આટલો હક્ક જતાવીને મારી સાથે વાત કરે છે ! પછી યાદ આવે છે કે... આ કાઠિયાવાડી માટીના માણસને કોપરસેડમાં ડૂબાડીને કોપરમેન બનાવી દેનારી આ વાફા નામની તુર્કી છોકરી છે. કદાચ એટલે જ આપણા કાઠિયાવાડી આતાઓ કહે છે કે બાઈ માણસનો ભરોસો ના કરાય મારા બાપ...! ચહેરા ઉપર નાછૂટકે દબાવેલું હાસ્ય બહાર આવે છે.

મારા હસવાથી ફરી વાફાની કમાન છટકે છે અને ગુસ્સાથી બરાડી ઊઠે છેઃ વ્હાય યુ લાફિંગ ? આઈ એમ ઈન ટુ પીસ ?

હવે મને લાગ્યું કે આ વાફાને શાંત કરવી પડશે. ઊભો થઈ તેની બાજુમાં બેસીને તેને ભેટીને અભિનંદન આપું છું અને અભિનંદન પણ આપવા પડે તેવું લખાણ વાંચીને આ છોકરી પ્રત્યે મને માન થઈ ગયું હતું.

ટાઈમલેસ રોમાંસના પુસ્તકનું ટૂંક લખાણ આપણા હિંદુ મેરેજ થાય પછી બે-ત્રણ વર્ષે પત્ની પ્રેગનન્ટ બને છે. ગર્ભધારણ થયા પછી માસિક (ટાઈમમાં આવવું) બંધ થાય તે પછીના સાત મહિના બાદ સિમંત વિધિ (ખોળાભરત) થાય છે.

ડોક્ટરી તપાસમાં ખબર પડે કે તેની પત્નીને ગર્ભધાન થયું છે અને તના પછીના સાતમા મહિને જ્યારે ખોળાભરતની વિધિ થાય તે સમયગાળા દરમિયાન પતિ અને પત્ની વચ્ચે ટાઈમલેસ (ટાઈમમાં થયા વગર) પોતાની પત્નીને જે લાડ લડાવે છે તેવું વર્ણન છે. તેની સાસુ તેને અલગ અલગ જાતના ડ્રાયફ્રૂટ ખવડાવે છે. ત્યારબાદ પતિ નવાં નવાં રમકડાંઓથી પોતાનું ઘર સજાવે છે તેનું વર્ણન છે. રોજ પતિ સાથે રાત્રે ચાલવા જવાનું, પછી પોતાના ભાવી સંતાનો વિશે સ્વપ્નાઓનું વર્ણન કરે છે, ઘરમાં બધાં ફેમિલી મેમ્બરો વચ્ચે પુત્ર કે પુત્રી જન્મશે તે બાબતના મીઠા ઝઘડાનું વર્ણન છે. ટૂંકમાં સાર એ છે કે આ સાત મહિનાના સમયગાળાને ટાઈમલેસ (મોનોપોઝમાં આવ્યા વગર) જે રોમાન્સ હોય છે તેને આ ગાંડી છોકરીએ ટાઈમલેસ રોમાન્સનું ટાઈટલ આપી પુસ્તક લખવાનું શરૂ કર્યું છે.

અચાનક મારા મગજમાં એક વીજળીનો ચમકારો થાય છે. ઈસતંબુલ શહેર અને હોટલ શેરેટોન ઈસતંબુલ, સ્યૂટરૂમ, વાફાની માંગણી આ બધું એક વીજળીના ચમકારાની જેમ નજર સામે ચમકવા લાગે છે.

એટલા જરા નીચો નમીને વાફાના પેટ ઉપર મારો કાન મૂકું છું.

કાંઈ સંભળાય છે તારા કાનમા ?

હા !

શું કહે છે ?

હાય કોપરમેન...

ઓહ માય બેબી...! યુ આર સો સ્વીટ. આમ બોલી વાફા મને વળગી પડે છે.

હેય બેબી...! માય ડ્રિમ્સ કમ ટ્રુ આઈ એમ કેરિંગ. વાફાની આંખોની ચમક આંજી નાખે છે.

આઈ નો ડિયર. લાંબો શ્વાસ લઈને જવાબ આપું છું.

હાઉઝ યોર ફીલીંગ ? આંખો પહોળી કરીને સૂચક ભાવથી વાફા મને પૂછે છે.

આઈ કાન્ટ એક્સપ્લેઈન ઈન વર્ડ.

શબ્દો પણ ક્યાંથી મળે ? લગ્ન પહેલા જવાનીના જોશમાં વગર વિચાર્યું કામ અથવા સમજી વિચારીને પિતા બનવું મને જરા અજુગતું લાગતું હતું. કદાચ મારા વાફા સાથેના શોર્ટ ટાઈમ રોમાન્સનો આ ટાઈમલેસ એન્ડ હતો.

નાઉ રિલેક્સ બેબી..! એન્ડ ચિયર્સ ફોર ન્યૂ બેબી.

સોફા પર મારા પગ પર વાફા પોતાનું માથું રાખીને પોતાની આંખો બંધ કરીને મંદ મંદ હાસ્ય કરે છે. મારા મનમાં કંઈક વિચિત્ર લાગણી પેદા થાય છે.

તને ગમ્યું મારા પુસ્તકનું લખાણ, સારું છે કે ખરાબ ? તારું શું કહેવાનું છે ? વાફા સૂતાં સૂતાં મને સવાલ પૂછે છે.

આ સબ્જેક્ટ તારા મગજમાં આવ્યો કઈ રીતે તે પહેલા મને કહેવું પડશે !

લિસન...! પ્રવીણના ભાઈ ભરતની વાઈફ જ્યારે પ્રેગનન્ટ હતી ત્યારે તેની પ્રેગનન્સીના છ મહિના પછી દર વિક એન્ડમાં ભરત સાંજના ટાઈમે મારી પાસે જરૂર આવતો અને પોતાની બધી અંગત લાગણી મને જણાવતો હતો. તને જાણ હશે કે હું અને ભરત યુનિવર્સિટીમાં એક જ બેન્ચના સ્ટુડન્ડ હતા.

યસ...! આઈ નો.

મને પોતાની કંપનીમાં લઈ જનારો પણ ભરત જ હતો અને ભરત ભણવામાં બહુ હોંશિયાર હતો. ભરત અભ્યાસ પૂરો થતા પ્રવીણભાઈ સાથે બિઝનેસમાં જોડાઈ ગયો. અને મેં એક વર્ષ માટે જર્નાલિઝમનો કોર્ષ જોઈન્ટ કર્યો હતો. વાફાની વાતોનો પ્રવાહ એકધારો ચાલુ રહે છે.

પછી શું થયું ?

જર્નાલિઝમના કોર્ષમાં એલન પણ સાથે હતો અને આ એક વર્ષના સમય દરમિયાન હું અને એલગ એકબીજાની બહુ નજીક આવી ગયાં હતું પણ એલનની એક જીદ હતી કે જ્યાં સુધી સંપૂર્ણ બિઝનેસ તેના હાથમાં નહીં આવે ત્યાં સુધી લગ્ન કરવાનો ઈરાદો નથી.

હવે મને વાફાની વાતોમાં રસ પડવા લાગ્યો હતો. ગોલ્ડ સ્ટાર બુક અને ગોલ્ડ સ્ટાર પબ્લિસર્સનું નામ આપણા હિન્દુસ્તાનના અંગ્રેજી લેખકો માટે અલાઉદ્દીનનો જાદુઈ ચિરાગ છે. દુનિયાનો પ્રતિષ્ઠિત એવોર્ડ પ્લટિનમ બુકનું પ્રાઈઝ મોટેભાગે ગોલ્ડ સ્ટાર દ્વારા પ્રકાશિત કરેલાં પુસ્તકોને મળ્યું છે. આ વાફા તો છૂપી રૂસ્તમ નીકળી છે.

વાફા પોતાનો અને મારો ત્રીજો પેગ ભરીને આવે છે અને મને પૂછે છે કે, તને ભૂખ લાગી છે ?

ડોકું હલાવીને ના કહું છું એટલે વાફાની વાતોનો દોર ફરીથી શરૂ થાય છે. ત્યારબાદ જર્નાલિઝમ પૂરું થતાં આગળના અભ્યાસ અર્થે મેં લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં એડમિશન લીધું અને એલનના પિતાનું મૃત્યુ થતા ગોલ્ડ સ્ટાર કંપનીનો બોસ બની ગયો હતો. આ વર્ષ દરમિયાન દર વિક એન્ડમાં હુ અને એલન ખૂબ ફર્યા અને ખૂબ મોજમજા કરતાં હતાં. બે વર્ષ પછી અચાનક એલને સૂઝાન નામની એક ગોરી છોકરી સાથે લગ્ન કર્યા હતા. આજે એ લગ્નને સાડા ત્રણ વર્ષ થયાં છે. થોડા દિવસો પહેલાં જાણવા મળ્યું કે એલન અને સુઝાનના ડિવોર્સ થઈ ગયા છે. અમે પણ અહીંના હાઈ સોસાયટીના ગોરાઓના લગ્નજીવન લાંબા સમય સુધી ટકતા નથી.

એક દિવસ અચાનક એલનની સેક્રેટરીનો મારા ઉપર ફોન આવ્યો એટલે હું એલનને મળવા ગઈ અને મારા પુસ્તકો પ્રકાશિત, કરવાની ખાતરી આપી હતી. મારા પહેલા ચાર પુસ્તકોનો રિવ્યૂ કમિટીનો રિપોર્ટ પણ ઓકેનો આવી ગયો છે. એટલે ત્રણ-ચાર મહિનાની અંદર આ મારા પુસ્તકો પ્રકાશિત થવાનો અંદાજો છે. વાફાની લગાતાર વાતો એક ધ્યાનથી સાંભળું છું.

એક વાત છે કે આ રિવ્યુ કમિટી એશિયન કે કાળા ઓથર પ્રત્યે કોઈ ભેદભાવ રાખતી નથી, કારણ કે દર વર્ષે લગભગ ત્રીસ જેટલા ઈન્ડિયન ઓથરના પુસ્તકો આ ગોલ્ડ સ્ટાર પ્રકાશિત કરે છે. આ કદાચ તારી ગલતફહેમી હોઈ શકે છે. વાફાને હું મારી જાણકારી જણાવું છું.

કદાચ તું સાચો પણ હોઈ શકે છે. પણ હું કંઈક અલગ વિચારું છું. વાફા તરફથી મને જવાબ મળે છે.

વાફા અમારા બન્ને માટે ચોથો પેગ ભરે છે. હજુ પણ તેના ચશ્માંની આરપાર દેખાતી આંખોમાં એ જ આકર્ષણ દેખાય છે. આ એ જ આકર્ષણ છે જેના કારણે આ છોકરીને જોઈને આકર્ષિત થયો હતો.

તારું નામ બદલી નાખજે અને નામ બદલાવીને પુસ્તકો પ્રકાશિત કરવાનું એલનને જણાવી દેજે.

વ્યાય...

કદાચ તારું નવું નામ તારી કિસ્મત બદલી શકે છે, એવું મારું અનુમાન છે.

આર યુ એસ્ટ્રોલોજર ?

યસ !... પણ હું સ્ત્રીઓના ભવિષ્ય જોવાનું કામ કરું છું. વાફાને મારો જવાબ પસંદ આવે છે.

ઓહ...! મારો ચહેરો જોઈને કહી શકે છે કે તારી સાથે દસ મિનિટ પછી શું થવાનું છે ? વાફાની આંખોમાં જ દસ મિનિટ પછીનો માહોલ સ્પષ્ટ દેખાતો હતો.

દસ મિનિટ પછી હું નકળી જવાનો છું, તારી સાથેની છેલ્લી મુલાકાતોની યાદોને સાચવીને દિલમાં ભરી રાખવાનો છું. ક્યારેક તારી યાદ આવશે ત્યારે આ યાદોને ફરીથી તાજી કરીને તારા ચહેરાને સદાય મારી સામે જીવંત રાખીશ. જેની સાથે છેલ્લા ત્રણ મહિનામાં કેટલીયે યાદગાર ક્ષણો માણી છે તે વ્યક્તિ કદી ભૂલી શકાતી નથી. એ વ્યક્તિને હું બીજું શું કહી શકું ?

સ્ટોપ ઈટ...! પ્લીઝ. વાફાનો તરડાયેલો અવાજ વાતાવરણની શાંતિ ભંગ કરે છે.

કુલ બેબી...! સવાર સુધી તારી સામે બેસી રહીને આપણે બન્ને વાતો કરીશું. હવે શાંત થઈ જા. લાગણીનાં બંધનો એમ થોડા છૂટી જવાનાં છે ? એટલે વાફાને ફરજિયાત બાહુપાશમાં ભીડાવું પડે છે.

ઓકે...! આપણા બન્નેના ગ્લાસ ખાલી છે તે ભરી આપશો તો મને ગમશે.

ઓહ માય બેબી...! તું કેટલો ભોળો અને નિર્દોષ છે. તારા માટે તો મરી જવાની ઈચ્છા થાય છે. દુનિયાની સૌથી નસીબદાર સ્ત્રી નયનતારા છે જેને તારા જેવો હસબન્ડ મળ્યો છે.

પૂર્વ અને પશ્ચિમી સંસ્કૃતિની ભાષાનો ભેદ કેટલો માર્મિક છે તે આ વાફાના એક વાક્ય બોલવાથી સમજાઈ જાય છે.

ફરીથી ફિલ્મ એક દુજે કે લિયેની યાદ આવે છે. હિન્દુસ્તાનીઓને જીવવા માટેનો આનંદ, એકતરફી પ્રેમ, દિલમાં દબાયેલા અરમાનો, કોઈની બેવફાઈ, કોઈનો અસીમ પ્રેમ આ બધી લાગણીઓ ફિલ્મ અને ફિલ્મી ગીતો થકી જીવંત થતી હોય છે.

કિતની જુબાને લોગ હમજોલી, દુનિયા મેં પ્યાર કી એક હૈ બોલી,

બોલે જો સમા પરવાના, મૈંને નહીં જાના, તુને નહીં જાના,

તેરે મેરે બિચ મેં કૈસા હૈ યે બંધન અન્જાના !

આ ફિલ્મી ગીતો પણ અજબગજબ છે.

હોંઠો સે હોંઠ મિલે ના ભલે, ચાહે મિલે ના બાંહે બાંહો સે,

દો દિલ ઝિંદા રહ સકતે હૈ, ચાહત કી ભરી નિગહોં સે.