Antar aag books and stories free download online pdf in Gujarati

અંતર આગ

અંતર આગ

3 - રહસ્ય

વડોદરા શહેરના લગભગ બધા જ કારખાનાઓ અને દુકાનો જેમ રાજવીર દક્ષનું પબ્લિકેસન હાઉસ પણ રવિવારના દિવસે બંધ જ રહેતું એટલે શનિવારે બધા જ કામદાર અને કર્મીઓ સાંજે જ નીકળી જતા. માત્ર દરવાજે એક દરવાન ચોકી પહેરા માટે રહેતો. આમતો પબલિકેસન હાઉસમાં દરવાનની જરૂર હોતી નથી પણ રાજવીર દક્ષ તેના આડા ધંધાને લીધે દરવાન રાખતો. દરવાન રાખવાનું ખાસ કારણ તો એ એરિયો હતો. એ એરિયો પછાત હતો. રાજવીરે પછાત એરિયો પસંદ કર્યો એનું કારણ હતું કે તેને બે ચાર ગરીબ કુટુંબોને ધાક ધમકીથી સસ્તા ભાવમાં એ જમીન ખાલી કરાવીને પચાવી પાડી હતી. સામે લડવાની કોશિશ કરી એ બધાને તેના ભાડૂતી ગુંડાઓ અને તેના ભત્રીજા જયદીપે મારપીટ કરીને જમીન આપવા મજબુર કર્યા હતા. એટલે એ એરિયામાં એના પર કોઈ રાજી ન હતું. એરિયામાં લોકો પણ વ્યસન જુગાર ખાસ તો દારૂ ના વ્યસનથી પીડાતા લોકો હતા. એ લોકો ઘણી વાર તેના હાઉસમાં ચોરી કરતા અને પકડાયા પણ હતા પણ એ બધા રીઢા ગુનેગારો હતા તેમને માર કે જેલની કોઈ ફિકર જ ન હતી. એટલે રાજવીરે એરીયાના જ એક ખડતલ માણસને ત્યાં પહેરદાર તરીકે રાખી લીધો હતો.

શનિવારની રાત્રે રાજવીર દક્ષ તેની ઓફિસમાં બેઠો હતો. કામદારો અને કર્મચારીઓ નીકળી ગયા હતા એટલે તે વિદેશી રેડ વાઈનની જિયાફત માણી રહ્યો હતો. એ દિવસે તેનો ભત્રીજો જયદીપ દક્ષ પણ તેની સાથે જ હતો. તેઓ માત્ર સંબંધ માજ અંકલ નેવ્યું હતા બાકી એમના વચ્ચે બધું જ થતું. સાથે દારૂ પીવો એ એમના માટે સામાન્ય હતું. ભાઈના મૃત્યુ પછી ભત્રીજાને રાજવીરે બગાડીને પોતાના જેવો બનાવી દીધો હતો જેથી એને કંપની મળે. જયદીપની મા એને જન્મ આપીને જ મૃત્યું પામી હતી એટલે બાપના મૃત્યુ પછી તેને સાચા માર્ગે ચાલવાની સલાહ આપવા કે એને રોકવા માટે કોઈ ન હતું.

"આ વર્ષ તો આપણા માટે આશીર્વાદરૂપ રહ્યું છે જયદીપ." કહીને રાજવીર તેનું બદસુરત હાસ્ય હસ્યો.

"હા અંકલ....." ગ્લાસમાંથી એક ચૂસકી લઇ જયદીપ બોલ્યો, "આ વર્ષે તમે તો એક બીજું પબ્લિકેસન હાઉસ ઉભું કરી દીધું છે."

"તો તે પણ પ્રદીપ શાહ નામના કાંટાને રસ્તામાંથી ઉખાડીને ફેંકી દીધો છે ને ..... હવે તો નફો જ નફો છે તારે!"

"હા પણ એને હટાવવા માટે સાલા અધિકારીઓને લાખો રૂપિયા ખવડાયા છે. એ બધા રૂપિયા નીકળી જાય પછી જ નફો થાશે."

"ધંધામાં પોલીટિક્સ તો રમવું પડે એમાં હરામના પૈસા કમાવા માટે પૈસા ઉડાવવા પણ પડે જયદીપ. મને જ જોઇલે ઇન્સ્પેક્ટર, વકીલ અને લેખક બધાને સમજાવીને પૈસા આપીને મેં એ ખેલ ખેલ્યો અને પરિણામ તારી સામે જ છે." આખો ગ્લાસ એક સાથે ખાલી કરી એ ફરી બોલ્યો, "આજે મેં એક પુસ્તકના ખેલમાં જ બીજું પબ્લિકેસન હાઉસ ઉભું કરી દીધું છે. તું પણ મારી જેમ પ્રગતિને રસ્તે જઇ રહ્યો છે. પ્રદીપ ને પરચો આપીને એ રસ્તામાંથી પણ નીકળી ગયો અને તારો ભય ફરી બધા કોન્ટ્રેક્ટર્સ માં ફેલાઈ ગયો છે."

"એને પરચો આપવાનો તો હજુ બાકી છે." જયદીપે ટેબલ પર હાથ પછાડ્યો એક ગ્લાસ અને ખાલી બોટલ નીચે પડી ગયા. "એ પ્રદીપના બચ્ચાએ મને લોકોની સામે તમાચો માર્યો હતો હું એને જાનથી મારી નાખીશ ત્યારે જ મને શાંતિ થશે. સાલાને એક વાર ગાડીથી કચડી દેવાનો પ્રયત્ન કર્યો પણ બચી ગયો સાલો સુવરની ઓલાદ....." ગંદી ગાળ દઈને તેણે પ્રદીપ સામે જ ઉભો હોય એમ ટેબલ પરથી પેપર વેઇટ ઉઠાવી ફેંક્યું એ સીધુ જ બારી નો કાચ ફોડી બહાર નીકળી ગયું.

"જવાદે એને, એ બિચારો તને હવે ક્યાં નડવા આવશે..... એના બાપની હોટેલ ઉપર જિંદગી ભર ચા વેચશે." રાજવીર ખડખડાટ હસ્યો અને એની સાથે જયદીપનું ભયાનક હાસ્ય પણ ભળ્યું.....

"અંકલ બાકી તમે તમારું મગજ બરાબર ચલાવ્યું..... બિચારો રચિત અગ્નિહોત્રી કોર્ટમાં જજ સામે આજીજી વલોપાત કરતો રહ્યો પણ કઇ ચાલ્યું જ નહીં એનું..... કોઈ સબૂત જ નતા છોડ્યા તમે તો." બંને ફરી હસ્યાં તાળી દઈને જયદીપે ફરી ઉમેર્યું, "તમને ખબર છે કેસ લડવા માટે તો રચીતે ઘર વેચીને વકીલ રોક્યો હતો. એને ક્યાં ખબર હતી કે વકીલ તો પે'લેથી જ આપણે ખરીદેલ હતો!"

"મને ખબર છે." રાજવીરે ખંધુ હાસ્ય કર્યું. અચાનક ફોનની ઘંટડી રણકી.....

"હેલ્લો રાજવીર હિઅર....."

"હું વિઠ્ઠલદાસ. આપણે જે કામ માટે અર્જુન રેડ્ડીને પૈસા આપ્યા હતા એ કામ તો થઇ ગયું હતું ને છતાં અર્જૂન રેડ્ડીએ આજે મને બધા પૈસા એના માણસ જોડે પાછા મોકલાવ્યા છે! પુરા સત્તર લાખ." વિઠ્ઠલ દાસના અવાજમાં ડર હતો.

"ઓકે. ફોન પર નહીં હું રૂબરૂ મળીશ તને ત્યારે જ બધી વાત કરીશ અને હા તું ચિંતા છોડ લક્ષ્મી પાછી આવી એતો સારી વાત કહેવાય ને. રચીતની ફેમિલીનું કામ તમામ કરવાનું કામ આપણે તો ફ્રી માં થયું ને....!"

"ઓકે હું કાલે મળીશ તને. બાય. ગુડ નાઈટ."

"વેરી ગુડ નાઈટ...." રાજવીરે ફોન ડિસકનેક્ટ કર્યો. બંને ફોન ઉપર વાતો કરતા હતા ત્યારે રાજદીપની નજર એક ખુલ્લી બારી પર ગઈ હતી. રાજવીરે ફોન મુક્યો એટલે તરત જ જયદીપ ઉભો થઇ ગયો હોંઠ ઉપર આંગળી મૂકીને ચૂપ રહેવા ઈશારો કર્યો અને એ બારી તરફ દબાતા પગે ચાલવા લાગ્યો..… તેણે બારી પાસે જઈ અને બહાર નજર કરી શિયાળુ માવઠું હતું એ દિવસે વીજળીના કડાકા અને ઝબકારા થતા હતા. તેણે બહાર ચારે તરફ બાજ નજરથી જોયું અને પાછો જઈને દારૂ પીવા લાગ્યો.

"શુ થયું જયદીપ?"

"મને લાગ્યું કોઈ છે એ બારી પાસે અને આપણી વાતો સાંભળી રહ્યું છે. પણ મારો ભ્રમ હતો વીજળીના જબકારના લીધે મને એવું લાગ્યું."

"તને પણ ચડી ગયો છે જયદીપ. અને સાંભળ રચિત બે દિવસ પહેલા જેલમાંથી બહાર આવી ગયો છે એના ઉપર નજર રાખજે."

"તમે કહો તો એનું કામ પણ એના પરિવાર જેમ ખતમ કરી દઉં." ઉભા થઇ બાથરૂમ તરફ જતા જયદીપે આંખ મારી.

વાતાવરણ જાણે શિવ તાંડવ કરતા હોય એવું ભયાનક હતું..... પળે પળે વીજળીના કડાકા અને મેઘ ગર્જના એ નિમિડ અંધકાર માં ભયાનક લાગતા હતા.

TO BE CONTINUE

વિકી ત્રિવેદી "ઉપેક્ષિત"