Aa aej aetle : Aabha - 2 books and stories free download online pdf in Gujarati

આ એજ એટલે આભા પાર્ટ-૨

આ એટલે જ આભા.

ભાગ - ૨

આભા અંધારામાં ઓસરતી જતી હતી અને સાથો–સાથ નિકીતા એના વ્યક્તીત્વ માં ખોવાઈ રહી હતી. જ્યાં એ દેખાતી બંધ થઇ કે તરતજ નિખીલ બોલ્યો શું વિચાર છે રોકાઈ જવું છે કે ? નિકીતા બોલી “ એમ કઈ હોતું હશે ચાલો… આભા ને મળીને બન્ને ધરે પરત ફરી રહ્યા હતા પણ જાણે બનેના માત્ર પગલા સાથે હતા વળી કેમ જાણે મનથી બન્ને અલગ વિચારી રહ્યા હતા. નિખીલ નું મન પ્રમોસન માં ખુશ હતું એ વિચારતો હતો કે અહી સુધીની જીદગીની સફર કેવી રોમાંચક રહી જે નામ એક સમયે આથમી જવાની તૈયારીમાં હતું એ આજે નામાંકિત કંપની ના ઉંચા હોદા પર બેસશે અને જીદગીnoને કામ સાથે જોડી ભરપુર આનંદ માણશે,

નિખીલ ને જાણે આ બધું સ્વપ્ન જેવું લાગતું હતું ત્યાંજ વિચરવાનું બાજુ પર મુકી સાથે ચાલતી વિચારમગ્ન એવી ભાવી પત્ની તરફ જોઈ હળવાસ થી પૂછ્યું “મને લાગે છે તું કઈક વધારે ઊંડાણ થી વિચરી રહી છે નિકીતા? વળતા પ્રશ્નના જવાબમાં નિકીતા ગભીર સ્વરે બોલી “ ઓફિસર સાહેબ વાત વિચરવા જેવીજ છે પણ તમને પુરુષો ને નહિ સમજાય અને હા સાજ વધારે થઇ ગઈ છે જાણે હમણાંજ ધીમા પગે આવતું અધારું આપણને પકડી લેશે તમારે પુરુષો ને તો શું પછી ધરે જવાબ અમારે દેવા પડે છે સમજ્યા ચાલો હવે ”

નિકીતા ની આજ અદાઓ પર તો નિખીલ ફિદા હતો કારણ એ સારી રીતે જાણતો હતો કે એના મકાન ને ઘર બનાવી શકે એવું પાત્ર એને આ સુદરની સાથે બુદ્ધિશાળી સ્ત્રી સ્વરૂપે મળ્યું છે. નીખીલને એ દિવસ યાદ આવી ગયો જયારે એ પહેલી વાર નિકીતા ને એના ઘરે જોવા માટે ગયો હતો એને ઘણા પ્રશ્નો ની યાદી તૈયાર કરી હતી જે એના મિત્ર વર્તુળ માંથી પ્રાપ્ત થઇ હતી પણ બન્યું એમ કે પ્રશ્નો ની શરુઆત સામે પક્ષેથી થઇ એટલે બાજી ઉલટી ચાલી પણ એ એક બાબત જરૂર સમજી ગયો કે પોતે યોગ્ય પાત્ર ને મળ્યો છે એને પોતાની સામાન્ય આર્થીક પરિસ્થિતિ ,ક્ષમતાઓ અને વિચરો ની વાત કરી સામે પક્ષે નિકીતાએ પણ પોતાની રૂચી–અરુચિ વિષે વાત કરી.

નિખીલ ને નિકીતા ગમી ગઈ પણ નિકીતા ને એ ગમ્યો કે નહિ એનો કોઈજ જવાબ તત્કાલ મળ્યો નહી એટલે પરમપરાગત રીતે પાછો એની નોકરી માં ગૂંથાઈ ગયો. એ પણ એ નથી ભૂલ્યો એક સાજને જયારે એના પિતાએ એની ઓફીસ માં ફોન કરી ને જણાવ્યું કે દીકરા તું પાસ થઇ ગયો નિકીતાને તું ગમી ગયો, લે આ કૃષ્ણકાંત શેઠ no ફોન નબર એટલે સમય મળે ત્યારે નિકીતાની સાથે વાત કરી લેજે, પછી તો શું ? ભાવતું હતું ને વૈદે કહ્યું, વાત સારું થઇ ને મુલાકાતો સુધી પહોચવા લાગી પણ એ વખતે નોકરી માં વધારે પગાર નહિ વળી રૂપિયા ઘર અને નિકીતા બનેની વચ્ચે વપરાતા જતા હતા એટલે હવે આર્થિક મંદીની સરુઆત થઇ ગયી હતી અને જો નિકીતા ને આ વિષે જણાવે તો ભાવી પત્ની શું વિચરે એમ વિચારી ને મનમાં અકળાતો જતો હતો.

ગુરવારની એક બપોર અને બરાબર ૦૧:૩૦ વાગે ઓફીસનો ફોન રણક્યો,ફોન ઉપાડતા ની સાથેજ એક કર્ણપ્રિય જાણીતો અવાજ સાંભળવા મળ્યો “ is there Mr. Nikhil ?” અને નીખીલે તરતજ વળતો જવાબ આપ્યો “આપની સેવા માં તો MrMr. Nikhil સાતે જન્મો સુધી સેવા કરવા તત્પર છે નિકીતા મેડમ “ ઓળખી લીધી એમને ! તો સાંભળો આજે શહેરના રેલ્વે સ્ટેશને આપણે મળીએ છીએ હું ૪:૦૦ વાગે રાહ જોઇસ, મળીએ ત્યારે. . . ”

ફોન મુકતાની સાથેજ નિખીલ ને નિકીતાને મળવાનો આનદ અને પોતાની કંગાલિયત પર ગુસ્સો આવ્યો એ વિચરવા લાગ્યો કે મારે નિકીતાને હકીકત જણાવી દેવી જોઈએ કે હું આર્થિક રીતે હજુ સુધી એટલો પગભર નથી કે રૂપિયા ખર્ચી શકું એક બાજુ કુટુંબની જવાબદારી છે અને સાથે-સાથે આવક માર્યાદિત છે. નિકીતા પૈસાદાર કુટુંબ માં ઉછેરેલી છે એ એક માંગે ત્યાં સો મળે એમ છે જ્યાં મારી સાથે તો મુશ્કેલીઓ જન્મથી જોડાયેલ છે હું એને કેમ ખુશ રાખી સકીશ.

સમય રેત ની જેમ દોડી રહ્યો હતો પણ નિખીલ જાણે થોભી ગયો હતો એ મનથી વિચારી રહ્યો હતો કેવી વિડમ્બના કહેવાય કે લોકો પોતાના પ્રેમ માટે તાજમહેલ બનાવે છે ને હું નિકીતાને એની ઈચ્છા મુજબ કોઈ કીમતી ભેટ પણ આપી સકતો નથી. એતો સારું છે એ કોઈ માંગણી નથી કરતી નહીતર નિખીલ ભાઈ આપડે શું આપી શકીએ? આવા અનેક તર્ક-વિતર્કો માં નિખીલ અટવાતો જતો હતો.

એ વિચારી રહ્યો હતો કે ઈશ્વરે મારે જેવું પાત્ર જોઈતું હતું એવું મને મળી ગયું પણ શું હું એ પાત્ર ને યોગ્ય છું ? શું વૈભવો માં રમેલી નિકીતા મારી સાથે આ મુશ્કેલીઓ માં જિંદગી ના પ્રવાસમાં ચાલી સકશે ? જેને જીવનમાં માત્ર છત જ જોઈ છે એ મારી સાથે અછતને સહી સકશે ?

રોજ નિકીતા ને મળવા માટે સમય ને તું ઝડપી ચાલ એવું કહેવા વાળો નિખીલ આજે તું આમ ન દોડ એમ કહી વિનંતી કરી રહ્યો હતો, કારણ કે આજે ખિસ્સું ખાલી હતું માત્ર ૨૦૦ રૂપિયા પાકીટ માં હતા ને નિકીતા ને ફરવા લઈ જવાની હતી ઓફીસ સ્ટાફ એક સ્ટાફ કર્મચારી ના પ્રસંગ માં હતો એથી બીજે ક્યાયથી પણ મદદ ની આશા ના હતી એટલે હવે શું કરવું ? એક વખત તો મનમાં વિચાર પણ કર્યો કે કોઈ બાહનું આપી ને મળવાનું ટાળી દઉં. એ સમય ના સેકન્ડો ની સાથે પોતાના વિચારો સાથે લડી રહ્યો હતો એને મન માં થયું કે હું અ વખતે તો છટકી જઇસ પણ પછી શું હું મારા પોતાના અંતર આત્મા થી લડી સકીશ, નહી હું નિકીતા ને સાચી હકીકત જણાવીસ પછી no નિર્ણય એને કરવા દઈશ કે જે છે તે આ છે પણ કાયમ આ પરિસ્થિતિ નહિ રહે જો એને મારામાં સમય સાથે લડી લેવાની અને મુશ્કેલીઓને ફગોળી નાખવાની શક્તિપર વિશ્વાસ હશે તો સંબંધમાં આગળ વધીશું નહીતર નિકીતાની ઈસ્છા મુજબજ સારા મિત્રોની જેમ છુટા પડીશું !,

હવે નિખીલ આર-પાર ની લડાઈ માં હતો એને ઘડિયાળ ના કાટા સામે જોયુ તો સમય બરાબર ૩:૨૦ થયો હતો એને ખ્યાલ હતો રસ્તો તો ૨૦ મિનીટ no છે પણ પ્રશ્ન જીદગીnનો no છે ભલે હવે તો ઈશ્વરે ને નક્કી કર્યું હશે તે થાશે એમ કરી ને ઝડપથી ફ્રેશ થવા ગયો.

સુખી પરિવાર ની એક ની એક દીકરી ને આજે પોતાની હકીકત કહેવા જઈ રહ્યો હતો એ શું પસંદ કરશે? સ્વનો ને પણ સાચા પડીદે એવો યુવાન કે પછી વારસા મળેલી મિલકત? આવા વિચારો સાથે એ રેલ્વે-સ્ટેશને પહોચ્યો જ્યાં નિકીતા પહેલેથી એની રાહ જોતી બેસી હતી.

નિખીલ ને જોતાજ એ ખુશ થઈને એને આવકારવા ઉભી થઇ નીખીલે પણ એને સ્નેહ પૂર્વક આવકારી,અને આમ અચાનક મળવા પાછળ નું કારણ જાણવવા કહ્યું. નિકીતાએ શરમાઈ ને જવાબ આપ્યો “ હજી પણ તમને મળવા માટે મારે કારણો આપવાની જરૂર છે, શું મારો એટલો પણ અધિકાર નથી કે તમને મળી પણ ના શકું “ અરે એમ નહિ નિખીલ તરતજ બોલ્યો “ આમ અચાનક જ એટલે ,ભલે કહો “એ બંદા આપકી સેવા કે લીએ હાજર હૈ “ નિકીતા હસી કઈ નહિ બસ અમસ્તાજ મળવા ની ઈચ્છા થઇ એટલે ભલે નિકીતાતું કોઈ કારણ વિના મળવા આવી છે પણ મારે તને એક વાત કહેવી છે, હવે નિખીલ થોડો ગંભીર થયો,ભલે નિકીતાએ વાત ફરમાંવાની લીલી ઝંડી આપી.

નીખીલે વાત વિગતે શરુ કરી “ નિકીતા તું ખુબ સુંદર અને સમજુ યુવતી છે તને મેળવી ને હું તો શું આ દુનિયાનો કોઈપણ યુવાન ધન્ય થઇ જાય તું શુખ માં જન્મેલી અને શહેર ના પ્રતિષ્ઠિત શેઠ ની દીકરી છે જયારે હું સામાન્ય ધરનો અને જવાબદારી વાળો વ્યક્તિ છું. મારે સુખ અને દુઃખની સાથો-સાથ છત-અછતની no સાથે સંતાકુકડી જેવો સબંધ છે, હું એક સાધુ ત્યાં તેર તૂટે છે, શું તું મારી સાથે ખુશ રહી સકીશ? હું તને વિચરવા માટે સમય અપૂ છું કારણ કે હું તને દુઃખી નહી જોઈ શકું.

જેમ કોઈ બેસ્ટમેન પોતે આઉટ છે કે નહી એ જાણવા એમ્પાયર સામે જુએ એમ નિખીલ નિકીતાની સામે જોઈ રહ્યો હતો પણ સમય હવે નિર્ણાયક હતો,નિકીતા જરા ઊંડો શ્વાસ લીધો ને ધીમે-ધીમે બોલવાની સરુઆત કરી.

“Mr. Nikhil શું તમે એમ માનો છો કે હું તમારા વિષે કઈ નથી જાણતી તો તમે એ ભૂલો છો મારા પિતાએ મને તમારી બધીજ વાત કરી છે ,હું નાની હતી ત્યારે મારી મમ્મી નું અવસાન થયું એટલે બધી જવાબદારી મારા પિતાએ જ નિભાવી છે એમને મને છત-અછત માં રહેવાનું શીખવ્યું છે, શહેરના એક થી એક મુરતિયા લાઈન માં છે ત્યારે તમને ખબર છે કે નીકિતા તમારી પાસે કેમ બેસી છે કારણ એ જાણે છે કે વર માંથી ધર થાય પણ ધર માંથી વર ન થાય સમજ્યા, હું પહેલીજ મુલાકાત માં સમજી ગઈ હતી કે આ વ્યક્તિ આપ કર્મી છે બાપ કર્મી નથી મને તમારા સ્વપ્નો અને તમારી નિખાલસતા માટે માન છે માટે કઈ બીજું વિચાર્યા વગર મને તમારી જીવનસગીની રૂપે સ્વીકારો તો મારા પર ઉપકાર થશે. ”

નિખીલ કઈ ન બોલી સક્યો બસ નિકીતા ને નિહાળતો રહ્યો એ વાત એને આજે યાદ આવી ગયી સગાઇ ના ત્રણ વર્ષ માં નીખીલે ન કલ્પી સકાય એવી પ્રગતી કરી અને નિકીતા એની પડખે ઉભી રહી

આજે નિકીતા આભને મળીને ખુબ ખુશ થઇ હશે એવું એને લાગ્યું, નિકીતા ચાલ હવે હું તને ઘરે છોડી દઉ મારે પણ કાલથી નવા યુગnoનો પ્રારંભ કરવાનો છે. નિકીતા ગાડી માં બેસી અને નીખીલે ડ્રાયવીંગ સ્ટાર્ટ કર્યું, શું વિચારે છે નિકીતા “ બસ કઈ નહિ આભા વિશે વિચારતી હતી કે વિચાર જો શ્રેષ્ઠ હોયતો જીદગી મુશ્કેલીઓમાં પણ ખીલી શકે, મારે આભને મળવું છે નિખીલ તું મને લઇ જઈશ “ હા પણ હમણાં હું વ્યસ્ત છું પછી ગોઠવીએતો “ નીખીલે કહ્યું અરે નહિ “તું મને સરનામું આપ હું મળી લઈશ”

નિકીતાનું ધર આવતા નીખીલે ગાડી રોકીને નિકીતાને આલિંગન સથે આવજો કહ્યું અને ફરી મળીશું એમ કહી વિદાય લીધી, પણ નિકીતા એ આભાના વિચારો માં આભામય બની હતી એને મનો-મન નક્કી કરી લીધું કે હવેતો આભને મળવુંજ પડશે….

***