Khoj 30 books and stories free download online pdf in Gujarati

ખોજ - 30

મોડા પડ્યા ની લાગણી બધા માટે ભયંકર હતી. બધા એ ખજાના માટે પોતા ની જિંદગી ના ઘણા બધા સપના વેરી દીધા હતા અને ખજાના ની ફૂટી કોડી પણ ના મળી. બધા એ સપના જોયા હતા કે ખજાનો મળશે તો આમ કરીશ ને ખજાનો મળશે તો તેમ કરીશ. પણ હવે ખજાના નું સપનું સપનું જ રહી ગયું. બધા કરતા સૌથી ખરાબ હાલત વિક્ટર ની હતી. તેણે લાગ્યું કે પોતા નું હક નો કોળિયો કોઈ મોં માંથી પડાવી ગયું. બીજી તરફ ધર્માંદેવી ને બાબા નરસિંહ ને લાગ્યું કે પોતા ની દિકરી થી દુર રહ્યા ખજાના માટે અને અહીંયા ખજાનો કોઈ ના નસીબ માં નાથયો.

વ્હોરા ને લાગ્યું કે મુકીમે જ આ ખજાનો પડાવી લીધો છે એટલે એની પર ત્રાડુંકયો, “છોડીશ નહિ ગદ્દાર તને.”

“કદાચ એવું પણ બને ને કે કોઈ બીજું આપણ ને મૂર્ખ બનાવી ગયું હોય!” અભિજિત વચ્ચે પડયો.

“તું તો બોલીશ જ નહીં, તારી ગદ્દારી પણ જોઈ લીધી. દિવંગત પાઠક સાથે મળી ને શુ ચાલ રમેલી તે, એ પણ ખબર છે. એનું તું આ પરિણામ ભોગવે છે જેલ માં. તને ખાલી ડ્રગ્સ કેસ માં નથી ફસાવ્યો. તારા ઘર માં ડ્રગ્સ ની ગોઠવણ મુકીમે જ કરેલી.”

“અને મુકિમ, તને તો સારી રીતે ખબર છે અભિજિત ને કેવી રીતે ફસાવ્યો છે? કેવી રીતે એનું સિંગાપુર જવાનું કેન્સલ કરાવેલું. એમ હું તને પણ નહીં છોડું.” હજી વ્હોરા નું બોલવા નું ચાલુ જ હતું. ત્યાં અભિજિત હસવા લાગ્યો.

“હું મૂર્ખ નથી કે ડ્રગ્સ કેસ માં ફસાયી ગયા પછી બચી ના શકું, મારી પણ એટલી ઓળખાણો હતી કે પોતા ની જાત ને નિર્દોષ સાબિત કરી શકું પણ મારા રક્ષણ માટે જેલ માં ગયેલો. અને મારું કામ પૂરું થાય કે હું મારી જાત ને બહુ જલ્દી નિર્દોષ પણ સાબિત કરી દઈશ. હવે મારે એક તીરે બે નિશાન લાગશે. મને રક્ષણ પણ મળી ગયું અને લોકો ને એમ લાગશે કે હું નિર્દોષ હોવા છતાં જેલ માં ગયેલો. જેથી લોકો ની દયા મારા પ્રત્યે વધશે. મારી ફિલ્મ ને વધુ સારું પ્રમોશન મળશે.”

વિક્ટર કાગળ હાથમાં જોવા લીધો. અને એણે અક્ષર ઓળખી કાઢ્યા.

“આ તો વ્યોમેશ ના અક્ષર છે. શુ એ તો ખજાનો લઈ ને ભાગી નહીં ગયો હોય ને? બે દિવસ થી ગાયબ પણ છે.” વિક્ટર થી બોલ્યા વિના ના રહેવાયું.

“એ ક્યારેય બહારગામ નથી જતો, એ બહારગામ ગયો એ જ વાત ની નવાઈ લાગી હતી.” ધર્માદેવી એ કીધું.

“તમે અને વ્યોમેશ કેમ બોલતા નહતા?” મુકિમ થી પૂછ્યા વગર ના રહેવાયું.

“શરૂઆત માં મારે અને વ્યોમેશ ને સારું બનતું, અમારી વચ્ચે સારી એવી મૈત્રી થઈ ગયેલી પણ લંડન થી પાછો આવ્યા પછી એને એક દિવસ મારા અને બાબા નરસિંહ ના સબંધ ની જાણ થઈ ગઈ. ત્યાર થી એ મારી સાથે બોલતો નહતો. અને એના કોઈ પણ કામ માં દખલ કરવા ની મનાઈ કરેલી.એટલું જ નહીં એ ઘર માં શુ કરે છે શું નહિ એમાં પણ મગજમારી કરવાની નહિ કોઈએ અને કોઈ વસ્તુ માં શેઠ ના પડે તો વચ્ચે પડી સમાધાન કરાવવાનું એટલે જ્યારે વિક્ટર ની બાબતે એને અને શેઠ ને ઝગડા થતા તો હું વચ્ચે પડી સમાધાન કરાવતી જેથી એ મારી પોલ ના ખોલી દે.”

વ્હોરા એ પોતા ના બધા માણસ ને કામે લગાડી દીધા ને કીધું કે વ્યોમેશ જ્યાં હોય ત્યાં થી મારા હવાલે કરો. અને જ્યાં સુધી વ્યોમેશ મળે નહીં ત્યાં સુધી કોઈ હવેલી ની બહાર પગ નહિ મૂકે. અભિજીતે જાળવી રહી ને કમલ સફારી ને મુકિમ વિશે જાણ કરી દીધી.

બીજા દિવસે સવારે વ્હોરા ના માણસો મુંબઈ બંદર થી વ્યોમેશ ને પકડી લાવ્યા. બંદર માર્ગે ખજાનો લઈ અંદમાન ટાપુ પર ભાગી જવાનો હતો જેથી કોઈ ને શક ના જાય કે પોતે ક્યાં હોઈ શકે!

“તું આવું કેવી રીતે કરી શકે? મને વચન આપી ને તું જ મારી આંખ માં ધૂળ નાખી. તો મને ભારત માં લાવ્યો જ શુ કામ?” વિકટરે બીજું કોઈ પૂછે એ પેહલા જ સવાલ કર્યો.

“તું ના હોત તો ખજાના ખુલે જ કેવી રીતે? કલમ અને કંગન તો તારી પાસે હતા.” વ્યોમેશ ના અવાજ ની સાથે આંખ માંથી પણ લુચ્ચાઈ નીતરતી હતી.

“કલમ અને કંગન તો મારી પાસે હતા તો તે ક્યારે કેવી રીતે લીધા?” મુકીમે વ્યોમેશ ને પૂછ્યું.

“કપડાં અને વર્તન પર થી ક્યારેય તમે રસોઈયો હોય એવું લાગતું જ નહતું. અને જ્યારે એકવાર તમને ભોંયરા જોયા ત્યારે તમને જોઇ ને જતો રહ્યો અને એ વાત તો પાક્કી થઈ ગઈ કે તમે રસોઈયા ના રૂપ માં કોઈ બેહરુપિયા હતા. ત્યારથી ખજાનો શોધવામાં ઉતાવળ કરવી એ નક્કી કરી જ લીધેલું.”

“પહેલીવાર જ્યારે હું ભોંયરા માં ગયો ત્યારે મણિયાર આવેલો ને બીજી વાર માં તું હતો?” મુકીમે વ્યોમેશ ને પૂછ્યું.

“હા, મને ખબર છે કે મણિયાર ચાચા અપંગ નથી, એ વારેવારે ભોંયરમાં જતા, વિક્ટર પણ ખજાનો શોધતો, બાબા નરસિંહ અને ધર્માદેવી પણ મથતા ત્યારે તમે પણ ખજાનો શોધવા અહીંયા આવ્યા એટલે જરાક પણ ઢીલ કરવી યોગ્ય નહતી. જ્યારે ધર્માદેવી નું પેડન્ટ ખોવાયેલું એ યાદ છે? એ વખતે મેં ચોરી લીધેલું અને વિક્ટર પાસે કલમ ને કંગન માંગી લીધા હતા કે બે દિવસ મારે એની તપાસ કરવી છે. એટલે જ વિક્ટર ને પહેલે થી વિશ્વાસ માં લીધેલો પછી કામ પત્યું કે પાછા આપી દીધા. ત્યારે જ ખજાનો બહાર કાઢી લીધેલો. મણિયાર ની તો એ જ્યારે અહીંયા આવેલો એના બીજા જ મહિને ખબર પડી ગયેલી કે એ અપંગ નથી ને ખજાના ની શોધ માં વારેવારે નીકળે છે એજ મોકા નો ફાયદો લઈ એના રૂમ ગયેલો ત્યારે રાજા નો પત્ર વાંચી લીધેલો. વસ્તુ લઈ હમેશા પાછી મૂકી દેતો જેથી બીજા ને શક ના જાય અને લગભગ આ કામ રાત્રે ત્રણ કે ચાર વાગે કરતો જ્યારે બધા ઘસઘાટ ઊંઘતા હોય. અને કોઈ ને ભનક પણ ના પડે.”

“પણ રિંગ તો તારી પાસે હતી જ નહીં એ મારી પાસે હતી, તો તે કેવી રીતે ખજાનો ખોલ્યો.” મુકિમ ને અચાનક યાદ આવ્યું કે રિંગ તો એની પાસે હતી.

“મણિયાર ચાચા પાસે નો પત્ર તો ઘણા પેહલા જ વાંચી લીધેલો ત્યારે જ રિંગ ચોરી ને એના જેવી ડુપ્લિકેટ રિંગ બનાવી દીધેલી.” વ્યોમેશે ખિસ્સા માંથી ડુપ્લિકેટ રિંગ કાઢી ને બતાવી. અદલો અદ્દલ એવી જ રિંગ હતી.

કમલ સફારી બહુ મોટા પ્રમાણ માં પોલીસ ને લઈ આવ્યો. મુકિમ ને કમલ સફારી ને ખોટી રીતે બદનામ કરવા ના કેસ માં જ્યારે વ્હોરા અને એના માણસો ખોટી રીતે બધા ને ધમકાવ્યા એના કેસ માં, મણિયાર ને વિશ્વમભર શેઠ ના ખૂન ના કેસ માં ગિરફ્તાર કરી લીધા. અને વ્યોમેશ ને ખજાનો ચોરવા ના કેસ માં ગિરફ્તાર કર્યો. ખજાનો સરકારે જમા કરી લીધો.

અભિજિત વિશુ, ધર્માદેવી, બાબા નરસિંહ ને લઈ પોતાના પિતા ના ઘરે આવ્યો. નાવ્યા ને એના માતા પિતા સાથે મળાવ્યા. નાવ્યા ને માતા પિતા ને મળી ને આનંદ તો થયો કે પોતે અનાથ નથી. એની સાથે દુઃખ પણ થયું કે છતે માબાપે અનાથ આશ્રમ માં રેહવું પડયું. એના માં-બાપે પૈસા માટે એને ત્યજી દીધેલી.

અભિજિત અને નાવ્યા મીડિયા સામે આવી સ્ટેટમેન્ટ આપ્યું કે ‘બન્ને ના લગ્ન થયા જ નથી એ ખોટી અફવા છે. એમના એક શૂટિંગ દરિમયાન નો એક ફોટો લિંક થઈ ગયેલો.’ નાવ્યા એ વધુ માં જણાવ્યું કે ‘થોડા સંજોગો ને આધીન એને દેશ ની બહાર જવું પડેલું, હવે એ ફરી શો જોઈન કરશે.’

અભિજિત અને વિશુ ને કોર્ટે નિર્દોષ સાબિત કર્યો. વિશુ ને જાણવા મળ્યું કે અભિજિત અને એના પિતા કોણ છે? એણે અભિજિત અને અલોકજી વિશે દુર્ગાબા મોઢે બહુ વાત સાંભળેલી. અભિજિત ના પિતા અલોકજી વિશુ ને પોતા ના સેવાર્થે અને સાચવવા માટે સિંગાપોર લઈ ગયા. ત્યાં પોતા ના દીકરા ની જેમ રાખતા.

વિકટરે રાજા ભૂપતસિંહ ના વારસદાર હોવાથી ખજાના ના હક માટે કોર્ટ માં કેસ દાખલ કર્યો.

(સમાપ્ત)