Kismat Connection - 4 books and stories free download online pdf in Gujarati

કિસ્મત કનેકશન , પ્રકરણ ૪

પ્રકરણ ૪

આ નવલકથામાં તમામ ઘટનાઓ અને પાત્રો કાલ્પનિક છે.

વિશ્વાસ પોતે એકલો પડી ગયો તેવું તે મનોમન અનુભવી રહ્યો હતો. તેણે પોતાના મિત્રો ગુમાવ્યા અને ખાસ જાનકીને ગુમાવી નો અફસોસ થતો હતો. વિશ્વાસ પોતાની જાત ને જ આ ઘટના માટે જવાબદાર માનતો હતો અને પોતાની જાતને મનોમન કોસતો રહેતો હતો. તે તેના મૃત મિત્રોના પરિવારને મળવા જવા કે મોઢું બતાવવા નહોતો માંગતો હતો. વિશ્વાસ વિચારતો હતો કે તેણે બીજા સ્થળ કે સમયે ટુર આયોજન કર્યું હોત તો કદાચ આ ગોઝારી ઘટના અને મિત્રો ને ગુમાવતા બચાવી શક્યો હોત. તેના મનમાં સદાય માટે અફસોસ ઘર કરી ગયો હતો. વિશ્વાસના મનમાં સતત નિરાશાના ભાવ છવાયેલો રહેતો.

વિશ્વાસનું ૧૨ માં ધોરણ નું રીઝલ્ટ આવે છે અને તે લેવા ભારે હૈયે સ્કુલે જાય છે. સ્કુલમાં પગ મુકતા જ તેને તેના બધા મિત્રો અને મિત્રો સાથે કરેલી મોજ મસ્તી અને જુની પળોની યાદ તાજી થઇ જાય છે અને તેને ડુમો ભરાઈ આવે છે પણ સામે શિક્ષકો ને જોતાં પોતાની જાતને સ્વસ્થ બનાવાનો પ્રયાસ કરે છે. પળભર માટે વિશ્વાસ નિસ્તેજ ચહેરે શૂન્ય મનસ્ક બની ઉભો રહ્યો. સ્કુલના શિક્ષકો અને બીજા વિદ્યાર્થીઓ વિશ્વાસનું સ્વાગત કરે છે. વિશ્વાસ એ પોતાનું આવું સ્વાગત થશે તેવું સપનામાં પણ ક્યારેય વિચાર્યું ન હતું. પ્રિન્સીપાલ વિશ્વાસના ખભે હાથ મૂકી તેણે તેના મિત્રોની અને અન્ય યાત્રીઓની ઘટના સ્થળે શોધખોળ કરી રેલ્વેને મદદ કરવા બદલ શાબાશી આપે છે.

વિશ્વાસ પોતાનું રીઝલ્ટ મેળવે છે અને સારા રીઝલ્ટ માટે જાનકી ને યાદ કરે છે. જાનકી સતત વિશ્વાસ ને ભણવા માટે ટોક્યા કરતી અને સમજાવતી. વિશ્વાસ ઘણા દિવસે સાથી મિત્રો ને અને તેમના પરિવારને મનભરીને મળે છે. બધા એકબીજાના રીઝલ્ટ ની ચર્ચા અને શુભેચ્છાઓ ની આપ લે કરે છે. ટ્રેન અકસ્માતમાં જીવ ગુમાવેલ વિધ્યાર્થી માટે સ્કુલે આયોજિત કરેલા મૌનમાં બધા જોડાય છે. સારા રીઝલ્ટ મેળવનાર વિધાર્થીઓ નું નામ જાહેર કરી તેમનું સ્કુલ તરફથી સન્માન પણ કરવામાં આવે છે. સારા રિઝલ્ટ માટે જાનકીનું નામ લેવાતા જ વિશ્વાસ પળભર માટે અતીતની સ્મૃતિઓમાં ડૂબી ગયો. જાનકીનું નામ લીધા પછી તેના ના હોવાને લીધે તેના પરિવારમાંથી પણ કોઈ હાજર ન રહેતા સ્કુલનું વાતાવરણ પણ ગમગીન બની ગયું હતું. વિશ્વાસ વિચારતો હતો કે જો આજે જાનકીના હાથમાં રીઝલ્ટ હોત તો તે કેટલી બધી ખુશ હોત અને તેને જોઇને પોતે પણ એટલો જ ખુશ હોત. જાનકી સ્કુલના તેજસ્વી તારલામાંની એક હતી. જાનકીના સારા રીઝલ્ટ માટે સ્કુલના પ્રિન્સીપાલ ને પણ ઘણી આશાઓ હતી. જાનકી ને ડોક્ટર બનવાના સપના હતાં અને તે સપનાઓ પુરા કરવા તે અથાગ મહેનત પણ કરતી તે સ્કુલના તમામ શિક્ષકો, પ્રિન્સીપાલ અને વિશ્વાસે પણ જોયેલું અને અનુભવેલું. આખરે વિશ્વાસે જાનકીનું રીઝલ્ટ તેના પરિવારનું કોઈ ના આવતાં પ્રિન્સીપાલ ને રીક્વેસ્ટ કરીને કહે છે, "સર, જાનકીનું રીઝલ્ટ મને આપી દો. મેં જાનકીનું ઘર જોયું છે, હું તેના ઘરે રીઝલ્ટ પહોંચાડી દઇશ." સ્કુલના પ્રિન્સીપાલે વિશ્વાસની વાત સાંભળી તેને જાનકીનું રીઝલ્ટ આપ્યું. વિશ્વાસે જીવનના ઉચ્ચ સપનાઓ જાનકી વગર પુરા કરવા દુઃખી મને સ્કુલનું કમ્પાઉન્ડ છોડી નવી દુનિયા તરફ પ્રયાણ કર્યું.

વિશ્વાસે પોતાના શહેરની બહાર એન્જીન્યરીંગ કોલેજમાં સોફ્ટવેર એન્જીન્યર બનવા એડમીશન મેળવી લીધું. વિશ્વાસના પરિવારને આશા હતી કે વિશ્વાસ કોલેજ માટે શહેર બહાર જશે અને નવા મિત્રો બનાવશે તો જુની સારી ખોટી યાદોને ભુલી જશે. વિશ્વાસને નવી કોલેજ અને હોસ્ટેલનું વાતાવરણ અજુકતું લાગતું હતું. સતત મિત્રો વચ્ચે રહેનારો વિશ્વાસ પોતે પોતાની જાતને એકલો અને અધુરો ફિલ કરતો હતો. વિશ્વાસ કોલેજના પ્રથમ દિવસે સૌને કૌતુકભરી નજરે જોતો હતો. વિશ્વાસ કોલેજ કેમ્પસમાં ગ્રુપમાં મળીને હસી મજાક કરતાં કેટલાંક સ્ટુડન્ટસ ને જોઈ ચિત્રવત બનીને તાકતો અને પછી આગળ નીકળી જતો. વિશ્વાસ કેન્ટીનમાં જઈ ચા પીતા પીતા ચાના કપમાંથી નીકળતી ગરમ વરાળને જોઈ પળભર માટે વિચારે ચઢી ગયો પણ આજુબાજુ થતાં હસી મજાક ના અવાજથી પાછો સ્વસ્થ થઈ જતો.

વિશ્વાસ સમય જતાં ભણવામાં વધુ ને વધુ રસ લેતો થઇ ગયો. મિત્રો તો બન્યા પણ વિશ્વાસ તેમની સાથે ગાઢ મિત્રતા થી દુર રહેતો. વિશ્વાસના મનમાં ક્યાંક ને ક્યાંક જાનકી ની યાદો તરવરતી હતી એટલે જ એ નવા મિત્રો સાથેના સંબધો પર અસર પડતી હોય તેવું જણાતું હતું. હવે વિશ્વાસ માટે ભણવું ભણવું ને ભણવું એ જ એકમાત્ર લક્ષ્ય હતું. રવિવારે અથવા કોઈ રજા હોય કે રીડીંગ વેકેશન હોય કોલેજ અને હોસ્ટેલના મિત્રો ઘરે કે પિકનિક જઈ મજા કરતાં પણ વિશ્વાસ હોસ્ટેલમાં અથવા પોતાના ઘરે જઈ ભણવામાં જ રસ રાખતો. શરુઆતથી જ દરેક સેમિસ્ટર માં તે ફસ્ટ ક્લાસ રીઝલ્ટ જ લાવતો થઈ ગયો હતો.

વિશ્વાસ ને કોલેજ, હોસ્ટેલમાં કોઈ મિત્ર જોડે જામતી નહી કે રસ નહી પણ કેન્ટીનમાં બે મિત્ર બન્યા હતા .તેમાં એક કેન્ટીનનો વેઈટર સોમો અને બીજી નીકી મિત્ર બની. સોમાના મજાકીયા સ્વભાવ અને નીકી પોતાના શહેરની અને તેના ઘરની પાસેના એરીયામાં રહેતી હોવાથી મિત્ર બની. વિશ્વાસે નીકી ને મિત્ર નહોતી બનાવી પણ નીકી એ વિશ્વાસ ને મિત્ર બનાયો એમ કહી શકાય. વિશ્વાસ ને જમવાનો ચટકો બહુ અને એમાંય ઘર જેવું જમવાનું ના મળે તો ના ચાલે અને નીકી ને પણ જમવામાં સહેજ પણ આઘું પાછુ ના ચાલે એટલે ફુડ ના લીધે વિશ્વાસ અને નીકી મિત્ર બન્યા. હોસ્ટેલમાં જમવાનું વિશ્વાસની ભાષામાં કહી એ તો “બકવાસ” મળતું અને કેન્ટીનમાં ફાસ્ટ ફુડ ની સાથે ગુજરાતી જમવાનું પણ મળતું. ઘણાં સ્ટુડન્ટ કેન્ટીનમાં જ બ્રેકફાસ્ટ, લંચ કરતાં અને સાંજે ડીનર પાર્સલ કરાવી કે કેન્ટીનમાં જ જમીને હોસ્ટેલ જતાં.

નીકી ને પણ ખબર કે વિશ્વાસ કોઈની જોડે બહુ બોલતો કે મિત્રતા રાખતો નથી. નીકી કેન્ટીનમાં રોજ વિશ્વાસની રાહ જોતી અને તેની સાથે સવારે નાસ્તો કરતી અને બપોરે લંચ, સાંજે ડીનર પણ કરતી. કોલેજ આવી કેન્ટીનમાં સવારે સૌથી પહેલા નીકી ને મળવાનું અને સાંજે છેલ્લે પણ નીકી ને મળી ને હોસ્ટેલ જવાનું એ વિશ્વાસનો નિત્યક્રમ બન્યો હતો. નીકી વાત વાતમાં ધીમે ધીમે વિશ્વાસ ને જમવામાં શું ગમે તેની જાણકારી મેળવી તે સોમા થકી કેન્ટીનના માલિક મેનુમાં એડ કરે તેવા પ્રયત્નો કરતી. નીકી વધુ પડતી કેર કરે એ વિશ્વાસ ને ગમતું નહી અને ક્યારેક ક્યારેક તેને જાનકી યાદ આવી જતી. તે જાનકીને ભુલવાના પ્રયત્નો કરતો પણ તોય ક્યારેક ક્યારેક તે યાદ આવી જ જતી અને પાછો ભુલવા મથતો પણ ખરો.

વિશ્વાસ કોલેજ કેન્ટીનમાં આવે તે પહેલા નીકી ટેબલ મેળવી લઇ વિશ્વાસ માટે સ્પેશ્યલ મસાલેદાર કડક ચા અને પોતાના માટે હોટ કોફી ઓર્ડર કરી લેતી. વિશ્વાસ આવતાં જ સોમો ચા અને કોફી સર્વ કરી નાસ્તાનો ઓર્ડર લઇ લેતો અને ફાસ્ટ સર્વ પણ કરી લેતો. સોમા ને પણ ખબર હતી વિશ્વાસ સવારના લેકચર માટે હંમેશા ઉતાવળ માં રહેતો અને મોડું થાય તો માત્ર ચા પી ને જતો રહેતો. સોમો ક્યારેક ક્યારેક નીકી અને વિશ્વાસ ને સાથે હોઈ ત્યારે મજાક માં બોલી નાંખતો ,” કિસ્મત હોય તો આવા મિત્ર મળે બાકી ટેમ્પરરી ને તકલાદી મિત્રો જ કેમ્પસમાં ચારે બાજુ રખડતા જોવા મળે.” નીકી અને વિશ્વાસ ની મિત્રતા જોઈ બીજા મિત્રોને પણ અદેખાઈ થઇ આવતી. વિશ્વાસ નીકી ની દોસ્તી ને બહુ સીરીયસલી ક્યારેય નહોતો લે તો પણ નીકીના મનમાં વિશ્વાસ માટે ખાસ જગ્યા બનતી જતી હતી. નીકી સિરીયસલી વિશ્વાસને મનોમન લવ કરતી હતી અને તેના અતડા સ્વભાવને જાણવા ને સમજવા મથતી હતી.

વિશ્વાસ ના ફોન પર તેની મમ્મીનો કોલ આવે ત્યારે તે કયારેક કયારેક વાતો કરી લેતી. વિશ્વાસની મમ્મીને પણ નીકી જોડે વાતો કરવી ગમતી. વિશ્વાસની મમ્મી કયારેક નીકીના મોબાઇલ પર પણ કોલ કરી વિશ્વાસની માહિતી મેળવી લેતી અને તેને વિશ્વાસનું ધ્યાન રાખવા માટે પણ કહેતી. બોલકણી નીકી ફોન પર હંમેશા કહેતી, "આંટી તમે વિશ્વાસ ની સહેજે ચિંતા ના કરો, હું બધું સાચવી લઇશ."

વિશ્વાસની મમ્મી નીકી ને ફોન પર કહે છે, "બેટા આ વખતે તું ઘરે આવે ત્યારે અમારા ઘરે પણ આવજે. મારે તને મળવું છે." નીકી પણ સામે કહે છે, "જરુરથી આંટી. મારે પણ તમને મળવું જ છે. હું આવતા વીકમાં જ આવવાની છું." જાનકી આ વખતે પોતાના શહેર જવા અને ખાસ નિશ્વાસની મમ્મીને મળવા ઉત્સાહી હતી. વિશ્વાસની મમ્મી પાસેથી નીકી ઘણુંબધું જાણવા અને સમજવા માંગતી હતી.

પ્રકરણ ૪ પુર્ણ

પ્રકરણ ૫ માટે થોડી રાહ જુઓ અને જોડાયેલ રહેજો...