Khali Hinchako in Gujarati Love Stories by JAYDEV PUROHIT books and stories PDF | ખાલી હિંચકો

Featured Books
Categories
Share

ખાલી હિંચકો

ખાલી હીંચકો

મંદ મંદ વાયુ વાતો હતો,પર્ણોના સુર હાજરી પૂરાવતા હતા.ખાલી ઝરણાંમાં પથ્થરો સુંદર રીતે પથરાયેલા પડ્યા'તા. હિંચકાઓ ભટુરિયાની રાહ જોતા હતા.

મહાદેવ મંદિર ના પરિસરમાં બગીચા જેવું રમવાનું ફરવાનું એક મનોહર સ્થળ હતું.લોકો ત્યાં બેસવા, બાળકો ને રમાડવા,ને એકાંત ને વાગોડવા આવતા.સાંજનો સમય થયો , પરિસરમાં લોકો વધતા ગયા.એવાંમાં, રિપેશ નામનો એકદમ યંગ, સ્ટુડન્ટ,ફિટ બોડી અને રંગે રૂપાળો, ખંભે બેગ નાખી ને બગીચામાં આવ્યો.ચેહરા પર ક્લાસીસ માંથી સીધો આવ્યો હોય એવું સ્પષ્ટ જણાતું હતું.બાજુના બાંકડા પર બેસીને, સેલફોનમાં સોન્ગ શરૂ કરીને આંખો મીંચી બેસી ગયો.તેના ડાબા હાથ પર "love is my vision" એવું ચિતરેલું હતું. તે થોડી વારમાં નિજમગ્ન બની ગયો.

મહાદેવ ની આરતી શરૂ થઈ,બગીચો આરતી માં પહોંચ્યો.યંગમેન રિપેશ બગીચામાં એકલો ભમતો'તો.

રિપેશ કોલેજના સેકન્ડ યરમાં હતો.એટલે કે હવે બાળક ન્હોતો. પણ બાળપણ એમાં હજી રમતું હતું.રિપેશને જો હીંચકો મળી જાય એટલે પૂરું.એવો એ હિચકાનો દીવાનો હતો.પણ નાના બાળકો રમતા હોય ત્યારે હિચકવાનો મેળ ન પડે.જેવી આરતી શરૂ થઈ , હિચકાઓ ખાલી થયા.તરત ઉભો થઇ ને બેગ બાજુપર મૂકી સીધો હીંચકા પર બેસી ગયો.ઉંચે ઉંચે ડાળ સુધી હિલોડા ખાવા લાગ્યો.ચેહરો એકદમ ખિલખિલાટ જાણે જોઈતું મળ્યું હોય.

આરતી ના દર્શન કરી લોકો ઘરે રવાના થયા,બગીચો ખાલી , મંદિર પણ ધીરે ધીરે ખાલી થયું પણ રિપેશ હિચકતો રહ્યો.અચાનક એનું સ્મિત ગાયબ થયું,એની નજર એક તરફ થંભી ગઈ. એકીટશે જોતો જ રહ્યો, હિચકાની ગતિ ઓછી પડી, નજર તેજ થઈ.નજરે હજી સુધી દિશા નોતી બદલી,એના ચહેરા પર ઝરમર હાસ્ય આવ્યું.....જેના પર એની નજરે ઘર કર્યુ એ..બે યંગ ગર્લ હતી.

સાંજનું રૂપ કહો કે વહેતુ નીર,ગુલાબ કહો કે આખો બગીચો, રેશમી વાળ ચેહરા પર છવાયા હતા,સ્કાય બ્લુ ટોપ અને જીન્સ જેને વધારે શોભતા હતા, એ હતી શિવું ( શિવાંગી ). એની સખી રાધુ ( રાધિકા ).

રિપેશ ની આંખ શિવું પર થી હટી જ નહીં.રાધિકા એ આ નોટિસ કર્યું.બંને હિચકાની પાછળની સીટ પર બેઠા.રિપેશ મનોમન હરખાયો,હિચકવાનું શરૂ કર્યું,સોન્ગ ઓફ કર્યા.

"યાર શિવું,ચાલ ને હીંચકયે," રાધિકા એ કહયુ."હમમમમમમ....પણ હીંચકો ખાલી નથી ." , શિવું એ જવાબ આપ્યો.

આ વાતો રિપેશે સાંભળી, તેને તરત જ કૂદકો મારી હીંચકો ખાલી કરી આપ્યો, જેના માટે હીંચકો સર્વસ્વ હતો એને ક્ષણમાં છોડ્યો, કારણ હતું, " શિવું ને હિચકવું."

રાધિકાને શિવાંગી હીંચકવા લાગી,રિપેશ પાછળ ની સીટ પર બેઠો બેઠો "શિવું" માં ખોવાઈ ગયો.રાધિકા ને ખબર હતી કે..કંઈક પ્રેમગીત રિપેશ ગાય રહ્યો છે.

પેહલી નજર નો પ્રેમ કહો કે, ચાહત.પણ કંઈક રિપેશમાં ઉકળતું હતું.એવામાં એક હીંચકો ખાલી થયો, રિપેશ ત્યાં બેસી ગયો ને , ધીરે ધીરે ઝૂલવા લાગ્યો.રાધિકા એ શિવાંગી ને ઈશારા માં ઘણું બતાવી દીધું, રિપેશતો શિવાંગીમાં હિચકતો જ રહ્યો.

શિવુનું રિપેશ સામે જોવું એ પ્રેમ હતો કે માત્ર નજર,શિવુની ચાહત હતી કે માત્ર એક નજર, એ શિવું જ જાણતી હતી..પરંતુ એ એક નજર માં રિપેશ આખે આખો ભીંજાયો, પલળ્યો, ટહેક્યો હતો.રાધિકા ની વાતોમાં રિપેશ હસતાં હસતાં જોડાય ગયો, સ્ટડી,પ્લેસ, હોમ, બધા ટોપિક નીકળ્યા.શિવાંગી એક દિવસ માટે માસીના ઘરે આવી હતી, રાધિકા અને શિવાંગી એ "સેલ્ફી" ફોટો ખીચ્યાં. "રાધુ, આ ફોટો ને ઇન્સ્ટામાં શેર કરી મને ટેગ કર." શિવું આમ રાધુને કહી ને ફરી હીંચકવા લાગી અને રિપેશને નોટીસ કરતી'તી.

રિપેશ વિચારવા લાગ્યો કે, કાલે ફરી શિવું અહીંયા આવવાની ન હતી, એટલે કંઈક કરવું પડશે તેની નજીક જવા. થોડી વાર પછી એ બંને મહાદેવના દર્શન કરવા ગઈ. રિપેશે નક્કી કર્યું કે, હમણાં જઈને ફ્રેન્ડશીપનું કહી જ દઉં . ફ્રેન્ડ તો બનવું જ છે. એવા સપના જોતાં જોતાં એ મંદિર પાસે ગયો. એના પ્રાણ થી પ્યારા હિચકાને ફરીને જોયો પણ નઈ. હીંચકો હિલોળા મારતો શાંત થયો,સ્થિર થયો. બગીચો હવે સાવ ખાલી, અને ખાલી હીંચકો.

રાધિકાને શિવાંગી ચાલીને તેની એક્ટિવા તરફ જતી હતી,શિવું એ પાછળ જોયું તો રિપેશ પીછો કરતો દેખાયો.રાધિકા એ ગાડી સ્ટાર્ટ કરી, શિવું બેસી ગઈ.રિપેશ બાજુમાં જઇ ને બાંય , "નાઈસ ટુ મીટ યુ" એકી શ્વાસે બોલી ગયો.અવાજમાં ગભરામણ હતી. અંતે એ બંને જતી રહી અને રિપેશ જોતો જ રહ્યો શિવું ને....શિવાંગી એ પણ એક વખત પાછળ જોયું હતું.

આ મુલાકાત ને છેલ્લી કરવા નોતો માનતો,પણ કય બોલી જ ન શક્યો. રિપેશ મનોમન બોલવા લાગ્યો, " ફ્રેન્ડનું પૂછવું એ હીંચકવા જેવું સહેલું હોત તો,...હું અત્યારે હિચકતો હોત."

મંદિર બંધ નો સમય થયો, રિપેશે જલ્દીથી ઇન્સ્ટમાં "શિવાંગી..શિવું...રાધિકા..રાધુ..." સર્ચ કરી જોયું પણ ન શિવું મળી કે ન રાધિકા.

આ વાતને અઠવાડિયું થયુ પણ રોજ રિપેશ મંદિરે આવે, શિવું ની રાહ જોવે, ગેટ તરફ જોય ને બેસે,હીંચકા નું સ્થાન હવે શિવુંનું થઈ ગયું'તું.ગેટ પાસે ઊભીને રોજ શિવુને છેલ્લી વાર ગાડી પર જોઈતી એ યાદ કર્યા કરે ને બીજી તરફ ખાલી હીંચકો રિપેશ ને જોયા કરે.એની રાહ જોવે.

રિપેશ સોશ્યલ મીડિયામાં શિવુને શોધે પણ આજ સુધી એને શિવું ન મળી.રિપેશ બગીચે હજી જાય છે પણ હીંચકવા નઈ, શિવું ફરી માસી ના ઘરે આવશે....ને હીંચકવા આવશે..એવી આશથી.

આ આખી વાતનો એકમાત્ર સાક્ષી હીંચકો....હવે "ખાલી હીંચકો" જ રહી ગયો.

" જોઈ છે તને મેં જ્યારથી , હીંચકો રહ્યો ખાલી ત્યારથી " - જયદેવ "મસ્ત"

ખાલી હીંચકો - ૨

કોઈનો ચેહરો જ્યારે આપણી આંખ બની જાય ત્યારે એને મળવાની,જોવાની, તાલાવેલી વધી જાય છે. રિપેશની આંખોમાં શિવુંને(શિવાંગી) જોવાની તરસ હજી છિપાઈ નહો'તી. ચારેબાજુ શિવુને ઝંખ્યા કરે.

રિપેશ હવે કૉલેઝના લાસ્ટ યરમાં હતો, અને છેલ્લું સેમેસ્ટર. પરીક્ષાના દિવસો નજીક જ હતા. દિવસ-રાત રૂમમાં વાંચ્યા કરે , શિવુની યાદ આવે એટલે બગીચામાં પહોંચી જાય , એ ખાલી હીંચકો નિહાળ્યા કરે. રિપેશને "સ્કાય-બ્લુ ટોપ એન્ડ જીન્સ" દેખાય તો હરખાઈ જતો પણ એ હરખ ક્ષણભંગુર હતો.પણ એ એક ક્ષણમાં કલાકોનો એહસાસ જ ગણી લો. મોરને કદાચ વરસાદ વરસ્યાંની ખુશી કરતા 'વર્ષાની પ્રતીક્ષા' વધારે મીઠી લાગતી હશે. પ્રતીક્ષા એટલે 'એક પ્રકારનું મિલન'. આ રીતે રિપેશ અને શિવું રોજ મળતાં, પણ આ મિલનની ખબર શિવુને પણ થાય તો ગુલાબ વધુ જ મહેક આપે.

રિપેશને એજ્યુકેશનનુ મહત્વ સમજાવવાની જરૂર ન હતી. કારણ, એમનું અતીત રિપેશને વય કરતા કંઇક વધારે જ શીખવી ગયું હતું. એમનું ઘર આર્થિક રીતે અધ્ધર ન્હોતું પરંતુ સ્નેહથી, સ્વભાવથી, આચરણથી અને પરસેવાની મહેનતથી બહુ બહુ સધ્ધર હતું. પડીને ઉભા થવાનો સમય એમના પિતાજીએ લડ્યો હવે ટકી રહેવાનું રિપેશને હતું.એમના પિતા એટલે હિંમતભાઈ સાહ. નામ એવું કામ. રિપેશને ભણાવવામાં કઇ કસર બાકી નહોતી અને રિપેશે કસરને વેડફી પણ ન્હોતી.

રિપેશનું સપનું હતું કે, " કેનેડામાં અભ્યાસ કરવા જવું. " માટે લાસ્ટ યરમાં '80 અપ' અનિવાર્ય હતા.

એ સપનામાં શિવું પણ શામેલ થઈ. રિપેશની પરીક્ષાઓ પૂર્ણ થઇ, એટલે તેને કેનેડાની બેસ્ટ બેસ્ટ યુનિવર્સીટી સર્ચ કરવાનું શરૂ કર્યું. હવે આખો દહાડો ફ્રી રહતો એટલે બાઇક લઇ શિવુને શોધવા નીકળી પડતો. પાણીપુરીની લારી હોય કે કટલેરીની દુકાન ડોકિયું કરીને બાજનજરે જોતો. અંતે થાકીને હીંચકે પહોંચી જાય.શિવુને વ્હાલથી મળવાનું, મેહસુસવાનું એક માત્ર સાધન 'ખાલી હીંચકો'. જાણ હોવા છતાં કે શિવું આ શહેરમાં નથી છતાં શોધવા જવું, એ રિપેશના પ્રેમનું પ્રતિબિંબ છે.

Shivangi..... shivu.....હજારો વાર સર્ચ કર્યું હશે, હજારો શિવાંગી સ્ક્રીન પર આવી હશે પરંતુ "સ્કાય બ્લુ ટોપ-જીન્સ' વાળી રેશમીવાળ અને અષાઢના પેહલા વરસાદ સમું સ્મિત વાળી શિવું ન મળી. " ન રિપેશ શોધી શક્યો કે ન ગૂગલને હાથ લાગી ". દિવસ શિવુથી શરુને રાત પણ શિવુની યાદમાં જ વહેતી.

Congratulations.....wow...superb...કૉલેજમાં બધા રિપેશને શેક હેન્ડ કરીને વધાવતાં હતા. કારણ એજ કે તેને લાસ્ટ યર "૮૬.૬૯%" એ કમ્પ્લીટ કર્યું. ઘરે જતાવેંત પાપાને ભેટી પડ્યો, રડી પડ્યો. પાપાની આંખ જાણે કમળનું પાંદ, મોતિ વરસતાં'તા.મમ્મીએ આખી શેરીમાં "મલાઈના પેંડા" વહેચ્યાં. પેંડા એ એક ફેમિલી મેમ્બર જ ગણી લો. બધાનાં ઘરે આપણી ઉપસ્થિતિ લખાવે. પાપાએ રિપેશને બાજુમાં બેસાડીને કહ્યું ' રિપેશ, કયારે છે કૅનેડાની ટિકિટ? તું બેસ્ટ કૉલેજમાં એડમિશન લઈ લે અને હા, રૂપિયાનું તારે જોવાનું નથી એ મારુ કામ છે. તે 86% મેળવી મારુ મસ્તક બે ફૂટ ઊંચું કરી દીધું બેટા. ' રિપેશના કપાળે પ્રેમ વરસાવી પાપા બજારે જવા નીકળ્યાં. રિપેશ ફરી પલંગ પર પડ્યો અને આંખ બંધ કરી ત્યાં તો શિવુની બાહોમાં.

ફાઇનલી "યુનિવર્સિટી ઓફ ટોરેન્ટો" કેનેડામાં એડમિશન કન્ફર્મ થયું. જોરશોરથી તૈયારી શરૂ થઈ. ટોરેન્ટો એ કેનેડાનું સૌથી મોટું અને શ્રેષ્ઠ સીટી છે. અને આ યુનિવર્સિટી વિશ્વમાં 32 માં રેન્કે છે. થોડી લાગવગ અને થોડી ઓળખાણ આખરે કામ આવી.ભગવાનની કૃપા એવી ફળી કે સ્પોન્સર પણ મળી ગયા. હવે તો બસ જલ્દી કેનેડા ..

"હૈય્ય રાધિકા....." રિપેશ દુકાનમાં પિન્ક શર્ટ જોતાં જોતાં બોલ્યો, પાછળ ફર્યો . રાધિકા એની ફેમિલી સાથે હતી એટલે વાતચીત સંભવ ન્હોતી. રાધુ એ સ્માઈલ કરી. રિપેશ રાધિકા દ્વારા કંઈક જાણવા ઈચ્છતો હતો .

રાધિકા જલ્દીથી રિપેશ પાસે આવી. "બોલ....તું ફાઈન ને?....શિવું વિશે જાણવુંને...હમણાં મારે પણ કઈ વાત નથી થઈ.....એને લાસ્ટ યર કમ્પ્લીટ કર્યું.... લે આ મારા સેલ નંબર.....સાંજે મેસેજ કરજે....ચલ બાય... મારે જવું જોશે...." . ધડાધડ બબડીને જતી રહી. રિપેશ સ્તબ્ધ....અને અંતરથી ખુશખુશાલ . આચાનક કોઈ ઉંચકીને સપનાંમાંથી જીવંત કરી દે એવું રિપેશ સાથે થયું. શિવું સુધી પહોંચવાની પરફેસ્ટ કળી શIવુંનાં નંબર મળ્યા. શોપિંગ કરીને ઘરે ગયો.

શિવું હવે નર્સિંગ એજ્યુકેશન માટે બાર જશે. એવી ખબર પડી. શિવું કે રાધિકા કોઈ પણ સોશિયલ મીડિયા સાથે કનેક્ટ નહોતી. રિપેશ તો આજે મહાદેવના મંદિરે ગયો અને જૂની યાદો પર વાંછટ ફેરવી.

દિલ્હી થી કેનેડાની ફલાઇટ હતી. રિપેશ બધાને મળીને મમ્મી પાપાને ભેટીને,રડીને બસમાં ચડ્યો. એ બાળપણની ગલીઓ, મિત્રોની યાદો, ખાલી હીંચકો અને શિવું એમની સાથે બસમાં જ હતા.

રિપેશ દિલ્હી ઍરપોર્ટ પર પહોંચ્યો . ટિકિટ-પાસપોર્ટ-વિઝા-સામાન બધું ચેકીંગ કરાવી એ ફ્લાઇટની રાહ જોતો બેઠો.વિચારોમાં તો એક જ ચેહરો 'શિવું'. એ જરૂર મળશે...હું એને મળીશ જ. એમની આશા હિમાલય જેમ અડગ હતી. ઑમ પણ રિપેશ આસાનીથી હાર માની લે, તો રિપેશ ન કહેવાય. કોલેજમાં પણ એના નામનો ડંકો વાગતો.

રિપેશ વોશ રૂમમાંથી ચેહરો સાફ કરતો બહાર આવ્યો ને રૂમાલ આંખ પરથી નીચે હટ્યો કે એકદમ ધ્રુજ્યો., કંપ્યો , હચમચ્યો, કલ્પના બારનું દ્રશ્ય જોયું. પગનીચેથી એરપોર્ટ ખસી ગયું, રૂમાલ નીચે પડી ગયો, પાંપણ નમવાનું ભૂલી. સેંકટકાંટો સમય ચુક્યો,..એરપોર્ટ બગીચો બની ફોરમવા , મેહકવા ને ખીલવા લાગ્યું. મુખ ખુલ્લું જ રહી ગ્યું , હૈયું ગીતો ગણગણવા માંડ્યું , એક ક્ષણમાં તો બગીચો રચાય ગયો....કારણ કે... સામે 'બ્લેક ટી-શર્ટ અને વાઇટ જીન્સમાં , રેડ પર્સ ખંભે રાખેલી , વાળની લટ આંખને રમાડતી પાછી કાન પર મુકેલી એની ટચલી આંગળી. અને બેસ્ટ સ્માઈલ ઇન ધ વર્લ્ડ નો ખિતાબ જેને મળે, એ શિ...... વું..... હતી.

શિવુને જોઈને હું અચમ્બિત થઈ ગયો. દિલ્હીમાં...અને એ પણ એરપોર્ટ પર શિવું?...... રિપેશ તરત જ ગયો અને એમની પાછળ ઉભો રહ્યો. એમની આખી ફેમેલી હતી. રિપેશને તો શિવું જ દેખાતી'તી. ફ્લાઇટ આવી પણ રિપેશની નજર હજી શિવું પર જ. ભૂલી ગયો'તો કે એ એરપોર્ટ પર છે અને કેનેડા જવાનું છે.

શિવું પણ કેનેડા એજ ફ્લાઈટમાં જવાની હતી.ફેમેલીને બાય કહી, શિવું ફ્લાઇટ તરફ આગળ ધસી.રિપેશ જલ્દીથી બેગ્સ લઇ એની પાછળ ને પાછળ ફ્લાઈટમાં ચડી ગયો. ઐર હોસ્ટેજે રોક્યો ત્યારે ભાન થયું કે એ ફ્લાઈટમાં છે. રિપેશે જોરથી બૂમ મારી. "શી......વુ.....શિવું....". એ આજુબાજુ જોવે તો બધું બરાબર હતું પછી ખ્યાલ થયો કે મનમાં જ બૂમ પાડી.

રિપેશે પોતાની સીટ પર બેગ રાખી એ શિવુને શોધવા લાગ્યો...શિવું ત્રણ રો આગળ બેઠી હતી.

"હાય શિવું....ઓહ સોરી ...શિવાંગી...ડુ યુ નો મી? " રિપેશે શેક હેન્ડ કરવા હાથ આગળ કર્યો.

"હમ્મ, આઈ થિંક બગીચામાં...."

"હા..આઇમ રિપેશ."

"ગુડ.."

પછી તો રિપેશે જુગાડ કરી બાજુની સીટવાળાંને ફોસલાવી શિવુને પાસે બોલાવી લીધી. શિવું પણ ખુશ હતી કારણ કે અજાણ્યાં રાહમાં કોઈક હમરાહ મળી ગયું. ફ્લાઇટ આકાશમાં ને રિપેશ શિવુમાં ઉડવા લાગ્યો.

જીવનમાં જેને આપણે કયારેય પણ છોડવાં ન ઇચ્છતાં હોઈ , જેની સાથે આખી જિંદગી માણવી હોઈ , જે આપણા કંઈક ખાસ બની ગયા હોય એવા વ્યક્તિ અનાયાસે જ મળતાં હોઈ છે.

રિપેશને એની શિવું અને શિવુને એનો જસ્ટ ફ્રેન્ડ મળી ગયો. વાતની શરુઆત ફરી એ હિચકાથી થઇ જે શિવું માટે રિપેશે ખાલી કર્યો'તો. બંને વાતોમાં મશગુલ થયા ને ફ્લાઇટ કેનેડા તરફ ભણી...

ખાલી હીંચકો - ૩

ચાહત જયારે પ્રેમમાં પરિવર્તીત થાય ત્યારે અનહદ સ્નેહ પ્રગટે,જે આહ્લાદક હોય છે. રિપેશે એજ અનુભવ્યું'તું. ફ્લાઇટ કેનેડા પહોંચી.રિપેશ અને શિવું સારા મિત્રો બન્યા.મુસાફરીએ રિપેશને હમસફર તો આપી(શિવાંગી) પણ હજી હમદર્દ થવાની રાહ હતી.

શિવું એટલે "હમ્મ,હા" થી કામ થઈ જતું હોય તો બીજા શબ્દો વેડફવા ગુનો ગણે. ઈશારા એની ભાષા અને શબ્દો એના ઈશારા. એકદમ સરળ, શાંત અને લાગણીશીલ વ્યક્તિત્વ. શિવું દુનિયાથી ને ખુદથી પણ અજાણ હતી. એકલવાયું જીવન. શિવુની લાઈફમાં પહેલોમિત્ર(જસ્ટ) રિપેશ.

બન્ને અભ્યાસું એટલે ફ્લાઈટમાં એજ ચર્ચા ચાલી. રિપેશ વાતો શોધવામાંથી નવરો જ ન પડ્યો, નહિતર શિવું ચૂપ થઈ જાય. શિવુંએ કોઈ પર્સનલ વાત ન કરી. આપણે જેને પસંદ કરતાં હોય તેની સાથે અવિરત ચેટ ધબકતી રાખવી એ પણ એક કળા છે. નવાં નવાં નુસ્ખા, કંઈક નવી કલ્પનાઓ , કંઈક માઈન્ડ સીન ઉભા કરવા પડે....કંઈક એવું જ રિપેશે ફ્લાઈટમાં કરેલું.

"વેલકમ....વેલકમ..વેલકમ...યુનિવર્સિટી ઓફ ટોરેન્ટો, આપ સર્વેને આવકારે છે...." ડો.મેરિક ગર્ટલર(પ્રેસિડેન્ટ ઓફ ટોરેન્ટો યુનિવર્સિટી) બધાનું સ્વાગત અને યુનિવર્સિટી વિશે માહિતી આપી રહ્યા હતા.રિપેશે પાંચવાર આખા હોલમાં નજર ફેરવી હશે પણ શિવું ન મળી. થોડો વ્યાકુળ થઇ ગયો એટલે તરત "hey shivangi...where r u?.." વોટ્સપ કર્યું. પરંતુ એક જ રાઈટ થયું એટલે ચિંતા વધી. શિવું ક્યાં હશે..શુ થયું હશે...તાવ તો નહીં આવ્યો હોય ને.....ક્યાંક સૂતી જ નહીં હોય ને....એનો ફોન સ્વીચ ઓફ હશે?....આવા તો કંઈક સવાલો રિપેશે મનમાં ઘડી કાઢ્યાં. શિવુંને સોશિયલ મીડિયાના ટચમાં લાવનાર રિપેશ, એને જ ફ્લાઈટમાં બધી એપ્સ ઇન્સ્ટોલ કરી આપી ને ટીચિંગ પણ. રિપેશ ફરી સ્પીચમાં જોડાયો. 20 મિનીટ પછી બધા બહાર આવ્યા. રિપેશે જોયું તો બે રાઈટ મેસેજમા થયાં.કોલ સુધી હજી દોસ્તી નહોતી પહોંચી એટલે વેઇટિંગ બ્લુ રાઈટસ.....

રિપેશ હોસ્ટેલનાં રૂમમાં પહોંચ્યો, ફરી વોટ્સઅપ ચેક કર્યું પણ કઇ નવીન નહિ.રિપેશ યુનિવર્સિટીની હોસ્ટેલમાં અને શિવાંગી નજીકની રેસિડેન્સીમાં રિલેટિવ જોડે રહેતી. હોસ્ટેલ પણ હોટલથી ઓછી નહિ અને યુનિવર્સિટી કેમ્પસ તો 5 સ્ટાર હોટેલને પણ ટક્કર આપે. "હું થાકી ગઈ હતી એટલે આજ ન આવી...કાલે મળશું..." શિવુનો રિપ્લે હતો. રિપેશે રૂમમાં જ સમય વિતાવ્યો.

"યુનિવર્સિટી ઓફ ટોરેન્ટો, કોઈ સામાન્ય પરિસર નથી અને આપણે જે હોલમાં એકઠાં થયા એ પણ સામાન્ય નથી. શોધ અને શંશોધન એ અમારું કેન્દ્ર છે. મને જણાવતાં ગર્વ છે કે ...4 કેનેડિયન પ્રાઈમ મિનિસ્ટર...1 ઑલિમ્પિક ગોલ્ડ મેડલ...10 નોબલ લેક્ચરર્સ..174 દેશનાં સ્ટુડન્ટ્સ..250 કમ્પની.... સ્પોર્ટ્સ... એબીલીટીસ... મેની ડીપાર્ટમેન્સ....હોસ્ટેલ એન્ડ 3 કેમ્પસ...."એક પ્રોફેસર માહિતગાર કરતા હતા. આખા હોલમાં માત્ર તાલિયો જ ગુંજતી હતી. આવી સિદ્ધિઓ યુનિવર્સિટીએ મેળવી એટલે જ તો રિપેશ અને શિવુંની પસંદ બની.

શિવુંનો કલાસ સેકન્ડ ફ્લોર પર અને રિપેશનો કલાસ થર્ડ ફ્લોર પર. બન્ને ક્લાસમાં ગયા , હાજરી લેવાય અને સ્ટડી શરૂ. આપણે તો પેહલા બે-ત્રણ દિવસ ભગવાનનાં હોય એટલે છુટ્ટી...એન્ડ કૉલેજ એટલે ટેસડો. આ કેનેડા એટલે પેહલા દિવસથી જ વેલ ડ્રેસ, ફૂલ ડિસીપ્લિન એન્ડ ફૂલ રિસ્પેક્ટ. બધા પ્રોફેસર એન્ડ મેડમ અપ ટુ ડેટ, ડેઈલી. આવી યુનિવર્સિટી જ "4 પ્રાઈમ મિનિસ્ટર" દેશને આપી શકે. કલાસ ઓફ થયા, રિપેશ ને શિવું સાથે નીચે આવ્યાં. કેમ્પસ કેન્ટીનમાં ચા ઓર્ડર કરી બન્ને બેઠા.

" સુપર્બ કૉલેજ... એન્ડ પરિસર તો અફલાતૂન.." હર વખતની જેમ રિપેશે જ વાત શરૂ કરી.

"હા..મસ્ત છે..."

" તારો કલાસ કેવો છે ? આઈ મીન સ્ટુડન્ટ્સ એન્ડ પ્રોફેસર્સ...."

"નાઇસ...." વધારે શબ્દ તો ગુનો ગણે, શિવું.

" મારો હોસ્ટેલનો રૂમ તો હોટલ છે હોટલ.." ચા આવી ગઈ હતી. રિપેશે કપ હાથમાં લીધો.

"વેરી ગુડ..." શિવુએ પણ કપ પકડ્યો.

" તારો રૂમ અહિયાથી કેટલે દૂર?"

" જસ્ટ 10 મિનિટ્સ, બાય ટેક્સી...." બન્ને એ ચા ખતમ કરી. રિપેશે પેમેન્ટ ચુકવ્યું.

"શિવું...આપણે ચાલતાં જ તારા રૂમે જઇએ..." રિપેશે બેગ ખંભે નાખતા કહ્યું.

".......ઓકે." થોડું વિચારીને શિવું બોલી.

રિપેશ અને શિવું હવે રોજ સાથે બેસતાં,ફરતાં, ભણતાં, નાસ્તો , અને વાતોના ગપાટા. એક બીજા સાથે કૉલેજ , કલાસ ને સ્ટુડન્ટ્સ ની વાતો શેર કરે.

લાઈફમાં મિત્રતા જેવું એક ફૂલ હોઈ જે સદા મહેકતું રાખે એ વાત શિવુ થોડી સમજવા લાગી. રિપેશ વધારે સમય શિવું સાથે જ રહે. મહિના જેટલો સમય પસાર થયો એટલે હવે કોલેજ અજાણી નહોતી. શિવુને એકલાપણુ વિસરાયું ને ત્યાંનાં રંગમાં ભળવા લાગી.

" મિસિસોગા સીટી બહુ જ મસ્ત છે. શિવું...." રિપેશે પોતાનું લેપટોપ ઓન કરતાં કહ્યું.

"બે ચા પ્લીઝ..".....ઓર્ડર આપ્યો.

" હા હો ...બ્યુટીફૂલ..." શિવુએ મોબાઈલ ઓન કરી ઉત્તર આપ્યો.

ટોરેન્ટો યુનિવર્સિટી મિસિસોગા સિટીમાં આવેલી. મિસિસોગા એટલે રમણીય મનોહર ને ઝળહળતું શહેર. રાતે તો નવવધુનો શણગાર જાણે.

" હૈ...શિવું.... કોલેજની આસપાસ તો બધું જ છે યાર..." રિપેશે ચાની પ્યાલી બાજુ પર રાખી , લેપટોપ શિવું તરફ ધર્યું.

" બધું જ એટલે....? " એક હાથમાં ચા અને બીજામાં સેલફોન , શિવું બોલી.

"કોલેજિયનને જોયે એ ઓલ..... સી મેપ ..કોલેજની બાજુમાં ...બુસ્ટર જ્યુસ, સેકન્ડ કપ (ટી & કોફી સ્પેશ્યલી) , ટેમ્પરરી ફૂડ જોન, બુક સ્ટોર, બ્લેક વુડ ગેલેરી, શોપિંગ મૉલ, બ્લાઇન્ડ ડક પબ ( ડ્રીંક સ્પેશ્યલ ), મિસ્ટ થીઅટર, કોલ્મન ફૂડ, બાઇક શેર(બાઇક ભાડે મળે), અને તારી ઇરિન્ડલ રેસિડેન્સી.... જો છે ને ગાગરમાં સાગર... શિવું ઇટ્સ લાઈફ... ઇટ્સ કોલેજ લાઈફ...અને હજી એક છે જે મેપમાં નથી બતાવતાં...." લેપ્ટોપમાંથી નજર શિવું તરફ ફેરવી રિપેશ બોલ્યો.

" વોટ લાસ્ટ.?...શુ મેપમાં નથી?...ટેલ મી.." શિવુંએ આતુરતાથી રિપેશને પૂછ્યું.

" સ્કાય બ્લુ ટોપ એન્ડ જીન્સ.. હિચકામાં હિલોળા લેતી....દુનિયાથી દૂર રહેતી...સ્માઈલની કવીન... સિલ્કી વાળ... શરમાળ...શાંત..સરળ...ઇન્ડિયા પૂરું જોયું નથીને કેનેડા પહોંચી ગઈ એ...મેરી પ્યારી... ક્યૂટ શી... મારી બેસ્ટી.. શી.....વું..... ઉર્ફ શિવાંગી. " રિપેશ શિવુની આંખમાં આંખ નાખી પ્રેમથી બોલી ગયો.

" હાહાહા.... શુ તું પણ રિપેશ...." શિવું શરમાઈને નીચું જોઈ ગઈ, જોવાય ગયું નીચું એમ કહો.

" આઇમ રાઈટ શિવું... યુ આર સ્પેશ્યલ ફોર મી. માય બેસ્ટી.."

" હમ્મ.....હવે આપણે જવું જોઈએ..." શિવુએ 'ટી બીલ' ચુકવ્યું. બન્ને ચાલતાં થયા.

રિપેશ તો સાતમા આસમાને જ હોય કારણ કે રોજ શિવું ને મળવું,વાતો કરવી, હસાવવી , બુક્સ લખી આપવી , પ્રેઝન્ટેશનમાં મદદ કરવી, ચેટિંગ, હવે તો કોલ્સ, એકબીજાની વાતો શેરીંગ, કેરીંગ, શેક હેન્ડ, હાઇવ ફાઈવ, વગેરે વગેરે... ઘણીવાર તો રિપેશ ઘરે ફોન કરવાનું પણ ભૂલી જતો. અભ્યાસ પણ ટોપ ચાલતો હતો બન્નેનો.

બન્નેનું એક મસ્તીખોર ગ્રુપ પણ હતું કોલેજમાં. ગમ્મત સાથે જ્ઞાનમાં એક સેમેસ્ટર પૂરું થયુ ખ્યાલ પણ ન આવ્યો. શિવું પણ હવે એકદમ પિંજરાથી મુક્ત સ્વતંત્ર જીવવા માંડી. રિપેશની મિત્રતા ભાવવા લાગી. લગભગ નજીકનાં બધા જ પ્લેસે બન્ને એ રખડી લિધુ'તું. સંબંધના બેઈ છેડા હીંચકવા લાગ્યા'તાં. સેમેસ્ટર દરમ્યાન રિપેશે શિવુની જ કેર કરી. મિત્રવર્તુળમાં બેયની ફ્રેન્ડશીપ નં.૧ ગણાતી. એક દિવસ ચેટ કે મળવાનું ન બને તો ઉદાસી બેય કિનારે આવતી. શિવુંએ કોલેજમાં 174 દેશનાં સ્ટુડન્ટ્સને જોયા, જાણ્યા , ને અવલોકયા'તા. નફ્ફટ નકામા નીચ નાલાયક લાયક નાયક હોશિયાર ટેલેન્ટેડ સ્માર્ટ શુશીલ કુશળ કઠોર કોમળ વગેરે વગેરે .... પ્યારનાં 'પ' થી હવસનાં 'સ' સુધી બધું કોલેજ લાઈફમાં જોયું. એને ખ્યાલ થયો કે દુનિયામાં આવું પણ હોઈ. શિવું આખે આખી ભીતરથી ને બહારથી બદલાઈ ચૂકી હતી, એનો પરિવાર પણ આ વાતથી વાકેફ હતો પણ 'રિપેશના સાથે બદલી' એ વાત શિવું સુધી જ હતી.

કોલેજમાં રજા હતી એટલે રિપેશે શિવુંને ફોન કરી 'બાઇક શેર' પાસે બોલાવી. બાઈક ભાડે લઇ બંને લોન્ગ ડ્રાઇવ નીકળ્યાં. મિસિસોગા સિટીને માણ્યું. શોપિંગ, ડેટિંગ, મૂવી, ગાર્ડન, બધે જ રખડયાં. બ્લાઇન્ડ પબમાં સોફ્ટ ડ્રીંક લઇ બાઇક પરત કરી ચાલતાં ચાલતાં શિવુના ઘર તરફ જતા હતા.

" વાઉ....વોટ અ ડે યાર..રિપેશ મોજો પડ્યો... આ રીતે હું પેલીવાર ફરી, યાર...આઈ કાન્ટ બીલીવ ધીસ.....થેન્ક્સ સો સો સો મચ રિપેશ...." આટલું કહી શિવું રિપેશને ભેટી પડી.

રિપેશ માત્ર ઉભો જ રહયો એક પણ શબ્દ ન નીકળ્યો. શિવુંને હગ કરવાના સપનાં તો રોજ જોતો પણ આ રીતે ભેટી પડશે એવું તો વિચાર્યું પણ નહોતું. પળવારમાં બગીચામાં હિચકતી શિવું થી હગ કરતી શિવુના બધા સ્મરણો તાજા થયા. છ મહિનામાં પેલીવાર બંને ભેટ્યા.

આ વાતને થોડો સમય થયો હશે , કોલેજ બેસ્ટ ચાલતી હતી. રિપેશ એ હગ પછી શિવુંને પ્રેમીકા ગણવા લાગ્યો. બોલચાલ, બોડી લેન્ગવેજ, ચેટીંગ, બધું ચેન્જ. શિવું એને એ જ હતી બેસ્ટી, નોટ જીએફ.

એક દિવસ અચાનક રિપેશ શિવુંને 'સેકન્ડ કપ'માં કોફી માટે લઇ ગયો. બે કોલ્ડ કોફી મંગાવી.

" રિપેશ આર યુ ઓકે?..." શિવુએ તરત પૂછયું.

"શિવું, હું કઈક કહેવા માટે તને લઇ આવ્યો..." રીપેશે સાવ ધીરા અવાજે કહ્યું.

" હા ...જલ્દી બોલ..."શિવું આતુર થઇ. રિપેશે શિવુનો પોતાના હાથમાં લીધો.

" યાર મેં જયારથી તને હીંચકે, બગીચામાં જોઈ છે ત્યારથી તારા વિચાર જ આવે. તને શોધવા , જોવાં હું રોજ નીકળી જતો. મારુ દિલ હવે તારું નામ જ બોલ્યા કરે. તું છો એટલે મને કેનેડા કૉલેઝ ગમે છે. તું છો એટલે હું કંઈક લાઈફ મહેસુસ કરું.. તું ખુશ એટલે હું ખુશ. તારી પસન્દ એ મારી પણ. આપણે જે સમય સાથે વિતાવ્યો એ એવર્ણનીય છે... છેલ્લા સાત દિવસથી રાતનાં નીંદ નથી આવતી...તારા જ વિચાર..તારા જ સપના...તું શું રિપ્લે આપીશ..કેવો બિહેવ કરીશ ...મને બોલાવીશ કે નહીં... મને નથી ખબર શિવું , પણ હું હવે નથી રહી શકતો. જયારથી નજર મળી પેલી ત્યારથી વેઇટ કરું છું....' શિવું.....આઈ નીડ યુ... આઇ લાઈક યુ.... એન્ડ એન્ડ.....આઈ.. લવ.. યુ.......શિવું.. .આઇ લવ યુ સો મચ..." શબ્દો ધ્રુજતા હતા. રિપેશનાં આસું પુછ્યા વિના બહાર આવ્યાં. રિપેશે હૃદય ઠાલવ્યું, એની આંખ માં આંખ નાખી બોલી ગયો. કોલ્ડ કોફી હોટ થઈ ગઈ.

આઈ લવ યુ કાને અથડાતાં શિવું એકાએક ઉભી થઇ ગઇ. રિપેશ પાસેથી આવી આશા કયારેય શિવુંને ન હતી. શિવું સ્તબ્ધ બની ગઈ. શુ બોલવું શુ નહી.. કઇ ખબર ન પડી. આંખો લાલચોળ ને ગાલ કડક થઇ ગયાં. જાણે રિપેશને ઘણું બધું મોઢે મારી દીધું હોય તેમ જોવા લાગી.હાથ વાળમાં ફેરવવા લાગી.. પર્સ ખંભે નાખી દોડીને બહાર આવી ગઈ. અને પોતાના રૂમ તરફ ચાલવા લાગી.

રિપેશ ઉભો જ ન થઈ શક્યો...ન શિવુંને રોકી શક્યો..ન કઇ બોલી શક્યો. કોલ્ડ કોફી સાચે ગરમ વરાળ છોડતી હતી. રિપેશ માથું નીચે રાખી બેસી રહ્યો...રડી પડ્યો.

"...શિવું..પ્લીઝ .....પ્લીઝ વાત કર...હા કે ના ....કંઈક તો બોલ...હું નહિ રહી શકું તારા વગર ...પ્લીઝ શિવું..પ્લીઝ...." ચાલીસ જેટલા મેસેજ,વીસ કોલ્સ, કર્યા પણ નો રિપ્લે. રિપેશ હોસ્ટેલ જઈ રડ્યો.

મને છોડી તો નહીં દયે ને?....મને મિત્ર તો માનશે ને?...મને ખોટો સમજશે તો?...મારી સામે તો જોશે ને?..આવા અનેક તીર રિપેશે મગજમાં ખૂંચડયા.

શિવું રૂમે જઈ બેડ પર પડી ઓશીકું પલળી ગયું ત્યાં સુધી રડી. વિચારોના વમળમાં ફસાઈ ગઈ. બંને આખી રાત ન સૂતાં.... રિપેશ બેચેન વ્યાકુળ થઇ ગયો.. શુ રિપ્લે હશે શિવુનો? કાલે કોલેઝે તો આવશે ને?.. શુ કરશે? શુ કહેશે? ...

આવા સમયે યાર નીંદર કેમ આવે.. હવે તો રાહ હતી આવતીકાલના સૂરજની.....કેવા કિરણો લઈને આવે...તડકો કે ટાઢો પ્હોર????

" તુમ જમાને સે હો હમારે સીવા,

મેં કિસિકા નહીં તુમ્હારે સીવા."

ખાલી હીંચકો -- ૪

"ઝેરનાં પારખાં ન હોય" તેમ પ્રેમનાં ખુલાસા પણ ન હોય. ઘણીવખત ખુલાસાથી પ્રેમ આઇ.સી.યૂમાં જતો રહે છે. જેમની સામે દિલમાંથી દિલ અને પ્રાણમાંથી શ્વાસ ધરી દીધો એ શિવું(શિવાંગી) રિપેશથી દૂર ભાગતી. રિપેશ દિલવાલા માંથી દેવદાસ જેવો થઈ ગયો'તો. ક્લાસમાં, કોલેજમાં, હોસ્ટેલમાં ક્યાંય પણ રિપેશનું મન બેસતું નહિ. મુખ્ય પરીક્ષા નજીક હતી.

શિવું માટે ચાંદ દિવસે ને સૂર્ય રાતે ઉગવા લાગ્યા કારણ "રિપેશનું આઈ લવ યુ". નફરત જરા પણ નથી રિપેશ પ્રત્યે પરંતુ જવાબ શુ આપવો એજ નથી સમજાતું. આ વિચારોમાં દિવસો પસાર થવા લાગ્યા. કોલેજે બંને એકબીજા સામે જોઈને નીકળી જતા. એ કોફી, મસ્તી, કોલેજની વાતો , ચાલતા ઘરે જવું , ડેટ મસ્તી, વગેરે હવે ભુલાઈ જ ગયું'તું. દુઃખમાં અધિકમાસ એ કે એકઝામ દરવાજે જ ઉભી. બંને માટે કપરો સમય.

કોલેજ પુરી થઈ , રિપેશ સીધો શિવુંના કલાસ પાસે ગયો. રિપેશ શિવું સાથે વાત કરવા ઇચ્છતો હતો. શિવું રોજની જેમ સામે જોઇને ચાલવા લાગી, એટીટ્યુડ નહિ પણ એની પાસે જવાબ ન્હોતો. જયારે આપણી પાસે જવાબ ન હોય ને ત્યારે આંખમાં આંખ નાખી વાત નથી કરી શકતાં. રિપેશ દોડીને આવ્યો " શિવાંગી પ્લીઝ....કંઈક તો બોલ..." શિવાંગી એ ચાલવાનું શરૂ જ રાખ્યું.

" શિવું પ્લીઝ...એ વિષય પર વાત નહિ કર્યે બસ...એ દિવસ ભૂલી જઈએ....યાર ...પાછા ફ્રેન્ડ....." રિપેશે દાદરા ઉતરતા કહ્યું. શિવુની ચાલ ધીમી પડી.

"જઈએ કોફી પીવા..ઘણા દિવસ થયા નહિ પીધી...શિવું પ્લીઝ...કોફી..." રિપેશ તેની સામે ઉલટા પગે ચાલવા લાગ્યો.

".......હમ્મ......" શિવુંએ નજર નમાવી પણ સ્માઈલ હજી ખામોશ હતી.

બંને ચાલતા કેન્ટીનમાં બેઠાં. કોફી ઓર્ડર કરી, શિવુંએ ફોન શરૂ કર્યો ને નીચું જોઈને બેસી ગઈ. રિપેશ પણ ચૂપ.કોફી આવી.

"શિવું....કોફી....." દશ મિનિટ પછી રિપેશ બોલ્યો. શિવું ફોનમાં જ હતી ( લોક ઓન ને ઓફ કર્યા કરે )

" તારે તો પરીક્ષાની તૈયારી હશે ને..." કોફીનો કપ હાથમાં લેતાં બોલ્યો.

"......નો..." શિવુંએ પણ કોફી-કપ પકડ્યો.

" આપણે જોરદાર એકક્ષામની તૈયારી કરીએ. થોડા દિવસો પુસ્તકીયા કીડા બની જાયે કેમ કે આ સેમમાં મસ્તી વધુ કરી... ." જાણે બન્ને વચ્ચે કઈ થયું નહોતું તે રીતે રિપેશ બોલ્યો.

" યસ.. યૂ રાઈટ...."

" હમણાં છુટા પડશુ.. તું અહીંયા જ રેહવાની કે ઇન્ડિયા જઈશ વેકેશનમાં? "

" ઇન્ડિયા ...."

" રિપેશ હવે મારે જવું જોઈએ... બાય..." બેગ લઈને જતી રહી.

રિપેશને બે કાન પકડી શોરી કેહવુંતું પણ તે ન બોલી શક્યો. રિપેશ બીલ ચૂકવી હોસ્ટેલ ગયો. નક્કી તો થયું કે હવે માત્ર રીડિંગ પણ દિલને કોણ સમજાવે. હકીકતે તો અભ્યાસમાં પ્રેમનો પણ એક વિષય હોવો જોઈએ.

રાતે બે વાગ્યા હશે, શિવુંએ રિપેશનું 'લાસ્ટ સીન' ચેક કર્યું, 12:44 AM . ફરી બુક વાંચવા લાગી. આવી સ્થિતિમાં વાંચવું મુશ્કેલ હતું. શિવું ફ્લેશબેકમાં જતી રહી ને રિપેશને વાંચવા લાગી." HI..RIPESH.." ટાઈપ કરી , ક્લીયર કરે. આવું પચાસ વાર કર્યું હશે પછી ફોન ઓફ કરીને પુરાની યાદોમાં સુઈ ગઈ.

શિવુંએ આઇ લવ યુ નો જવાબ ન આપ્યો એ પ્રોબ્લેમ નહોતો પણ શિવુને ફરી ઉદાસ કરી દીધી એ રિપેશને ખૂંચતુ હતું. શિવુનું એ મખમલી હાસ્ય અને ગાલ પર ફરતી લટ ગાયબ કર્યા નો દોષી જાણી રિપેશ જાતને વખોડયા કરતો. મનને સમજાવી વાંચવાનો પ્રયાસ કર્યા કરતો. બંનેએ આખરે તૈયારી કરી.

એકક્ષામ પૂર્ણ થઈ, બંનેએ સારા પેપર્સ લખ્યા'તા. હવે ટેન્શન ફ્રી પણ હજી શિવુની ખામોસીનો કોઈ ઉત્તર ન મળ્યો. આવતીકાલ બંને ઇન્ડિયા જવાના હતા. કોલેજમાં સાથે 'ટી- ડેટ' થઈ પણ ચા નરમ ન થઈ. ગો ટુ ઇન્ડિયા...

***

" તારું શરીર તો જો રિપેશ, સાવ સુકાઈ ગ્યો મારો દીકરો, જમવાનું સારું નથી હોતું કે શું? " રિપેશનાં મમ્મી કપાળે હેત વરસાવતાં બોલ્યાં. બધાના ઘરમાં આ વાક્ય સમાન જ કેમ હોય? મમ્મી રસોડામાં ગયા અને રિપેશ ફ્રેશ થઈ પપ્પાની રાહ જોતો હતો.

" મારા જીવનનો પ્રકાશ આવી ગયો, મારો દીકરો રિપેશ આવ્યો. રિપેશ, ત્યાં બરાબર છે ને બધું, કંઈ તકલીફ તો નથી ને તને. ભણવાનું કેવું? હોસ્ટેલ કેવી? ત્યાંનાં લોકો કેવા?......" રામ-દશરથ મિલન બાદ બન્ને વાતોમાં ખોવાય ગયા. હિમતભાઈ તો સાતમાં આસમાને હતા. તેને જોયેલા દિવસો રિપેશને સ્પર્શે પણ નહીં માટે ભણતરની વાવણી કરાવી. રિપેશ પણ પુષ્કળ પાક મેળવવા યત્ન કરતો.

શિવું પણ વેકેશનમાં ફુલ મસ્તી ને ફ્રેન્ડ સાથે સમય વિતાવા લાગી. એમના માસી ઘરે આવ્યા'તા. શિવું રૂમમાં એકલી પડે એટલે 'સેકન્ડ કપ' માં બોલેલું રિપેશનું આઇ. લવ.યુ ફરી તાજુ થાય. માસી ફોર્સ કરી શિવુને પોતાના ઘરે લઈ આવ્યા. રાધિકા અને શિવાંગી લાંબા સમય બાદ મળી એટલે વાતો વાતો ને વાતો. શિવુંએ હીંચકા થી આઇ. લવ.યુ સુધી બધું કહ્યું. શિવુ હળવી થઈ ગઈ . જીવનમાં એક - બે સરનામાં એવા પણ રાખવા જ્યાં આખે આખા ખાલી થઈ શકીએ.

" ગુડ લુકિંગ છે, સ્માર્ટ છે, હોશિયાર છે , કેરફુલ છે , ઘર પરિવારને સમજે છે, દિલનો સાફ એટલે ફીલિંગ તને કહી દીધી રિપેશે, ને એમ પણ એ તને પેહલી નજરથી ચાહે છે એની સાક્ષી હું પણ છું શિવું. તારા સ્થાને હું હોય તો ત્યારે જ આઇ લવ યુ ટુ.... " રાધિકાએ રિપેશનો પક્ષ લીધો.

" રાધી ..........સ્ટુપીટ યાર.. ...." રાધિકાને અટકાવીને શિવું થોડી ગરમ થઇ ગઇ. ભલે શિવુંએ રિપ્લે નહોતો આપ્યો પણ બીજું કોઈ આઈ લવ યુ કહે એ ખુચ્યું.

" રિપેશને આપણે મંદિરે બોલાવીએ, મળશું મજા પડશે..." રાધિકાએ કહ્યું.

" હા, પણ ત્યાં આ વિષયે ચર્ચા ન કરતી.... "

" એ હા, હા, હા,.... નહિ કરું ..." રાધિકા મોટેથી બોલી.

વાઇટ ટી શર્ટને કાર્બન બ્લેક જીન્સમાં રિપેશ ડબલ હેન્ડસમ દેખાતો હતો. મહાદેવના દર્શન કરી તે બગીચામાં બેઠો. હીંચકો ખાલી થયો કે તરત જ બેસી ગયો ને ખુશીથી ફરી બાળક બની ગયો. માણસ વય થી વૃદ્ધ ભલે થાય પરંતુ આનંદની ક્ષણે તો બાળક જ હોવો જોઈએ. પહેલી દ્રષ્ટિની શિવું અને આજની શિવુને એ વિચારોમાં માણતો હતો એવામાં શિવુને રાધિકા કયારે આવ્યા એ ખ્યાલ ન રહ્યો. રાધિકાએ નાનો પથ્થર તેના પર ફેંક્યો ત્યારે એહસાસ થયો કે શિવુ ને રાધિકા સામે ઉભાને પોતે હીંચકામાં ઝૂલે છે.

રેડ ટોપ ને બ્લેક જીન્સમાં શિવું પણ ગોરજીયર્સ દેખાતી એમાં વળી એના ખુલ્લા રેશમી વાળ વધુ સુંદર લાગતા હતા. રિપેશની આંખો ચોંટી ગઈ શિવું પર પણ તરત આંખો સ્વસ્થ કરી ત્રણેય એક ઘટાદાર વૃક્ષનીચે બેઠા. શરત મુજબ રાધિકાએ કોઈ પ્રેમચર્ચા ન કરી. શિવું એકદમ ચુપ બેસી રહી. રિપેશે "યુનિવર્સિટી ઓફ ટોરેન્ટો" નો ભવ્ય ઇતિહાસ વાગોળ્યો. થોડી સમાન્ય વાતો થઈ.

" તમારી બંનેની ફ્લાઇટની ટિકિટ સાથે જ છે ને? " આમ કહી રાધિકાએ બંનેની મસ્તી કરી.

" હા...." બન્નેએ જવાબ આપ્યો. ત્રણેય હસવા લાગ્યા.

આઈસ્ક્રીમ ખાઈ બધા છુટા પડ્યા. રિપેશ તેના ફ્રેંન્ડ્સ જોડે રાતે મુવી જોઈ ઘરે ગયો. શિવું પણ થોડા દિવસો બહારગામયુ કરી ઘરે પહોંચી. રિપેશ અને શિવુંએ વેકેશનનો બાકી સમય ફેમેલી સાથે જ વિતાવ્યો. એ દરમિયાન થોડી ચેટ ફરી થવા લાગી.

જે વ્હાલું હોય એનો સમયકાળ ઓછો કેમ હોય?, વેકેશનને ચિત્તાના પગ લાગી જાય. ઘરે પેકીંગ શરૂ. મમ્મી-પાપાના પ્રેમ સાથે શિવું ને રિપેશ ફ્લાઈટમાં બેઠા. બન્ને પરિવાર એના ગુપ્તપ્રેમથી અજાણ હતા.મુસાફરીની મજા ઓર હોય છે એમાં વળી બાજુમાં આપણી આંખોના બગીચાનું સૌથી સુંગધિત સુવાસિત સુંદર ફૂલ. શિવું ફરી ધીરે ધીરે ખીલવા લાગી પણ 'સેકંડ કપ' કોફી સાથે પુછાયેલો સવાલ હજી મનમાં ઉઘાડો જ હતો.

કેનેડામાં પહોંચી થોડો રેસ્ટ કરી કોલેજના વાતાવરણમાં રંગાય ગયા. એ કોલેજની કેન્ટીન , ફૂડ જોન ફરી શિવું ને રિપેશની હાજરી પૂરતું થયું.કહેવાય કે પ્રેમવૃદ્ધિમાં મીઠો ઝઘડો કે મીઠી નફરત સંવેદના ખીલવે. ફરી એકબીજાની નજીક આવવા લાગ્યા.

બન્ને ડિસ્ટિકશન સાથે આગળના સેમમાં ગયા. ભણવાની ધગશ એમની ખાસિયત હતી. 'યુનિવર્સિટી ઓફ ટોરેન્ટો' વર્ષોથી વર્લ્ડની બેસ્ટ યુનિવર્સિટીસમાં પોતાનું સ્થાન ટકાવેલુ. કોલેજમાં થોડા સમય બાદ એક "ડાન્સ કોમ્પિટિશન" હતી. ફ્રેન્ડ્સના કહેવાથી બંનેએ નામ લખાવ્યું . કોઈ ખાસ ડાન્સ બે માંથી કોઈ ને ન ફાવે પણ તેના ફ્રેન્ડ્સ માસ્ટર હતા. રોજ પ્રેક્ટિસ શરૂ થઈ . રિપેશને તો મજા પડી શિવું જોડે ડાન્સ, મસ્તી વગેરે . એ પ્રેક્ટિસશેસન બન્ને બાજુ પ્રેમ મહેકાવી ગયું. રિપેશ અને શિવું એકબીજાની વધુ નજીક આવવા લાગ્યાં. એકબીજા સાથે તાલથી તાલ ખનકવા લાગ્યો.

" પ્લીઝ, પુટ્સ યોર હેન્ડ્સ ટુગેધર ફોર રિપેશ એન્ડ શિવાંગી....." તેમના ફ્રેન્ડસે સીટીઓ વગાડી ચીયર્સ કર્યું. "મેં અગર કહું તુમસા હસી.....કાઈનતમે નહિ હૈ કહી.... તારીફ તેરી...." આ સોંગે આખા હોલમાં ધૂમ મચાવી એન્ડ રિપુ વિથ શિવુનો લવ-ડાન્સ પણ જોરદાર. ફરી કિકયારી-સીટીઓ વાગી. બધા ડાન્સ પર્ફોમસ પૂર્ણ થયા. એક થી એક સુપર્બ હતા. સ્ટેજ પરથી નંબરની ઘોષણા કરી. આભાર વિધિ સાથે ડાન્સ કોમ્પિટિશન પુરી થઈ. ભલે રિપેશ અને શિવુનો નંબર ન આવ્યો પણ બન્ને એકબીજાના દિલમાં નંબર વન થઈ ગયા.

પ્રેમનદી કયારે સમુદ્રમાં એકમેક થઈ જાય ખબર જ ન પડે. શિવું હવે રિપેશની કેર કરવા લાગી. પાંચ મિનિટનો સમય મળે તો પણ મળવાનું ચુકતા નહિ. બન્ને એકબીજાનું વોલપેપર રાખવા લાગ્યાં. શિવું બહાનાબાજી કરી રિપેશને મળવા આવતી પછી બન્ને રખડતાં. કોલેજ વર્ક હોય કે પ્રેઝન્ટેશન હોય બધું સાથે બેસીને જ કરતાં. એકબીજાના પર્યાય બની ગયા.

એ પ્રેમયુગલો હવે ધીરે ધીરે ભવિષ્યનું પ્લાનિંગ કરવા લાગ્યાં. બન્નેની એક સમાન બાબત એ હતી કે ક્લાસમાં કે અભ્યાસમાં હજી તટસ્થ હતા. પ્રેમીઓ અભ્યાસમાં ડગી જતા જોયા પણ આ બન્ને ટકી રહેતાં. કારણ એ કે પ્રેમ એટલે પાગલપન નહિ અને ફેમીલી પહેલાં, શિક્ષણ પહેલાં એવું એમના લોહીમાં હતું.

એક દિવસ કોલેજ પુરી કરી બન્ને 'ચાય પે ચર્ચા' કરતા હતા. એવામાં શિવુનો ફોન રણક્યો. ડિસ્પ્લે પર ' સ્વીટ મોમ' જોયું એટલે તરત કટ કરી રિકોલ કર્યો. " શિવાંગી એક જરૂરી વાત કરવી છે...." સામેથી વાત થઈ. શિવાંગીએ રિપ્લે આપ્યો," હું રુમે જઈ કોલ બેક કરું...". ફોન ઓફ થયો ને રિપેશે પૂછયું. " શિવું કઈ પ્રૉબ્લેમ?..". શિવુંએ માથું હલાવી ના પાડી. ચાઇ ખતમ કરી બન્ને છુટ્ટા પડ્યા.

" હેલો મોમ, શુ વાત હતી..." શિવું ડિનર કરી ચાલવા આવી.

" થોડા દિવસ પહેલા તને એક ફોટો મોકલ્યો'તો, એ લોકો ઘરે તારો હાથ માંગવા આવ્યા'તા, ગઈ કાલે હું ને તારા પપ્પા એમને ત્યાં ગયા'તા, શિવું, એ લોકો બહુ સારા છે , છોકરો સારી જોબ કરે સ્વભાવ સારો અને ઘર પણ મસ્ત છે. આખું ફેમિલી સુપર્બ છે ..મને અને તારા પપ્પાને છોકરો ગમ્યો એટલે અમે થોડા આ રિશ્તામાં ગંભીર છીએ. એકદમ શાંત, સરળ છોકરો એન્ડ તારી કેર કરશે. તને બાયોડેટા સેન્ડ કર્યો જોય ને કે..પછી વાત આગળ વધારીએ....શિવું સારા માગા રોજ ન આવે હો.....પછી જવાબ આપજે.... બાય." શિવુંના મમ્મીએ હરખથી બધું કહ્યું. શિવુંના પગે ચાલવાનું બંધ કર્યું. શિવું સ્તબ્ધ બની ઉભી રહી. બાય પણ ન બોલાયું ફોનમાં.

હજી તો ગુલાબની સોડમ શરૂ થઈ ત્યાં કાંટો વાગ્યો. શિવુંએ આજ સુધી ઘરમાં ઉંચા અવાજે વાત ન્હોતી કરી. તેનું મન ' ટાઈમ પ્લીઝ' કઈ ને જતું રહ્યું. ફોન બાજુ પર રાખી શિવું એક જ પોઝમાં બાંકડા પર 40 મિનિટ બેઠી. માસીનો મિસ્ડ કોલ આવ્યો. શિવું ધીમા પગલે ઘરે પહોંચી સીધી પોતાના રૂમમાં જ ગઈ.

ઘરે કેમ કહું કે મારે રિપેશ સાથે સેવેલા સપના પુરા કરવાં. કઈ રીતે કહું કે અમે ભવિષ્યનું પ્લાનિંગ પણ કરી લીધું. રિપેશને ઘર સુધી શી રીતે પહોંચાડું? મારા મતે રિપેશથી બેસ્ટ કોઈ જ નથી કેમ કહું તમને મોમ, હું અન્ય સાથે ન રહી શકું. શિવુને શુ કહેવું ઘરે એ કઈ સમજ નથી સૂજતી.

રિપેશને આ વાત કરીશ તો શું હશે એનું રિએક્શન? મારી સામે એવાં પ્રશ્નો જ ઉભા રહે જેના જવાબ હું ન આપી શકું. અજાણ્યા છોકરાની બાયોડેટા જોઈ મારે જીવનનો નીર્ણય લેવાનો. આવું કેમ?.....આવી હજારો પહેલીઓ એમના મનમાં ક્ષણવારમાં ઝબકી ઉઠી.

રાતનાં ત્રણ થવા આવ્યાં શિવુંનું ચિંતન શરૂ જ હતું. મોટો પ્રશ્ન એ હતો કે મમ્મી પપ્પા બેઉને છોકરો સારી રીતે પસન્દ છે. શિવું તો વમળમાં ફસાઈ, કાલ સવારે રિપેશને કહું કે નહીં? રિપેશ શુ કહેશે? અમે ખુલ્લી આંખે નિહાળેલા પ્રેમનું શુ? ....આવા વિચારોથી શિવુનું માઈન્ડ હેંગ થઈ ગયું રોવાનું શરૂ હતું. આંખ બંધ કરી પડી રહી. એક પીલો માથા નિચે ને એક બાહોમાં રડતું હતું. ઘડિયાળમાં ચાર થયા શિવુને માંડ નીંદર આવી.

શિવુંના હૃદયમાં એક જ... રિપેશ, અન્યનું સ્થાન જ નથી. આવતીકાલ ફરી મમ્મીનો કોલ આવશે ...શુ બોલીશ? શુ કહીશ? ........નીંદરમાં પણ એ જ ઘુમતું હતું. શિવુની પાંપણો તેના ગાલ પર ઢળી પડી.

તુજકો દેખા હૈ જબસે મેરી આંખોને

આઈના ભી મુજસે પલટ કર ચલા....

- જયદેવ "મસ્ત"

( ક્રમશઃ....)

ભાગ ૪ થી આગળ...

વ્યક્તિને પોતાની એક આગવી પ્રેમપરિભાષા હોય જ છે. પ્રેમનું કોઈ સ્વરૂપ નથી પણ બધા સ્વરૂપમાં પ્રેમ અવશ્ય જોવા મળે. 'શિવું' એ રિપેશની પ્રેમ-વ્યાખ્યા હતી. રિપેશને કોઈ પૂછે કે,' પ્રેમ એટલે શું?' તુરંત જ કહેતો " શિવું એટલે પ્રેમ. " શિવું ને મળ્યો ત્યારથી રિપેશનો હીંચકો ઝૂલે છે સાથે રિપેશ પણ.

સંધ્યાકાળ એમની યુવાનીમાં હતો , લીલોછમ બગીચો જાણે ચાદર ઓઢીને સૂર્યને છુપવતો હોય અને પવન એ ચાદરને હડસેલવા મથતો હોય. આ નયનરમ્ય વાતાવરણમાં રિપેશ અને શિવું સામસામે જોઈ બેઠાં , કોલેજ પૂર્ણ કરી સીધા પાર્કમાં આવ્યા'તા. શિવુનું મૌન હજી અકબંધ હતું ને રિપેશ એ બંધ તૂટે તેની રાહમાં. શિવું નીચું જોઈ બેઠી રહી ને હાથથી બગીચાની એ લીલીછમ ચાંદરમાંથી ઘાસ તોડતી હતી. રિપેશને વાત જણાવું કે નહીં, કહીશ તો એને હર્ટ થાશે તો?..આ વિચારમાં હજી 20મિનિટ મૌન જ રહી.

" શિવું, તારે વાત કરવી નહીંતર જઈએ આપણે..." શિવુનું માથું ઉંચુ કરતાં થોડો ગરમ બની રિપેશ બોલ્યો.

" રિપેશ યાર......." શિવું આટલું જ બોલી. ફરી નીચું જોઈ ગઈ.

" જે હોય તે વાત કર, તારી ઉદાસી મારાથી નથી જોવાતી...આજ સવારથી ગુલાબ મહેકયું નથી.... એવું શું થયું કે કહેતી નથી.." રિપેશે ઈમોશનલ પૂછ્યું.

" ...મારા મમ્મીનો કોલ હતો, થી..બધી વાત કરી ......યાર મારી નિંદર ઉડી ગઈ...કાલ રાતે હું સૂતી નથી...તને કોલ કરવાની હતી પણ....." શિવુંએ એ ટુ ઝેડ કહ્યું. થોડી રડવા જેવી થઈ ગઈ.

" તું આમ કરમાઇ ન જા...મારી સામે જોઈ તારી ફેવરિટ સ્માઈલ આપ તો..." રિપેશ શિવુને રિલેક્સ કરવાના નુસ્ખા અજમાવવા લાગ્યો. થોડીવારમાં શિવું એકદમ ફ્રેશ થઈ ગઈ. એ જ રિપેશનો પ્રેમ હતો કોઈ પણ ક્ષણે શિવુંના ચેહરા પર ઓરિજનલ સ્માઈલ લઈ આવે. માટે જ શિવું રિપેશને છોડવા નથી ઈચ્છતી.

" શિવું, હજી તો ખાલી સગાઈની વાત આવી તને ક્યાં પરણાવી દીધી...તું આટલુ મન પર નઈ લે યાર.." રિપેશે થોડું સમજાવ્યું.

"પણ રિપેશ તું મારા મમ્મીને નથી ઓળખતો..."શિવું ઈમોશનલ થઈ ગઈ. રિપેશ નિરુત્તર થઈ ચૂપ જ રહ્યો.

" એ શિવું, એ તો બોલ ...ફોટો માં એ કેવો દેખાય એ.." મૂડ ચેન્જ માટે રિપેશ બોલ્યો.

"પ્રોબ્લેમ એ જ છે રિપેશ, મેં જોયા વિના ડીલીટ કર્યું ચેટ..." શિવું ને હસવું આવી ગયું. ફોટો જોવાની જરૂર સુધ્ધાં ન સમજી.

હવે વાતાવરણ હળવું બન્યું , બન્ને ધીરે ધીરે કોલેજની વાતો પર આવ્યાં. રિપેશ બહુ ખુશ કારણ કે શિવુને ફરી ખિલખિલાટ જોઈ. બધી સમસ્યાની દવા એક નાનકડીનાનકડી સ્માઈલ હોય છે પરંતુ ઘણાને સ્માઈલ ખપતી નથી. થોડા સમયમાટે શિવું ભૂલી જ ગઈ કે એમને કોઈ પ્રશ્ન હતો. આ જ પરિસ્થિતિ પ્રેમની અભિવ્યક્તિ કરે છે. બંને એ ખાસ્સો સમય આમ જ પસાર કર્યો. ઘડિયાળે ૭ નો આંકડો દેખાડ્યો એટલે બન્ને ઉભા થઇ ચાલવા લાગ્યા. છુટા પડ્યા પહેલાં રિપેશે શિવું ને કહ્યું " શિવું, કોઈ પણ મુશ્કેલી કાયમી ન હોય જરૂર હોય છે સમય આપવાની, સમય જતાં તકલીફ આપમેળે બદલી જતી હોય છે. તું સામેથી કંઈ વાત ન કરતી મમ્મીને, થોડો વખત પસાર થવા દે અને તારે આમ ખામોશ નહિ રહેવાનું 'ખીલેલું ફૂલ જોઈને ભમરો જીવતો હોઈ છે' , સમજીને શિવુ?" રિપેશે શિવુને ગાલ પર મીઠો ચિટલો ભર્યો ને બન્ને ભેટ્યા. શિવુંના આંસુએ ડોકિયું કર્યું. ( ગર્લને પ્રસંગ આંસુ સાથે સેલિબ્રેટ કરવાનું સહજ લાઇસન્સ હોઈ છે. )

શિવું અને રિપેશ જાણે મેરિડ હોઈ બન્ને તે રીતે રહેવા લાગ્યાં. એકબીજાની નજીક આવેલા સમજદાર પ્રેમી, બન્નેના સ્નેહમાં પાગલપન કે ધૂર્તતા લેશમાત્ર પણ નથી. પરસ્પર કેર કરવી એ પ્રેમની એક ઓળખ છે અને એ જ પ્રેમની અતૂટ તાકાત પણ. કોલેજમાં હમણાં હમણાં અભ્યાસની મોસમ શરૂ હતી માટે કોઈ ઇવેન્ટ્સ, ગેમ્સ, કોમ્પિટિશન્સ, વગેરે એક બંધ કમરામાં હતાં. ઓન્લી ઓન એજયુકેશન. ભણવાનું ભૂત વળગે તેમ બન્ને અભ્યાસમાં રત રહેતાં એમનું રિઝન એ કે લાસ્ટ એકક્ષામ બહુ દૂર ન હતી. સેમેસ્ટર સિસ્ટમમાં તમારું મેરીટ અપડેટ કરવાની તક મળે છે. થર્ડ સેમેસ્ટરમાં બન્નેનું માર્કિંગ થોડું લો હતું એટલે લાસ્ટ મેચમાં વધુ સ્કોર અનિવાર્ય બન્યો.

જે ટેબલે સાંજે પ્રેમ પીવાતો ત્યાં હવે અભ્યાસ પીરસાવા લાગ્યો. કોફી ટાઈમ હોઈ કે રીસેસ, રાતે ચાલવાનું હોય કે ચેટિંગ બધે જ ઓનલી એન્ડ ઓન્લી 'પ્રીપેર ફોર પરીક્ષા'. બન્ને પોતાની મંઝિલ તરફ અર્જુનદ્રષ્ટિથી સફર ને સફળતા અપાવા તટસ્થ હતા. ઘણા પ્રેમવૃક્ષ ફળ સુધી નથી પહોંચતા પરંતુ 'રિપુ ને શિવું' એ સ્નેહથી સિંચાયેલું પ્રણયવૃક્ષ છે.

" શિવું....બેસ્ટ ઓફ લક ડિયર... ઉતાવળ ન કરતી ને હા, પેપર આખું લખજે..." ક્લાસરૂમની બહાર બન્ને ભેટ્યા ને રિપેશે મીઠી ટકોર કરી. શિવું નો હાથ હજી રિપેશના હાથમાં જ હતો..બેસ્ટ ઓફ લક લાંબું ચાલ્યું.

" રિપેશ.... હવે હું જવ...નહિતર પેપર અહીંયા જ લખાઈ જશે..(શિવું હસી) ..હા પેપર આખું લખીશ...ચલ તને પણ ઓલ ધ બેસ્ટ..." રિપેશે કમને હાથ છોડ્યો પણ મનથી એમની સાથે જ રૂમમાં ગયો. "યાર પરીક્ષાના નમ્બર અટક, નામ નહીં પણ પ્રેમ જોઈ ગોઠવે તો હું ને શિવું સાથે આવ્યે, આવું શક્ય બને?" સ્વગત બણબણતાં તે પણ પરિક્ષારૂમમાં ગયો.

મહેનત જોરશોરથી બોલી, બન્નેના પેપર્સ ટોપ કલાસ ગયાં એમ કહો કે ધાર્યા કરતાં પણ વધુ સારા. એમનો શ્રેય કેવળ મેહનત. લાસ્ટ પેપર પૂર્ણ કરી બન્ને કેન્ટીનમાં રોજનાં ટેબલે આવ્યાં ટી ઓર્ડર કરી. આ એ ટેબલ છે જેને રિપેશ-શિવુની ગેરહાજરી ખૂંચતી. રિપેશની પ્રતીક્ષા ને શિવુંના રુદનનું સાક્ષી છે એ ટેબલ. બન્નેની લવસ્ટોરીનું એક અતૂટ પાત્ર એટલે ટેબલ. બે દિવસ બાદ બન્નેની ફ્લાઇટ હતી અને કદાચ લાસ્ટ 'ટી ડેટ' પણ હોઈ શકે. બન્ને એ સેવેલું કેનેડાનું સપનું આટલું શીઘ્ર પૂર્ણ થશે ને "લવ એન્ડિંગ" થશે એતો નહોતું જ વિચાર્યું.

" રિપેશ આ ટેબલ બહુ મિસ કરીશું યાર..." ટી કપ હાથમાં લેતા શિવું બોલી.

" ટેબલની ખબર નહિ પણ શિવું તું રોજ ..હર ક્ષણ.. યાદ આવીશ...પ્લીઝ ફ્રી હોય ત્યારે કોલ કરીશ ને શિવું? .." બન્ને હથેળી વચ્ચે કોણીનાં સહારે ચા પકડી એ શિવુની આંખને પીવા લાગ્યો. હાથ ગરમ થઇ ગયો પણ રિપેશ સુધ્ધા ન હલ્યો, "રિપેશ....પાગલ....તારો હાથ રિપુ..." શિવુંએ(બૂમ પાડી) હાથમાંથી કપ લઈ નીચે રાખ્યો ને આંખથી ગુસ્સોને અધરથી પ્રેમહુંફ વરસાવા લાગી. રિપેશ સ્તબ્ધ બની હજી શિવુને પીતો હતો એના બોડીમાં એક નજીવું ગરમ કમ્પન ફરી વળ્યું. શિવુંએ તીખી આંખ કાઢી પણ રિપેશ સાવ સુન્ન હતો. આ ચાર-પાંચ ક્ષણ રિપેશને આખું રોમેન્ટિક સોન્ગ લાગ્યું, જાણે તેને શિવું સાથે કોમ્પિટિશનમાં કરેલ લવ-ડાન્સ(મેં અગર કહું,તુમસા હસી..કાયનાત મેં નહિ હે કહી...) નુ પરફોર્મન્સ આપ્યું હોય. રિપેશ ભાનમાં આવ્યો અને ચાને પણ ભાન આવ્યું. બન્ને એ ફરી હીંચકા થી ટેબલ સુધીના, ઇન્ડિયા થી કેનેડા સુધીના, કલાસ થી ડાન્સ સુધીના, ઇંતઝાર થી ઇઝહાર સુધીના, મુસ્કાન થી રુદન સુધીના બધા જ સ્મરણોને ફરી માણ્યા, અનુભવ્યા, ને જીવાડયા.

" શિવું એક વાત કહું?..." રિપેશ શિવુનું બેગ પોતાની તરફ સરકાવતા બોલ્યો."હા.. બોલ..."

" માસીને કહી દે કે આજ હું ફ્રેન્ડને ત્યાં રોકાય જઈશ.. લાસ્ટ ડે છે માટે...." બહાના સાથે રિપેશે શિવુને કહ્યું.

" પણ યાર માસી...."

"તું કોલ તો કર.." રિપેશ વચ્ચે જ બોલી ઉઠ્યો.શિવુંએ વાત કરી, માસીએ કહ્યું" હા, પણ કાલ બપોરે આવી જઈશ ને..તારું પેકીંગ પણ બાકી છે"( માસીએ કોઈ પ્રશ્ન ન કર્યો સામે કારણ કે એ ઇન્ડિયામાં નઈ કેનેડામાં રહે ). ચા ખતમ કરી બન્ને રૂમ પર ગયા. એકદમ અસ્તવ્યસ્ત રૂમ જોઈ શિવું હસી હસીને પડી એટલું હસી, "પણ તું હસે છે શું કામ?"શિવુને શાંત કરવા તેની નજીક જઇ પૂછ્યું. " આપણે બેઉં સરખા રિપેશ....મારા કરતાં તારો રૂમ બ્યુટીફૂલ છે" પ્રત્યુત્તરથી રિપેશ પણ હસવા લાગ્યો. બન્ને એ ખૂબ મસ્તી મજાક ડાન્સ ગાંડા કાઢયા, ડિનર નજીકની હોટલમાં કર્યું . રાતની ચાંદની ને શિવુની સંગાથે રિપેશ એકદમ ખીલી ઉઠ્યો.

સાત જન્મો સુધી ન વિસ્મરાય એવો સમય બન્ને એ પસાર કર્યો. આખું સીટી ફર્યા, ફેમિલી માટે શોપિંગ કર્યું, બન્ને એ એકબીજાને ગિફ્ટ આપ્યું યાદી રૂપે. ફ્લાઈટમાં મળશું કઈ બન્ને છુટા પડ્યા.

શિવું ઘરે ગઈ માસી સાથે વાતો કરી રિપેશનો થોડો પરિચય આપ્યો. પેકીંગ કરી ટિકિટ કન્ફર્મ કરી પોતાના રૂમમાં કેનેડામાં સ્ટુડન્ટ લાઈફની લાસ્ટ રાત સાથે વાતો કરી.

ઘરે જવાનું હોય ને એ રાતે નીંદર આવતી હશે કઈ. મમ્મીપપ્પા સાથે વીડિયો કોલમાં કહ્યું " i love u mompa, આ રહી હું મેં...". રિપેશે પણ બેગ્સ પેક કર્યા રૂમ પાર્ટનરસ, હોસ્ટેલ ફ્રેન્ડ જોડે ધમાલ મસ્તી કરી.

બન્ને ની આંખમાં આંસુ હતાં કારણ કે ખુલ્લી આંખે જોયેલું સપનું, ફેમિલીમાટે જોયેલું સપનું "એજયુકેશન ઇન કેનેડા" સફળ પૂર્ણ થયું. બધાએ પ્રેમભરી વિદાય આપી. ફ્લાઇટ વાદળો તરફ આગળ વધી ને રિપેશ શિવું તરફ. ફરી પાસ્ટ ને પ્રેઝન્ટ કર્યું ,કેનેડાની વાતો યાદ આવે તેમ બન્ને હસી ઉઠતાં ઘણીવાર ફ્લાઈટમાં છે એ પણ ભૂલી જતા. ફ્લાઇટ ઇન્ડિયા તરફ ભણી.....

***

ઓલોમ્પિકમાં ગોલ્ડમેડલ જીતીને ઘરે આવે તેમ બન્નેનું સ્વાગત થયું. રિપેશના ફાધર તો જાણે કૃષ્ણ આવ્યા હોય એમ વાસુદેવ સમું સ્મિત વરસાવા લાગ્યાં. શિવું પણ મોજ મસ્તીથી ઘરમાં રહેવા લાગી. ઉદાસીનતા, એકલતા(માનવનો સૌથી ડેન્જર રોગ) ચુપકીદી હવે શિવુંના શત્રુ થઈ ગયા. રિપેશે શિવુને ચેન્જ કરી એક ન્યુ લાઈફ આપી. ( પ્રેમ જ એક એવું તત્વ છે જે માણસને બદલી શકે, પણ સમાજને આ સત્ય પચાવતા હજી વાર લાગશે) છ મહિના જેવો સમય વીત્યો બન્ને ફેમિલીસાથે ખુશીથી રહેતાં.

એક દિવસ ફરી સગાઈનો પરપોટો શિવુંના ઘરમાં ફૂટ્યો, શિવું અકળાઇ ગઇ. પપ્પાએ શિવુંના રૂમમાં જઇ પુછયુ,"બેટા, એક વાત પૂછું?.." શિવુંના માથે હાથ ફેરવતા બોલ્યા. શિવુંએ માથું હલાવ્યું.

" દીકરી, કોઈ બાપ ન ઈચ્છે કે દીકરીની શાદી થાય, પણ કુદરતનો નિયમ છે એમાં કોઈ નું ન ચાલે, અને તારા માટે મારાથી પણ તને વધુ પ્રેમ કરે એવો છોકરો શોધીશ( પપ્પાની આંખ ભીની થઇ ). ઘણા રિશ્તા આવ્યા ને હજી આવશે કેમ કે મારી દીકરી શિવાંગી છે જ એવી( શિવુંના ગાલ ચુમ્યા ). તારી પસંદ એ મારી પસંદ પણ એ મને અને તારા મમ્મીને ગમવો જૉઈએ. બે ત્રણ રિશ્તા આવ્યા છે પણ તું બોલ તારા ધ્યાનમાં કોઈ છે? ( બધા બાપે દીકરીને આ પ્રશ્ન પૂછવો જ જોઈએ ) તું મન મૂકી વાત કર શિવું....."

" ......પપ્પા લવ યુ..લવ યુ...લવ યુ..."

" ...તું બોલ શિવું...."

" ..પપ્પા ..કેનેડામાં મારો એક ફ્રેન્ડ બન્યો હતો..તેની સાથે હું વાત કરતી....etc,etc.." આખી વાત કહી શિવું શરમાય ગઈ તે બન્ને ભેટી પડ્યા.( દીકરી એ પણ દિલની વાત પપ્પા ને કહી દેવી જોઈએ, કેમ કે ઘણી વખત આપણું મૌન અણુંબૉમ્બ માં બદલાઈ જાય છે ને એ વિસ્ફોટ ફેમિલીને હાનિ પોહચાડે )

શિવું એકદમ અચરજમાં હતી પપ્પા એ કઈ રિએક્શન ન આપ્યું, એક વિક, બે વિક...પસાર થઈ ગયા.

સમય કોઈપણ સંજોગે થોભાતો નથી, જોકે એટલે જ 'લાઈફ ઇસ બ્યુટીફૂલ' છે. સવારે નાસ્તો કરી શિવું પોતાના રૂમમાં ગઈ, છેલ્લા ઘણા દિવસોથી રિપેશ ખાસ ચેટ નહોતો કરતો માટે તરત શિવુંએ મોબાઇલ ચેક કર્યો પણ g.m નો પણ મેસેજ નઈ. મોં કરમાયું પણ તુરંત કામમાં વ્યસ્ત થઈ. આજે ઓલ ફેમેલી એટ હોમ.

" શિવું બેટા....નીચે આવ...."તેમનાં મમ્મીએ નીચેથી બોલાવી.

"હા... આવી.. " શિવુંએ હોંકારો આપ્યો.

શિવું નીચે હોલમાં આવી, બધાને એકસાથે જોઈ જરા અજુગતું લાગ્યું. શિવુને સેન્ટરમાં બેસાડી જાણે ચીફ ગેસ્ટ, શિવું કઈ પૂછે ત્યાં તો સામે ટીપોઈ પર ત્રણ વાઈટ કવર રાખવામાં આવ્યા.

"બેટા... કોઈ એક ચોઇસ કર..."કવર રાખતાં તેના પપ્પા બોલ્યાં.

"બટ.. કવરમાં છે શું?..." કંઈક સવાલો શિવુંના મનમાં ઉઠ્યાં. "સરપ્રાઇઝ...".

શિવુંએ વચ્ચેનું કવર ઉપાડયું અને ખોલ્યું. શિવું એકદમ શોક, જાણે એ કોઈ સપનું જોઈ રહી હોય. તે કૂદકો મારી મમ્મીપપ્પાને ભેટી પડી." I love love love love u......" બધાના આંખમાં હરખના આંસુ હતાં. શિવુને હજી વિશ્વાસ નથી કે કવરમાં જોયું એ રીયલ છે. એવામાં ડોરબેલ રણકે છે. આશ્ચર્યો ની સાથે વધુ એક સરપ્રાઈઝ.રાધિકા, શિવુંના માસી, કેનેડાથી પણ માસી આવ્યા. કાકા કાકી બધા આવ્યાં. શિવુની આંખો ખુલ્લી ને ખુલ્લી રઇ ગઈ જયારે તેને બધાની પાછળ રિપેશને આવતો જોયો. શરીરમાં આખી થનગની ઉઠી. તે દોડતા રિપેશને ભેટવા આગળ વધી પણ રાધિકા એ હાથ પકડી રાખ્યો. "સબ્ર રાખો...બેહનજી...આપકા હી હે યે રાજકુમાર..."

રિપેશનું આખું ફેમીલી આવ્યું હતું બધા બેઠાં હતાં. શિવું ચા લઈને આવી. ટેબલ પર ટ્રે મૂકી તે રાધિકા પાસે બેસી ગઈ. શું થઈ રહ્યું છે કઈ સમજાતું ન હતું શિવુને. આખરે તે ઉભી થઇ ને પપ્પા ને ભેટીને પૂછ્યું "મને સમજાવશો કોઈ?..."

"બેટા.. તે વચ્ચેનું કવર ઉપાડયું તેમાં રિપેશનો ફોટો ને સગાઈની રિંગ હતી. કદાચ તે બાકીના બે ખોલ્યા હોત તો પણ રિપેશનો જ ફોટો હતો..... " વચ્ચે જ શિવું ફરી ભેટી " love u.......".

" તું કેનેડા જતી રહી પછી થોડા મહિના પહેલા રાધિકા ઘરે આવી, તેને તારી ને રિપેશની ફ્રેન્ડશીપ વિશે વાત કરી. પછી એક દિવસ કેનેડાથી તારા માસી નો ફોન આવ્યો એટલે મેં બધું પૂછ્યું, ત્યાંથી પોઝિટીવ ન્યુઝ મળ્યાં. ત્યારબાદ હું હીંમતભાઈ(રિપેશનાં ફાધર) પાસે ગયો ને મળ્યો. બેટા પેલી જ મુલાકાતમાં મને એ લોકો પસંદ આવ્યા, પણ હજી મેં ફાઇનલ જવાબ આપ્યો ન હતો એટલે રિપેશને પણ એમણે વાત ન કરી. તે દિવસે રાતે મમ્મીએ જે સગાઈ માટે કોલ કર્યો તે રિપેશ વિશે જ હતો...."

"એટલે મોબાઈલમાં બાયોડેટા અને ફોટો રિપેશનો હતો?..." શિવું એકાએક બોલી ઉઠી.

" હા, રિપેશનો જ હતો પણ તારો કોઈ રીપ્લાય ન આવ્યો ને તું સગાઈનું સાંભળી રોવા લાગી ફોનમાં, એટલે હું સમજી ગયો કે તું રિપેશસાથે સાચે જ રિલેશનશિપમાં છો. અને કેનેડા વાળા માસીએ મારો શક સાચો કહ્યો...." ફરી શિવું વચ્ચે બોલી" ઓહહ.. હું કેટલી મૂર્ખ..મેં ફોટો પણ ન જોયો ને ડીલીટ કરી નાખ્યો..." શરમથી નીચે જોઈ હસવા લાગી ને આંખુ ઘર પણ હસવા લાગ્યું. "પછી શું થયું?.."

" એક દિવસ ફરી હિંમતભાઈ પાસે ગયો ને એ ટુ ઝેડ બધું કહ્યું. તેમને પણ આપણે લોકો ગમ્યાં. પછી અમે નક્કી કર્યું કે સરપ્રાઈઝ આપવી છે એટલે બધા ચૂપ રહ્યા,રિપેશ પણ પ્લાનમાં સામીલ હતો, બાકી આજની તારીખ ત્યારે જ નક્કી થઈ ગઈ હતી....મેં રિપેશને પણ કઈ કહેવાની મનાઈ કરીતી...ને આજે એ શુભ સમય આવી જ ગયો શિવું...." આંખમાં આંસુ ને બાહોમાં શિવું. રિપેશ પણ ઉભો થયો ને પગે લાગી શિવુંના પપ્પાને ભેટી પડ્યો. આખું ઘર એકબીજાને ભેટયું બધાઈ આપી. રિપેશ સાવ ચૂપ હતો તે અચાનક તેના પપ્પા પાસે ગયો ને " love u.. my god. Love u...."

હવે બધા એક ડાળનાં પંખી. બધાએ સાથે ભોજન કર્યુ ને છુટા પડ્યા. બન્ને ના ઘરે ખુશી આવી.

થોડા દિવસો બાદ..

મંદ મંદ વાયુ વાતો હતો, સૂર્યએ આકાશને લાલ પ્રેમરંગમાં ચિતર્યું હતું, નદીનું નીર નૃત્ય કરતું હતું , વૃક્ષો સૂર પુરાવતાં ઝૂમતા હતા, બાળકો મહાદેવ મન્દિરના પરિસરમાં રમતા હતા, આરતીનો સમય થયો, બગીચો આરતીમાં પોહચ્યો ને શિવુને રિપેશ બગીચામાં.

રિપેશ શિવુને એ હીંચકા પાસે લઈ આવ્યો અને કહ્યું" આપણા પ્રથમ મિલન નો સાક્ષી આ હીંચકો. ...મારા સુખદુઃખનો સાથી આ હીંચકો...આપણાં સ્નેહસેતુને જોડનાર આ હીંચકો.. ને તું સાથે ન હોય તયારે મારી તડપનો ભાગીદાર આ હીંચકો...મારા એકાંતનો રાહી આ હીંચકો...ને તું સાથે હોઈ તયારે મારા પર લાલ આંખ કરતો આ હીંચકો... કારણ કે એ તયારે એકલો થઈ જતો... મારા સપનાનો જોનાર આ હીંચકો ...." રિપેશ શિવુને ખોળામાં બેસાડી એ હીંચકે ઝૂલવા લાગ્યો ને બોલ્યો. " જો માઇ ડીયર હીંચકા...આજ મારું સપનું પૂર્ણ..કહ્યું હતું ને એક દિવસ શિવું મારી થશે ને હું શિવુનો." હીંચકો પણ હસવા લાગ્યો.

થોડો સમય હીંચકી એકબીજાની બાહોમાં ભેટી ચુમ્યા. પછી હાથમાં હાથ નાખી એક નવી લાઈફ તરફ ચાલતા થયા ને પાછળ થી હીંચકો એક સુંદર ચિત્ર જોવે છે. રિપેશ અને શિવું હાથ પકડી ચાલતા હતા તયારે એ હાથની વચ્ચે થી સૂર્યોદય થતો લાગ્યો. એ દિવસે અન્યમાટે સૂર્ય આથમ્યો હશે પણ આ બન્ને માટે કયારેય ન આથમે એવો સૂર્ય ઉગ્યો.

હીંચકાને 'ફરી મળતા રહીશું' કહી બન્ને ચાલતા થયા, હીંચકા ની સાંકળ આંસુથી ભીની થઇ ગઇ ને એ બોલ્યો " હમસફર તને મળી પરંતુ હું તો ખાલી જ રહ્યો રિપેશ......"

વાર્તા પૂર્ણ.