victim - 4 books and stories free download online pdf in Gujarati

વિક્ટીમ - 4

થોડા દિવસો એમ જ ગયા ત્યાર બાદ અચાનક એક દિવસ ફરી પાછા એક દિવસ અચાનક બન્ને મિત્રો મળ્યા અને ફરીથી એ વાત ને આગળ વધારી એમને ક્યાં ખબર હતી કે આ વાત તેમના માટે કેટલી ખરાબ સાબિત થવાની હતી. બન્ને તો એવું વિચારી ને બેઠા હતા કે આ વાત થી ગામ ના ખેડૂતો મે સારું કરે છે પણ એ કામ તેમના જીવન બદલી નાખવાના હતા.

નવિનચંદ્રએ વાત શરુ કરતા કહયું કે “ મારા એક દુરના સબંધી છે એ પાક ખરીદવાનું કામ કરે છે અને મારી એમની સાથે વાત થઇ ગઈ છે અને બધું નક્કી પણ થઇ ગયું છે ભાવ પણ સારો એવો મળશે કોઈ છેતરપીંડી નઈ કરે પણ એક તકલીફ છે.”

પરશોત્તમ દાદાએ અચંબામાં પડતા પૂછ્યું “ શું થયું ભાઈ શેની તકલીફ છે?”

“એમનું કેહવું છે કે અહી આપડા ગામમાં એમને તો કોઈ હેરાન તો નહિ કરેને?” નવિનચંદ્રએ કહયું.

“એનો એક રસ્તો છે કે અહી બધાને એમ જ કેહવાનું કે તમે બન્ને ભાગીદાર છો અને તું તો આજ ગામનો છો પછી કોઈ તકલીફ નહિ થઇ અને તને પણ બે પૈસા મળી રેહશે ને ભાઈ અને આમારું પણ કામ થઇ જશે બીજું શું” પરશોત્તમ દાદાએ કહયું.

“મને તો તારા પર પૂરો ભરોસો છે તું જેમ કહે એમ ચાલુ કરી નાખીએ.” નવિનચંદ્રએ કહયું.

આમ બંન્ને એ નક્કી કરી અને કામ આગળ વધારું. ગામમાંથી ખરીદી ચાલુ થઇ ગઈ આમ પણ પરશોત્તમ દાદા ના હોવાથી કોઈ ને કોઈજ તકલીફ નહોતી પણ ગામ ના જે જુના ખરીદદાર હતા તેની હાટડીઓ હવે સાવ બંધ થઇ ગઈ હતી એટલે એ લોકો ઈર્ષાની આગમાં બળતા હતા અને ઈર્ષા માણસ પાસે શું શું કરાવે એતો ખુદ ઈશ્વર પણ નથી જાણતો જયારે અહી તો આ લોકો ના ધંધા પર અને સાથે તેના અહમ પર વાર થયો હતો. એ લોકોએ લોકોને ડરાવવાની ઘણી કોશિશ કરી પણ કોઈ જ પણ તેની વાતમાં ના આવ્યું એટલે તેઓ અંદરો અંદર વધારે ધુધાવાયા. પણ કરે તો કરે શું?

આમ જ થોડા દિવસો નીકળી ગયા પણ એક દિવસ પરશોતમ દાદા પોતાના ઘરે હતા ત્યારે એક માણસ હાંફતો-હાંફતો આવ્યો અને કહયું કે નવિનચંદ્ર અને તેનો પરિવાર બહાર ગામ જતો હતો તો કોઈકે તેને ઢોરમાર મારો છે અને તેના ઘરનાનું પ્રાણપંખીડું ત્યાજ ઉડીગયું છે અને તેનો છોકરો પણ ઘાયલ છે અને એ બંને ને ગામના વૈદ પાસે લાવે છે અને નવિનચંદ્ર સતત તમારું નામ બોલે જાય છે.

આગળ કઈ પણ સાંભળવાનો હોશ નહતો રહ્યો અને પગમાં પગખા પણ પહેરવા ન રહ્યા અને પરશોત્તમ દાદાએ આવનાર માણસની સાથે ઉતાવળે પગલે વૈદના ઘર તરફ ચાલવા માંડ્યા. એના શરીર પર પરશેવાના બુંદો સાફ નજર આવી રહ્યા હતા કહીક અમંગળ હવાનો ડર એના દિલ અને દિમાગમાં પેશી ગયો હતો. ઉડતા શ્વાસે એ વૈદના ઘરે પહોચ્યા પણ આજે વૈદનું ઘર એને બહુ દુર લાગુ પણ આખરે એ આવ્યું જ.

એક ખાટલા ઉપર નવિનચંદ્રને સુવરાવેલા છે તેનું આખું શરીરરુધિરથી ખરડાયેલું છે અને બસ એક જ અવાજ આવે છે “દાસ-દાસ.......” વૈદ વારંવાર તેની નાડ તપાસે છે અને નવી નવી ઔષધી બનાવવાનો પ્રયત્ન કરે છે પણ કોઈ જ વસ્તી કામ આવતી નથી, તો પાસે જ એક બાળક રડે છે પણ અત્યારે ત્તેના પર કોઈને ધ્યાન આપવા નો સમય જ ક્યાં છે. પરશોત્તમ દાદા દોડીને વૈદની ડેલી માં આવ્યા આવતા જ એણે બાળકને ઉચકી લીધું અને સીધા જ નવિનચંદ્ર ની પાસે જ પહોચી ગયા અને એનો હાથ પોતાના હાથમાં લઇ લીધો બાળક પણ જાણે સમય સુચકતા જોઇને અને રડવાનું બંધ કરી દીધું!

“ જો નવીન હું આવી ગયો તને કઈ નઈ થાય ભાઈ શાંત થા હું તારી સાથે જ છું.” પોતાની આંખમાં આવેલા પાણી અને આવાજ માં આવેલા ડર ને છુપાવતા પરશોત્તમ દાદા એ કહયું.

પરશોત્તમ દાદા નો આવાજ તેના કાને પડતા જ જાણે કે તેનામાં નવી ચેતના આવી અને તેના હાથમાં થોડુ હલનચલન દેખાય. થીજી ગયેલા આછુંઓ વાળી આખો પટપટાવતા ખોલવાનો પ્રયત્ન કરો અને પોતાનો ધ્રુજતો એક હાથ ઉચો કરવાનો પ્રયત્ન કરો એવો જ પરશોત્તમ દાદાએ પોતાના હાથમાં લઈ લીધો અને થોડો દબાવી અને સાત્વના આપવાનીં કોશિષ કરી એટલે તરત જ નવિનચંદ્ર એ તૂટતા અવાજ સાથે બોલવાની શરુઆત કરી “ દાસ... દાસ... હવે મારો સમય થઇ ગયો છે આ.. આ..” બોલવામાં પડતી બધી તકલીફોને અવગણી અને લાંબો શ્વાસ લઇ અને ફરી બોલવાનું શરુ કરું “ આ....આ.... છોકરાને..... આ.... મારો વિન્યો.... તને ચોપું છુ. એને... તારી સત્રછાયા મોટો કરી અને.....કઈક નાના-મોટા કામે લાગાડી દેજે આ અનાથને.... તારી ઓથમાં લઇ લેજે.....” આટલું કેહતા તો તેના શ્વાસ ફૂલી ગયા.

પરશોત્તમ દાદાએ તેને ધરપત આપવાની ઘણી કોશિષ કરી પણ બધી જ વ્યર્થ હતી એ એકી નજરે તેની સામે જોઈ રહ્યા હવે તો તેની હિંમત પણ જવાબ દઈ ગઈ હોઈ એવું લાગવા માંડ્યું. ત્યારે જ તેના પિતાજી પણ બીજા પરિવાર સાથે આવી ગયા અને બધું જ સંભાળી લીધું અને નાના વિનોદને પોતાના ઘરે મોકલી આપ્યો અને પરશોત્તમ દાદાનના ખભે હાથ મૂકી અને ધરપત આપી.

ગામના લોકો પણ ધીરે ધીરે અહી જમા થવા લાગ્યા હતા એટલે ત્યાં થોડી અસુવિધા ઉભી થતી હતી એટલે નવિનચંદ્રને પરશોત્તમ દાદા ના ઘરે ખાટલા ઉપર લઇ ગયા અને ત્યાજ સારવાર ચાલુ કરી દીઘી પણ સમય સાથે તબિયત વધારે ખરાબ થવા લાગી. હવે તો થોડી વાર ભાન માં આવે તો એક જ શબ્દ નીકળે “દાસ... દાસ..... વિન્યો....... દાસ...” રાત્રે તો તાવ માં પણ વધારો થઇ ગયો અને સનેપાતમાં પણ. દુખની આ ઘડીમાં આખું ગામ તેની સાથે આવી ને ઉભું હતું. કોઈ પણ સું નહોતું સૌ કોઈ મૌન બની અને ત્યાં જ બેઠા હતા. અચાનક નવિનચંદ્રના સનેપાતમાં વધારો થઇ ગયો અને શરીર આખું ખેચાવા લાગુ અને પરશોત્તમ દાદાનો હાથ મજબૂતીથી પકડાયો અને ઢીલો થઇ ગયો અને તેનું શરીર ઠંડુ પડવાની શરૂઆત થઇ ગઈ. તરતજ વૈદે એમની નાડી તપાસી અને ત્યા બેઠેલા લોકો સામે જોયું એના એ ભાવહીન ચેહરાને જોઈ ને ત્યાં રહેલી સ્ત્રીઓનું રડવાનું ચાલુ થઇ ગયું. અને આખા ઘરમાં રોકકળ ચાલુ થઇ ગયું જેને વગર કહ્યે જ જાહેરાત કરી દીધી કે નવિનચંદ્ર આ બેદર્દ દુનિયાને છેલ્લી સલામ કરી ગયા.

નવિનચંદ્ર અને તેમના પત્નીના અંતિમ સંસ્કાર ગામ લોકો દ્વારા કરવામાં આવ્યા. પરશોત્તમ દાદાએ એમના મિત્ર તરફથી મળેલી એ આમાનત વિનોદચંદ્ર ને ભણાવવા પાછળ ધ્યાન આપ્યું અને પોતાના પુત્ર ને મલ્ટી બધી જ સુવિધાઓ વિનોદચંદ્રને મળતી અને સાથે પિતાનો પ્રેમ પણ. તો સામે પક્ષે વિનોદચંદ્ર પણ સમજદાર બની ગયો હતો. ઉપરવાળો પણ ખરો કારીગર હોઈ છે માતા પિતાના ગયા પાછી એ બાળકમાં આચાનક સમજદારી ફૂટી નીકળે છે.

બંને બાળકો પણ ભણવામાં હોશિયાર હતા હમેશા વિનોદચંદ્ર પ્રથમ અને જયેશ દ્વિતીય ક્રમાંક સાથે પાસ થાય. સમયનું વહેણ વહેતું ગયું અને બન્ને આગળ જતા ડોકટર થયા વિનોદચંદ્ર ન્યૂરોસર્જન થયા અને જયેશ ઓર્થોપેડિક થયા.

બન્નેએ એક પ્રાઇવેટ હોસ્પિટલ માં પ્રેકટીસ શરૂ કરી અને ત્યારબાદ પરશોત્તમ દાદા એ એક આલીશાન હોસ્પિટલ બાંધી આપી અને બન્ને એ તેમાં કામ ચાલુ કરું. વિનોદચંદ્ર હિસ્સેદારી લેવા માટે તૈયાર નહોતા પણ પરશોત્તમ દાદાના દબાવથી માની ગયા.

પરશોત્તમ દાદા એ દુઃખ સાથે સ્વર્ગે ગયા કે વિનોદચંદ્ર ના ઘરે સંતાન નહોતું. વિનોદચંદ્ર જયેશભાઈ ના સંતાનોને પોતાનામાની પોતાનું દુઃખ ભૂલી ગયા. એમાં સ્નેહલ તો એની લાડકી એ મોટાભાગે વિનોદચંદ્ર ઘરે જ રહે જાણે એમની જ દીકરી હોય.

આમ જ વર્ષો પસાર થતા ગયા સ્નેહલ પણ નવી નવી ડોક્ટર થઇ અને પિતાની હોસ્પિટલમાં કામ ચાલુ કરી દીધું હતું.

એક દિવસની વાત છે ડો.સ્નેહલ, જયેશ ભાઈ અને વિનોદચંદ્ર ત્રણેય રવિવારના દિવસે ચાલવા નિકલા હતા. આ એમની આદત હતી જયારે પણ તેમને હળવાશની પળ મળે ત્યારે સીટી ગાર્ડન સામેના રોડ પર બસ એમજ લટાર મારવા નીકળી પડતા. એવી જ રીતે આજે નીકળા હતા. ત્રણેય પોતાનીં વાતોમાં વ્યસ્ત હતા. ત્યાજ એ ત્રણેયને એક જોરદાર જટકો લાગ્યો અને તે રસ્તા પર દુર જઈને ફેકાઈ ગયા. શું થયું એ કોઈ સમજી ન શકું બસ એક જરદાર આવાજ.

ક્રમશઃ

આ મારી પેહલી સ્ટોરી છે એટલે કદાચ મારી કેટલીક ભૂલો હોય શકે અને હું આમાં આગળ શું ફેરફાર કરુતો રસપ્રદ બને તે માટે મને તમારા પ્રતિભાવની રાહ જોઇશ. મારો વોટ્સએપ નંબર છે ૮૪૬૦૧૫૨૧૦૬ આભાર