Prem books and stories free download online pdf in Gujarati

પ્રેમ.

"પ્રેમ"

ધીમો ધીમો વરસાદ ક્યાર નો શરૂ હતો જ પણ હવે રક્ષા ઓફિસે થી છૂટી એ સુધી માં તો વરસાદ એનું મૂળ રૂપ ધારણ કરી મુશળધાર પડવાની તૈયારી બતાવી ચુક્યો હતો અને કાળાં ડિબાંગ વાદળો આકાશ માં પોતાનું સ્થાન જમાવી બેઠા અને વીજળી ય સમયાંતરે ચમકારો કરી ને પોતાની ટાપસી પુરાવતી જતી હતી ...એવાં માં ક્અરર આ વરસાદ ને અત્યારે જ વધારે ટપકવુંતું વરસાદ સામે જોઈ મોઢું બગાડી ને રક્ષા મન માં જ બબડી ... પર્સ હાથ માં લઇ હવે બારી બંધ કરી પોતાની કેબિન લોક કરવા ઉપડી ...જતી વખતે ઉતાવળ માં પાછી ફરી અને પંચીગ મશીન માં ડાબા હાથ નો અંગુઠો મૂકી ને હાશકારો અનુભવ્યો સારું થયું પંચિંગ કરી લીધું બાકી આજે ય વરુણસર વઢવા ના હતા .. એકટીવા ની ચાવી પર્સ માંથી કાઢી પાર્કિંગ માં પડેલું પોતાનું એક માત્ર સ્કુટર પડ્યું છે વિચારી ને આજે ઘણું મોડું જ થઈ ગયું છે તેનો ખ્યાલ આવી ગયો ... સ્કૂટર વરસાદ માં માંડ માંડ ચાલુ કરી થોડી આગળ ચાલી ત્યાં બંધ પડ્યું જેનું રક્ષા ને અનુમાન હતું જ ..આસપાસ સારી પાર્કિંગ સ્પેસ જોઈ ત્યાં સ્કુટર પાર્ક કરી ને રીક્ષા મળે ત્યાં સુધી ચાલતા જવાનું જ નક્કી કર્યું ...

ડાર્ક બ્લુ ડ્રેસ અને વરસાદ થી ભીંજાયેલા કાળા કમર થી નીચે સુધી ના વાળ, રૂપાળો ચહેરો,કાળો ભમર આઈબ્રો, અણિયારી પરંતુ સહેજ ભૂરી આંખો, ગુલાબી રતાશ પડતા હોંઠ પ્રમાણસર કાયા રક્ષા આમ પણ ખુબસુરત ચહેરા ની માલકીન હતી પણ આજે વરસાદ માં પલળેલી રક્ષા વધારે માદક લગતી હતી ..એક નજર માં જ સૌ કોઈ ને ગમી જાય એવું આકર્ષક રૂપ હતું ...ચાલતા ચાલતા થોડી આગળ પહોંચી ત્યાં પાછળ થી અવાજ આવ્યો "રક્ષા" રક્ષા એ વરસાદ માં પાછળ વળી ને સહેજ ઝીણી આંખ કરી ને જોયું બ્લેક શૂટ માં સ્માર્ટ, ડેસિંગ, યુવાન ઉભો હતો એની સાથે સફેદ યુનિફોર્મ માં પચાસેક વર્ષ ના ભાઈ યુવાન પલળે નહીં તેમ તેના પર છત્રી રાખી ને ઉભા હતા ...થોડે દૂર બ્લેક મર્સીડીઝ બેન્ઝ પડેલી ... રક્ષા જોઈ ને જ ઓળખી ગઈ સુરજ ને ..રક્ષા નો કૉલેજ ફ્રેન્ડ ..કૉલેજ ના ફર્સ્ટ યર બન્ને ની મુલાકાત એક કોમન ફ્રેન્ડ એ કરાવેલી ...શરૂઆત થી બન્ને ના વિચાર અને ચોઈસ સરખી એટલે થોડા જ સમય માં રક્ષા અને સુરજ ખાસ મિત્રો બની ગયા ..સુરજ ને જોતા જ રક્ષા ભૂતકાળ માં ખોવાય ગઈ ...કૉલેજ માં ખાસ મિત્રતા ને લીધે આગળ જતા જ બન્ને ની મૈત્રી પ્રેમ માં પરિણામ પામવા લાગેલી ..અને લાગણી ના બીજ રોપાય ગયા ..બેય એકબીજા ને ખુબ પ્રેમ કરે અને હવે તો લગ્ન કરી ને સાથે જ ખૂબસુરત જિંદગી પસાર કરવાના સપના બન્ને યુવાન હૈયા સેવવા લાગેલા ..કૉલેજ ના ત્રણ વર્ષ તો જાણે આંખ નો પલકારો મારતાં જ પુરા થઈ ગયા અને છેલ્લા સેમેસ્ટર ની પરીક્ષા પણ પૂર્ણ થવા ને આરે હતી હવે સમય આવી ચડ્યો હતો હંમેશા માટે એક થઈ જવાનો પણ હજી એક મોટી બાધા વચ્ચે આવે એમ હતી એ હતી બન્ને ના પરિવાર ની મંજૂરી લેવાની,રક્ષા ના ઘર માં વાતાવરણ થોડું મોકળું, રક્ષા બિન્દાસ ઉછરેલી અને ચંચળ સ્વભાવ ની પણ અને થોડી જિદ્દી પણ ખરી ..પણ સામે સૂરજ ના પરિવાર માં તદ્દન જુદું વાતાવરણ ઘર માં પાપા, મોટા કાકા અને નાના કાકા નો પરિવાર થઈ નાના મોટા મળી ને ૧૮ સભ્યો અને ઘર ના દરેક મેમ્બર એ બધા જ નિયમો નું ચુસ્ત રીતે પાલન કરવાનું કોઈ ની થોડી પણ ભૂલ જણાય તો નાના હોય કે મોટા દાદાજી ગમે એનો વારો કાઢી લે અને ભૂલ મુજબ સજા પણ મળે એટલે નાનપણ થી જ બાળકો કોઈ ભૂલ કે નિયમ ભંગ ન થાય તેની ખાસ કેળવણી મેળવી ચૂકેલા ઘર ના આવા વાતાવરણ માં સૂરજ રક્ષા વિશે વાત કરે એવું તો કોઈ સંજોગ માં શક્ય બને તેમ હતું જ નહીં ...અને રક્ષા પણ સુરજ ની વાત ઉપર થી ઘર ના માહોલ ને સારી રીતે સમજી ગયેલી ...પણ કૉલેજ ના કૌતુક માં બન્ને જણ એક બીજા માં જ ખોવાયેલા અને લગ્ન કરવા તો એક બીજા જોડે જ બાકી નહીં ...જીવનભર સાથ આપશે તો એકમેક ને બાકી અન્ય ને તો નહિ જ ..કૉલેજ પુરી થતા જ સૂરજ ના પરિવાર માં દીકરા માટે સદગુણી અને ઘર ના વાતાવરણ ને અનુરૂપ યોગ્ય વહુ ની શોધ શરૂ થઈ ગઈ ..વડીલો ના નિર્યણ માં સૂરજ ની હા જ હશે તેવું ઘર ના દ્રઢતાપૂર્વક માનતા એટલે સૂરજ ની પરવાનગી કે સૂરજ ની ઈચ્છા નો કોઈ સવાલ જ ઉભો નહતો થયો ..અને રક્ષા ના ઘરે તો જેમ રક્ષા કે એમ રક્ષા કોઈ યોગ્ય પાત્ર શોધી લાવશે તો અમે એ જ મિનિટે કંકુ ના કરી આપીશુ એવી વાત રક્ષા ના પપ્પા એ બહુ પહેલા જ કહી દીધેલી ...કમુર્તા પુરા થયા અને મકરસનક્રાંતિ ની ઉજવણી પછી સૂરજ માટે અનુકૂળ ઇન્દિરા એના પરિવાર ના ધ્યાન માં આવી બધી જ રીતે ગુણિયલ,અને સંસ્કારી જેવી સૂરજ ના પરિવાર માં ઢળી જાય બિલકુલ એવી .....કોઈ પણ વિઘ્ન આવે એ પેલા સંબંધ જ નક્કી કરી નાખીયે તેવી વાત દાદાજી એ પરિવાર સમક્ષ રજૂ કરેલી ...અને પરિવાર ના દરેક લોકો દાદાજી ની રજુઆત માં સંમત હોય જ પણ સૂરજ સમગ્ર વાત થી અજાણ અને જોવા જવાના માત્ર એક દિવસ પેલા તેને જાણ કરવામાં આવી ...સૂરજ તો વાત સાંભળતા જ આઘાત પામી ગયો હવે કરવું શું ? પરિવાર ની વિરુદ્ધ જવાનું તો કોઈ વાત એ શક્ય નહતું સામે છેડે રક્ષા પ્રત્યે નો અઢળક પ્રેમ જે સૂરજ અન્ય કોઈને વહેંચી શકે એવી કલ્પના માત્ર ના કરી શકે ..અંતે સૂરજ એ કઠોર મને રક્ષા ને પોતાની ગડમથલ કહી અને હવે કોઈ એક નિર્યણ હૃદય ઉપર પથ્થર મૂકી ને લેવો જ પડશે ..એ અતિ મહત્વ નો નિર્યણ કઈ તરફ લેવો એ સૂરજ એ રક્ષા ઉપર જ મૂકી દીધું ...હવે વારો આવ્યો રક્ષા નો સામાન્યતઃ આ વેળા એ કોઈ પણ છોકરી પોતાના તરફ નો નિર્યણ જ સૂચવે ...પણ થોડી અડિયલ, થોડી જિદ્દી, થોડી માસૂમ, થોડી ચંચળ રક્ષા અલગ જ માટી ની બનેલી હતી ..સૂરજ ની નજીક જઈ એ જ વડલા નીચે જ્યાં તેમનો પ્રેમ પાંગરેલો ત્યાં ઢળતી સંધ્યા એ સૂરજ ના પડછયા સાથે વાત કરતા જ બોલી સૂરજ તું મને સાચો પ્રેમ કરે છે ને ? તો પ્રેમ નો ખરો અર્થ શું છે ખબર પોતાના પ્રેમી ને કોઈ પણ બંધન વગર મુક્ત રાખવો અને એની ખુશી માં જ પોતાની ખુશી મેળવી શકે ...આજે હું પણ એ જ કિનારે આવી ને ઉભી છું હું પણ તને ખરો પ્રેમ જ કરું છું ને હંમેશા કરતી રહીશ અને પરિવાર ની ખુશી માં ને યોગ્ય પાત્ર માં તારી ખુશી ને ઈચ્છા પરિપૂર્ણ થતી હોઈ તો બસ એ જ મારા પ્રેમ ને તારી અંજલિ છે ...સૂરજ પ્રેમ માં તો સમર્પણ અને ત્યાગ જોઈએ અને એ જ ત્યાગ ને સમર્પણ સાથે આપણા પ્રેમ ની અંજલિ રૂપે હું તને કહું છું કે તું ઇન્દિરા સાથે જ લગ્ન કર અને સુખી સંસાર વીતાવ એમાં જ મને સાચી ખુશી અને પ્રેમ મળશે ...રક્ષા ની વાત સાંભળી સૂરજ ભીની આંખે બોલ્યો રક્ષા પ્રેમ માં ત્યાગ અને સમર્પણ માત્ર ફિલ્મો માં જોયેલા અને પુસ્તકો માં વાંચેલા પણ આજે ખરેખર તે એ વાત સાબિત કરી બતાવી અને તારો પ્રેમ સાર્થક કર્યો .......વરસતા વરસાદ માં સૂરજ રક્ષા ની નજીક ગયો ચપટી વગાડતા બોલ્યો રક્ષા ક્યાં ખોવાય ગઈ ઓળખી કે ભૂલી ગઈ ? સહેજ સ્વાસ્થ્ય થઈ રક્ષા બોલી અરે ના રે સૂરજ તને ક્યારેય ભૂલી હોઈ ...કેમ છે તું ? અને કેમ છે ઇન્દિરા ..સુરજ એ કહ્યું એકદમ મજા માં અને આ હું નવી ફેક્ટરી શરૂ કરું છું સારું થયું તું અહીં મળી ગઈ હમણાં ૬ મહિના થયા તું મને અને ઇન્દિરા ને મળવા નથી આવી ...ફેક્ટરી ના ઉદ્ઘાટન માં તો તારે આવવાનું જ છે હો કોઈ બહાનું નહિ ચલાવી લવ કહી ને સૂરજ કાર્ડ આપતા બોલ્યો ...રક્ષા હસતા મોંઢે બોલી ચોક્કસ અને ઉત્સાહ સાથે કાર્ડ તરફ નજર કરી તો લખ્યું તું "ઇન્દ્ર - રક્ષા " ઇન્ડસ્ટ્રીઝ ...વરસતા વરસાદ માં બન્ને એક બીજા સામે જોઈ રહ્યા .…

***