Sati, Parvati, Mahakali Naari books and stories free download online pdf in Gujarati

સતી, પાર્વતી, મહાકાળી નારી

હજી શક્તિપુંજ હોય છે. જેવી રીતે આપણે આત્મા હોઈએ છીએ. નિરાકાર આત્મા.

પછી શકિતપુંજ સમ્રાટ પ્રજાપતિ દક્ષને ત્યાં અવતરે છે. પેલા દક્ષ અને એની પત્નીએ જગદજનની ને પોતાની પુત્રી તરીકે પામવા તપ કર્યું હોય છે.અને દેવી ત્યાં અવતર્યા.

જેવી રીતે માતા પિતા સંતાનપ્રાપ્તિ માટે કેટકેટલીય બાધા રાખે અને એમણે સંતાન સુખ મળે.

પ્રજાપતિ દક્ષને ઘણી પુત્રીઓ હોય છે અને છેલ્લે જન્મે છે સતી..

સતી

બધાની ખૂબ લાડલી. સતી, કોઈની રોકી રોકાય નહિ, જો કોઈ. ના પડે તો કામ પેલા કરવાનું પછી ભલે ને કેટલુંય કઠીન કેમ ના હોય…. અને પાર પાડીને રેવાનું

ચંચળતા તો દુનિયાભરની, જેટલી જીદ્દી એટલી પ્રેમાળ, રૂપ રૂપનો અંબાર, બધી કલાઓમાં નિપુણ, વચનની પણ એટલી. પાક્કી. કહે કરી પણ બતાવે….

સતી આખો દિવસ એની બહેનો સાથે જંગલમાં ફરતી અને પ્રકૃતિના સૌંદર્યને મણતી. આમ ને આમ સતી મોટી થવા લાગી.

એક દિવસ નદીકિનારે બેઠી બેઠી પ્રકૃતિના સૌન્દર્યને નિહાળી રહી હતી. ઘરે જવાનો વખત થયો હતો એટલે મોઢું ધોવા નદીના પાણી નો ખોબો ભરવા હાથ લાંબો કર્યો. ત્યારે અચાનક તણાતો તણાતો એક મણકો એના હાથમાં આવી ચડ્યો. રુદ્રાક્ષ હતો

દિવસો વીત્યા. એક દિવસ જંગલમાં ફરતી હતી અને અચાનક એક આદમી પર એની નજર ગઈ.

માથે જટા, શરીર પર ભભૂતી, ગળા માં સાપ, કોઈ પશુનું ફક્ત ચર્મ ઓઢેલું, માણસની ખોપડીઓની માળા પહેરેલી. અને એક શિલા પર બેઠો બેઠો પોતાના ધ્યાન માં મગ્ન હતો.

કેવો વિચિત્ર હતો માણસ…. તારામૈત્રક તો હજી દૂરની વાત પણ જો ભૂલથી પણ જોવાઈ જાય તો રાતની ઊંઘ ઊડી જાય એવો બિહામણો હતો.

પણ ખબર નાઈ કેમ પણ આપણી સતી એના પર મોહી પડી.

રાત દિવસ બસ પેલા અઘોરી ના. સ્વપ્નોમાં ખોવાયેલી રહે. માણસને લગતી બધી બાયોડેટા લઈ લીધી….

અત્યારે દિવસ ની રાત કંઈ રીતે પડે છે એની એને મન કોઈ. જ દરકાર નથી.

પણ કલ્પનાઓમાં રાચાનારી રાજકુમારી ના જીવનમાં દુઃખનું વાવાઝોડું તો ત્યારે આવ્યું જ્યારે એને ખબર પડી કે એના પિતા પ્રજાપતિ દક્ષ શિવના કટ્ટર વિરોધી છે.

તો શું મારા અરમાનો ફક્ત અરમાનો. જ રહેશે, શું હું શિવને ક્યારેય નહિ પામુ?? વગેરે જેવા ભણકારા વાગવા લાગ્યા

એક દિવસે એને નિર્ણય કર્યો કે ક્યારેક ને ક્યારેક તો પિતાનું ઘર છોડવું પડે છે તો અત્યારે છોડી દઉં.

અને. પહોંચી કૈલાસ.

શિવ તો સમાધિમાં લીન હતા.

સતી આવી, શિવના નેત્રો ખુલ્યા ને પ્રથમ દૃષ્ટિ સતી પર પડી. ઘડીભર તો સમય ને પણ થંભી જવાનું મન થઇ ગયું.

બંને જણા એકબીજાની આંખોમાં આંખો નાખીને ખબર નઈ ક્યાં સુધી જોઈ રહ્યા.

અચાનક એક પવન ની લહેર આવી અને કોઈએ દખલ કરી હોય એમ અચાનક ભાનમાં આવ્યા.

સતી બધું કહી સંભળાવ્યું.શિવ અને સતી લગ્ન કરી લીધા. અને અત્યાર સુધીનું વૈરાગી બનેલું કૈલાસ શિવ સતી ના ગૃહસ્થ જીવનથી રંગીન બની ગયું. જાણે વસંત ના આવી હોય અને કાયમ માટે અહીંયા રહી જવાની હોય.

દિવસો આનંદમાં વિતે છે.

શિવજી બેઠા છે, એમની ડાબી બાજુએ સતી વિરાજમાન છે. અચાનક સતીની નજર આકાશ પર પડી.

આજે એકસાથે બધા દેવીદેવતાઓ ક્યાં જઈ રહ્યા છે??

પૂછાયેલા પ્રશ્નનો ઉત્તર ના આવ્યો એટલે સતી ફરીથી પૂછ્યું. તો જવાબ મળ્યો કે તમારા પિતાશ્રીએ એક યજ્ઞનું આયોજન કર્યું છે અને એમાં આપણા સિવાય દરેક ને આમંત્રણ છે.

જાણીને સતી ખૂબ દુખી થયા. પછી નિશ્ચય કર્યો કે પોતે યજ્ઞમાં હાજરી આપવી.

શિવજીએ ઘણું સમજાવ્યા, આમંત્રણ વિના ક્યાંય જવું જોઈએ પણ આતો દક્ષાયિની, એકલા ઉપડ્યા…. પછી તો આપણે જાણીએ છીએ તેમ શુનુશું થઈ ગયું

હવે આપણે આપણી વાત કરીએ તો નાની બાળકી સૌની ખુબ. જ લડકાવાયી હોય છે. બાળપણ ખેલકૂદમાં જતું રહે અને પછી આવે તરુણાવસ્થા... સમય એવો હોય છે. પોતાની જાત ને બાદશાહ માનતા હોઈએ, બોડીમાં બદલાવ આવવા લાગે, ચંચળતા નો પાર ના હોય, એટ્રેકશન થવા લાગેબોલે તો સ્વયં સતી બની જઈએ…..

પ્રેમ થાય (ગાંડો પ્રેમ), કોઈ. ભાન ના હોય.અત્યારની દુનિયા એવી હોય છે. કલ્પનાઓ ની દુનિયાવાસ્તવિક જગતથી કોષો દૂર કોઈ રાજકુમારના પ્રેમ માં હોઈએ. અને જ્યારે બાપને ખબર પડે ત્યાં સમસ્યાઓની શરૂઆત.

પછી બધી પ્રકારના પ્રતિબંધો લાગી જાય અને આપણો પ્રિયતમ તો બાપનો કટ્ટર દુશ્મન બની જાય.

થઈ તરુણી એટલે કે સતીની વાત

પછી તો અમુક ભાગી જાય, અમુકને એના માબાપ પરણાવી દે વગેરે વગેરે બધું થતું હોય છે

પછી ઘણા વર્ષો પછી હિમાવત અને મેનાવતીને ત્યાં એક સૌમ્ય દીકરીનો જન્મ થાય છે. અને નામ રાખે છે પાર્વતી.

પણ અહીંયા પરિસ્થિતિ એવી થાય છે કે હિમાવતના રાજ્યમાં આક્રમણ થતાં, એની પત્ની અને પુત્રીને એક સલામત જગ્યા એટલે કે ઋષીઓના આશ્રમમાં મૂકી જાય છે.

આશ્રમમાં બધા શિવ ભક્તો હતા.આથી પાર્વતી બાળપણથી શિવતત્વને ઓળખવા લાગી હતી. અને મનોમન શિવ ને પોતાના પતિ માનવા લાગેલી.

નાની પાર્વતી રોજ સવારે ઋષીઓ જોડે ઉઠી, પૂજા કરે, યજ્ઞમાં ઋષિઓને સહાય કરે, આશ્રમ સજાવે, શિવલિંગ જોડે વાતો કર્યા કરે અને ઋષીઓ જોડે શિવકથા સાંભરે.

નાની પાર્વતી મોટી થવા લાગી છતાં જ ભક્તિ, શ્રદ્ધા, વિશ્વાસ, અને સૌમ્યતા તો અકબંધ હતા.

રોજ સવારે એક કામના સાથે ઉઠે અને આખો દિવસ શિવ ને. યાદ કર્યા કરે

પછી તો જબરદસ્ત તપશ્ચર્યા શરૂ કરી, શિવ આવ્યા અને શિવ પાર્વતીના લગ્ન થયા.

છોકરીની તરુણાવસ્થા પછી એનું કૌમાર્ય ખીલે. દિવસે ને દિવસે એનું રૂપ ખીલતું જાય અને દિલથી વધુ ને વધુ સૌમ્ય બનતી જાય. અને આગમન થાય કુમરવસ્થનું.

તરુણાવસ્થા ની ચંચળતા ચાલી જઈને નિર્મળ સ્થિરતા આવવા લાગે. સતી મટી ને પાર્વતી બને. પોતાના સ્વપ્નોનો રાજકુમાર આવો હોવો જોઈએ, વગેરે જેવા સપનાઓ સાથે જીવતી હોય છે.

લગ્ન કરીને પાર્વતી શિવજી સાથે કૈલાસ પ્રસ્થાન કરે છે. હીમાવત અને મેનાવતીની દીકરી મટીને કૈલાસ સ્વામીની બને છે.

પણ શિવજી સાથી ધ્યાન કરે છે, પોતે કોણ છે. જાણવા પ્રયત્ન કરે છે.

ત્યારે એક દિવસ એને આત્મજ્ઞાન પ્રાપ્ત થાય છે. એક સૌમ્ય અને નમણી પાર્વતી જ્ઞાની અને શક્તિથી ભરપૂર મહાકાળી બને છે.

પેલા દેવો અને દાનવો વચ્ચે યુધ્ધ બઉ થતાં તો અડધનો નિવેડો તો મહાકાળી લાવી દેતી.

શિવજીની પ્રિયા, શિવજીની અર્ધાંગિની, કાર્તિકગણેશજીની માતા મહાકાળી પૂર્ણરૂપે આદિશક્તિ બની જાય છે.

કુમરવસ્થામાં છોકરી સ્વપ્નાઓ સેવતી હોય ત્યારે એક દિવસ એનો રાજકુમાર આવે છે અને એને લઈ જાય છે.

પિયરની નાજુક, વ્હાલી દીકરી સાસરે જઈ માલકીન બની જાય છે. અને એનું સાસરું એની દુનિયા બની જાય છે. જેમ જેમ અનુભવ થતાં રહે છે તેમ તેમ વધુ ને વધુ પરિપક્વ બનતી જાય છે.

બધાનો નિર્વાહ કરે છે. સાસુસસરા, પતિપુત્રો બધાને સાચવે છે અને આખા ઘરની જવાબદારી પોતે ઉપાડી લે છે.

રીતે પુરાણો ની સતી, પાર્વતી અને મહાકાળી દરેક નારીમાં સમાયેલી છે.

नारी यदि शंका त्याग दें तो शंकर बन जाती हैं।

***