Pankh - 9 books and stories free download online pdf in Gujarati

પંખ - ૯

પૂજાને આનંદ વિશેની વાત સાંભળી ઝટકો લાગે છે અને આખો દિવસ પોતાની જાતને રૂમની અંદર કેદ કરી મૂકે છે. કમ સે કમ છેલ્લી વખત તો મને મળીને ગયો હોત!શુ કરવું તેને કઈ સમજાઈ નોહતું રહ્યું.

આમ તો છેલ્લા કેટલાક મહિનાઓથી તેના અને આનંદ વચ્ચેના સંબંધો તણાવ ભરેલા જ હતા.

ક્યારે આનંદ નારાજ રહતો તો ક્યારેક પૂજા અને આનંદ બંને એકમત નોહતા થઈ શકતા.

આનંદ ક્યાં દેશમાં ગયો હશે?

તેના મિત્રો પણ તેેના વિશે કઈ જણાવતા નથી.

કદાચ આનંદે જ તેઓ ને ના કરી હશે.

આનંદને પણ હક છે. કદાચ હવે તેને આજ રસ્તો યોગ્ય લાગ્યો હશે.

કોર્ટ સુધી તે લગ્ન માટે આવી જ ગયો હતો, પણ મેં જ લગ્નની ના કરી.

"પૂજા જે થઈ ગયું. એ થઈ ગયું. હવે તારે આગળ વધી જવું જોઈએ!"

"પણ અવની. હું તેને લવ કરું છું.

,પણ મારી પરિસ્થિતિ..."

પૂજાએ વાક્ય અધૂરું જ મૂકી દીધું."પરિસ્થિતિ પર કઈ રીતે કાબુ મેળવો એ આપણા હાથમાં હોય છે."

"હા....પણ આ બધું કેટલું જલ્દી જલ્દી થઈ ગયું."

"લિવ...પૂ. હવે આ બધું યાદ કરવાનો કોઈ ફાયદો નથી. બધાની લાઈફમાં આવા પડાવ તો આવતા જ હોય છે."અવની બોલી.

"બધાની?તારી લાઈફમાં આવી સિચ્યુએસન આવી છે?"

"હા ભી ના ભી...મેં મારા જ બોયફ્રેન્ડ નું ખૂન કર્યું છે."

"શુ ફેંકમ ફેક કરે છે."

"ના હું સાચું કહું છું."

અવનીના ચેહરા પર ગંભીર રેખાઓ જોઈએ ને કોઈ પણ કહી દે કે તે સાચું કહી રહી છે.

"આમ તો હું, દિલ્હીમાં જ નાની-મોટી થઈ છું. મારા પપ્પા-મમ્મીનું કાર એક્સિડેનમાં મૃત્યુ થયું. ત્યારે હું પણ સાથે હતી. પણ બચી ગઈ. હું મારા મામા-મામીને ત્યાં મોટી થઈ.

અને તે લોકો એ જ મને ભણાવી ગણાવી.

મામા તો સારા હતા. પણ મામી મને રોજ મારતી-ફૂટતી. ખબર નહિ કેમ આટલી નફરત હતી તેને મારાથી. હરિયાણામાં મારા પિતાના નામની હજારો એકર જમીન હતી. જેની હું એકલી જ વારસદાર છું.

મામાને પણ કેન્સર થયું એટલે તે પણ મને મૂકીને જતા રહ્યા. એટલે મેં મામીનું ઘર છોડી હોસ્ટેલમાં જ રહેવાનું રાખ્યું.

ત્યાં મારી એક રૂમમેટના ભાઈ સાથે હું સંપર્કમાં આવી.

અને એક રાત..તે પાર્ટીના બહાને તેને મને બોલાવી. ત્યાં તેના મિત્રો પણ હાજર હતા.

તે મારી સાથે જબરદસ્તી કરવાના હતા. ત્યાં જ બાજુમાં પડેલી બોટલ તેના પેટની આરપાર કરી દીધી. મારી ઉપર કેસ ચાલ્યો. પણ મારા બચાવ માટે મેં આ હુમલો કર્યો એટલે હું છૂટી ગઈ અને મને હવે દિલ્લીની હવામાં મુંજારો થતો હતો. એટલે હું અહી ગુજરાત આવી ગઈ અને મને મારી બહેન જેવી દોસ્ત મળી."પૂજા તો રડવા જેવી જ થઈ ગઈ."અવી,આટલું સહન કર્યું અને મને ભનક પણ ના લાગવા દીધી?"

"હોય એ બધું. છોડ તું એ વાતને મને એ કે તારા લગ્નમાં હું શું પેહરુ?"

"તને લાગે છે? મારે હવે પરણી જવું જોઈએ?"

"હાસ્તો. હવે તો માસ્ટર પણ પતવા આવ્યું."

"હું પરણી જઈશ પછી તારું શુ?"પૂજા બોલી.

"હું તારા માટે જીજુ શોધી લઈશ..ચિંતા ન કર."

"તને બહુ ઉતાવળ હોય તો તું જ પરણી જા."

"ચાલ તારો વર મને આપી દે.તારા બદલે હું પરણી જાઉં"

"મને કોઈ જ વાંધો નથી.કેહતી હો તો પપ્પાને કહું?"પૂજા બોલી.

"હું શું વિચારું છું પૂ..,કે તારા લગ્ન થઈ જાય એટલે હું ગામડે આવી જાઉં. ત્યાં પપ્પાને ખેતીમાં હેલ્પ કરીશ અને ગામના છોકરાઓને પણ ભણાવીશ"

"સરસ વિચાર છે. બોલે તો સુપર્બ."

"હા. એ પણ તારા ગયા પછી મારું અહીં કોણ? તું આવી એટલે જીવનની આખી પરિસ્થિતિ જ બદલાઇ ગઇ. મારી નાનકી બનીને આવી..અને જીવન ખુશીઓથી ભરી દીધું."

અને બંનેએ એક બીજાને છાતીએ ચાંપી રડી જ લીધું અને બધો ભાર હળવો થઈ ગયો!

"અવની..પીઝા ખાવાની ઈચ્છા છે આજે."

"હા બહુ દિવસો પછી તે સામેથી કહ્યું મને પીઝા ખાવા છે."

" થેન્ક ટુ યુ ડિયર."

અને ફરી આજે બને ફ્લેટની બાલ્કનીમાં આવી ગયા.

ફ્રેબ્રુઆરીનું એન્ડ હતું. ઠંડી નહિવત હતી.

હલકા-હલકા પવનથી બંનેના વાળ ઉડી રહ્યા હતા.

આકાશ સ્વચ્છ હતું. દૂર રિગ રોડથી પસાર થતા વાહનોની લાઈટો દેખાવમાં આકર્ષિત લાગતી હતી.

હાથમાં પીઝા નો ટુકડો લઈ પૂજા બોલી" જે થયું એ સારું થયું?"

"મતલબ?"

" એજ કે આનંદ જતો રહ્યો એ."

"કેમ આવું બોલી?"

"મારે તેને ક્યારેક તો ના કરવાની હતી.ત્યારે સ્થિતિ કેવી સર્જાત એ ખબર નહિ. એટલે જ કહું છું. જે થયું એ સારા માટે થયું."

***

"આનંદ ચાલ હું તને અહીંના ક્લબમાં લઈ જાઉં, બને ભાઈ ખૂબ મસ્તી કરીશું.હજુ તો તને આખું કેલિફોર્નિયા બતાવાનું છે.મારી સાથે મિત્રતા કરીશ ને?"રોહતી બોલ્યો.

"હા, ચોક્કસ. ખૂબ મજા કરીશું."

આનંદ અને રોહિત આજે બને શહેરના એક જાણીતા ક્લબમાં ગયા હતા.

ફૂલ ડી.જે વાગી રહ્યો હતો.

ગોરીયાઓ અને કળિયાઓ કુદી રહ્યા હતા.

આ ગોરા કાળાઓની વચ્ચે બે ચાર ભારતીય પેહલી નઝરે જ ઓળખાઇ જાય.

"આનંદ શુ લઈશ?"

"વાઇન.!"

રોહિત જ્યાં સુધી ડ્રિંક લેવા ગયો. ત્યાં સુધી આનંદ આસપાસ બધું જોઈ રહ્યો હતો.

રંગબેરંગી અજવાળાંમાં એક ચેહેરો જાણીતો જણાઈ રહ્યો હતો.

આનંદ થોળો આગળ વધ્યો.આ તો પેહલી બકબક કવિન છે. આસપાસ તેના મિત્રોને જોઈ આનંદ વળી ગયો.

પણ પ્રિયાએ આનંદને આવતા જોઈ લીધો હતો.

એટલે તે દોળીને આવી ગઈ.

"માર ચેહરા પર કઈ છે?"

"ના, કેમ?"

"હું તને ચુડેલ જેવી લાગુ છું?"

"ના.."

"તો, કેમ જોઈને ભાગે છે?"

"અરે, મને એમ કે ઓળખીશ નહિ, ભૂલી પણ ગઈ હોઈશ."

"ઓહ....સીધો સાદો ભારતીય ભોળો છોકરો..તું તો..શરમાઈ ગયો." કેહતા પ્રિયા હસી.

"એવું કઈ નથી."

"તે દિવસે પણ તું મને મૂકીને જતો રહ્યો.આજે પણ જઈ રહ્યો હતો.યાર આટલા મોટા શહેરમાં મારે તને શોધવાનો ક્યાં?"

"સોરી..સોરી.."

"સોરીથી કામ નહીં ચાલે."રોહિત ડ્રીંક લઇને આવી ચુક્યો હતો.

ત્યાં જ પ્રિયાએ બને ડ્રીંક છીનવી ને પી ગઈ.

"આ કોણ છે?"

"મારી મિત્ર છે"

"ક્યાં મળી?"

"ફ્લાઈટમાં સાથે હતા." આનંદ બોલ્યો.

બને હેન્ડશેક કરી એક બીજાનો પરિચય આપ્યો.

પ્રિયાના બધા મિત્રો એક- એક કરી નીકળી ગયા હતા.

અને બધાને કહ્યું હતું. હું એન્ડી(આનંદ) સાથે આવીશ.

આનંદનું ત્યાં નામકરણ થયું. અને એક આધુનિક નામ મળ્યું એન્ડી.

આજે પ્રિયા વધુ પી ગઈ હતી.આનંદ પણ તેના ઘર વિશે કઈ જાણતો ન હતો.રોહિત બોલ્યો-'આને હવે ક્યાં લઈ જવી?''આજનો દિવસ આપણા ઘરે આવે તો વાંધો છે?''ના, પણ આપણે ફક્ત એ કાળજી રાખવી પડશે, કે ડ્રીંક કરેલી અવસ્થામાં ન હોવી જોઈએ.''છુપાઈ ને લઈ જઈશું.અને સવાર સુધીતો આવી જશે હોશમાં.'

આનંદ નીરખી નીરખીને પ્રિયાના ચેહરાને તાકી રહ્યો હતો. તેના ચેહરાની માસૂમિયતા. તેના ચેહરા પર આવી ગયેલી. લટને કાનની પાછળ સરકાવી દીધી.બને વચ્ચે..કઈ તો થઈ રહ્યું હતું.જે અસહજ હતું.ક્યારે ઘર આવી ગયું ખબર જ ન રહી.આનંદ વિચારોમાં ખોવાઈ ગયો હતો. ત્યાં રોહિત બોલ્યો"ઘર આવી ગયો. કારમાં જ સુવાનું વિચાર્યું છે કે શું?

"તું, જા હું પ્રિયાને લઈને આવું છું."

ક્રમશ.

૧) પ્રિયા ને આનંદ વચ્ચે નવો અધ્યાય શુરું થશે?

૨) પૂજા લગ્ન કરી અમેરિકામાં જ આવશે. ક્યારે તેઓ નો ભેટો થશે?

અલ્પેશ બારોટ